ટોય જોકર - 7 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોય જોકર - 7

પાર્ટ 07
આગળ જોયું કે રાકેશ પોતાનો ભૂતકાળ યાદ કરે છે. જ્યાં તેને એક જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…
રાકેશ તો દાદાની વાત સાંભળીને તો સ્તબ્ધ થઈ ગયો. આ દાદા શુ બોલી રહ્યા છે. મને કશું સમજાતું નથી. કોઈ પોતાની જાતને ને મારવાનું કોઈ અજાણ વ્યક્તિને શા માટે કહે. શુ આ દાદા પોતાની જિંદગીથી કંટાળી ગયા? શું કોઈ આર્થિક પરિસ્થિતિને ખરાબ હોવાના કારણે આવું બોલતા હશે. જો એવું હોય તો મેં તેમને પહેલા જ નાણાકીય સહાય માટે કહ્યું હતું. ત્યારે તેમને ના પાડી હતી. કઈંક બીજું જ કારણ હોઈ શકે છે દાદાનું આ પગલું લેવા પાછળનું. પણ હું શા માટે આવું વિચારું છું. હું કોઈ કિલર નથી. જો દાદા પોતાનો પ્રાણ તજવા માંગતા હોય તો તે જાતે પણ ત્યજી શકતા હોત. મને કહેવાનો શું ફાયદો. નક્કી આમા કોઈ રાજ છુપાયેલું છે.
“શું વિચારમાં પડી ગયો દીકરા. તને એમ લાગતું હશે કે આ ડોસાનું સડકી ગયું છે એમ ને.” દાદા આટલું બોલી ને હસ્યા. દાદાની આંખમાં કોઈ જ ભાવ દેખાતા ન હતા. અને બીજી બાજુ રાકેશની આંખોમાં અજીબ પ્રકારનો ડર અને ચિંતામિશ્રિત સહેરો દાદા સ્પષ્ટ જોઈ શકતા હતા.
“તારે મને મારવાનો છે પણ હું મરીશ નહીં. હું જીવતો રહીશ.” દાદાએ શાંત ચિત્તે રાકેશની આંખોમાં જોઈને કહ્યું.
રાકેશ આ સાંભળીને આશ્ચર્ય ચકીત થઈ ગયો. કોઈ ને તમે જાનથી મારો અને તે જીવંત રહે તેવુ વળી કેવું. રાકેશને હવે આ દાદા પાગલ લાગતા હતા. તેને એમ કે આ ઉંમરે દાદાનું મગજ કામ આપતું બંધ થય ગયું લાગે છે. તે પોતાને જ મારવાની વાત કરે છે અને પાછા તે નહીં મરે તેવું પણ કહે છે.
“તને શું લાગે છે મારુ મગજ કામ આપતું બંધ થય ગયું છે. હું પાગલ છું. તને હું મારી જ હત્યા માટે હું જ કહું છું અને હું જ જીવંત રહીશ તેવું તને કહું છું તે તને માનવામાં નથી આવતું. બને દીકરા આવું બને. તને હજી પૂરતી હકીકતની જાણ નથી.” દાદા એ રાકેશને સમજાવતા કહ્યું.
“પણ દાદા તમે છો કોણ, આ જંગલમાં કોઈ આવાનું પણ ના વિચારે ત્યાં તમે ઝૂંપડું બનાવીને રહો છો. અને પાછા પોતાનીજ મૃત્યુનું બીજાને કહો છો.” રાકેશે હવે પોતાના મનમાં ચાલતા સવાલોને દાદા સમક્ષ રાખ્યા.
“મારુ નામ વ્રજલાલ છે. હું એક બ્રાહ્મણ છું. મને અહીં જંગલમાં રહેવું ગમે છે. મારો ઉછેર જ જંગલમાં થયો છે માટે મેં મારા જિંદગીના છેલ્લા દિવસો જંગલમાં વિતાવાનું નક્કી કર્યું. મારે વધુ જીવવામાં કોઈ રસ નથી. જોવ શું તું મને મારવામાં સફળ થા છો કે બીજાની જેમ તું પણ નિષ્ફળ નિવડીસ.” દાદા એ પોતાનો પરિચય આપતા કહ્યું.
આ સાંભળીને રાકેશનું નાનું મન વિચારમાં પડી ગયું. આ દાદા આ વળી કેવી વાત કરે છે. હું તેને મારવામાં સફળ થઈશ કે નહીં. એટલે એમ કે અહીં બીજા પણ મારી જેમ આવ્યા લાગે છે. આ વ્રજલાલ દાદાએ તેને પણ આમ જ કહ્યું હશે અને તે પણ મારી જેમ અહીંથી દાદાની આવી પાગલ જેવી વાતું સાંભળીને જતા રહ્યા હશે. અહીં આવેલા કોઈએ પણ દાદાને મારવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. જો કર્યો હોત તો દાદા હાલ મારી સામે ઊભા ન હોત.
“એટલે કે અહીં મારી પહેલા પણ ઘણા લોકો આવ્યા લાગે છે.” રાકેશ ના મન માં સવાલ થતા દાદાને કહ્યું.
“હા દીકરા તારી જેમ અહીં કેટલા લોકો આવ્યા છે. તેને પણ મેં આ જ વાત કરી. તો કોઈ મારી સાથે સહમત થયા તો કેટલાક એમજ જતા રહ્યા. પણ જે લોકો મારી સાથે સહમત થયા તે પણ મને જાનથી મારવામાં નિષ્ફળ ગયા.” વ્રજલાલ દાદા એ કહ્યું.
રાકેશે વિચારૂ કે આ દાદા લાગે છે સાચું કહેતા હોય. હું આ દાદાને જાનથી મારવા તૈયાર નથી અને હું મારીશ પણ નહીં. કોઈને જાનથી મારી નાખવું મારા ખૂનમાં નથી. એમાં પણ કોઈ વૃદ્ધ ને તો હું ઉચ્ચા અવાજે વાત પણ ન કરું તો જાનથી મારવાની વાત જ દૂર રહી.
“ઓકે દાદા હું તમને તમારી ઈચ્છા થી તમારું મૃત્યું કરવા તૈયાર છું. તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો મને કહો. માંરાથી શક્ય હશે તો હું જરૂર પુરી કરીશ. ઓ સોરી હું તમને મારીશ પણ તમે જીવંત રહેશો” રાકેશ આખરે ઘણું વિચારીને દાદાની વાત સાથે સહમત થયો.
આ સાંભળીને દાદા થોડું હસ્યા. અને પછી રાકેશ સામું જોઈ ને કહ્યું.
“મારી કોઈ ઈચ્છા નથી. ફક્ત એક જ છે જેમ બને તેમ આ સંસાર છોડીને પરલોક સિધાવાની.” દાદાએ રાકેશના પ્રશ્નનનો જવાબ આપતા કહ્યું.
“તો તમે ક્યારે પરલોક સિધાવા તૈયાર છો. અને હું કેવી રીતે તમને ત્યાં પહોંચાડું.” રાકેશ દાદા ને ડરાવા માટે થોડું આડું બોલ્યો.
દાદા રાકેશની યોજના સમજી ગયા હતા. રાકેશ તેને મારવાનો નથી તે પહેલેથી દાદા જાણતા હતા. પણ રાકેશ તેની સાથે સહમત થયો છે તે તેના માટે મોટી બાબત હતી. અહીં આવેલ 11 થી પણ વધુ તેની સાથે સહમત થયા હતા પણ તેનું કાર્ય સિદ્ધ થયું ન હતું. વર્ષો થી સુતા એક રાજની કબર ખોદીને તેને બહાર લાવવાનો પ્રયત્ન વર્ષો થી તે કરતા હતા પણ તે આજ સુધી નિષ્ફળ નિવડતા હતા. આજે ફરી કેટલા વર્ષો બાદ કોઈ તેની હાથ લાગ્યું હતું. તેને એમ આસાનીથી જવા દેવા તે ઇચ્છતા ન હતા.
“કેમ દાદા ક્યાં વિચારમાં ખોવાય ગયા. મારો નિર્ણય સાંભળીને તમે તમારો નિર્ણય બદવા ઈચ્છતા લાગો છો. જો તમારે તમારો નિર્ણય બદલવો હોય તો હું ફોર્સ નથી કરતો કે તમે તમારી વાત પર ટકી રહો.” રાકેશ દાદા ને વધુ ડરાવાની કોશીશ કરતો હતો. તેને અંદરથી વિશ્વાસ હતો કે સામે બેઠેલા દાદા મજાક કરે છે.
દાદા મનમાં થોડું હસ્યા અને મનોમન બોલ્યા. “ તું નથી જાણતો છોકરા કે તું કેવી મુસીબત માં ફસાવા જઈ રહ્યો છો. જો મારી યોજના સફળ થઈ તો તારી જિંદગી નર્ક થી પણ બત્તર થવાની છે.
★★★★★
ક્રમશઃ
દાદા પોતાની કઈ યોજનાને સફળ બનાવા વર્ષોથી મહેનત કરતા હતા? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ