કઢી ખીચડી અને મીઠો લીમડો yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઢી ખીચડી અને મીઠો લીમડો

પ્રસ્તાવના

આ રચના મારી નોવેલનો હિસ્સો છે. જેને હું આપની સમક્ષ એક ટૂંકી વાર્તાના સ્વરૂપમાં રાખી રહ્યો છું. તેમાં આવેલી આ વાર્તાને હું એ જ સ્વરૂપમાં આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આ વાર્તા આપને જરૂર પસંદ આવશે. વાર્તાને તેના મોડ પર લાવવા માટે શરૂઆતમાં મારી નોવેલના એ પાત્રો પણ આપની સમક્ષ આવશે અને તેમના દ્વારા જ આખી વાર્તા હું આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.

*********************************


જ્યારે જેલની અંદર મિસ્ટાનમાં કઢી અને ખીચડી બનાવી હતી. ત્યારે કઢીમાં મીઠા લીમડાના પાંદડા જ દેખાતાં હતાં. કઢીતો કેવાની જ હતી. ગીગો તો પાંદડાને પણ ભેંસની જેમ વાઘોલી ગયો. પરંતુ, સુગાળો જીગો તેને ખાવા યોગ્ય સમજતો ન હતો. જ્યારે તે જમીને પાછા પોતાનાં રૂમમાં આવ્યા ત્યારે જીગાનો ગીગા તરફ જોઈને એક પ્રશ્ન કર્યો.


“આ કઢીમાં મીઠો લીમડો કેમ ભેળવે છે?”

ગીગો હસ્તા-હસ્તા બોલ્યો. “કેમ બકરીને મોંઢામાં ખીર જ જોય!”

નાક ફુલાવીને જીગો બોલ્યો. “ભેંસની જેમ તું... તો બધું વાઘોલી નાંખે મને દર બુધવારે આ કઢીને ખીચડી નથી ભાવતી અને એમાં પણ મણ-અધમણ જેટલો આ લીમડો ઓ…. ક. આવું ખાવાનું કોને બનાવ્યું?”

ગીગો એની વાતનો જવાબ આપતા કહે છે. “તારી કરતાં હું વધારે ઇન્ટેલિજન્સ છું. ડોબા આ સવાલ મેં મારી બા ને માત્ર સાત વર્ષની ઉંમરે જ કર્યો હતો.”

“તારી બા એ શું કહ્યું હતું?”

“એમણે મને આખી વાર્તા કહી સંભળાવી હતી."

“એ વાર્તા તો મારે પણ સાંભળવી જ પડશે કે, કોને બનાવી આ કઢી ખીચડી અને મીઠા લીમડાની પ્રથા?”

ગીગો ધ્યાનમાં બેસેલા યોગિની જેમ બંને પગને એક-બીજા ઉપર ચડાવીને થોડા લાંબા શ્વાસ ભરીને.“તો સાંભળ.”


દુર જંગલમાં એક સુરજમલ નામના રાજા એક નગરમાં રાજ કરતાં હતા. અષાઢી સાંજની રાતે સુરજમલની રાણીએ બે ઝુડવા દિકરીઓને જન્મ આપ્યો. તે સમયે વરસાદ સતત પંદર દિવસ આવ્યો અને પુરની પરિસ્થિતિમાં લોકોનો જીવ સંકટમાં હતો. તેથી રાજ્યના કારભારમાં રાજા સુરજમલ અને બાકી બધા પડી ગયાં. કોઈને પણ રાજાની એ બે દિકરીઓ વિશે ખ્યાલ રહ્યો નહીં. જ્યારે જ્યારે સતત વરસી રહેલા વરસાદની હેલી પુરી થઈ, ત્યારે રાજા રાણી પાસે જાય છે. સુરજમલ દાસીઓ પાસે પોતાની દિકરીઓને જોવા માટે લાવવા કહે છે. એ સમયે એક દાસી રાણી પાસે તેમની રાજકુમારીઓ લેવા જાય છે. ત્યારે રાણી સાથે પાસે ઉભેલી દાસી તિખલ કરતા કહે છે.

“રાજા પહેલા કઇ રાજકુમારીને જોવા માંગે છે. એ તો પુછીને આવ.”

રાજકુમારીઓને લેવા આવેલી દાસીએ રાજાને જઇને આ વાત કરી. હવે, વાંધો એ હતો કે ના એ એક-બીજાથી નાની હતી કે નાતી મોટી. રાજકુમારીઓના નામકરણ કર્યા ન હતા. તેમની છઠ્ઠીના સમયેતો આખા રાજ્યમાં ત્રાહિમાંમ મચી ગયો હતો. જેના કારણે તેમની રાજકુમારીઓ પર ધ્યાન આપી શક્યા ન હતા. એટલે રાજા કાંઇ બોલી શક્યા નહીં અને રાણીએ કરેલા મજાકથી ક્રોધે થઈને રાજા બંનેના નામકરણની મનાઈ કરી દીધી.

દાસીએ આ વાત જઇને રાણીને કહી. રાણી દુઃખી થયા અને તિખલ કરવાવાળી દાસીને સજા આપી. રાણી મહારાજની માફી માંગે છે અને તેની રાજકુમારીઓના નામકરણની વાત કરે છે. ત્યારે સુરજમલ કહે છે.
“હવે મારી રાજકુમારીઓના નામ તે જાતે જ પોતાની કલા-કુશલતાથી રાખશે.”

રાજાનો નિર્ણય અંતિમ રહ્યો. અઢાર વર્ષની યુવાનીમાં બન્ને રાજકુમારી અભ્યાસ કરીને નીપુર્ણ થઈ. બંન્ને રાજકુમારીઓને રશોઇનો ખુબજ સૉખ હતો. એકદિવસ બંન્ને રાજકુમારીએ કંઇક નવું રાંધવાના વિચારથી નવી વાનગીનું સંશોધન કર્યું. એક રાજકુમારીએ મગની દાળ અને ચોખાનુ મિશ્રણ કરીને તેમાં મીઠુ અને હળદર નાખીને તેને બાફીને એક નવી વાનગી બનાવી. તે રાજકુમારીએ તેનું નામ “ખીચડી” રાખ્યું અને તેની સાથે રાજકુમારીને ખીચડીના સંશોધન કર્તા તરીકે ખીચડીનું બિરુદ મળ્યું. પરંતુ એક દિવસ તેની બીજી ઝુડવા બહેને રાજકુમારી મેણું મારતા કહ્યું.

“આતો ઘરડાને ભાવે યુવાનને તો તારી આ ખીચડીનો ફાવે.”

તેથી તે રાજકુમારીએ તુરની દાળ અને ચોખાનું મિશ્રણ કરીને તેને વધારીને નવી ખીચડી બનાવી જેનું નામ “વઘારેલીખીચડી” રાખ્યું.

ત્યારે ખિચડીની બીજી બહેન પણ નવી વાનગીનું સંશોધન કરી રહી હતી. એટલે તેણે એક દિવસ ચણાનો લોટ લઇને તેનો વઘાર કરીને છાશને મેળવીને એક સ્વાદિષ્ટ વાનગી બનાવી.

ગીગો વાર્તામાંથી બહાર નીકળીને કહે છે.
“આવી રીતે બે સુંદર રાજકુમારીના હાથે કઢી અને ખીચડીનો જન્મ થયો.”

જીગો ગીગાને ફરી વાર્તા તરફ લઇ જતા (પોતાના મોંઢામાં આવેલા મીઠાં લીંબડાના પડદાવાળી ડાળખીને ગીગાને દેખાડતા-દેખાડતા.)
“ગીગા આ મીઠો લીંબડો આમાં કેવી રીતે ભળ્યો?”

“હા એ વાત તો કહેવાની જ રહી ગઇ. ચાલો ફરી એ વાર્તા તરફ જઇએ.” ગીગો જાણે ચમક્યો હોય તેમ.

રાજકુમારીના જન્મ સમયે એ જ રાજ્યમાં એ જ દિવસે અષાઢી રાતમાં બે બાળકો એક વૈદ્યને ત્યાં જન્મ્યા હતા. તે બંનેનું નામ લીમડો જ રાખ્યું હતું. વૈદ્ય પોતાના બાળકો મોટા થયાં એટલે તેમને વૈદ્ય વિદ્યા શીખવા માટે મોકલે છે. ત્યાંથી વૈદ્ય વિદ્યા શીખીને બંન્ને પાછા આવ્યાં અને સાથે-સાથે તેમણે કરેલા વનસ્પતિના સંશોધનને સાથે લાવ્યા.

લોકો તેમના એ વનસ્પતિને જુવે છે અને કહે છે.
“આ બંને લીમડા કોઈ નવું જ વૃક્ષ લાવ્યા છે અને તેમણે પોતાના નામ પરથી જ તેમનાં વનસ્પતિનું નામ લીમડો રાખ્યું છે.”

બંન્ને લીમડા ખુશ હતાં એટલાં માં જ આવેલા ટોળામાંથી એક વાંકો વળેલો ઘરડો માણસ બોલ્યો.
“આ બંન્નેમાં શ્રેષ્ઠ કોણ?”

તે વૃદ્ધનો પ્રશ્ન પણ યોગ્ય છે. તેવું વિચારીને બંન્ને ભાઇએ તેમના લિમડાની શ્રેષ્ઠતાનો નિર્ણય બીજા લોકો ઉપર છોડ્યો. લોકોએ તેમનાં લીમડાનો ઉપયોગ જાણવા પ્રયત્ન કર્યો. જેમાં એકનો લીમડાના પર્ણ (પાંદ) મીઠાં હતા. જેનો કોઈજ ઉપયોગ ન હતો. પરંતુ તેનો લીમડો મીઠો હોવાથી તેને પણ “મીઠાંલીમડા” તરીકેની ખ્યાતિ મળી.

જ્યારે બીજા ભાઈના લીમડાના પર્ણ (પાંદ) કડવા હતા. પરંતુ વૈદ્યમાં તેનુ સ્થાન અવલ થયું. તેના પાંદડાના ધુમાડાથી મચ્છર દુર થઈ જતાં, લોકોને ખુબજ ઉપયોગી નીવડ્યો. તેથી તેને કડવા લીમડા તરીકેની ઓળખાણ તો મળી જ સાથે-સાથે શ્રેષ્ઠતાનું સન્માન પણ મળ્યું.

સમય જતાં કડવા લીમડાને ઘમંડ આવી ગયો. તેનાં લગ્ન પણ જલ્દીથી થઈ ગયાં. લોકોમાં તેની વાહ... વાહઇ થવા લાગી.
તેને પોતાના લીમડા પર અને તેનાં કાર્યનો ઘમંડ હતો. મીઠા લીમડાના માન ઘટી ગયા હતા. કોઈ તેની વૈદ્ય વિદ્યાને પણ માનતું ન હતું અને તેને અપમાનિત કરવા લાગ્યા હતા.

એક દિવસ રાજા સુરજમલે પોતાની દિકરીઓ માટે યોગ્ય વર શોધવા માટે સ્વયંવર રચ્યો. જેમાં તેમની રાજકુમારીએ રાંધેલી આ નવીન વાનગીની અંદર ભળી જાય તેવા રસોયા કે કોઈ પણ વિદ્યા વાળા યુવકોને ભાગ લેવા આમંત્રિત કરાયા. તેમાં ઘણાં બહારના રાજકુમારો પણ હતા, વિદ્વાનોએ પણ તેમાં ભાગ લીધો હતો અને તેમનાં રાજ્યના બે નવ યુવક વૈદ્ય વિદ્યાના તજજ્ઞ હતાં. મીઠો લીમડો અને કડવો લીમડો જેમના પ્રવેશતા જ તેમનાં વખાણ શરુ થયાં.

લોકોને કડવા લીમડાનો વિચાર થયો કે, ‘આજે તો કદાચ એ જ રાજકુમારી સાથે પરણસે.’

પ્રતયૉગીતા શરુ કરવામાં આવી. દરેક પ્રતિયોગી પોત-પોતાની ખાસ વસ્તુનો પ્રયોગ કરીને તેમની વાનગીમાં ભળવાનો પ્રયાસ કર્યો. કોઈ એ કઢીને પામવાનો પ્રયત્ન કર્યો તો કોઇએ ખીચડીને. જેનાં કારણે રાજા સુરજમલને પણ એક ભય હતો કે તે બંન્ને બહેનોના પતિમાંથી કોના પતિને આ રાજ્યના ઉત્તરાધીકારી તરીકે ઘોસિત્ત કરવો.

એ જ સમયે સૌપ્રથમ કડવો લીમડો પોતાની વાનગી લઇને આવ્યો. તેને કઢીમાં પોતાના લીમડાના પાંદડા નાંખી દીધાં હતાં. લોકો કડવા લીમડાની ‘જય જય કાર’ કરી રહ્યાં હતાં. તેનો જય જય કાર સાંભળી રાજાને તે જ રાજા બનવા યોગ્ય લાગી રહ્યો હતો. થોડીવારમાં તેની વાનગી મતલબ કડવા લીમડાના પાંદડા ભેળવેલી કઢી રાજકુમારી “કઢીને” ચાખવા માટે આપવામાં આવી. રાજકુમારીએ એક ચમચી કઢીની મોંઢામાં નાંખી અને એકદમથી “થૂ...થૂ...થૂ...” કરીને કાઢી નાંખી.

જોકે ખીચડીની અંદર કોઈ ભેળસેળ કરીજ ન શક્યાં. કડવો લીમડો નિરાશ થયો અને પાછો ચાલ્યો ગયો. રાજા સુરજમલ પણ ચિંતિત હતા. હવે રાજકુમારીઓનો સ્વયંવર નિષ્ફળ જશે એવું રાજાને અને લોકોને લાગી રહ્યું હતું. એટલે સ્વયંવર પુર્ણ કરવાની ઘૉસણા જ કરી રહ્યાં હતા કે ત્યાં મીઠો લીમડો કઢીમાં તેનાં લીમડાના પાંદ ભેળવીને આવ્યો. રાજકુમારી ‘કઢી’ પાસે તેની કઢી લઇ જવામાં આવી. રાજકુમારીએ પહેલાંની જેમ જ કઢી ચાખી અને જોત-જોતામાં તેમની પાસે લાવેલી બધી જ કઢી તેં પિ ગયા.
રાજકુમારી ‘ખીચડીએ’ પણ તેની કઢી ચાખી જે તેમને પણ ખુબ સ્વાદિષ્ટ લાગી અને તેને મીઠા લીમડાથી મિશ્રિત કઢીને ખીચડીમાં ભેળવી દિધી.

રાજા અને પ્રજા સમજી ગયા. મીઠો લીમડો જ હવે આ રાજ્યનો ઉત્તરાધિકારી બનવા યોગ્ય છે.

આમ, મીઠો લીમડો કઢી અને ખીચડીની સાથે ભળ્યો. આ પ્રથા ત્યારથી જ શરૂ થઇ હતી.

ગીગાની વાર્તા સાંભળીને જીગાના મોંઢામાં પાણી આવી ગયું અને તે ત્યાંથી ઉભો થઇને ફરી રસોઈ ખાનામાં કઢી ખીચડી અને મીઠો લીમડો ખાવા લાગ્યો.