TOY JOKAR - 18 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - પાર્ટ 18

"શું કહ્યું બ્લેક ટોય એલિયન અહીં નથી. તે ક્યાં છે?" દિવ્યાએ કહ્યું.
"મેં તેને ઇન્ફોર્મેશન એકઠી કરવા મોકલ્યો છે." વાઈટ ટોય એલિયન.
"શાની ઇન્ફોર્મેશન." દિવ્યા સાથે રાકેશ પણ બોલ્યો.
"મેં તને પહેલા પણ કહ્યું હતુ કે અમારી દુનિયા સંકટ મા છે. અમારો ગ્રહ અસુરક્ષિત છે. ત્યાં એક મહાદાનવે હુમલો કર્યો છે. જે ધીમે ધીમે અમારી પ્રજાતિનો વિનાશ કરી રહ્યો છે. તે અટકાવવા હું અને મારો સાથી બીજા ગ્રહ સાથે મદદ માંગી રહ્યા છીએ. ત્યાં અકસ્માતે અમે અહીં આવી પહોંચીયા."
"પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી અમે અહીં આવ્યા ને વધુ સમય થયો છે. બસ અમારે એટલું જાણવું છે કે અમારી દુનિયા હાલ કેવી પરિસ્થિતિમાં છે." વાઈટ ટોય એલિયન બોલી રહ્યો હતો અને દિવ્યા અને રાકેશ તેની વાત ધ્યાનથી સાંભળી
"એ કેવી રીતે જાણી શકશો કે તમારો ગ્રહ સુરક્ષિત છે કે નહીં." રાકેશ.
"અમારી પાસે એક સેન્સર હોય છે જેનાથી અમારી મોજુદગી અને સામેની વ્યક્તિ સાથે અમુક શબ્દોમાં આપલે કરી શકીએ છીએ." વાઈટ ટોય એલિયન.
@@@@@
પ્રતીક અને જયદીપ હોસ્પિટલે હોય છે. હેતુને હજી પણ હોશ આવ્યો હોતો નથી. તે હોશમાં આવે અને તેને તેના માતા પિતા વિશે પૂછી તેને અહીં બોલાવી હેતુ તે સુરક્ષિત તેના માતા પિતાને હાથમાં આપવાનું કામ તે બને કરવા ઈચ્છતા હોય છે. સાથે સાથે હેતુ તે જુના કારખાને કેવી રીતે પહોંચી તે પણ જાણવા ઈચ્છતા હોય છે. આથી તે બંને અહીં હોસ્પિટલમાં હેતુને હોશ આવે તે માટે રાહ જોઇને બેઠા હોય છે.
પ્રતીક અને જયદીપ થોડીવારે અને થોડીવારે હેતુ જ્યાં સૂતી હોય છે ત્યાં જોઈ આવે છે. થોડીવારે અને થોડીવારે ડોક્ટરને પૂછતાં રહે છે કે હેતુ ક્યારે હોશમાં આવશે. ડૉક્ટરના કહ્યા પ્રમાણે હેતુને અડધી કલાકમાં હોશ આવશે. ત્યાં સુધી તેમને બસ રાહ જોવા સીવાય બીજું કશું પણ કરી શકે એમ નથી.
તે બંને શહેરમાં થયેલા ખૂનની તપાસ અંગે ત્યાં પહોંચીયા હતા પણ ત્યાં તેમને હેતુ મળી શુકી. જેની તે બંનેમાંથી કોઈને કલ્પના પણ ન હતી. એ વાત ની પણ તે બંને માંથી કોઈ જાણતું ન હતું કે આ છોકરી તેને આ કેસ સોલ કરવામાં મહત્વનો ભાગ ભજવશે.
@@@@@
એસીપી ત્રિવેદીને ક્યાંય સેન પડતું ન હતું. તે થોડીવારે ને થોડીવારે આમથી તેમ આંટા મારી રહ્યા હતા. શહેરમાં થયેલા સાત થી આઠ ફેમેલોના મૃત્યું પછી તેના પર ઉપરથી પ્રેસર વધી રહ્યું હતું. અને જેમ બને તેમ જલ્દી આ કેસ સોલ કરવો પડે એમ હતો. કારણ કે શહેરમાં રહેતા લોકોમાં એક ડર પેદા થયો હતો. આની પાછળ કોણ છે? આટલા બધા વ્યક્તિને મારવા પાછળનો તેનું શું કારણ છે? તેમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ હાલ ત્રિવેદી પાસે ન હતો.
હાલ તે હાથ પર હાથ ધરીને બેસી રહેવા ઇચ્છતા ન હતા. તે વહેલામાં વહેલી તકે આ કેસ સોલ કરવા ઈચ્છતા હતા. કોઈ પણ સંજોગોમાં તેમને આ કેસ સોલ કરવો હતો. ત્યાં સુધી તેમને સેન મળવાનું ન હતું.
તે અર્થે તેમને જેટલા પરિવારના સભ્ય મૃત્યુ પામ્યા છે. તે અંગે તપાસ શરૂ કરી. કોઈ પણ એવી ફેમેલી મળે કે જેમાં કોઈ પરિવારનો સભ્ય જીવિત હોય. તે અંગે તપાસ શરૂ કરી. ત્રિવેદી પરિવારના સભ્યના ફોટા અને મૃત્યું પામ્યા હોય તેના ફોટા વારાફરતી જોવા લાગ્યા.
થોડીઘણી મહેનત બાદ તેમને બે પરિવાર એવા મળ્યા કે જેમાં એક વ્યક્તિ જીવિત છે. તેના ફેમેલી ફોટામાં તે છે પણ હાલ મૃત્યુ પામેલ વ્યક્તિમાં તે હાજર નથી. એ પરથી એ સાબિત થાય છે કે હાલ જીવિત છે.
આ બંને પરિવારના જીવિત વ્યક્તિ વિશે જ્યારે તપાસ કરી ત્યારે તેમની હાથમાં નિરાશા આવી. તેમાંથી એક પરિવારનો વ્યક્તિ વિદેશ છે. જ્યારે બીજા પરિવારનો વ્યક્તિ આર્મીમાં છે. જે હાલ બોડર પર પોતાની ફરજ બજાવી રહ્યો છે.
એસીપી ત્રિવેદીએ એક પ્રયત્ન કર્યો હતો. થોડું જુદું વિચારીને આ કેસ સોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હાથ નિરાશા સિવાય કશું લાગ્યું ન હતું. પણ સાથે સાથે તેમણે એક ભૂલ પણ કરી હતી. હેતુ વિશે તે ભૂલી શુકયા હતા. તેમની તપાસમાં હેતુ ન આવી હતી. તે જીવિત હતી. અને તે અભિના ફેમેલીના ફોટોમાં પણ હતી. જ્યારે તેને મૃત્યું પામેલ કોઈ ફોટો ન હતો. આ ગફલત ત્રિવેદીએ કરી હતી. જેના કારણે ત્રિવેદીને સાચી દિશા મળતી મળતી રહી શુકી હતી.
@@@@@
દિવ્યા રાકેશ અને વાઈટ ટોય એલિયન શોપ પર શાંત બેઠા હતા. વાઈટ ટોય એલિયને શા માટે બ્લેક ટોય એલિયનને મોકલ્યો તે વિગતે દિવ્યા ને સમજાવ્યું હતું. દિવ્યા ને વાઈટ ટોય એલિયનની વાત યોગ્ય લાગી હતી. જ્યારે રાકેશે જોકર ભૂત વિશે દિવ્યાને કહ્યું હતું. કેવી રીતે તેનાથી જંગલમાં એક દાદાની વાતમાં આવીને એક ભયાનક ભૂલ કરી બેઠો તે વિગતે સમજાવ્યું હતું. વાઈટ ટોય એલિયન અને રાકેશની વાત સાંભળીને દિવ્યા વિચાર મગ્ન થઈ હતી.
પાંચ મિનિટ થવા આવી હોવા છતાં કોઈ કશું બોલી રહ્યું ન હતું. આ આવેલી મુસીબત નું શું કરવું તેજ બધા વિચારી રહ્યા હતા. બે મિનિટ બાદ દિવ્યા પોતાના સ્થાનેથી ઉભી થઇ અને સામે રહેલા પાણી ની બોટલમાંથી પાણી પિય ને પાછી પોતાની ખુરશી પર આવી બેસી ગઈ.
"શહેરમાં આ બધા ખૂન થાય છે તે કોઈ સિરિયલ કિલર નહીં પણ કોઈ ભૂત કરે છે." આખરે દિવ્યા બોલી.
"હા, તે એક આત્મા છે." રાકેશ.
"પણ, તેનું આ કરવા પાછળનું કારણ શું હોઈ શકે?" વાઈટ ટોય એલિયન.
"હશે કોઈ જૂનો બદલો." દિવ્યા.
"તે તો મને નથી ખબર. પણ હું આ વિશે એટલું જરૂર કહીશ કે આ આત્મા પોતાના જુના બદલા માટે નથી કરતી." રાકેશે કહ્યું.
"મને પણ તારી વાત પર થોડો વિશ્વાસ આવે છે. જો આત્મા પોતાનો બદલો જ લેવા ઈચ્છતી હોઈ તો તે આટલા બધા ફેમેલીને ન મારી શકે. આઠ આઠ પરિવાર જે એકબીજાને ઓળખાતા પણ નથી તે આ આત્માના દુશ્મન ન રહી શક્યા હોય." દિવ્યા એ કહ્યું.
"આઠ આઠ પરિવાર વિશે તે શું કહ્યું." રાકેશને ન સમજાતા બોલી ઉઠ્યો.
"તને ખબર નથી. કાલે રાતે કોઈએ સાત સાત પરિવારને એક સાથે મારી નાખ્યા. આ બધાના ખૂન એવી રીતે થયા હતા જેમ પહેલા એક પરિવારના બધા સભ્ય ના ખૂન થયા હતા." દિવ્યા એ કહ્યું. દિવ્યાની વાત સાંભળીને રાકેશને આઘાત લાગ્યો. તેને શું બોલવું તે સમજમાં આવતું ન હતું. તેને બસ એટલી જ ખબર હતી કે એક પરિવારનું મોત તેને આપેલા જોકરના ટોય દ્વારા થયું હતું. પણ આ સાત સાત પરિવારનું ખૂન થયાના સમાચાર સાંભળીને તે સ્તબ્ધ રહી ગયો. તેને લાગતું હતું કે આ ખૂન થવાના શરૂ રહેવાના છે. પણ આટલી જલ્દી આટલા બધા વ્યક્તિ મરી જાશે તે તેને ખ્યાલ ન હતો.
@@@@@
જયરાજ હાલ હજી ગોવાથી પોતાના ઘરે આવ્યો હતો. તેના પિતાના બદલાની આગના કારણે તે પુરા શહેરના પોલીસ વાળા સાથે બદલો લેવા ઈચ્છતો હતો. તે ખૂબ જિદ્દી હતો. આજ સુધી તેને જે પણ ધાર્યું હતું તે કોઈ પણ સંજોગોમાં કરી બતાવ્યું હતું. પણ આજે તેના પિતાના મોતના બદલાની વાત હતી. તેમાં તે કોઈ પણ છુક કરવા ઈચ્છતો ન હતો.
તે ગોવા ગયો તે પહેલા તેણે પોતાના માણસોને એક કામ આપતો ગયો હતો. તે આવે તે પહેલાં તે કામ કરવાનો સખ્ત આદેશ હતો. આજે તે ગોવાથી પાછો આવ્યો હતો. આથી તેને પહેલા પોતે આપેલા કાર્યને તેના માણસોએ કર્યું છે તે શેક કરવા તેણે પોતાના ખાસ માણસ રાકાને બોલાવ્યો.
"રાકા મેં તને એક કાર્ય ચોપ્યું હતું તેનું શું થયું." જયરાજ.
"તમારા કહ્યા મુજબ અમે કરી આપ્યું છે." રાકા.
"ક્યાં છે તે ?" જયરાજ.
"આપણા જુના કારખાને." રાકાના આ જવાબથી જયરાજે સુખનો શ્વાસ લીધો. અને તે કલાક બાદ જુના કારખાને જશે તેવું સૂચન આપ્યું.
@@@@@
ગોવામાં રેડ કોબ્રાનું આગવું નામ હતું. પણ તે આજ સુધી ગોવા બહાર જઈને કોઈ કામ કર્યું ન હતું. તેનું કારણ કોઈ ડર ન હતો. બસ રેડ કોબ્રાનો એક નિયમ હતો. જ્યાં સુધી પોતાની હદમાં રહીને કાર્ય થતું હોય ત્યાં સુધી કોઈ બીજાના ઇલાકામાં જઈને ખોટી માથાકૂટ માથે નહિ લેવાની.
રેડ કોબ્રા એક ડ્રગ ડીલર ની સાથે સાથે એક કિલર પણ હતો. જે પૈસા લહીને પોતાના માણસો દ્વારા મર્ડર કરતો હતો. આ કામ તેનું સૌથી જૂનું હતું. આજ સુધી તે કોઈ નિશાન ચુક્યો નથી. એક વખત નામ અને પૈસા આવ્યા એટલે કામ થયું જ માનો.
આ વખતે તેને એક મોટા કામની ઓફર આવી હતી. તેમાં પૈસા પણ સારા એવા મળવાના હતા. તે જેટલું એક વર્ષમાં કમાતો હતો તેટલા તેને એક આ કામના મળવાના હતા. પણ આ કામ અઘરું હતું. એક શહેરના બધા પોલીસનો ખાત્મો કરવાનું. આ કામ કર્યા બાદ તેની પાછળ આખી પોલીસ ફોર્સ પડી જશે તે તેના વિશે જાણતો હતો.
આ કામ કરવું કે નહીં તે માટે તેણે એક દિવસનો સમય માંગ્યો હતો. તેની પાસે કાલ સવાર સુધીનો વિચારવા માટેનો સમય હતો. જો તે સામેથી કોલ નહીં કરે તો તે આ કામ કરવા નથી ઈચ્છતો તેવું જયરાજને માની લેવાનું હતું. આથી જયરાજ પણ આજ રાત સુધી રેડ કોબ્રા ના કોલની રાહમાં હતો.
રેડ કોબ્રા પાસે હજી પણ વિચારવા માટે અડધા દિવસનો સમય હતો. પણ તેને પોતાનો ફોન ઉઠાવ્યો અને જયરાજને કોલ કરીને કહ્યું કે તે આ કામ કરવા તૈયાર છે. અને પોતાના સાથી સાથે તે ગુજરાત જવા તૈયારી કરવા લાગ્યો હતો.
(વધુ આવતા અંકે)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED