ટોય જોકર - 8 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોય જોકર - 8

પાર્ટ 08
આગળ જોયું કે રાકેશ પોતાનો ભૂતકાળ યાદ કરે છે. જ્યાં તેને એક જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…
દાદાના મન માં એક ભયાનક ચડયંત્ર ચાલતું હતું. તે વર્ષો થી પોતાની યોજનાને સફળ કરવામાં લાગ્યા હતા. વર્ષો થી અહીં ઝૂંપડી પર રહીને આવતાજતા વટેમાર્ગુ ને પોતાની જાળ માં ફસાવાનો પ્રયત્ન કરતા હતા. કોઈ તેમની જાળમાં ફસાઈ જતું તો કોઈક એમનેમ જ ચાલ્યા જતા. જે કોઈ દાદાની વાતને સમર્થન આપતા તેને દાદા પોતાની યોજનાનો એક અહેમ કિરદાર નિભાવનું કહેતા. જોકે તેમાં આજ સુધી કોઈ સફળ થયું ન હતું. પણ દાદાને પોતાની સફળ થવાનો પૂરો ભરોસો હતો.
આજે રાકેશ પણ દાદા ની વાત સાથે સહમત થયો હતો. રાકેશ સફળ થશે એવી દાદા ને પુરી ખાત્રી હતી.
“જો દીકરા આ એક પીપળાનું ઝાડ છે. એક દિવસ અહીં મેં આ પીપળાના ઝાડ નીચે મારા દીકરા ને દફનાવ્યો હતો. તેની આત્મા હજી પણ આ પીપળના ઝાડ સાથે કેદ છે. મારું એવું માનવું છે કે તું અહીં મારા પડછાયા ને આ પીપળા ના વૃક્ષ નીચે બે ભાગ કરીશ તો મારો દીકરો આઝાદ થઈ જશે.” દાદા એ પોતાની યોજના બતાવી
રાકેશ તો એક ચિત્તે સાંભળી જ રહ્યો હતો. તેને આ દાદા હજુ પણ મજાક કરતા હોય તેવું લાગતું હતું. તેને એમ કે કોઈ વ્યક્તિ પડછાયાને કેવી રીતે બે ભાગ કરી શકે. અને બીજી વાત આ ઘનઘોર રાતમાં પડછાયો કેવી રીતે લાવવો. હાલો માન્યું કે આગ અથવા બીજા કોઈ ઉપકરણથી પડછાયો લાવી પણ શકાય તો તેના ભાગ કેવી રીતે કરવા. આ એક પડછાયો છે. નથી કોઈ વસ્તું.
અને બીજી વાત એ કે દાદા કહે છે કે તેણે અહીં તેના સંતાન ને દફનાવ્યો હતો. તો શું દાદા સાચું કહેતા હશે. જો દાદાએ તેને પોતાની હાથેથી દફનાવ્યો હોય તો દાદા ને હજુ પણ એવી શા માટે આશા છે કે તે પુનઃ જીવિત થશે. મને લાગે છે કે ઉંમરની સાથે દાદાનું પણ મગજ કામ આપતું બંધ થઈ ગયું છે. ચાલો ત્યારે આ દાદા ની વાત ને માન્ય સિવાય કોઈ બીજો રસ્તો પણ નથી.
મારી બાઈક બંધ થઈ ગઈ છે. કોણ જાણે કેમ બાઈક બંધ થઈ. જો મારી બાઈક બંધ ન થઈ હોત તો અતિયાર સુધી તો હું મારા ઘરે પહોસી ગયો હોત. પણ મારા નસીબ કે મારે આ દાદા ની સેન્સ વગર ની વાત ને સાંભળી પડે છે. સાંભળવાની વાત તો દૂર તેને મારવાની ખોટી યોજના બનાવી પડે છે. બાકી હતું કે તેને પોતાના સંતાન ને અહીં દફનાવ્યો છે. જેને આઝાદ કરવા દાદાના પડછાયાને બે ભાગમાં વહેંસવાનો. આ વળી તો કેવું. કોઈ મૃત વ્યક્તિ ને જીવિત કરવા માટે કોઈના પડછાયાના ભાગ કરવાના.
આ બધું તો ચાલો માની લઈએ પણ હવે સમસ્યા એ છે કે પડછાયા ના બે ભાગ કેવી રીતે કરવા. આ એક કોયડો છે.
રાકેશ મનોમન આની વિચે વિચારધારણા કરી રહ્યો હતો. દાદા પોતાની યોજનાને સફળ કરવામાં વ્યસ્ત હતા. કોઈ પણ કાળે આજે તે વર્ષો થી ચુતા તેના દીકરાને આઝાદ કરવા માંગતા હતા. જેની માટે તેનોજ પડછાયો અડચણ હતો. એક શ્રાપ જેનાથી તે આજ સુધી બંધિત રહ્યો હતો. તે આજે આઝાદ થવાનો હતો. વર્ષો પહેલા જે કૃત્ય આચરાયું હતું. તેનો નિમિત્ત આજે રાકેશ બનવાનો હતો. તેની બસ એક શરત હતી. આ દાદાના પડછાયા ને એક ના બે ભાગ કરવા જે કોઈ કાળે શક્ય ન હતું. ખુદ દાદા પણ પોતાની આ બાબત પર આજ સુધી વિચાર કરતા હતા. કે આ શક્ય કેવી રીતે બનશે. પણ આજ સુધી તેને કશો ઉપાય મળ્યો ન હતો. બસ હતી તો એક આશા કે કોઈ અહીં આવશે અને મારા દીકરાને આઝાદ કરશે. સમય ઓછો હતો. દાદા પોતાના છેલ્લા દિવસો ગળી રહ્યા હતા. તેનું મોત હવે નજીક આવી રહ્યું. વધતી ઉંમરે તે પોતાના વિચારો અને જિજ્ઞાસા ને શાંત કરતા હતા. ક્યારેક ક્યારેક તેને પોતાનું મોત ખૂબ જ નજીક દેખાતું હતું. પણ કોઈ કારણ સર તેના પ્રાણ તેના ખોળિયામાં કેદ રહેતા. તેમાં તેને પણ કુદરત ની કોઈ નીચાની બતાતી હતી. તે એવું માનતા કે કોઈ કારણ સર ભગવાન મને જીવંત રાખ્યો છે.
“દાદા એક ઉપાયે હું તમારા આ પડછાયાને બે ભાગમાં વહેંચી શકું તેમ છું.” રાકેશે ઘણું વિચાર કર્યા પછી મન માં એક ઉપાય સુજતા દાદાને કહ્યું.
“તું શું કરવા ઈચ્છે છો. અને કેવી રીતે કરીશ.” દાદા એ કહ્યું.
“એ તમે મારા ઉપર છોડી દ્યો.
તમે અહીં ઉભા રહો અને જુવો કે હું શું કરું છું.” રાકેશના મનમાં એક યોજના હતી જે આ કોયડાને ઉકેલવા માટે સફળ સાબિત થાય એમ હતી. રાકેશને હજુ પણ આ રમત લાગતી હતી. અને સામેની બાજુ દાદા પોતાની યોજના પાર પડે તેવી આશા થી રાકેશના ગોઠવ્યા પ્રમાણે ઉભા હતા.
ક્રમશઃ
રાકેશ કેવી રીતે પડછાયાના બે ભાગ કરશે? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ