TOY JOKAR - 19 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - પાર્ટ 19


દિવ્યા, રાકેશ અને વાઈટ ટોય એલિયન જંગલ મા આવી શુકયા હતાં. રાકેશ તે બંને ને જ્યાં પેલા દાદાની ઝુંપડી હતી તે તરફ લહી આવ્યો હતો. અહીં ઝુંપડી હતી પણ તે ઝૂંપડીમાં કોઈ હોય તેવું દેખાતું ન હતું. આજુબાજુ જોયા છતાં પણ કોઈ નજરે ચડતું ન હતુઁ.
"અહીં તો કોઈ નથી." દિવ્યા એ કહ્યું.
"મેં એ દાદાને અહીં જ જોયા હતા. આ જ ઝુંપડી પર એમણે મને પોતાની માયા મા ફસાવી પેલી આત્માને આઝાદ કરાવી હતી." રાકેશે કહ્યું.
"પણ હાલ મને અહીં કોઈ દેખાતું નથી." દિવ્યા.
"મને પણ." રાકેશ.
"તું અમને અહીં લાવ્યો પણ અહીં તારા કહ્યા પ્રમાણે કશું નથી." વાઈટ ટોય એલિયન.
"મેં કહ્યું હતું અહીં એક ઝુંપડી છે અને ત્યાં એક વૃદ્ધ દાદા હતા." રાકેશ.
"તેમાંથી ફક્ત ઝુંપડી છે. તે પણ ખાલી." વાઈટ ટોય એલિયન.
"હવે આપણે એ વિચારવાની જરૂર છે કે આગળ શું કરવું." દિવ્યા.
"આગળ બસ આપણે બસ જે કરવું હોય તે પણ આ વ્યક્તિની વાત હવે હું માનવા તૈયાર નથી." વાઈટ ટોય એલિયન.
"હું કોઈ માણસ પર વિશ્વાસ મુકીશ. કોઈ અજાણ્યા ગ્રહ પરના એલિયન પર નહીં." રાકેશે કહ્યું.
રાકેશ અને વાઈટ ટોય એલિયન બને આપસમાં ઝઘડવા લાગ્યા. દિવ્યા આ બંને જોઈ ને તેને સમજમાં આવતું ન હતું કે તેને શું કરવું. આથી તે અહીંથી કશું એવું મને કે જેનાથી પોતાના કામમાં તેને મદદ મળે તે અર્થે આજુબાજુ જોવા લાગી. પણ ત્યાં એક ઝાડો ઘેરો આવાજ આવ્યો.
"તું પાછો અહીં આવી ગયો."
આ અવાજ એ જ દાદાનો હતો તેના વિશે રાકેશ વાત કરી રહ્યો હતો.
@@@@@@
રેડ કોબ્રા ગુજરાત આવી ચુક્યો હતો. તેની સાથે ઓછામાં ઓછા લગભગ પચીસ કે ત્રીસ લોકો હતા. જે બધા રેડ કોબ્રા ના ઈશારે કોઈને પણ મારવા અસકાય એમ ન હતા.
રેડ કોબ્રા હાલ જયરાજે કહેલા ફાર્મહાઉસે હતો. તે બધા એવી રીતે આવ્યા હતા કે જાણે તે અહીં ફરવા આવ્યા હોય. પણ તેની સાથે હથિયાર હતા. જે કોઈની નજરે ચડયા ન હતા.
જયરાજ તેને મળવા અહીં આવવાનો ન હતો. તેણે કહ્યા અનુસાર આજે રાતે તેને પોલીસ શોકી પર હુમલો કરવાનો હતો. પોલીસ શોકીએ રહેલા તમામ પોલીસ ઓફિસરને મારી નાખવાનો હુકમ હતો. તે સિવાય શહેરમાં અલગ અલગ સ્થળે રહેલા ચોકી કરતા પોલીસ વાળા ને મારવાનો પણ સારો એવો ઈન્ટઝામ જયરાજે કરી રાખ્યો હતો.
તે પ્લાન પણ જયરાજે રેડ કોબ્રાને કહી સમજાવ્યો હતો. આથી ત્રણ ટિમ કરી એકસાથે બધા પોલીસ પર હુમલો કરવાનો પ્લાન હતો. રેડ કોબ્રા એ ત્રણ ટિમ પણ કરી ચુક્યો હતો. તે અને તેની સાથે બાર માણસો પોલીસ શોકી પર હુમલો કરવાની હતી.
રેડ કોબ્રા એ આજ સુધી હજારો વ્યક્તિને માર્યા હતા. કોઈ બેગુનાહ ને માર્યા હતા. કોઈને મારવો તેની માટે રમતનું કામ હતું. પણ આજે તેની દિલ ડરી રહ્યું હતું. તેની દિલ આ કામ માટે ના કહી રહ્યું હતું. તે જાણતો હતો કે આ કામ કર્યા બાદ પોલીસ તેને દુનિયાના કોઈ પણ ખૂણા માંથી શોધી નિકાળશે. પણ તે આ કામ કરવા રાજી થયો હતો. તેને એ જ સમજાતું ન હતું કે તેને આ કામ કરવું કે નહીં.
થોડો વિચાર કરતા તેને ખ્યાલ આવતો કે આ કામ માટેના તેને એટલા બધા પૈસા મળવાના છે કે તેને આજીવન કોઈ કામ કરવું નહીં પડે. પણ એક એવો પણ વિચાર આવતો કે હાલ તે ક્યાં ભૂખે મળે છે. જો તે આ કામ નહીં કરે તો તે ભૂખે મરી નહીં જાય.
ખૂબ વિચાર છતાં પણ તે આ કામ માટે રાજી હતો તેનું એક કારણ પૈસા હતું. અને બીજું કારણ ત્રિવેદી હતું. આજથી દસ વર્ષ પહેલાં ત્રિવેદીએ તેને પકડીને ઝેલમાં નાખ્યો હતો. ત્યારથી તે ત્રિવેદી સાથે બદલો લેવા ઈચ્છતો હતો. પણ હાલ જે પ્રકારે તે બદલો લેવા જઈ રહ્યો છે તે થોડું વધારે જોખમી હતું. પણ હાલ તે બધા જોખમ ઉઠવા તૈયાર હતો.
સાંજ પાડવા આવી હતી. પોતાને જાવાનો સમય થયો હતો. ત્રણ ટીમમાં બધા વહેંચાય ગયા. અને અલગ અલગ કારમાં બધા રવાના થયા.
@@@@@
પ્રતીક અને જયદીપ હોસ્પિટલે બેઠા હતા. તે બંને હેતુ ને હોશ આવે તેની રાહ જોઈ રહ્યા હતાં. પણ હજી સુધી હેતુને હોશ આવીયો ન હતો. આથી તે બંને ત્યાં જ બેસી રહ્યા હતા. તે બંને શહેરમાં થઈ રહેલા ખૂન વિશે ઇન્વેસ્ટિગેશન કરવા ગયા હતા ત્યાં તેમને હેતુ મળી હતી. પણ પ્રતીકને આ હેતુ વિશે થોડું અજુગતું લાગતું હતું. શહેરથી દૂર એક બંધ કારખાને હેતુ પહોંચી કેવી રીતે હશે. આ બાબત પ્રતીક ને સમજ મા આવતી ન હતી.
જયદીપે પોતાનું કામ કરવાનું પ્રતીકને કહ્યું પણ પ્રતિકે હેતુ જ્યાં સુધી હોશમાં ન આવે ત્યાં સુધી તે અહીં જ રહેશે તેમ કહ્યું. જયદીપ ધારેત તો તે એકલો પોતાના કામ પર જતો રહેત પણ આજે તેનું દિલ કહેતું હતું કે તે પ્રતીક સાથે રહે. આથી તે પણ પ્રતીક સાથે હોસ્પિટલમાં રહ્યો.
ડૉક્ટર ના કહ્યા પ્રમાણે હેતુ તે હોશમાં આવતા વધુ સમય લાગવાનો ન હતો. આથી થોડીવારે અને થોડીવારે પ્રતીક અને જયદીપ હેતુ જ્યાં સૂતી હતી તે વોડ પર જઈને જોઈ આવતા હતાં. પણ હજી સુધી હેતુ ને હોશ આવ્યો ન હતો.
આવી રીતે થોડીવારે પ્રતીક જતો અને પ્રતીક ના આવ્યા બાદ જયદીપ જતો. જયદીપ ને ગયા ને સમય થયો હતો. આથી પ્રતિકે વિચાર્યું કે હું એક વખત હેતુ ને જોઈને આવું. પ્રતીક ઉભો થઈ ને હેતુ તે વોડ માં સૂતી હતી તે તરફ આગળ વધ્યો.
હેતુની આંખો બંધ હતી. તેનું કોમળ શરીર એકદમ નાજુક હતું. તેને જોઈને પ્રતિકે તેની ઉંમર અંદાજે બાર વર્ષની આંકી હતી. તેના માતા પિતા ક્યાં હશે. અને તે એ કારખાને કેવી રીતે પહોંચી હશે. તે વિચે પ્રતીક વિચારતો જ હતો ત્યાં અચાનક હેતુ પોતાના સ્થાનેથી ઉભી થઇ ને બોલી.
"ટોય જોકર"
(વધુ આવતા અંકે)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED