ટોય જોકર - 9 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોય જોકર - 9

પાર્ટ 09
આગળ જોયું કે રાકેશ પોતાનો ભૂતકાળ યાદ કરે છે. જ્યાં તેને એક જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…
દાદા અચંભીત થઈને રાકેશ તરફ જોઈ રહ્યા હતા. તેના મનમાં વિચારોનો મેળો જામ્યો હતો. કે આ છોકરો આ કામ કેવી રીતે કરશે. ખુદ દાદાને પણ ભરોસો ન હતો. આ કામ અશક્ય છે. પણ એક પિતાને પોતાના પુત્રની લાગણી હતી. એક પિતાનું દિલ કહેતું કે તેનો દીકરો જરૂર પાછો આવશે. જો એક ટકા પણ સંભાવના હોય તો તે તેમાં પોતાના સો ટકા આપવા માંગતા હતા.
દાદાના મનમાં વિચારોનો ઉમરાટ ચાલતો હતો ત્યાં બીજી બાજુ રાકેશ દાદાના પડછાયાને બે ભાગમાં વહેંચવા માટેની યોજના અમલમાં મુકવાની તૈયારી કરી રહ્યો હતો.
રાકેશે સૌથી પહેલા આ ઘનઘોર રાતમાં દાદાના પડછાયાને લાવવા કશુંક કરવું પડશે તેમ વિચારતો હતો. આકાશ તરફ જોયું તો ચંદ્રની આડે વાદળ છવાયેલા હતા. જો ચંદ્ર ની રોશની હોત તો તેનું કામ આસન થાત પણ હવે તેમાં તેનું કશું ચાલે એમ ન હતું. હવે ચંદ્ર જ દેખાતો નથી તો તેની રોશનીથી પડછાયો પાડવાનો વિચાર પણ ફોગટ હતો.
હવે આગળ શું કરવું તે વિચાર કરતા રાકેશ ના મનમાં એક ઝબકારો થયો. તેણે તત્કાલીક પોતાની યોજના અમલમાં મૂકી. થોડીક જ વારમાં રાકેશ બહાર જઈને પાસો આવ્યો. આ વખતે તેની હાથમાં એક ફાનસ હતું અને બીજા હાથમાં અરીસો હતો. અરીસો લગભગ ત્રણેક ફૂટનો હતો.
રાકેશે દાદાને એકબાજુ ઉભા રાખ્યા. દાદાની પાછળ ફાનસને એવી રીતે ગોઠવ્યું કે દાદાનો પડછાયો સિધોજ પીપળાના વૃક્ષ પર પડે. પીપળાના વૃક્ષના જે ભાગ ઉપર પડછાયો પડતો હતો ત્યાં અરીસો ગોઠવ્યો. દાદા તો ફક્ત રાકેશને જ જોતા રહ્યા.
હવે દાદા ના પડછાયાને બે ભાગમાં વહેંચવાનો સમય હતો.
“જુવો દાદા આ તમારો પડછાયાને વૃક્ષ નીચે હું કેવી રીતે બે ભાગ કરું છું.” રાકેશે કહ્યું.
હજી રાકેશ આ વાક્ય પૂરું કર્યું જ હતું ત્યાં અરીસામાં બતાતા પડછાયા ને મધ્ય ભાગ માંથી અરીસો તુટી ગયો. આ તેની મેળે જ થયું. આમાં રાકેશની કોઈ યોજના ન હતી. યોજના તો દાદાની હતી. તેને ખ્યાલ હતો કોઈક તો આવી ભૂલ કરશે જ અને આજે તે ભૂલ રાકેશે કરી.
રાકેશ કશું કરે તે પહેલાં તો અરીસો પોતાની મેળે જ તૂટી ગયો. જોકે રાકેશ અરીસા ને તોડીને જ પડછાયાના બે ભાગ કરવાનો હતો. પણ આ તેની જાતે જ થયું તેનું થોડું તેને આશ્ચર્ય લાગ્યું.
હજુ રાકેશ આ વિચે વિચારતો જ હતો ત્યાં અરિસમાંથી એક કાળો ધુવાડા જેવું નીકળ્યું. અને આજુબાજુના પક્ષીઓ નો કલરવ શરૂ થઈ ગયું. અચાનક એક ભયાનક ડરામળુ વાતાવરણ પેદા થઈ ગયું.
દાદા જોરજોર થી હસવા લાગ્યા. અને મોટેથી બોલવા લાગ્યા. “આખરે મારી ઈચ્છા પૂર્ણ થઈ. મારો દીકરો આઝાદ થયો. હવે હું સેનથી મરી શકીશ.” આટલું બોલીને દાદા ફરી વખત હસવા લાગ્યા.
આજે દાદાની મનોકામના પૂર્ણ થઈ હતી. વર્ષોથી તેના દીકરાની આત્માને બંદી બનાવી રાખી હતી. તે આજે આઝાદ થઈ.
અરીસો તૂટનાની સાથે જ તે પીપળાના ઝાડ માંથી એક કાળો લીસોટો ઉપર આકાશ તરફ ગયો. રાકેશ આ બધું શું ચાલી રહ્યું છે તે કશું સમજી ન શક્યો. અચાનક આ અરીસો કેવી રીતે તૂટી ગયો. અને બીજી વાત આ કાળો પડછાયો છેનો હતો. આ દાદા આ શું જોરજોથી બોલી રહ્યા છે. તે શું સાચું કહી રહ્યા હશે શું સાચેજ તેનો મૃત દીકરો આઝાદ થયો હશે. આવા હઝારો વિચાર રાકેશ ના મનમાં ચાલતા હતા. જેમાંથી એક પણ નો જવાબ તેની પાસે ન હતો.
હજી રાકેશ આગળ શું કરવું અને આ શું ચાલી રહ્યું છે તેના વિશે વિચારતો હતો ત્યાં કોઈ તેની પાછળ ઉભું છે તેવું તેને લાગ્યું. તેને એમ કે તે દાદા હશે. તેવું અનુમાન લગાવીને તે પોતાના વિચારોમાં કોઈ જવાબ શોધતો રહ્યો. પણ અચાનક તેને લાગ્યું કે કોઈ પાછળ બીજુ જ કોઈ છે અને તે વિશાળ કાય છે. તેણે હવે પાછળ જોવાનો નિર્ણય કર્યો.
જેવો જ તે પાછળ ફરીને જોયું તો પાછળ કોઈ ન હતું. રાકેશને આશ્ચર્ય થયું. તેને એમ કે પાછળ દાદા છે પણ પાછળ કોઈ ન હતું. આજુબાજુ જોયું પણ દાદા ક્યાંય ન હતા. તે ચકિત થય ગયો. કાળી અંધારી રાતમાં હાલ અચાનક આ બધું તેની સાથે થતું હતું તેનાથી હવે તેને થોડો ડર પણ લાગવા લાગ્યો હતો.
રાકેશ વિચારના મહાસાગર માં પડી ગયો. હજી બે મિનિટ પહેલા જ દાદા અહીં ઉભા હતા તો હાલ ક્યાં ચાલીયા ગયા. તે શું હવામાં ગાયબ થઈ ગયા. કે ધરતીમાં સમાય ગયા.
રાકેશ આ વિચે વિચારતો હતો ત્યાં તેની પાછળ એક કાળો પડછાયો આવ્યો. રાકેશ પાછળ ફરીને જોયું તો તેનું હૃદય જોર જોર થી ધબકવા લાગ્યું. તેની અંતર આત્મા ભગવાનનું નામનું રટણ કરવા લાગી. તેના તન પર ની રૂંવાટી એકદમ ટાઈટ થઈ ગઈ. આજ સુધી ભૂત પર ન ભરોસો કરનાર રાકેશ આજે આંખો ની સામે કોઈ કાળો પડછાયો જોતાજ જ તેના મોતિયા મરી ગયા. દિલ અને દિમાગ માં બસ એક વાત ચાલતી હતી. અહીંથી ભાગવાની પણ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય તેમ એકદમ સ્થિર થઈ ગયા. તેની જીણી આંખો મોટી થઈ ગઈ. એક ડર ની ધ્રુજારી તેના પુરા શરીર માં વ્યાપી ગઈ.
થોડીવારમાં તે પડછાયામાંથી એક અવાજ આવ્યો. “ રાકેશ તે મને આઝાદ કર્યો છે. વર્ષોથી ચુતા એક હેવાનને જગાડ્યો છે. હવે હું તારી મદદથી મારા બધા દુશ્મનોનો બદલો લઈશ. એક એક ને લોહીના આંસુધી રડાવીશ. કોઈને પણ નહીં મેલું.”
“ આજ થી તું મારો ગુલામ છે. હું જેમ પણ કહું તેમ તારે કરવું પડશે. નહીંતર તને પણ હું મોત ને ઘાટ ઉતારી દેશ.”
@@@@
“ઓ મિસ્ટર ઓ મિસ્ટર” ટેબલ પર બેસેલી મેડમે રાકેશને બોલાવતા કહ્યું. પણ રાકેશ ભાનમાં ન હતો. તેતો પેલા જોકર જેવા દેખાતા ટોય ને એક ધ્યાને જ જોઈ રહ્યો હતો. તેને આજે તેની એક ભૂલ યાદ આવી. કેવી રીતે તે એક દાદાની વાતમાં આવીને એક મહામુસીબત શહેરમાં લેતો આવ્યો હતો. તેને ઘણી વખત ખૂબ પછતાવો થતો હતો. પણ હવે કશો ફાયદો ન હતો. બસ હવે કોઈ કાળે આ શૈતાનનો નાશ કરવા માટે કોઈ ઉપાય શોધવાનો હતો.
રાકેશ થોડી વારમાં પેલી મેડમ નો આવાઝ સાંભળતા ભણ માં આવ્યો. અને તેને અનુલક્ષીને કહ્યું. “ સોરી મેડમ હું થોડા વિચારોમાં ખોવાય ગયો હતો.”
“થોડા, મને લાગે છે કે તમે વિચારોના મહાસાગર માં ખોવાય ગયા હતા. ઓકે નો પ્રોબલમ તમે નીચે ગોદામ માં જાવ ત્યાં મારા બોસ છે. ત્યાં તમને તમારી સહી મળી જાશે.” આ બોલીને પેલી મેડમ તેની ચેર પર જઈને બેચી ગઈ. રાકેશ નીચે ગોદામ તરફ આગળ વધ્યો.
@@@@@
દિવ્યા ચેર પર એક ચિત્તે કશીક વિચાર ની મુદ્રામાં બેઠી હતી. તેની સામેજ ટેબલ પર તે બને એલિયન ટોય ઉભા હતા. દિવ્યા થોડીવારે એલિયન ટોય અને થોડીવારે બહાર જોતી હતી. સાંજ થઈ ગઈ હતી. વાતાવરણ માં અંધકાર વ્યાપી રહ્યો હતો. ધીમે ધીમે ઠંડી વધી રહી હતી. અમુક અમુક દુકાન બંધ થવાનો આવાઝ આવતો હતો.
“એટલે એમ કે તમે બને ક્યારે પણ કોઈને પૂછ્યા વગર તેની મનની વાતો જાણી શકો છો?” દિવ્યાએ આખરે બોલી.
“હા આમેં અમારી દુનિયામાં આવી રીતે જ એકબીજા સાથે વાત કરીએ છીએ.” બ્લૅક ટોય એલિયાને દિવ્યાના સવાલ નો જવાબ આપતા કહ્યું.
“તો પછી અહીં મારી સાથે મારી જ ભાષામાં તમે કેવી રીતે વાત કરો છો?” દિવ્યાના મનમાં સવાલો ઘણા હતા. હવે તે એક એક કરીને જવાબ મેળવાની કોશિશ કરતી હતી.
“અહીં અમે આવ્યા ત્યારે અમે જંગલમાં અમારું યુએફઓ ક્રેસ થયું. અમે અહીં કોઈને પણ ઓળખાતા ન હતા. ન તો અમે ક્યારે અહીં આવ્યા હતા. અમે આ ગ્રહ પર જીવન છે તેવું અમને સ્વપને પણ ખ્યાલ ન હતો. અહીં અમારું આવવું એક જોગાનુજોગ હતું.”
“જ્યારે અમે જંગલમાં આમતેમ રખડતા હતા ત્યારે ત્યાં કોઈક ફેમેલી આવીને રાતવાસો કરતી હતી. તે ફેમેલીમાં એક નાની બાળકી પણ હતી. અમે જ્યાં હવે આગળ શું કરવું તેનું આયોજન બનાવતા હતા ત્યાં તે બાળકીની નજરે અમે ચડી ગયા. તે બાળકી એટલી નાદાન અને અસમજું હતી કે અમે કોઈ એલિયન છવિ તેની ખાતરી કર્યા વગર અમને હાથો થી ઉપાડી ને તેના તબું ની બાજુ લય ગઈ. અમને એમ કે અમારો હવે ભાંડો ફૂટી જાશે પણ તેવું ન થયું. તે બાળકીએ અમને તેના પેરન્ટ સાથે અમારું એક ટોય તરીકે ઇન્ટરોડક્શન કર્યું. અમને ત્યારે તેની વિચે નવાઈ લાગી પણ અમને ત્યારે જાણ ન હતી કે આ દુનિયા માં અમારા જેવાને એક ટોય કહે છે.”
“અમારા એક અજીબ શક્તિ છુપાયેલી છે. અમે કોઈ પણ વ્યક્તિના માથે હાથ મૂકીને અમે તેનામાં હોય તેવી બધી આવડત અમે વગર મહેનતે લહી શકીએ છીએ. આ અમારી એક માત્ર શક્તિને કારણે અમે આજ સુધી જીવિત રહ્યા છીએ.”
“અમે બંને એ તે બાળકીના પેરન્ટ્સ ના માથે હાથ રાખીને તેનામાં હતી તેટલી બધી આવડત અમારામાં લહી લીધી છે. બસ આ જ કારણ થી અમે બંને તારી ભાષા જાણી શકીએ છીએ.” લાંબા સમય થી બોલતો વાઈટ ટોય અટક્યો.
“અમને હવે પછી તમારી અહીંની બધી રીત ભાતની જાણ થઈ ગઈ હતી. તેથી અમારું હવે ત્યાં રોકાવું કશું કામનું ન હતું. તેથી અમે ત્યાંથી ઉડીને ચાલીયા ગયા.” બ્લૅક ટોયે તેની વાત પૂર્ણ કરી.
“ઓહ તો તમે ઉડી પણ શકો છો એમ ને..” દિવ્યા આશ્ચર્ય સાથે બોલી.
દિવ્યા એક માનવ છે. અહીં આવી શક્તિ ફક્ત ફિલ્મમાં જ જોવા મળે છે. તેવું જાણતા હોવાથી હકારમાં માથું હલાવ્યું.
“અમે ઉડતા હતા ત્યારે અચાનક કોઈ આસમાની પક્ષી અમારી સાથે અથડાનું અને અમે તારી શોપની ઉપર પડ્યા. નીચે પડી અમે ઉભા થયા. અને ફરી પાછા ઉડવામાટે ગયા ત્યાં અમારા માંથી આ વાઇટ ઉડવામાં અસમર્થ થયો. કોણ જાણે શુ થયું પણ તે ઉડી ન સકિયો. એક ભાઈ હોવાને નાતે મેં પણ તેનો સાથ આપ્યો અને જ્યાં સુધી તે ઉડી ન શકે ત્યાં સુધી તારી શોપ માં રહેવાનું નક્કી કર્યું. અને અમારા ભાગ્ય કંઈક ઓર કહેતા હશે એમ અમે તારી નજરે ચડી ગયા.” બ્લૅક એલિયન ટોય બોલતો અટક્યો.
દિવ્યાને અતિયારે બધું સમજાય ગયું હતું કે આ કોણ છે અને કેવી રીતે અહીં પહોસિયા. આપણી જેવીજ બીજી પણ દુનિયા છે અને ત્યાં પણ સારા લોકો છે તેવું વિચારતા તેના મન માં અનેરી શાંતિ થઈ.
“હવે લાસ્ટ સવાલ મારા ભાઈ નું એક્સિડન નથી થયું એવું તમે બને કેવી રીતે કહી શકો અને તે વાત તમે કેવી રીતે જાણો છો.” આખરે દિવ્યાના મન માં ચાલતા સવાલ પૂછી લીધો.
આ સવાલ દિવ્યા તેને પૂછશે તેવું જાણતા હોવાથી તે બને ટોય એલિયન એકબીજાની સામે જોયુ અને એક હલકી સ્માઈલ આપી. તે બને ટોય એલિયન આગળ શું બોલશે તે સાંભળવા દિવ્યા એ કાન ટોય એલિયન તરફ કર્યા.
★★★★★
ક્રમશઃ
ટોય એલિયન દિવ્યા ના ભાઈ વિચે કેવી રીતે જાણતા હતા? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ