The pain of love books and stories free download online pdf in Gujarati

પ્રેમની વેદના

અંક-1

તારા આગમન ની આસ થી દેહ માં મારા જીવન લાગે છે,
તારા આવવાથી જીવન નો અર્થ સાર્થક લાગે છે...
હથેડી માં નસીબ ની આડી અવળી રેખાઓ માં
જાણેભટકતા મુસાફર ને હમસફર મળી ગયો લાગે છે...

વિનાયક તેની બંધ આંખો ખોલી અને તેના ગુંજી રહેલા ફોનની રીંગ તેની અને તેના પ્રેમની યાદોમાં દખલકરી રહી હતી. વિનાયક ખુરશી પરથી ઉભો થયો અને ફોન હાથમાં લીધો. એકટક નજ્રે તે ફોન અને તેમાં લખેલા નામને જોઈ રહ્યો હતો. આજે લગભગ ત્રણમહિના બાદ ઈંદુનો ફોન આવ્યો હતો. વિનાયકની આંખોમાં જર્જરિત પાણી આવવાને લીધે તેને થોડું ઝાંખું દેખાવા લાગ્યું.

વિનાયકે લાંબો શ્વાસ લઈ ફોન ઉપાડ્યો અને વિનાયક ફોન કાન પર રાખ્યો. વિનાયક એક પણ શબ્દઉચ્ચારી ન શક્યો, એટલે સામેથી અવાજ આવ્યો.

“હાય વીનાયક હું ઈંદુ.”

વિનાયક : જા...જા સમયે ફોન કર્યો.

ઇન્દુ : મેં તને એક વાત કહેવા ફોન કર્યો છે.

વિનાયક : હા બોલ!

ઇન્દુ : તું મને ભુલી જા!

વિનાયક : કેમ શું થયું.

આટલું કેહતા વિનાયક વિચારમાં પડ્યો.
( એક દિવસ મોટા ઘરનો માલિક, મોટી કારો લઈને ફરતો હું આજે એક છોકરી પાછળ બધું જ લૂંટાવી ગયો.)

ઇન્દુ : મારા ઘરેથી નય માને એમને તારી સાથે લગ્ન કરવાની મનાઈ કરી દીધી છે.

વિનાયક : એ તે મારી સાથે પ્રેમ કરતા પહેલા નહોતું વિચાર્યું. મારી સાથે ફરતા કે મારી ઝીંદગી બરબાદ કરતા પેહલા અને મને...
( વિનાયક હવે એથી આગળ કાંઇ જ નથી બોલી શકતો.)

ઇન્દુ : એ તારો પ્રશ્ન છે તારી ઔકાતની બહાર પ્રેમ કર્યો એ તારી ભૂલ...

વિનાયક : તે મને બરબાદ કરીને તરછોડી દીધો.
(વિનાયક રડી રહ્યો હતો.)

ઇન્દુ : હવે એ તારા ઢોંગ રેહવાદે. મારી શગાઈ બીજા સાથે થઈ ગઈ છે અને હવે એક-બે દિવસપછી મારા લગ્નની તૈયારી કરવાની છે. તને એ કેહવા ફોન કર્યો કે તું મને ભુલી જજે...

વિનાયક ખુરચી પકડી બેસી ગયો અને કંઈ બોલવા જાયછેતે પહેલાં તો ઇન્દુએ ફોન કાપી નાખ્યો.




રડે પ્રેમી કે તેનું હૃદય,...
સાંભળે કોણ છે બધા જ નિર્દય...
પ્રેમનો કરી વિશ્વાસ,...
તૂટી પ્રેમીઓની આશ.




અંક-2


થોડા સમય બાદ
.
.
.
.
વિનાયકે એક નાના બીજન્સની શરૂઆત કરી. તેને ધીમે-ધીમે સફળતા મળે છે. ખુબજ મેહનત પણ કરે છે, દિવસ-રાત પોતાની ઊંઘ-ચૈન બધુંજ છોડી એક જ ધારું તેના ધંધામાંધ્યાનઆપવા લાગ્યો. પરંતુ હજી તે પોતે ઇન્દુ પાછળ વેડફેલા પૈસા અને ગિર્વે મુકેલ ઘર ને છોડાવવાનું બાકી છે.
તે આજે પણ એ બધુંજ ભૂલવાની પ્રયત્ન કરે છે.
.
.
એક દિવસ વિનાયકના ફોનમાં ઇન્દુનો ફોન આવે છે :-

ઇન્દુ : હું ઇન્દુ બોલું છું. નંબર સેવતો છે ને ! કાંઈ નય આતો સમય મળતા ન્યુઝ વાંચતી હતી અને તેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાના લગ્નના એક મહિનાબાદ આપઘાત કર્યો. તો મને થયું.... (થોડી હસીને ) એ પાગલ તુતો નથી ને? એટલે...

વિનાયક : ના હું એ પાગલ નથી. હા! કદાચ હું એ પાગલ છું જે મારી પ્રેમિકાના છેલ્લા ફોનનાં દિવસે મર્યો હતો.

ઇન્દુ : સારું પણ હવે તો મારા લગ્ન થઈ ગયા છે.

વિનાયક : સારી વાત છે.

ઇન્દુ : હું મારા પતિ સાથે ગામડે છું અને અમારા લગ્ન નો
એક મહિનો થઈ ગયો છે.

વિનાયક : ચાલો સારું તું ખુશ તો છે ને ?

ઇન્દુ : હા! હું ખુબજ ખુશ છું.

વિનાયક : સારું ભગવાન તને આમ જ ખુશ રાખે.

( પ્રેમની વેદના કોઈ લખી શું જાણે...!
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે...!
પ્રેમ તો એવી કળા છે દોસ્ત...!
સ્વીકારતા અચકાય તે કરી શું જાણે...!)

ઇન્દુ ( તેને એ જ ક્ષણે ) : તારી સાથે કરતાં તો વધુ જ ખુશ છું.

વિનાયક : હા મારા પ્રેમમાં જ ખામી હશે, કે
તુ મને છોડીને પણ ખુશ છે.

ઇન્દુ : યાર તારી પાસે તો કઈ નથી ન ગાડી, ન પૈસા કે
ના ઘર હું તારી સાથે કેમ રહી શકેત.

પૈસાને કર્યો તે પ્રેમ...
કાગળની મોટી છે વહેણ.
ડૂબી ગઈ એમાં તારી જેવી કેટલીય...
રહી ગઈ એ બધીજ કહેણ.

વિનાયક : હા કદાચ તારે એ બધું જોતું હતું.
હું મારા પ્રેમ માં એ બધું આપી ન હોતો શકતો
એટલે તારો પ્રેમ પણ ના મળ્યો કદાચ.

ઇન્દુ : જો યાર મહેરબાની કરીને હવે તું બીજી છોકરીની
પાછળ તારી ઔકાત જોઈને જજે.

વિનાયક : સાચી વાત કરી મેં જમીન પર રહીને અવકાશે અડવાનો
પ્રયત્ન કર્યો અને કદાચ એટલે જ નીચે પડી ગયો.
“તારા પ્રેમમાં હુઁ બીજું કંઈ શીખ્યો કે ન શીખ્યો પણ
પોતાની લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યા
છુપાવવી એ જરૂર જાણી ગયો છું.

ઇન્દુ : તારા જેવા છોકરા સાથે ટાઈમેપાસ જ સારો.
તું ક્યાં લગ્ન ના સપના જોતો હતો.

વિનાયક : તને પ્રેમ કર્યો ત્યારે મને ન્હોતી ખબર કે
અહિયાં પ્રેમને પૈસા થી માપવામાં આવે છે.

ઇન્દુ : પ્રેમ જેવું કાઈ નથી હોતું જો તારી પાસે પૈસા હોય
તો 36 છોકરીઓ આવે સમજ્યો ને.

વિનાયક : હા હું જોવું છું કેટલો પૈસો કામ આવે છે.
સમય બતાવશે તને પણ.

ઇન્દુ : એક વાત કવ તને ?

વિનાયક : હા બોલ

ઇન્દુ : તારી સાથે લગ્ન તો દૂર ની વાત છે કોઈ છોકરી gf પણ
નઈ બને.

વિનાયક : હવે એક વાત હું બોલું ?

ઇન્દુ : હા બોલ.

વિનાયક : તારા જેવી છીછોરી છોકરી મેં
આજ સુધી નથી જોઈ.

ઇન્દુ : મોઢું સાંભળી ને વાત કર પેલા.

વિનાયક : “અભિમાન હતુ મને મારા પ્રેમ પર...
એકજ ફોનમાં તોડી નાખ્યું તે.”
આજે અફસોસ થાય છે કે તારા જેવી છોકરી
સાથે પ્રેમ થયો મને.

ઇન્દુ : તો તે શું વિચાર્યું કે ઝીંદગી ભર તારી સાથે રહું ?

વિનાયક : વિચાર્યું તો એ જ હતું. પણ સારું થયું તું મુકી ને
ચાલી ગઈ નહીં તો મારી પુરી ઝીંદગી બરબાદ થઈ
જાત તારા ચક્કર માં ને ચક્કરમાં.

ઇન્દુ : ઓ ભિખારી તારી ઔકાત માં રહીને
વાત કર સમજ્યો.

વિનાયક : તને પૈસા નો ઘમંડ છે. હું એટલો પૈસો લાવીશ કે
કે તારા જેવી 36 મારા બ્લોક લિસ્ટ માં હશે.

ઇન્દુ : તું ભિખારી જ રહીશ સમજ્યો. શરત છે,
તું પૈસા લાવી બતાવીશ ત્યારે જ વાત કરીશ.

વિનાયક : થોડા સમયપછી જોજે તું સામે થી ચાલીને ન આવી
તો મારું નામ બદલી નાખજે.

ઇન્દુ : સારું નીકળ હું આજે પણ ખુશ છું અને
કાલે પણ ખૂશ રહીશ.

વિનાયક : આજે મારો પ્રેમ પૈસા સામે હર્યો છે. પણ
એક દિવસ તું જ મારી પાસે આવીશ.

ઇન્દુ : અરે જા ...જા તારા જેવા તો કેટલાય આમ રહી ગયા.

વિનાયક : તું આવીશ મારી પાસે અને
તે સમયે મારી પાસે તારી માટે જગ્યા નહીં હોય.....

સમય છે આજે તારો નાર,
નર પર ના કર વધુ પ્રહાર...
સમય વિત્યે વિખાઈ ઝાંહે,
તારો બધો જ અભિમાન...


અંક-3

1 વર્ષ બાદ વિનાયક મોટો બિઝનેસ મેન બની ગયો છે. તેની પાસે પોતાનું ઘર, કાર, બાઈક છે. તેની પાસે અઢળક સંપત્તિ પણ છે. પરંતુ તે હજી પણ ઇન્દુને ભુલાવી નથી શક્યો. છત્રીસ બીજી છોકરીઓ તો મળે છે પણ એ ઈન્દુનથી. જેથી તેને સંપત્તિનું સુખ નથી અને સાથે-સાથે દુઃખ પણ છે અને ક્રોધ પણ છે, કે જેના માટે આટલું કર્યું, તે મને પૈસાને કારણે છોડી ગઈ. જેથી વિનાયક મનોમન એક સંકલ્પ કરે છે કે જો ઇન્દુ ફરી પાછી આવે તો પણ
હું તેને નહીં સ્વીકારું. આંખોમાં આસુંઆવી જાયછેમનમાં વિચાર આવે છે (હવે એ પાછીઆવે પણ શું કામ?)
.
.
.
સમય જતાં એક સમયે ઇન્દુનો કોલ આવે છે :

“યાદ કરું કે જ્યારે ફરિયાદ
યાદ અપાવે મારી એને
કેવી રુડી હતી એ રાત...”

ઇન્દુ : હેલો વીનું.

વિનાયક : શું થયું 1 વર્ષ બાદ મેસેજ કેમ ?

ઇન્દુ : કઈ નહીં વાત કરવીતી યાદ આવતી હતી તારી.

“ખાલી ચડે ત્યારે *"પગ"* નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય...”

વિનાયક : પૈસા વાળા ને ગરીબ ની યાદ કેમ આવી ગઈ ?

ઇન્દુ : માફ કરી દે

વિનાયક : છોડ બોલ શું કામ છે તારે ?

ઇન્દુ : મારે તારી પાસે આવવું છે.

વિનાયક : કેમ ભરાઇ ગયું પૈસા થી પેટ ?

ઇન્દુ : વીનું મને એહસાસ થઇ ગયો કે,
પૈસા કઈ નથી હોતું.

વિનાયક : અરે પૈસા જ બધુ હોય છે પાગલ. મેં પણ
1 વર્ષ માં ખૂબ પૈસા ભેગા કરી લીધા છે.
આજે પૈસા ને લીધે મારી પાસે પણ તારા જેવી
36 છોકરીઓ છે.

ઇન્દુ : માફ કરીદે મને અને લઈ જા અહિયાંથી
હું રોજ રોજ મરી રહી છું અહીંયા.

વિનાયક : પૈસા છે તો હવે કેમ રડે છે ?

ઇન્દુ : વીનું મને અહીંયા પ્રેમ નથી મળતો.
મારો પતિ મને રોજ મારે છે. શું કરું
હું પૈસા નું જયારે હું જ ખુશ નથી.

વિનાયક : હવે એ પૈસા ને જ બોલને તને પ્રેમ
કરે. પૈસો જ બધુ હોય છે ને.

ઇન્દુ : નહીં વીનું મને તારો પહેલાં નો પ્રેમ જોઈએ.
બીજું કાંઈ નથી જોઇતું.

વિનાયક : (આંખોમાં આંસુડા પૉછતો-પૉછતો) પ્રેમ અને તને કરું હું? ક્યારેય નહીં.
તું તો પ્રેમ ને લાયક જ નથી. તું તારા
પૈસા વાળા પતિ સાથે જ રે જે.

ઇન્દુ : મહેરબાની કરીને મને માફ કરી દે મને લઈ જા અહીંથી.

વિનાયક : નહીં તે મારું દિલ દુખાવ્યું છે, ક્યારેય પણ
તે મારી કદર નથી કરી.

ઇન્દુ : હવે મને એહસાસ થઈ ગયો છે.
મારી ભુલ ની સજા હું ભોગવી રહી છું.

વિનાયક : મેં ભી એક દિવસ મારા પ્રેમ ની ભીખ
માંગી હતી અને તે મને પાગલ કહી ને
ઠોકર મારી હતી.

ઇન્દુ : મને માફ કરી દે હવે હું ક્યારેય તારો સાથ નહીં છોડું.

વિનાયક : તારો ડ્રામાં પૂરો થયો તો હું મુકું છું.
કેમ કે એ પાગલ અને ભિખારી તારી ઠોકર થી
જાગી ગયો છે.

ઇન્દુ : માફ કરી દે હું અહીંયા મરી જઈશ બચાવી લે.

વીનાયક : હું પણ આમ જ રોતો હતો. તે સમયે
મારા પર દયા ન આવી.

ઇન્દુ : તું આવ આ લોકો મને મારી નાખશે.

વિનાયક : હું પણ આમ જ ગિડ ગિડાતો હતો.
તારી પાસે.

ઇન્દુ : મહેરબાની કરીને મને માફ કરીદે.

વિનાયક : ( ગુસ્સામાં અને રોતા-રોતા ) મારા માટે તો તું ઘણા સમય પેહલા જ મરી ગઈ હતી. અને હવે તું કોલ ના કરતી.

ઇન્દુ : સાંભળ મારી સાથે વાત કર

વિનાયક તેનો કોલ કાપી નાખે છે

દસ દિવસ પછી વિનાયક રોજ ની જેમ તેના ઘરે ઉદાસ થઈ ને બેઠો હતો. તેના હાથ માં સમાચારપત્ર હતું.
તે વાંચતો હતો. એટલાં માં તેને ઇન્દુ નો ફોટો જોયો.
તે પહેલાં તો સ્તબ્ધ થઈ ગયો કે, ઇન્દુ અને સમાચાર પત્ર
માં ? જ્યારે વિનાયક તે ફોટા ને પૂરો જોવે છે તો તેમાં
ફોટા નીચે શ્રદ્ધાંજલી લખ્યું હતું. તે જોતા જ તેના હાથ
માંથી છાપું પડી ગયું અને....

વિનાયક : ( રડતા-રડતા ) કાશ મેં એની વાત માની લીધી હોત.
કાશ........ મેં
ક્રો.......(અને બસ રડવા જ લાગ્યો)

ખરાબ નો અંત પણ ખરાબ જ હોય...

( खुद जल जाते है,
दुसरो को जलाने वाले। )



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED