મારો કાવ્ય ઝરૂખો ભાગ : 34 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 34

કવિતા 01

અબોલ જીવ ની અરજી

માર હતો શું વાંક??
મારે પણ જીવવાનો છે અધિકાર
હત્યા કૅમ કરો છો મારી
મારે પણ છે નાના નાના બાળ

ચિત્કાર કરી પોકારું વર્ષો થી
કર નહિ ખોટી હત્યા મારી
મારે પણ છે નાના નાના બાળ
કરો નહિ વગર વાંકે એમણે અનાથ

ઉપરવાળા એ આપ્યો બધા ને જીવ
તો એમના નામ ઉપર મારી હત્યા કૅમ??
ક્યાં ઇતિહાસ માં લખ્યું છે
મારી હત્યા થી ઉપરવાળો થાય છે ખુશ???

નિર્દય લોકો ના બહેરા કાને વર્ષો થી
કૅમ નથી પહોંચતી ચીચીયારી અમારી??
નથી દેખાતા આંખો ના મારાં આંસુ
શું નથી તમારે નાના નાના બાળ??

વર્ષો થી ઉપર વાળા ના નામ ઉપર
કરતા આવ્યા છો અમારી હત્યા
તો પણ નથી ભરાણા પેટ તમારા???
હવે તો કરો અમારા ઉપર ઉપકાર...

આજ ના દિવસે અરજી છે અમારી
કરો છો તમે ઘણા બધા નેક કામ
તો આજે જીવ મારો છોડીને કરો
અમારી જાતિ ઉપર ઉપકાર
ઉપરવાળા ના નામ ઉપર કરો નેક કામ

કાવ્ય 02

ચાહું સાથ તારો. .....

એક પળ પણ ગમે નહિ તારા વગર
સૂનું સૂનું લાગે બધે તારા સાથ વગર

ખાલી તારા એક સ્મિત થી
રોમ રોમ રોમાંચીત થઈ જાય

તારી એક ઝલક જોઈ
આખો દિવસ બાગબાન બની જાય

તારી ઝૂકેલી નઝર જોઈ
આસમાન પણ શરમ થી ઝૂકી જાય

તારી ઘનઘોર ઝુલ્ફો જોઈ
ખોવાઈ જાઉં છું તારા વિચારો માં

પ્રેમ, પ્યાર, મહોબત, ઈશ્ક, ચાહત
લાગણી શુ નામ આપુ તારા સાથ નું

એક માત્ર તસવીર છો તું મારા ખ્યાલો ની
પૂજા કરું છું તારી રોજ ખરા દિલ થી

તસ્વીર માંથી બહાર તો આવ તું
દિલ થી ચાહું છું તારો સાથ...
આમ કયા સુધી તડપાવિશ તું...


કાવ્ય 03

ગુજરાત ની સ્વાદિષ્ટ વાનગીઓ ....

વાત કહું ગુજરાત ની સ્વાદિષ્ટ વાનગીઓ ની
સાંભળી ને આવી જશે તમને મોંમાં પાણી

સુરત ના વખણાઈ ખમણ, જલેબી, ઉંધીયું
લોચો, ધારી, પૌંક ની સેવ અને સાલમપાક
સુરત ની વાનગી ઓ વગર અધૂરું છે જમણ

ભાવનગર નાં વખણાઈ ગાંઠિયા, પેંડા,
બદામ પૂરી, શિંગપુરી ને દાળ પૂરી,
વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી ને સેવઉસ્સલ
ખાવ એક વાર યાદ રહી જાય વારંવાર

ડાકોરના ગોટા ને ઉત્તરસંડાના મઠિયા
રાજકોટના પેંડા, ભજીયા અને ચિક્કી
મોરબી નાં બ્રિજ લાડુ ને ગળી ગુંદી
તેની આગળ બીજી બધી વાનગી લાગે ફિક્કી

જામનગરની કચોરી અને પાન
ખંભાતનો હલવાસન અને સૂતરફેણી
ના ખાધી તો દુનિયા શુ માણી

કચ્છની દાબેલી અને ગુલાબ પાક
અમદાવાદના નવતાડના સમોસા,
ચોળાફળી, રાયપુર નાં ભજીયા,
જૂના શેરબજાર નું ચવાણું અને
કંદોઈ નાં મોહનથાળ ની તો વાત નો થાય

વાનગી ઓ નું લીસ્ટ છે ઘણું લાંબુ
ટૂંક માં બીજી વાનગી ઓનું નામ જણાવું
લીમડીનું કચરિયું, રંઘોળા ની ફુલવડી
ધોરાજી નાં લાલ ચટક બટાકા અહાહા..

નડિયાદનું ચવાણું, ગોટા અને પફ
પોરબંદરની ખાજલી અને થાબડી,
થાનના પેંડા, ગોંડલના મરચા નાં ભજીયા,
ખાઉં તમે એક વાર ખાતા થઈ જાઉં વારંવાર

સુરેન્દ્રનગર નાં બરફ નાં ગોળા,
સેવમમરા, અડદિયો ને સમોસા,
આણંદના દાળવડા, પાલીતાણાનું ગુલકંદ,
ચોટીલાના ખાંડના લાડવા, દ્વારકા ની લસ્સી
ખાઇ ને ચાટતા રહી જાઉં તમે આંગળા

બારડોલી નાં પાત્રા, ગાંધીનગર નાં અક્ષરધામ
મંદિર ની ખીચડી ને સેંધા નાં ગોટા
વલસાડ નાં રાજારાણી ના વડાપાઉં,
બોટાદ નો ગુંદરપાક ને જામખંભાળયા નું ધી
આણંદ ની અમૂલ ડેરી ની પ્રોડક્ટ્સ
મળે નહિ બીજે કઈ

પૂરણપોળી, ખાંડવી, ઠોકલા, થેપ્લા, ખાખરા
ને રજવાડી છાસ વખણાઈ આખા ગુજરાત ના
નામ લેતા લેતા પણ થાકી જવાઈ
એટલી છે ગુજરાત ની સ્વાદિષ્ટ વાનગીઓ

મારા ગુજરાત ની વાનગી ઓ છે નિર્દોષ
શુદ્ધ શાકાહારી અને સાત્વિક
નથી થતી જીવહત્યા વાનગી ઓ બનાવવામાં

આવો મારા વાલીડા આવો
તમે બનો એક દી ગુજરાત ના મહેમાન
ખાઈને ગુજરાતી વિવિધ વાનગીઓ
ભૂલી જશો રસ્તો ...તમે તમારા ઘર નો....

કાવ્ય 04


Iમોબાઇલ.... એક વ્યસન

મોબાઇલ આવતાં
માણસ એકલો પડી ગયો
અને મોબાઇલ માણસ ને
એકલો પડવા દેતો નથી

માણસ વહાલાઓ વચ્ચે
જીવવા નું ભૂલી જઈ
મોબાઇલ નો ગુલામ બની ગયો

બાજુ માં બેસલા મિત્ર ને ભૂલી
મોબાઇલ માં મિત્રો ગોતતો
માણસ મોબાઇલમય બની ગયો

વ્હાલાંઓ ની લાગણી મૂકી પડતી
ફોટો શેર કરી અજાણ્યા ની લાઈક
પામવા મથી રહેલા માણસ
અત્તર નું સુવાસ મોબાઇલ માં ગોતતો થઈ ગયો

ટચ સ્ક્રીન ઉપર આંગળી ફેરવી
અજાણી દુનિયા માં ડૂબકી મારી
અજાણ્યા ની લાગણી પામવા
ફાફા મારી રહેલો માણસ
માણસો વચ્ચે સાવ એકલો પડી ગયો

માણસ નાં વ્યસન છે ઘણા
વ્યસન ની યાદી માં
મોબાઇલ નો ઉમેરો થઈ ગયો
માણસ મોબાઇલમય બની ગયો

જેમ ગુલાબ ની સુગંધ બગીચા માં જ આવે
મોબાઇલ ની વર્ચ્યુઅલ દુનિયા છોડી
જીવન જીવવા ની મજા
વ્હાલાં ને મિત્રો સાથે જ આવે..