મારો કાવ્ય ઝરૂખો ભાગ : 33 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 33

કાવ્ય 01

પૂરી જગન્નાથ મંદિર ની આશ્ચર્યજનક વાતો

આવો કહું તમને રસપ્રદ આશ્ચર્યજનક
પૂરી જગન્નાથ ની ચમત્કારિક વાતો

ગજબ ના અજાણ્યાં ચમત્કાર છે
પૂરી જગન્નાથ પૌરાણીક મંદિર નાં

લીમડા નું કાષ્ઠ તણાય આવેલું દ્વારકા થી
એ કાષ્ઠ માંથી બલરામ, સુભદ્રાઅને ક્રિષ્ના
મૂર્તિ બિરાજેલી હતી પુરી મંદિરનાં પરિસર માં

દર બાર વર્ષે બદલાય ત્રણેય પ્રતિમાજી
વાયકા છે આજે પણ ધડકે છે શ્રીકૃષ્ણ નું હૃદય
જગન્નાથ પૂરી નાં મંદીર ની પોલી મૂર્તિ માં

મૂર્તિ બદલતા સમયે પૂજારી અનુભવે
શ્રી ક્રિષ્ના નાં હ્રિદય ની ધડકન
જાણે સ્પર્શિયો હોઈ બ્રહ્મ સુવળો પદાર્થ

ધુધવે મોજા દરીયા નાં મંદિર બહાર જૉરદાર
મંદિર માં પગ મૂકતા જ સંભળાય નહીં
અવાજ દરીયા નાં મોજાં નાં

મંદિર ની ધ્વજા ફરકે હવા ની વિપરીત દિશા મા
નથી જાણી શક્યું રહસ્ય કોઈ શાને થાય છે આવું

આજ સુધી મંદિર ઉપર નથી બેસ્યું કોઈ પક્ષી
નથી ફર્યું મંદિર નાં ગુંબજ ઉપર વિમાન
જાણે ભગવાન ને આપે માન પૂરા દિલ થી

મંદિર ની ઊંચાઈ છે ભગવાન ની મહાનતા જેવી
રહસ્ય છે મંદિર નો પડછાયો
છતાં દેખાતો નથી ક્યારેય જમીન ઉપર

અન્ન ભંડાર છે મંદીર નો વિશાળ
બની હોઈ રસોઈ માત્ર હજારો ભકતો ની
લાગી હોય જમવા ની પંગત ભલે લાખો
નથી ખૂટ્યા કયારેય ધાન જગન્નાથ મંદિરના

ભક્તો ની સંખ્યા હોય લાખો કે હજારો માં
પ્રસાદ ક્યારેય નથી વધ્યો કે નથી ક્યારેય ખૂટ્યો

ભોજન શાળા માં બને ભોજન માટી નાં વાસણ માં
એમાં પણ છે ચમત્કાર જૉવા ને જાણવા જેવો

ચૂલે ચડે એક ઉપર એક એમ સાત વાસણ
પહેલું ભોજન પાકે સાતમા વાસણ નું
પછી ઉતરતા ક્રમાનુસાર પાકે ભોજન

આવા છે હજારો ચમત્કાર પૌરાણિક પૂરી મંદિર નાં
આવો જતન કરીએ આપણાં મંદિરો નું દિલ થી
ગૌરવંતો ઇતિહાસ છે આપણાં પૌરાણિક મંદિરોનો

બોલો...જય જગન્નાથ.....જય શ્રી કૃષ્ણા

કાવ્ય 02

ધુમ્મસ...

લખી રાત્રે કવિતા ને છવાઈ ઝાંકળ
સુરજ શરમાઈ છુપાયો વાદળાં પાછળ

સવાર માં છવાઈ ધુમ્મસ રૂપી વાદળાં
સુરજ ને હરાવવા જાણે મથે વાદળા

ધુમ્મસ આપે સુરજ ને પડકાર
જાણે વાદળાં એ કર્યો રસ્તા ઉપર અધિકાર

ધુમ્મસ થી પથરાઈ પાંદડા ઉપર ઝાંકળ
બુંદ બુંદ થી લાગે લાગણીમય જીવન

ધુમ્મસ માં દેખાઈ દૂર નુ ધૂંધળું ધૂંધળુ
તારી લાગણી નું પણ કંઇક છે હમણા એવું

છાયડે નિખરે તારી પ્રીત ઝાંકળ બની
તાપે પ્રીત વિખરાઈ જાય ધુમ્મસ જેવી

સૂર્ય રોશન થતાં હટી ગયા ધુમ્મસ રૂપી વાદળાં
દેખાયો આગળ વધવા ને મારગ ચોખ્ખો

કાવ્ય 03

વિસરાતી નથી તારી યાદ...

સાથ હતો નિરાળો વાતો હતી પ્યારી
સમય ક્યાં વહેતો ખબર નહોતી

વાતો વાતો મા વીતતો ગયો સમય
કંઈ ખટકી ગઈ વાત ખબર રહી નહિ

છૂટી ગયો ઓચિંતો સાથ તારો
વાતો આપણી યાદ બની રહી ગઈ

વિસરાઇ જાય છે યાદ રાખવા જેવું
પરંતુ વિસરાતું નથી વિસરવા જેવું

ભૂલ થી પણ વિસરાતી નથી યાદ તારી
ઘણું અઘરું છે તારી યાદો ને વિસરાઈ જવું

ભૂલવા મથું છું ઘણું અને લડુ છું જાત સાથે
છતાં એક પળ વિસરાતી નથી વાતો તારી

જેમ જેમ વિસરવા ની કોશિશ કરું
વધુ ને વધુ યાદ આવી જાય છે વાતો તારી

જાણું છું તને વિસરી જવા માં છે મજા
છતાં જાણી જોઇને વીસરી જાઉં છું
તને વિસરી જવાનુ.....

કાવ્ય 04

એક ચુસ્કી ચા ની.....

કુકડા ની કૂકડે કુકે બાંગે ઊંઘાડી આંખ
આળસ મરડી પથારી માં ને
યાદ આવી મસ્ત મસાલા વાળી ચા

ચા ની મહેફિલ સજાવી છે
દોસ્ત દોડી ને આવ તું જલ્દી

જોઇએ કડક મીઠ્ઠી, મોળી કે ફિક્કી ચા
તને મળી રહેશે મન ભાવતી આખા દૂધ ની ચા

અદ્રક, ઈલાયચી, ફુદીનો, મસાલા,
તુલસી કે તજ લવિંગ ની
હશે ચા મા ભાવતી છાંટ

દાર્જલિગ, આસામ કે શ્રીલંકા
બોલ તને ભાવે ક્યાની ચા

નેકસ્ટ જનરેશન માટે ગ્રીન ટી, બ્લેક ટી,
હર્બલ ટી ના પણ હવે મળશે ઓપ્શન

તું આવ જલ્દી મળીશું ચાર મિત્રો ચોક ઉપર
લઈશું ગરમ ચા ના સબડકા રકાબી માં

ઉડાડશે નીંદર, ખંખેરસે આળસ
ચાની ચુસ્કી કરશે મન તન ને તરોતાઝા

ચા જોડે ખારી બિસ્કીટ, ખાજલી
પાપડી કે પાર્લે જી જેવી હશે ભાવતી વાનગી ઓ

વાગોલીશું થોડી જૂની યાદો ને
કરીશું ચાય પે ચર્ચા ધુમાડા ઉડાડતા

ખ્યાલ છે મને ચા ની ચાહત છે એવી
ચા ની એક ચુસ્કી લેવા તું દોડી આવીશ
બધા કામ પડતાં મૂકી .....

કાવ્ય 05

મેળવી સફળતા...ઉમર ને હરાવી

મન ની શક્તિ આગળ
ઉમર તો છે એક આંકડો
ચડવા કપરા ચડાણ
મનોબળ મજબૂત છે મારું

ઠાંસી લીધુ છે મન માં
સાહસ કરી બતાવી દેવું છે
સફળતાં ને ઉંમર જોડે
નથી કોઈ લેવા દેવા

અગાથ પ્રયત્નો કરી
મુશ્કેલ શિખરો ચડવા
બધી રીતે છું તૈયાર

તકલીફો નો પાર નથી
પણ લાચાર હું નથી
હાર માની ને બેસી રહું
એમાંનો વ્યકતિ હું નથી

સંઘર્ષ કરી ઉમર ને હરાવી
ત્યારે શોભવ્યું છે
વિજય તિલક માથે