Rudan books and stories free download online pdf in Gujarati

રુદન

રોહન એમ.બી.એ. થઈ ગયો હતો અને હવે એક સારી નોકરીની શોધમાં હતો, બે-ચાર જગ્યાએ ઈન્ટરવ્યુ આપી દીધા હતા અને તેમાંથી એક જગ્યાએ સિલેક્ટ પણ થઈ ગયો હતો.

જે કંપનીમાં તેણે જોઈનીંગ લીધું હતું
તે જ કંપનીમાં એક રુમી કરીને છોકરી પણ જોબ કરતી હતી.

બોલવામાં ચાલાક,ચબરાક અને મીઠળી, દેખાવમાં પણ એકદમ રૂપાળી, કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી. રુમી રોહનને પણ ખૂબ ગમતી હતી.

બંનેનો પોત પોતાના ઘરે આવવા-જવાનો રસ્તો પણ એક જ હતો તેથી રસ્તામાં પણ ક્યારેક ક્યારેક મુલાકાત થઈ જતી હતી પણ હાય-હલ્લોથી વધારે કંઈ વાત થતી નહીં.

રોહન દરરોજ વિચારતો કે રુહી મારા બાઈકની સીટ પાછળ ક્યારે બેસશે..?? પણ તેની રુમીને કંઈ કહેવાની કે કંઈ પૂછવાની હિંમત ચાલતી નહીં.

રોહન પોતાનું બાઈક આર.એસ.200 લઈને આવતો હતો અને રુમી એક્ટિવા લઇને ઓફિસ આવતી-જતી હતી.

એક દિવસ ઓફિસેથી ઘરે જતાં રસ્તામાં રુમીનું એક્ટિવા બગડ્યું.રોહન તેની પાછળ જ આવતો હતો તો તેને જોઈને ઉભો રહી ગયો અને શું થયુંની પૂછપરછ કરવા લાગ્યો.

એક્ટિવા સ્ટાર્ટ કરવા માટે રોહને પણ ખૂબજ પ્રયત્ન કર્યા પણ એક્ટિવા સ્ટાર્ટ ન થયું તે ન જ થયું.

રોહને રુમીને તેનું એક્ટિવા સાઈડમાં મૂકીને પોતાના બાઈક પાછળ બેસી જવા કહ્યું અને બાદમાં તે એક્ટિવા મીકેનિક પાસે ત્યાંથી મંગાવી લેશે અને રીપેર પણ કરાવી લેશે તેમ કહ્યું.

રુમી રોહનના બાઈકની સીટ પાછળ બેસી ગઈ, આ તેમની પહેલી મુલાકાત હતી. આજે રોહન ખૂબજ ખુશ હતો અને મનોમન પોતાના બાઈકને અને ઈશ્વરને થેંક્યું બોલી રહ્યો હતો.

પછી તો બે-ત્રણ દિવસ જ્યાં સુધી રુમીનુ એક્ટિવા રીપેર ન થયું ત્યાં સુધી રુમી રોહનના બાઇક ઉપર રોહનની સાથે જ અવર જવર કરવા લાગી. ધીમે ધીમે બંને વચ્ચેની મિત્રતા વધતી ગઈ અને એક દિવસ રોહને પોતાની બર્થ ડેના દિવસે રુમીને પોતાની સાથે ડિનર લેવા માટે આમંત્રણ આપ્યું. રુમીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

રોહને શહેરની એક ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર માટે બુકિંગ કરાવીને રાખ્યું હતું.

રોહન રુમીને આ રેસ્ટોરન્ટમાં લઈ ગયો, આજે રુમી ખૂબસુરતીની મિશાલ લાગી રહી હતી. બ્લેક કલરના ગાઉનમાં સજ્જ રુમીનું રૂપ ઉડીને આંખે વળગે એવું લાગતું હતું. રુમી રોહન માટે એક આકર્ષક ગીફ્ટ લઈને આવી હતી તે તેણે આપી પણ રોહને તે ગીફ્ટ લેવાની "ના" પાડી અને રુમીની સામે પોતાનો હાથ લંબાવ્યો અને ગીફ્ટમાં રુમીનો જીવન ભરનો પ્રેમ અને સાથ માંગ્યો.

કદાચ, રુમી પણ આ ક્ષણની જ રાહ જોઈ રહી હતી તેણે જરા શરમાઈને રોહનના હાથમાં પોતાનો હાથ સોંપ્યો અને પોતાના પ્રેમનો એકરાર કર્યો. બંને લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા.

લગ્નના ત્રણેક મહિના બાદ રોહનને પોતાની કંપનીમાથી ફોરેઈન જવાની તક મળી.

રોહન ફોરેઈન ચાલ્યો ગયો. રુમી માટે તો દિવસ કરતાં રાત વધુ લાંબી અને રાત કરતાં દિવસ વધુ લાંબો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પણ હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ નહતો.

બરાબર નવ મહિના પછી બંનેની મેરેજ એનીવર્સરી આવી રહી હતી રોહને રુમીને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને એ દિવસે સવારે જ તે ઈન્ડિયા આવી પહોંચવાનો હતો તે રીતે ફ્લાઇટનું બુકિંગ કરાવીને પોતે રુમીને મળવા આતુર ફ્લાઇટમાં ઈન્ડિયા આવવા માટે નીકળી પણ ગયો.

પરંતુ બંનેનું મિલન કદાચ શક્ય જ નહીં હોય તો રોહનનું પ્લેન ક્રેશ થઈ ગયું અને રોહન સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો.

રુમીને માટે કાયમની યાદ અને જીવનભરનું રુદન છોડીને રોહન તેનાથી જોજનો દૂર ચાલ્યો ગયો....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/4/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED