મન : સંબંધ મિત્રતા નો - 88 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 88





પ્રિયંકા બેન તરત જ રસોડા માં ગયા.
નિયા ના હાથ માંથી ગ્લાસ પડી ગયો હતો. નિયા માથા પાર હાથ રાખી ને ઉભી હતી.

" મમ્મી મને ચક્કર આવે છે " નિયા પરાણે આટલું બોલી.

પ્રિયંકા બેન એ નિયા ને એના રૂમ માં લઇ ગયા અને પછી એને લીંબુ સરબત બનાવી આપ્યું.
" તું સુઈ જા થોડી વાર "

નિયા એની પાસે મેડિસિન હતી એ લઇ ને સુઈ ગઈ.

બપોરે જમવા ઉઠાડી ત્યારે પણ નિયા એ થોડું જમ્યું અને પછી એ ટીવી જોતા જોતા ત્યાં જ સુઈ ગઈ.

રાતે નિયા ટીવી જોતી હતી ત્યારે ભાવિન નો વિડિઓ કોલ આવ્યો એટલે એ એના રૂમ માં જતી હતી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" મને ફોન આપ કામ છે ભાવિન નું "

" મમ્મી ને કામ છે તારું એમને ફોન આપું છું " એમ કહી ને નિયા એ પ્રિયંકા બેન ને ફોન આપ્યો.

ફોર્માલિટી વાળી વાત કરી પછી પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા ને સમજાવ સરખું જમવાનું રાખે, હું કહું તો માનતી નથી " અને પછી પ્રિયંકા બેન એ આજે સવારે જે થયું એ કહેતા હતા.

" હા હું કહું છું નિયા ને "

પ્રિયંકા બેન એ નિયા ને ફોન આપ્યો. પછી નિયા એના રૂમ માં જતી રહી.

" કેમ જમતી નથી?" ભાવિન એ પૂછ્યું.

" જમું જ છું "

" તો પછી આજે ચક્કર કેમના આવ્યા ? કઈ ટેનશન છે ?"

" ના. પણ મને ઘરે ગમતું નથી , બોવ કંટાળો આવે છે "

" તો કંઈક કર તને ગમે એવું , નોવેલ વાંચ , લખ "

" હમ "

" ખાલી પંદર દિવસ છે હવે ધ્યાન રાખી લે "

" કેમ પછી ધ્યાન નઈ રાખવાનું એવું ?"

" ના એવું નઈ "

" તો "

" અત્યારે સુઈ જા આપડે પછી વાત કરીયે "

" હા ગુડ નાઈટ " કહી ને નિયા એ ફોન મુક્યો.


બે દિવસ પછી,

નિયા ને હવે જોબ પર તો જવાનું નઈ હતું એટલે એ આખો દિવસ ઘરે, પ્રિયંકા બેન સાથે વાતો કરતી , નોવેલ વાંચતી અને કંઈક લખતી.

" નિયા આજે પાણી પુરી ખાવાની ઈચ્છા થઇ છે " પ્રિયંકા બેન એ કહ્યું.

" વ્હોટ ? સાચે ? કઈ બાજુ સુરત ઉગ્યો આજે તમને પાણી પુરી ખાવી છે "

" મન થયું તો કહ્યું , તું પુરી લઇ આવજે "

" હમ ... "

નિયા પ્રિયંકા બેન સાથે વાત કરતી હતી ત્યાં ડોર બેલ વાગી.
" નિયા દરવાજો ખોલ "

" હા "

નિયા દરવાજો ખોલવા ગઈ.
" મમ્મી પાણી પુરી લવર આવ્યું છે " રિયા ને જોઈ ને નિયા બોલી.

" આવ બેટા "

એ લોકો વાત કરતા હતા ત્યારે રિયા એ કહ્યું,
" એક ગુડ ન્યૂઝ છે ?"

" શું ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" નિયા માસી બનવાની છે "

" વાહ આ તો એક દમ સારા સમાચાર છે " પ્રિયંકા બેન બોલ્યા.

" નિયા તે કહ્યું હતું ને તે દિવસે , હું માસી બનવાની રાહ જોવ છું એ રાહ જલ્દી પુરી થઇ જશે " રિયા એ કહ્યું.

" હા પણ બિચારું બેબી મારા મેરેજ માં ડાન્સ નઈ કરી શકે " નિયા એ કહ્યું.

" હા"

થોડી વાર વાત કરી પછી પ્રિયંકા બેન એ કહ્યું,
" આજે પાણી પુરી બનાવવાની છે ખાઈ ને જજે "

" ના , મને કઈ બહાર નું ખાવાનું મન હતું પણ ઘરે કોઈ હતું નઈ એટલે ભૌમિક એ કહ્યું નિયા ઘરે જ છે એને લઇ ને જય આવ "

" ચાલો હું રેડી જ છું "

નિયા અને રિયા દહીં પુરી ખાવા ગયા જે રિયા ની ફેવરિટ હતી અને પછી આલુ પુરી. ખાઈ ને એ લોકો પુલ પાસે બેઠા હતા થોડી વાર.

" રિયા મને બીક લાગે છે હવે "

" કઈ નઈ થાય ચિંતા ના કર " રિયા એ કહ્યું.

દસ દિવસ પછી,

ઉત્તરાયણ હતી ત્યાર થી જ નિયા ના ફોઈ , જાહન્વી દી અને આરવ આવી ગયેલા. આરવ આવ્યો પછી નિયા ને ઘરે કંટાળો નઈ આવતો. એની સાથે મસ્તી કરવામાં.

રાતે નિયા જાહન્વી દી સાથે વાત કરતી હતી ત્યારે ભાવિન નો વિડિઓ કૉલ આવ્યો,
" નિયા એક સરપ્રાઇસ છે જો " કહી ને ભાવિન એ કેમેરો બીજું બાજુ કર્યો.

" માનસી દી , જીજુ તમે ?"

" હા મને થોડું કામ હતું એટલે આવ્યા હતા " જીજુ એ કહ્યું.

" યુગ ક્યાં છે ?" નિયા ને યુગ ના દેખાયો એટલે પૂછ્યું.

" આ રહ્યો " ભાવિન એ યુગ ની બાજુ કેમેરો કર્યો.

યુગ બે ટેડી સાથે રમતો હતો.

" નિયા આમ થી એક તારું ટેડી છે " માનસી દી એ કહ્યું.

" મારુ કેમ ?"

" હમણાં અમે બહાર જમવા ગયા હતા તો ત્યાં દેખાયું તો યુગ માટે લીધું પછી તારા માટે પણ લઇ લીધું " માનસી દી એ કહ્યું.

" ઓહ , થેંક યુ "

" પણ એ સુરત નઈ આવે એ અહીંયા જ રહેશે " ભાવિન એ કહ્યું.

" મારુ મિનિયન તો આવશે જ મારી સાથે "

" બીજા કોઈ ને લાવવું હોય તો પણ લેતી આવજે "

" વિચારીશ "
કહી ને નિયા એ ફોન મુક્યો.

નિયા અને જાહન્વી દી વાત કરતા હતા.
" ખુશી દી આવ્યા હોત તો વધારે મઝા આવત "

" હા "

18 એ નિયા ની મહેંદી હતી. આજે 17 તારીખ થઇ હતી. બધી તૈયારીઓ થઇ ગઈ હતી .
રાતે એ લોકો જમવા બેઠા ત્યારે પ્રિયંકા બેન એ પૂછ્યું,
" આદિત્ય લોકો ક્યારે આવવાના છે ?"

" નઈ ખબર "

" પૂછી લેજે ફોન કરી ને "

રાતે નિયા એ આદિ ને ફોન કર્યો,
" બોલો કેમની યાદ આવી મારી ?" આદિ એ પૂછ્યું.

" ક્યારે આવવાના છો તમે લોકો "

" અમે લોકો પરમદિવસે , ખુશી લોકો કાલે "

" ઓહ ભાભી લોકો કાલે આવી જશે એ સારું છે " નિયા બોલી.

" હમ "

બીજે દિવસે સવારે,

રિયા અને ફોરમ પણ સવાર થી ઘરે આવી ગયેલા.

અગિયાર વાગ્યે ,

નિયા રિયા લોકો સાથે એના રૂમ માં બેસેલી હતી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા જો તો કોણ આવ્યું છે ?"

નિયા તરત જ બહાર આવી. જોયું તો ખુશી લોકો હતા.

" ઓહ ભાભી "

નિયા પ્રિયંકા બેન ને કહેતી હતી કોણ છે એ બાકી ખુશી તો એક વાર આવેલી એટલે એને તો પ્રિયંકા બેન ઓળખતા જ હતા.

ત્રણ વાગે નિયા ની મહેંદી હતી, બપોરે જમી ને એ લોકો વાત કરતા હતા ત્યારે રિયા એ કહ્યું,
" નિયા રેડી છે ને ?"

" હમ "

" આજે તારે ઉપવાસ કરવાનો છે " પ્રિયંકા બેન એ કહ્યું.

" કેમ ?"

" મહેંદી હાથ પર લગાવશે તો ખાઇશ કેમની "

" મમ્મી , અહીંયા આટલા બધા છે કોઈ તો મને ખવડાવી દેશે"

પ્રિયંકા બેન બહાર ગયા પછી ખુશી એ કહ્યું,
" જીજુ ને બોલાવીએ "

" ના "

" ભાવિન હજી મુંબઈ છે ક્યાં થી આવવાનો " રિયા એ કહ્યું.

" ક્યારે આવવાનો છે ?" ફોરમ એ પૂછ્યું.

" આજે રાતે કે કાલે સવારે "

" નિયા રિયા ને એક ફાયદો થશે બંને સાઈડ થી મેરેજ એન્જોય થશે. કાલે ભાવિન ના ઘરે ગરબા છે અને પરમ દિવસે અહીંયા " ફોરમ એ કહ્યું.

" હા "

સાત વાગ્યે,

નિયા ને મેહદી મુકાઈ ગઈ હતી. એ લોકો એ ઘણા ફોટો પણ પાડી લીધા હતા. પછી જાહન્વી દી એ કહું,
" મારી કોરી હથેળીઓ તારા નામ ની રાહ જોવે છે , નિયા એ આવું મારા મેરેજ માં સ્ટેટસ મૂક્યું હતું "

" દી બોવ યાદ કર્યું તમે તો એ " નિયા બોલી. કેમકે નિયા ની સગાઇ માં પણ આ વાત થઇ હતી.

" હા એ તો યાદ રહેશે જ "

એ દિવસે રાતે મોડા સુધી એ લોકો એ વાતો કરી. બીજે દિવસે નિયા ના ઘરે તો કઈ રસમ નઈ હતી એટલે એ આખો દિવસ પણ એ લોકો વાતો અને મસ્તી જ કરી.

પણ એ દિવસે ભાવિન ના ઘરે રાતે ગરબા હતા. પણ નિયા ને જવાનું નઈ હતું.

આજે રિયા અને ફોરમ નઈ હતા.

પણ આજે આદિ લોકો આવી ગયેલા. રાતે એ લોકો જમી ને વાતો કરતા હતા.
ત્યારે નિયા ચૂપ હતી. એ જોઈ ને નિશાંત એ પૂછ્યું,
" નિયા કેમ ચૂપ છે ?"

" મેં ક્યાં ચૂપ છું " નિયા એ ફેક સ્માઈલ સાથે કહ્યું.

" કઈ વધારે વિચારો માં ખોવાયેલી છે તું આજે" આદિ એ કહ્યું.

" ના એવું કઈ નથી "

" એવું નઈ લાગતું બેબ તું ખોટું બોલે છે " આદિ એ પૂછ્યું. કેમકે એને ખબર હતી નિયા કંઈક વિચારે છે પણ કહેતી નથી.

" ના કઈ નથી "

" ભાવિન ની યાદ આવતી હોય તો ફોન કરી લે" તેજસ એ કહ્યું.

નિયા એ કઈ કહ્યું નઈ ખાલી સ્માઈલ કરી.

" તું રડીશ નઈ , નહિ તો તારો ડ્યુડ પણ રડવા લાગશે " મનન એ હસતા હસતા કહ્યું.

" હું ક્યાં રડું છું ?" નિયા બોલી.

" તું રડીશ તો આદિ પણ રડશે એટલે કહું છું ના રડીશ " મનન એ કહ્યું.

" ઓ ભાઈ શું કહે છે તું ?" આદિ ને કઈ સમજ ના પાડી એટલે પૂછ્યું.

" બે દિવસ પછી નિયા ની વિદાય માં તું નઈ રડે " નિશાંત એ કહ્યું આદિ ને.

" આદિ રડશે એ સમય પણ તમે કોઈ... " નિયા બોલતી હતી ત્યાં મનન એ કહ્યું,

" અમને રડું આવશે, પણ આદિ જેટલું નઈ "

" એ તો બે દિવસ પછી ખબર પડી જશે " ખુશી બોલી.

" જોઈએ " આદિ એ કહ્યું.

" તમે તો નિયા મુંબઈ જવાની છે એ વાત પર થી પણ સેડ થઇ ગયેલા " ખુશી એ કહ્યું.

" હા અમારા બધા ની સેમ હાલત હતી. કેમકે એક નંગ હતું અમારી પાસે એ પણ દૂર જતું રહેશે " તેજસ એ કહ્યું.

" હા એ જ ને, સુરત હોય તો કોઈ વાર તો મળતા હતા હવે ખબર નઈ ક્યારે " નિશાંત બોલતો હતો ત્યાં નિયા એ કહ્યું,

" મુંબઈ જવાની છું , તમે રિએક્ટ એવી રીતે કરો છો કે અમેરિકા જવાની હોવ અને પાંચ વર્ષ સુધી પાછી ના આવવાની હોવ " નિયા બોલી.

" હા એ પણ છે "

" ભાવિન ને મારતી નઈ ગુસ્સો આવી જાય તો " નિશાંત એ મસ્તી કરતા કહ્યું.

" એ તો કેવો ગુસ્સો છે એના પર ડેપેન્ડ. મારવું કે નઈ " નિયા હસતા હસતા બોલી.

" બિચારો ભાવિન " આદિ બોલ્યો.

આ બાજુ ભાવિન ના ઘરે ગરબા પતી ગયેલા . ભાવિન , માનસી દી , જીજુ , રિયા અને ભૌમિક ભાવિન ના રૂમ માં બેઠા હતા અને એ લોકો વાત કરતા હતા.

ત્યારે જીજુ એ કહ્યું,
" ભાવિન અત્યાર સુધી જેટલું ફર્યો અને જલસા કર્યા એ હવે ઓછા કરી દેજે. મને ખબર છે ટ્રાવેલ કરવું એ તારો લવ છે પણ હવે કોઈ તારી લાઈફ માં આવી જવાનું છે "

" પણ જીજુ અને કોઈ પ્રોબ્લેમ નથી " ભાવિન એ કહ્યું.

" હા ભાવિન અને કોઈ પ્રોબ્લેમ નથી. અને નક્કી થયા પછી પણ તું ઘણી જગ્યા એ ફરી આવ્યો છે કોઈ એ તને કઈ નઈ કહ્યું. છેલ્લા બે વર્ષ થી દિવાળી પર પણ તું ઘરે નઈ આવ્યો " માનસી એ કહ્યું.

" હમ "

" ભાવિન એ છોકરી તારા માટે એનું ઘર છોડી ને આવવાની છે તો તારી પણ એટલી ફરજ બને કે તું અને એના ઘર કરતા વધારે ખુશ રાખે તો અને ત્યાં એનું ઘર યાદ ના આવે " જીજુ એ કહ્યું.

" હું જેટલો થાય એટલો પૂરતો પ્રયત્ન કરું છું કે નિયા ખુશ થાય "

" હા ભાવિન એ ખુશ તો રહે જ છે એ વાત હું માનું છું " રિયા એ કહ્યું. કેમકે એ નિયા ને પહેલે થી જ ઓળખતી હતી એટલે નિયા ક્યારે ખુશ હોય છે એ એને ખબર હતી.

" મને લાગતું નઈ હતું ભાવિન ને નિયા હા પાડશે " માનસી એ કહ્યું.

" કેમ ?"

" તારા થી ઘણા સારા મળે એમ હતા " ભૌમિક એ કહ્યું.

" મીત ને ના કહી છે એને મને હા કહેવા માટે . ખબર છે ને ?" ભાવિન એ પૂછ્યું.

" હા , પણ તે કોઈ દિવસ તારા દિલ ની વાત કહી છે " માનસી એ કહ્યું.

" વ્હોટ " ભાવિન એ કહ્યું.

" તું એને લવ કરવા લાગ્યો છે. તારી આંખ માં દેખાઈ આવે છે. અને સગાઇ ના અમુક ફોટો માં પણ દેખાઈ આવતું હતું કે... ભાવિન નું દિલ કોઈ સાચે માં ચોરી ગયું છે " જીજુ એ કહ્યું.

" હા આ વાત સાચી. દિલ તો એ ચોરી જ ગઈ છે પણ આ વાત એને ખબર નથી " ભાવિન થોડું સ્માઈલ કરતા બોલ્યો.

" વાહ... તારી પાસે દિલ પણ હતું ?" રિયા એ પૂછ્યું.

" હમ "

" કેમ તે નિયા ને કહ્યું નથી કે ..." જીજુ બોલતા હતા ત્યારે માનસી એ કહ્યું,

" બે વર્ષ થવા આવ્યા આ કેટલી વાર મળવા આવ્યો છે એ પૂછો "

" આમ ના કરાય ભાવિન " જીજુ એ કહ્યું.

" શું કરું જીજુ ? જોબ પર થી રજા જ નઈ મળતી "

" હજી તારી પાસે એક મોકો છે નિયા ને દિલ ની વાત કહેવાનો" માનસી એ કહ્યું.

" શું કહે છે માનસી ?" જીજુ એ પૂછ્યું.

" મેરેજ ના બીજા દિવસે, રિસેપ્શન માં બધા આવવાના જ છે ત્યારે તું નિયા ને કહી દેજે તારા દિલ ની વાત " માનસી એ કહ્યું.

" માનસી તું પાગલ થઇ ગઈ છે. મેરેજ પછી કોણ પ્રપોઝ કરે ?" જીજુ એ પૂછ્યું.

" પ્રપોઝ તો ગમે ત્યારે થાય. અને દિલ ની વાત ક્યારેય પણ કહી શકાય " માનસી એ કહ્યું.

" પ્રપોઝ નઈ , નિયા ને એવું લવર વેડા નઈ ગમતા " રિયા એ કહ્યું.

" હા અને તારે કરવું જ હોય તો તું પર્સનલ માં કરી લેજે એટલે ના પડે તો તારી ઈજ્જત ના જાય " ભૌમિક એ કહ્યું.

" મોન્ટુ ... ચૂપ... થોડા મહિના પછી બાપ બનશે પણ બુદ્ધિ તો હજી આવી જ નથી " માનસી એ કહ્યું.

" પ્રપોઝ નું નક્કી નઈ. પણ એક વાત કહી દઈશ દિલ માં છે એ " ભાવિન ખુશ થતા બોલ્યો.

" હા તને જેમ ઠીક લાગે તેમ કર. અને અમારી કઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે " જીજુ એ કહ્યું.

" હા જરૂર "

" ભાવિન , નિયા બેસ્ટ છે ત્રણ વર્ષ અમારી સાથે હતી કોલેજ માં , એને કઈ પણ થયું હોય એ જલ્દી નઈ કહેશે એટલે તું એને સમજવાનો ટ્રાય કરજે " ભૌમિક એ કહ્યું.

" હા બીજું કઈ "

" બીજું તો એ કયુટ છે, એની ઇન્સ્ટા સ્ટોરી પર એ અમુક વાર લખી ને મૂકે એ મસ્ત હોય છે " જીજુ એ કહ્યું.

" હા લખવામાં તો એ માસ્ટર છે " રિયા બોલી.

" ભાવિન તને એક ફાયદો થશે. એને ખાવા નો બોવ શોખ છે બહાર નું " માનસી એ કહ્યું.

" હા મને ખબર છે "

" માનસી તું પણ કોને કહે છે ? ભાવિન ને બધી જ ખબર હશે. નઈ ભાવિન ?" જીજુ એ પૂછ્યું.

" ના એટલી બધી પણ નઈ. પણ બધી ખબર છે આમ, અમુક વસ્તુ ની નઈ ખબર પણ એ પડી જશે "

" નિયા હમણાં તો સુરત જ રહેશે ને ?" રિયા એ પૂછ્યું.

" હા આ તો હું પૂછવાનું જ ભૂલી ગયો " ભૌમિક એ કહ્યું.

" ના કદાચ એક મહિનો જ " માનસી એ કહ્યું.

" ભાવિન નસીબ તો તારા જ. નક્કી થયા પછી પણ દૂર, અને મેરેજ પછી પણ એક મહિનો " જીજુ એ ભાવિન ને હેરાન કરવા કહ્યું.

" કઈ નઈ પછી તો એ મારી પાસે જ રહેવાની છે ને " ભાવિન એ કહ્યું.

" મમ્મી એ કહ્યું એક મહિનો એટલે , બાકી ભાવિન તો એની જોડે જ લઇ જવાનો હતો " માનસી દી એ કહ્યું.

" મને લાગે છે દીદી તમને ઊંઘ આવે છે સુઈ જાઓ " ભાવિન બોલ્યો.

" હા સાચી વાત તું વાત કર નિયા જોડે બાય " માનસી દી અને રિયા રૂમ ની બહાર જતા જતા બોલ્યા .

" હું સુઈ જાવ છું શાંતિ થી "

રિયા અને માનસી દી ના ગયા પછી પણ ત્રણ વાગ્યા સુધી ભાવિન , ભૌમિક અને જીજુ એ વાત કરી.


બીજે દિવસે સવારે,
નિયા ના ઘરે,

સવારે બધી વિધિ હતી અને બપોરે હલ્દી.

વિધિ પતી ગઈ પછી એ લોકો જમી ને બેઠા હતા ત્યારે ,
રિયાન એ કહ્યું,
" અમારા બધા ની હલ્દી માં તે અમને બોવ હલ્દી લગાવી છે એનો બદલો આજે લેવાશે "

" ના " નિયા બોલી.

" શાંતિ રાખ તું. થોડી હમણાં મોન્ટુ આવશે જ " રિયાન બોલ્યો.

" આ મોન્ટુ કોણ છે ?" ખુશી એ પૂછ્યું.

" ભૌમિક નું નામ જ મોન્ટુ છે"

" ઓહ અચ્છા "

હલ્દી પહેલા તો એ લોકો એ એટલા ફોટો પડાવ્યા કે ફોટા પાડવા વાળો થાકી ગયો.

પહેલા હલ્દી નિયા ને એના મમ્મી એ અને એના રિલેટિવ એ લગાવી. પછી તો એના બધા ફ્રેન્ડ એ એક પછી એક હલ્દી લગાવી.

નિયા ની હલ્દી માં એનું ફ્રેન્ડ ગ્રુપ આખું અલગ પડતું હતું કેમકે એ બધા યલો કલર ના કપડાં માં હતા અને નિયા એ પણ યલો કલર ની ચોલી પહેરી હતી.

આટલી હલ્દી માં પણ નિયા ના હાથ ની મહેંદી દેખાઈ આવતી હતી એ જોઈ ને ત્યાં કોઈ એ કહ્યું,
" કદાચ જમાઈ બોવ પ્રેમ કરતા હશે એટલે જ આટલો કલર આવ્યો મહેંદી નો "

નિયા એ મનન, તેજસ , જીયા અને રૂચિતા ને હલ્દી લગાવી એમના મેરેજ જલ્દી થાય એટલે.

રાતે ગરબા હતા એટલે એ લોકો જલ્દી જમી ને તૈયાર થવા લાગ્યા.

નિયા નાહી ને હજી ટી શર્ટ અને શોર્ટસ માં જ ફરતી હતી.

" નિયા રેડી થા હવે " પ્રિયંકા બેન એ કહ્યું.

" તમે બધા તૈયાર થઇ ને નીચે જાવ એટલે હું શાંતિ થી તૈયાર થાવ "

" હા જઈએ જ છે સોના " નિયા ના ફોઈ એ કહ્યું.

નિયા ના મમ્મી , ફોઈ , જાહન્વી દી અને બીજા અમુક રિલેટિવ હતા એ બધા નીચે જ્યાં ગરબા હતા ત્યાં ગયા પછી નિયા એ રેડી થવાનું સ્ટાર્ટ કર્યું.

ખુશી , શ્રુતિ , રૂચિતા અને જીયા તો રેડી હતા હવે નિયા જ રેડી થવા ની બાકી હતી.
આમ તો રેડી જ હતી ખાલી મેક અપ બાકી હતો.

" નિયા એક વાત પૂછું ?" જીયા એ કહ્યું.

" હા ભાભી "

" તે કેમ આંટી ને એમ કહ્યું તમે જાઓ પછી રેડી થઈસ " જીયા એ પૂછ્યું.

" એ લોકો હોત તો નિયા ને શાંતિ થી મેક અપ જ ના કરવા દેત અને નિયા ને જે આઈ સેડ઼ો કરવાનો છે એની ના કહી દેત" નિયા ને જે રેડી કરતી હતી એ બોલી.

" કેમ એવું ?" શ્રુતિ એ પૂછ્યું.

" નિયા ને ગ્લિટર બોવ ગમે છે અને પ્રિયંકા આંટી ને એ ઓછું ગમે છે એટલે " નિયા ને રેડી કરતી હતી એ ને કહ્યું.

" ઓહ ગ્લિટર માટે આટલું બધું ?" જીયા એ મસ્તી માં પૂછ્યું.

" હા એના માટે કઈ પણ " નિયા બોલી.

જીયા અને શ્રુતિ નિયા સાથે વાત કરતા હતા ત્યારે ખુશી મિરર સેલ્ફી પડતી હતી અને રૂચિતા કોઈ ની સાથે ચેટ કરતી હતી એ જોઈ ને નિયા બોલી ,

" ખુશી નીચે આદિ હશે જ ફોટો પડી ને મોકલવાની જરૂર નથી"

" હું એમને ફોટો નઈ મોકલતી હતી " ખુશી બોલી.

" ચાલ જૂઠી, સાચું બોલ થોડું "

" હા એમને જ મોકલતી હતી " ખુશી થોડું શરમાતા બોલી.

" રૂચિતા કોની સાથે ચેટ કરે છે ?" શ્રુતિ એ પૂછ્યું.

" મનન સાથે " જીયા બોલી.

" આજે તમને ચારેવ ને કપલ ડાન્સ કરાવવો જોઈએ શું કહેવું તમારું ?" નિયા એ પૂછ્યું.

" ના એ નઈ " ખુશી બોલી.

" આને બોવ શરમ આવે " શ્રુતિ ખુશી ના ગાલ ખેંચતા બોલી.

" બધા ને નઈ તો ખાલી ખુશી અને આદિ ને " નિયા બોલી.

" ના બધા ને , અને તમે પણ " ખુશી બોલી.

" ખુશી નિયા નું કપલ અહીંયા નથી અત્યારે એ કેમનો ડાન્સ કરવાની ?" રૂચિતા એ પૂછ્યું.

" ઓહ હા "

" થાય આવું આદિ ની યાદ માંથી બહાર આવ " નિયા બોલી.

" હા આદિ વગર ખુશી ને ચાલતું નથી. એ ક્યારની રાહ જોવે છે નીચે જઈ ને આદિ ને મળવાની " શ્રુતિ બોલી.

ત્યાં કોઈ આવ્યું,
" કોણ મને આટલું બધું યાદ કરે છે ?" આદિ અંદર આવતા બોલ્યો.

" તારી ખુશી " નિયા બોલી.

" ચાલ નિયા આંટી નીચે બોલાવે છે તને " નિશાંત એ કહ્યું.

" તમે બધા ઉપર કેમ આવ્યા ?" આદિ , નિશાંત , તેજસ અને મનન ને જોતા નિયા એ પૂછ્યું.

" તમને બોલાવવા "

" એ તો બહાનું હતું કામ તો ભાભી ને જોવા નું હતું " નિયા બોલી.

" ના એવું નઈ હતું "

" એવું જ હતું ખુશી ક્યારની રાહ જોતી હતી ક્યારે નીચે જાવ અને આદિ ને મળું " નિયા ખુશી ની સામે જોતા બોલી.

ખુશી આદિ ની બાજુ માં હતી એટલે એ થોડી શરમાઈ ગઈ.

" નિયા ના કર હેરાન બિચારી ને " મનન એ કહ્યું.

" આ બિચારી લાગે છે મનન તને ?" શ્રુતિ એ પૂછ્યું.

" હમણાં આદિ માટે સોન્ગ ગાતી હતી ...
આપકી તારીફ મેં હમ ક્યાં કહે ...
આપ હમારી જાન બન ગયે... "

" એ સોન્ગ માં હમ નઈ આવતું નિયા " આદિ એ કહ્યું.

" તમે સમજી ગયા ને તમારી જાન કયું સોન્ગ ગાતી હતી એ " નિયા બોલી.

" એ વાત છોડો પણ આજે ભાવિન અહીંયા નથી એ સારું છે બાકી હાર્ટ એટેક આવી જાત નિયા ને જોઈ ને " નિશાંત બોલ્યો.

" એમાં શું ચિંતા. ભાવિન નો નંબર છે મારી પાસે વિડિઓ કોલ કરું " મનન ફોન લગાવતા બોલ્યો.

થોડી રિંગ વાગી પછી ભાવિન એ કોલ ઉપાડ્યો,
" હા બોલ "

" આ જો તારી જાનેમન " નિશાંત બોલ્યો.

" હેલ્લ્લો નિયા " ભાવિન બોલ્યો પણ બોવ અવાજ આજુ બાજુ નો ત્યાં થી આવતો હતો એટલે મનન એ કહ્યું કઈ નઈ બાય.

" ચાલો નીચે હમણાં આંટી બોલશે " તેજસ એ કહ્યું.

" હા "

નિયા એની હિલ્સ પહેરતી હતી ત્યારે આદિ એ કહ્યું ,
" ભાવિન નઈ આવવાનો આજે "

" તું જા નીચે ભાવિન બોવ યાદ આવે છે તને આજ કલ"

એ લોકો નીચે ગયા. પ્રિયંકા બેન , નિયા ના ફોઈ અને તન્વી બેન ( રિયા ના મમ્મી) એ તો રાહ જ જોતા હતા નિયા ની.

" બોવ તૈયાર થઇ તું તો " નિયા ના ફોઈ એ કહ્યું.

" નઝર ના લાગે તને કોઈ ની " એમ કહી ને તન્વી બેન એ એમના આંખ નું કાજલ નિયા ને કાન પાછળ લગાવ્યું.

" નિયા આ માં તો તું મસ્ત લાગે છે " જાહન્વી દી આવતા ની સાથે બોલ્યા.

" ચાલ નિયા ફોટો પડાવવો છે તારી સાથે " પ્રિયંકા બેન એ કહ્યું.

નિયા એ એના મમ્મી પપ્પા અને ફોઈ ફુઆ સાથે ફોટો પડાવ્યા પછી બીજા બધા સાથે.

પછી ગરબા સ્ટાર્ટ થયા. નિયા સ્ટાર્ટિંગ માં તો નઈ ગઈ પણ પછી ગઈ. અને પછી થોડી વાર એ લોકો એ દોઢિયાં પણ રમ્યા. ગરબા રમતા ટાઈમ પર ના નિયા ના ફોટો કઈ વધારે જ પડ્યા હતા.

એકાદ કલાક થી વધારે એ લોકો રમ્યા પછી મ્યુઝિક બંધ થયું એટલે નિયા એ પૂછ્યું,
" શું થયું ?"

ત્યાં કોઈ માઈક માં બોલ્યું ,
" હવે નિયા તું ત્યાં બેસી જા સરપ્રાઈઝ છે તારા માટે "

નિયા ને કઈ સમજ માં નઈ આવતું હતું. એ ત્યાં બેસી ગઈ સોફા હતા ત્યાં. નિયા ની બાજુ માં ખુશી અને રિયા બેસેલા હતા અને બીજા બધા પણ ત્યાં જ હતા.
ત્યાં નિયા એ ડીજે ની બાજુ માં એક સફેદ પડદો જોઈ ને પૂછ્યું,

" આ સ્ક્રીન કેમ અહીંયા ?"

" એ મને નઈ ખબર " રિયા એ કહ્યું.

ત્યાં તો ભૌમિક માઈક લઇ ને થોડો આગળ આવ્યો.
" નિયા બોવ વિચાર નઈ હમણાં બધું ખબર પડી જશે "

ત્યાં પાછું બેક ગ્રાઉન્ડ માં મ્યુઝિક વાગ્યું અને સ્ક્રીન પર નિયા લખેલું આવ્યું.

" યારો દોસ્તી બડી હી હસીન હે, 🎶
યે ના હો તો ક્યાં ફિર🎵🎶🎼
બોલો યે ઝીંદગી હે ...🎵🎵" સોન્ગ ચાલુ થયું

અને એક પછી એક નિયા ના આદિ , નિશાંત , મનન અને તેજસ સાથે જે ગ્રુપ ફોટો હતા એ એક પછી એક સ્ક્રીન પર આવતા હતા. પહેલા કોલેજ ના ચાર વર્ષ ના ફોટો આવ્યા અને પછી,

" હમ રહેં યા ના રહેં કલ ,🎼🎶
કલ યાદ આયેંગે યે પલ,🎶🎵
પલ,🎵🎵
યે હે પ્યાર કે પલ ...🎶🎶🎵🎵 "

આ સોન્ગ ચાલુ થયું એને એ લોકો ના કોલેજ પછી મળ્યા જેટલી વાર એ બધા પીક , એ લોકો ની દીવ વળી ટ્રીપ એ બધા ફોટો એક પછી એક આવતા હતા અને છેલ્લે આદિ ના મેરેજ માં પડેલો એ પાંચ નો પીક આવ્યો અને પછી મિસ યુ નિયા એવું લખેલું આવ્યું.

નિયા ની આંખ માં પાણી આવી ગયા હતા આ પીક જોઈ ને , આવે પણ કેમ નઈ એમની દોસ્તી જ એવી હતી કોલેજ માં જ્યારે થી મળ્યા ત્યાર થી લઇ ને અત્યાર સુધી માં આ લોકો સાથે ઘણી યાદો બની ગઈ હતી. એક બીજા ને હેરાન પણ એટલા કર્યા હતા અને મસ્તી પણ એટલી કરી હતી.

નિયા ની આંખ માં પાણી જોઈ ને આદિ લોકો એની પાસે આવી ગયા ,
" હજી તો સરપ્રાઈઝ બાકી છે નિયા " મનન એ કહ્યું.

" અમારા ગ્રુપ માં એક શેરની છે , જેને સાચું બોલવામાં કોઈ ની બીક નથી , અને અમને બધા ને હેરાન કરવામાં પણ એ એક પણ મોકો મુક્તી નથી, નિયા ધીસ ઇસ ફોર યુ " તેજસ માઈક માં બોલ્યો અને પછી સાઈડ માં જતો રહ્યો.

" તું હી વજહ ,🎵
તેરે બીના ,🎼🎶
બેવજહ બેકાર હું મેં ,🎶🎶🎶
તેરા યાર હું મેં...🎵🎵 " સોન્ગ વાગ્યું અને આદિત્ય, નિશાંત , મનન અને રિયાન વચ્ચે આવી ને થોડે થોડે દૂર ઉભા રહી ગયા.

" આ કેમ આમ ઉભા રહ્યા ?" નિયા એ પૂછ્યું.
ત્યાં " તેરા યાર હું મેં... " સોન્ગ સ્ટાર્ટ થયું એને એ લોકો એ ડાન્સ કર્યો.

નિયા માટે આ બેસ્ટ સરપ્રાઈઝ હતી કેમકે એને કોઈ દિવસ વિચાર્યું નઈ હતું કે એના પણ આવા દોસ્તો હશે.
નિયા ને મુંબઈ જય ને આ લોકો ની બોવ જ યાદ આવવાની હતી.

ડાન્સ કરતા હતા પેલા લોકો અને નિયા ના ફેસ ની સ્માઈલ કઈક અલગ જ હતી જેને કેમેરા મેન એ એના કેમેરા માં કેદ કરી લીધી હતી.

" એક તેરી , યારી કે હી ...🎵🎶
સાતો જન્મ હકદાર હું મેં...🎶🎵
તેરા યાર હું મેં...🎶🎵" સોન્ગ પત્યું અને બધા નિયા પાસે આવી ને એક ગ્રુપ હગ કરી લીધું.

" આ ક્યારે રેડી કર્યું ? અમને કહ્યું પણ નઈ ?" શ્રુતિ એ પૂછ્યું.

" સરપ્રાઈઝ હતું બેબી ડોલ " નિશાંત એ કહ્યું.

" હજી એક સરપ્રાઈઝ બાકી છે કદાચ છેલ્લું " મનન એ કહ્યું.

" હા અને એ બધા માટે છે " નિશાંત એ કહ્યું.

નિયા પાસે આદિ સિવાય ના બધા બેઠા હતા , નિયા વિચારતી હતી આદિ ક્યાં ગયો અચાનક અહીંયા થી ગાયબ કેમનો થઇ ગયો. આજુ બાજુ જોયું પણ દેખાયો નઈ.
ત્યાં માઈક લઇ ને એ વચ્ચે આવ્યો ,

" આમ હું કોઈ દિવસ કઈ બોલ્યો નથી અને કોઈ દિવસ કઈ લખ્યું નથી ,
પણ મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે રહી ને લખવાનું થોડુંક શીખ્યો છુ.

આ નિયા ની ફેમેલી માટે અને અમારી દોસ્તી માટે,"

" આંખ ખોલી અને
એક નવી સવાર થઇ ગઈ ,
નિયા તું આટલી જલ્દી મોટી કેમ થઇ ગઈ ?

પ્રિયંકા આંટી અત્યારે તમારા મગજ માં આવું જ કંઈક ચાલતું હશે ,

મને યાદ છે નિયા ,
એ દિવસ જયારે પહેલી વાર તને હાથ માં આપી હતી ડૉક્ટર એ,
તારું મારુ આંગળી પકડી ને ચાલવું ,
મારા હાથે ખાવાનુ ખવડાવવું ,
અને જયારે ના ભાવતું હોય ત્યારે આખા ઘર માં ગોળ ગોળ ફેરવી ને તને ખવડાવવું ,
આ બધા થી તું ક્યારે મોટી થઇ ગઈ ?
નિયા તું આટલી જલ્દી કેમ મોટી થઇ ગઈ ?

અમુક વાર તું જયારે મને પિયુ ડાર્લિંગ કહેતી અને હું ,
આ શું નિયા નાના છોકરા ને કપડાં પહેરી એમ કહી ને તને પજવતી,
અમુક લોકો કહેતા પ્રિયંકા તું છોકરી ને બોવ છૂટ આપે છે ને ભારે પડશે તને ,
પણ એ બધા ની વચ્ચે તું કેમની આટલી મોટી થઇ ગઈ ?
નિયા તું આટલી જલ્દી કેમ મોટી થઇ ગઈ ?

પિયુષ અંકલ ,
હાથ પકડી ને ચાલતા શીખવાડા હતા ,
અને આજે દીકરી ની વિદાઈ નો સમય પણ જલ્દી આવી ગયો એવું વિચારતા હશે,
પપ્પા આજે આઈસ ક્રીમ લઇ ને આવજો
અને ચોકલેટ લાવવાનું તો ભૂલતા નઈ ,
આજે ઘરે નઈ ખાવું ચાલો ને બહાર જઈએ ,
એવું કહેવા વાળી અંકલ ની લાડલી આજે મોટી થઇ ગઈ ,
નિયા તું કેમ આટલી જલ્દી મોટી થઇ ગઈ ?

દાદી ની જાન,
પપ્પા ની પરી અને પહેચાન ,
મમ્મી ની લાડલી ( અમુક વાર ઝઘડો થઇ જતો પણ બોલ્યા વગર ના ચાલે )
ફોઈ ની પ્યારી અને ,
ફુઆ ની ફેવરિટ ,
રિયાન ના પપ્પા ( સોરી મને નામ નઈ યાદ એમનું એટલે અંકલ કહીશ )
અંકલ ની શાંત દીકરી અને ,
તનવી આંટી ની ઢીંગલી,
રિયાન ની મેગી પાર્ટનર અને ,
રિયા ની પાણીપુરી અને આલુપૂરી પાર્ટનર ,
અને અમારા બધા ની બેસ્ટ ફ્રેન્ડ ,
આજે બે ઘર ની જાન બની ગઈ ...
નિયા તું આટલી જલ્દી મોટી કેમ થઇ ગઈ ?

આદિ ને ડ્યુડ કહેવા વાળી ,
મનન ને એલેક્સા કહેવા વાળી,
તેજસ ને ગોલુ મોલું કહેવા વાળી અને
નિશાંત ને ફોટોગ્રાફર કહેવા વાળી
અમારી બેસ્ટ ફ્રેન્ડ નિયા ...

તે ખુદ અને તારી લાઈફ માં અમુક જે સ્પેશ્યલ છે ,
એમને એમના થી બનતી હર એક કોશિશ કરી છે ,
તારા સપના પુરા કરવાની ,
તો પણ કોઈ સપનું બાકી રહી ગયું હોય તો ?
તો નારાઝ ના થઇ ,
એ પણ કોઈ દિવસ પુરી થઇ જશે .
નિયા તું આટલી જલ્દી કેમ મોટી થઇ ગઈ ?

ભાવિન ,
અહીંયા છે તો નહિ અત્યારે પણ ,
ભાવિન તને સોંપીએ છીએ ,
અમારી ઝીંદગી નું અમૂલ્ય રત્ન ,
ધ્યાન રાખજે એનું,
અને ઉઠાવી લેજે થોડા નખરા એના ,
કેમકે હવે અમારા માટે તો નિયા ,
યાદ બની ને રહી જવાની છે.
નિયા , તું આટલી જલ્દી કેમ મોટી થઇ ગઈ ?

રિયાન અને ભૌમિક સાથે મસ્તી વાળો ઝઘડો કરવો ,
રિયાન સાથે ટોમ એન્ડ જેરી ની જેમ લડવું, અને રિયાન નું કહેવું ,
" આંટી નિયા ક્યારે જશે સાસરે ?"
તો રિયાન,
હવે તારું આ સપનું પણ કાલે પૂરું થઇ જશે.
નિયા , તું આટલી જલ્દી કેમ મોટી થઇ ગઈ ?

આજે અમે બધા અહીંયા આવ્યા છે ,
તને બીજા ઘરે મોકલવા ,
જેને આજ સુધી સંભાળી હતી ,
એને બીજા ઘરે મોકલવા અને
કોઈ બીજા ને સોંપવા માટે ,
આજ રીત છે ,
અને કદાચ આજ રિવાજ છે ,
એટલે તારે જવું તો પડશે જ બીજા ઘરે...

અંકલ આંટી અત્યારે જેટલા ખુશ છે એટલા જ કાલે થોડા ઉદાસ હશે ,
કેમકે ઘર માં બોલવા વાળી કાલે ઘરે નઈ હોય ,
પણ ,
અહીંયા જેટલા છે એ બધા એક વાત ને લીધે ખુશ છે કે ,
તું બીજા ના ઘરે જઈને ખુશી લાવીશ ...

કહેવું તો ઘણું છે ,
પણ હવે મારા થી નઈ બોલાય ...

નિયા કાલ થી તારી નવી લાઈફ શરુ થશે નવા લોકો સાથે ,
નવા સબંધો જોડી ને રાખજે...

નિયા તું ... "

આદિ ને બોલતા બોલતા તો આંખ 🥺🥺 માં પાણી આવી ગયા.

અને આવે પણ કેમ નઈ આદિ ની ક્લોઝ ફ્રેન્ડ પણ નિયા જ હતી. મન ની દોસ્તી, મન ની ટ્રીપ , મન ની વાતો , મન ની અમુક યાદગાર પળો. આ બધું મિયાન માટે એક ગિફ્ટ થી તો ઓછું નઈ હતું.

આદિ બોલતો હતો ત્યારે પણ સ્લો મ્યુઝિક ચાલુ હતું.

આદિ ના આંખ માં પાણી આવી ગયેલા અને હવે એ કઈ આગળ બોલશે તો એના થી રડાઇ જસે એટલે એને માઇક તેજસ ના હાથ માં આપી દીધું.

We love you Niya,
We miss you

આદિ નઈ પણ ત્યાં જેટલા પણ હતા એ બધા ની આંખ માં પાણી આવી ગયેલા. અને સૌથી વધારે તો નિયા ની આંખ મા.

પાંચ મિનિટ પછી પાછું મ્યુઝિક ફાસ્ટ થઈ ગયું.

" કમ ઓન... થોડો ડાન્સ કરી લઈએ " મનન વાત બદલાતા બોલ્યો.

થોડી વાર એ લોકો નાચ્યા. પછી ફોટા પાડ્યા.

નિયા થોડી વાર માં તો ત્યાં બેસી ગઈ. બાકી ના બધા નાચતા હતા.

" કેમ નિયા અહીંયા બેસી ગઈ?" આદિ નિયા ની બાજુ માં બેસતાં બોલ્યો.

" એમજ, નો ડાન્સ "

" અચ્છા સમજી ગયો... ટ્રેડિશનલ માં નો ડાન્સ એમ " આદિ મસ્તી મા બોલ્યો.

" યસ... છોકરો ઘણો સમજદાર થઈ ગયો છે " નિયા બોલી.

" હા "

" તું બોલ્યો એ તે લખ્યું છે ?" નિયા એ પૂછ્યું.

" હા કોઈ શક છે ?"

" ના, તું આટલું સારું લખતો ક્યારથી થઈ ગયો ?"

" તારી જોડે આટલા ટાઈમ થી રહું છું એટલું તો શીખી જ જાવ ને ?"

" હા એ તો છે. પણ આદિ બોલ્યો હતો કે મિયાન ?" નિયા એ પૂછ્યું.

" તને શું લાગે છે બેબ ?"

" બોલવાનું શરૂ થયું ત્યાર ની બે લાઈન આદિ બોલ્યો હતો અને પછી આદિ થી ના બોલાયું એટલે મિયાન આવી ગયેલો "

" હા સાચી વાત "

એક કલાક પછી,

" નિયા ચાલો હવે સૂઈ જાવ કાલે જલ્દી ઉઠવાનું છે " પ્રિયંકા બેન એ કહ્યું.

" આંટી હજી નિયા ને કપડા તો બદલવા દો " ખુશી બોલી.

" કેમ ? ક્યારની શું કરે છે ?" પ્રિયંકા બેન એ નિયા ના રૂમ માં આવતા પૂછ્યું.

" મમ્મી બદલું છું. શાંતિ "

થોડી વાર પછી,

નિયા નાહી ને એના નાઈટ ડ્રેસ મા આવી ગઈ. હજી કોઈ સુતું નઈ હતું બધા ફોટો જોતા હતા પોતાના મોબાઈલ મા. નિયા ના રૂમ માં નિયા, ખુશી, જીયા, શ્રુતિ અને રૂચિતા હતા. બાકી ના બીજા રૂમ માં હતા.

અને આદિ લોકો રિયાન ના ઘરે હતા.

" નિયા તારી ચોલી હું લઈ જઈશ " ખુશી બોલી.

" જરૂર મને લઈ જવી હોય તો પણ છૂટ છે " નિયા મસ્તી માં બોલી.

" ના ના. પછી ભાવિન જીજુ શું કરશે ?" ખુશી એ કહ્યું.

આમ એ લોકો વાત કરતા કરતા સૂઈ ગયા.



...