ટોય જોકર - 3 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોય જોકર - 3

ટોય જોકર પાર્ટ 03
આગળ તમે જોયું કે એક જોકર અભી ના ફેમેલીને મારી નાખે છે. એક અવકાશી ઉલ્કા નિચે પડે છે. ડીસીપી ત્રિવેદી અભી નો કેશ ની તપાસ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મળી નું એન્કાઉન્ટર કરે છે. દિવ્યા પોતાની ટોય શોપ માં જોકર ટોય ગુમ થવાથી ચિંતા કરે છે. હવે આગળ
ચોકી માં ત્રિવેદીની ઓફીસ નું વાતાવરણ એકદમ શાંત હતું. પંખો ધીમી ગતિએ પૂછતો પૂછતો ચાલતો હતો. ત્રિવેદી પોતાની ચેર પર બેસીને ફાઈલમાં કશુંક વિગત જોતા જોતા ફાઇલના પન્ના ફેરવતા હતા.
સામે પ્રતીક અને પ્રજ્ઞા ચિંતિત સહેરે ઉભા હતા. થોડીવારે થોડીવારે તે બંને એકબીજા સામે જોઈને બનાવતી સ્માઈલ આપતાં.
પ્રતીક આજે તેમણે કરેલા કાંડ વિચે વિચાર આવતા હતા. પ્રતીકને ઓર્ડર પ્રમાણે સુરૂ મણી ને જીવતો પકડવાનો હતો. પણ તેણે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. પોતે ઘારત તો સુરું મણીને જીવંત પકડી શકત પણ પ્રતીક ને આ બધા કાતિલોને જેલમાં પુરવામાં કોઈ જ ઇન્ટ્રસ્ટ ન હતો. તે તો ફક્ત એન્કાઉન્ટર માં જ માનતો હતો. આજ સુધી પ્રતીક ના નામે 17 એન્કાઉન્ટર રજીસ્ટર થયા હતા.
પ્રતીકને પોતાની નહીં પણ પ્રજ્ઞા ની ચિંતા થતી હતી. સુરૂ મણિ નું એન્કાઉન્ટર કરવાનું છે. તેવું પ્રતિકે જ પ્રજ્ઞાને સમજાવ્યું હતું. પ્રજ્ઞા એટલી હોંશિયાર અને બહાદુર હતી જ કે તે સુરું મણિ જેવા મામુલી ગુંડાને ગિરફ્તાર કરી શકે. પણ આ વખતે તે દિશા ભૂલી હતી. તેનું ધ્યાન ભટક્યું હતું. તેણે પોતાના કામમાં બેદરકારી રાખી હતી. દુશ્મનને સામેં સાલીને મોકો આપ્યો હતો. આ ભૂલ તેને પોતાનો જીવ આપીને ચૂકવવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
ભગવાનની દયાથી મારી નજર નીચેની તરફ ચૂંટેલી ગોળી તરફ પડી. મારા ધ્યાને સુરું મણીના બંદૂક સામે પ્રજ્ઞા નિશસ્ત્ર હાલતમાં ઉભી હતી. મારે જે કરવું હતું તે લીગલી થયું હતું. દર વખતે કોઈ યોજના બનાવવી પડતી હતી. પણ આજે ભગવાને મારો સાથ આપ્યો હતો. મેં કોઈ યોજના ને અમલમાં મુકવાની જરૂર ન પડી. આજે થયેલું એન્કાઉન્ટર તેને લીગલી કર્યું હતું. જેમ પહેલી વખત એક વિધવાના રેપીસ્ટનું એન્કાઉન્ટર કર્યું હતું. પ્રતિકના મનમાં હજારો વિચાર આવતા હતા. સામે ત્રિવેદી એક ચિત્તે ફાઈલમાં ધ્યાન હતું. પ્રતીક પ્રજ્ઞા સામે જોઇને સહેરેથી જ શાંતવાના આપતો હતો.
સામેથી પણ પ્રજ્ઞા પોતે સવસ્થ છે તેવી શાંતવાના આપતી પણ તે જ જાણતી કે તે કેટલી બધી ડરી ગય હતી. આજે પહેલી વખત તેણે પોતાના મોતને નજદીક થી જોયું હતું. પ્રજ્ઞાને ખબર હતી. આ કામમાં એકના એક દિવસ મોત સામે આવવાનું જ છે. પ્રતીક સાથેના દર મિશનમાં જોખમીમાં જોખમી કામ પ્રજ્ઞા હાથ ધરતી હતી. કોઈ ચૂક નહીં, કોઈ ભૂલ નહીં, બધુજ પ્લાન પ્રમાણે થતું. દુશ્મનને ખબર ન પડે તેમ તેનું એન્કાઉન્ટર કરી નાખતા પણ આજે તે થાક ખાઈ ગઈ હતી.
પોતાને આ કામમાં માસ્ટરી છે તેવું અભિમાન અને સામે સુરૂ મણિ એક મામુલી ડ્રગ્સનો વેપારી ગણવાની ભૂલ કરી હતી. આ ભૂલ તેને આજે ખૂબ ભારે પડવાની હતી. પોતાનો ભાઈ પ્રતીક એક પણ સેકન્ડ મોડો પડ્યો હોત તો તે હાલ અહીં ઉભી ન હોત.
પ્રતીક અને પ્રજ્ઞા એ આવા નાના મોટા મવાલીને જેલ માં પુરવાનો કોઈ જ ઇન્ટ્રસ્ટ ન હતો. તે આ બધાના ગુનાઓની સજા તે બંને આપવા માંગતા હતા.
બને તો ઓફિસયલ એન્કાઉન્ટર કરતા, અરેસ્ટ કરતા, કોર્ટમાં લઈ જતા, ગુનેગાર હોય અને પૈસા કે સતાથી છુટી જતા તો પ્રતીક અને પ્રજ્ઞા ઇનલીગલી તેને ખતમ કરી નાખતા.
વર્ષોથી આવીજ રીતે તે બંને કાર્ય કરતા. આ રીતે તેને પોતાનો ન્યાયનો નવું જ રાજ શરૂ કર્યું હતું. આ વાતથી ત્રિવેદી બિલકુલ અજાણ હતા તેની પ્રતીક અને પ્રજ્ઞા ને રાહત હતી.
ત્રિવેદી એ ફાઈલ બંધ કરીને ટેબલ પર મૂકી થોડો સ્વસ્થ થયો. હવે આગળ ત્રિવેદી સર પ્રતીક અને પ્રજ્ઞા ને શું કહશે તે સાંભળવા પ્રતીક અને પ્રજ્ઞા સાવધાન થયા.
“કાલ રાતે થયેલા ફેમેલી મર્ડર કેસ વિશે તમને બંનેને સમાચાર મળ્યાં જ હશે.” ત્રિવેદીએ પ્રતીક અને પ્રજ્ઞા તરફ જોઈ ને કહ્યું.
પ્રતીક અને પ્રજ્ઞા ને આ વાત સાંભળી ને હૈયે ઠંડક થઈ અને એક વાત નું આશ્ચર્ય થયું. તે બંને ને એમ કે અહીં તેને આજ ના થયેલા એન્કાઉન્ટર વિશે પ્રશ્ન પૂછવા બોલાવ્યા હશે. પણ અહીં ત્રિવેદી સર ના મુખ માંથી એન્કાઉટર નું નામ ન સાંભળતા રાહત થઈ.
“હા.” બંને એ એકસાથે કહ્યું.
“તો તો તમને એ તો ખબર હશે કે કોઈએ....”
“હા, કોઈએ રાતે એક યુવાન દંપતી ફેમેલી ને મારીને તેના અંગો ના ટુકડા ટુકડા કરી નાખ્યા.” ત્રિવેદી સર ની વાત ને અધવસ્સેથી કાપીને રોજ ના સ્વભાવ ની જેમ પ્રજ્ઞા બોલી.
“સાચું, તને પૂરતી માહિતી છે.” ત્રિવેદી સર પ્રજ્ઞા ના વખાણ કરતા કહ્યું.
“આભાર સર” પ્રજ્ઞા એ ત્રિવેદીએ કરેલ વખાણ ના પ્રત્યુત્તર માં કહ્યું.
“તો હું હવે આ કેસ તમને બંને ને છોપુ છું. મને ખાત્રી છે કે આ કેસમાં તને પોતાની આવડતથી ખૂનીને ટુક સમયમાં જરૂર પકડી પાડશો.” ત્રિવેદી એ પ્રતીક અને પ્રજ્ઞાની તરફ ફાઈલ ને આગળ લંબાવતા કહ્યું.
પ્રતીકને તો આ વાત થી આશ્ચર્ય થયું. કોઈ કાળે જે ન બને તે આજે બન્યું. ત્રિવેદી સર પાસેથી કોઈ કેસ લેવો એટલે યમરાજ પાસે થી ગયેલો જીવ પાછો લેવા બરાબર થાય. જે બંને કોઈ કાળે શક્ય ન હતું. યમરાજ ની તો ખબર નહીં પણ ત્રિવેદી સરે પોતાનો 30 વર્ષ જૂનો નિયમ તોડ્યો હતો. ત્રિવેદીના હાથ માંથી કોઈ કેસ જાય તે ત્રિવેદી ના મરવું બરાબર થતું હતું. પણ આજે શું જાણે ત્રિવેદી ને એવું તો વળી શું સુજ્યું કે આ કેસ પ્રતીક ને સોંપી દીધો.
પ્રતીક આશ્ચર્ય ની સીમાની બહાર નીકળી ગયો. તેને લાગ્યું કે ત્રિવેદી અહીં તેને આજ ના એન્કાઉન્ટરની બાબત માં સમજાવા બોલાવ્યો હશે પણ અહીં તેનાથી સાવ ઊલટું થયું. સમજવાની વાત તો દૂર રહી તેને એક નવા કેસનું કામ મળ્યું. પ્રતિકને તો પહેલા આ એક સ્વપ્ન લાગ્યું. પણ આ સ્વપ્ન ન હતું. હકીકત હતી. પ્રતીક ટુક સમય માં સ્વસ્થ થયો અને ત્રિવેદી સર પાસેથી ફાઈલ લીધી. આભાર વ્યક્ત કર્યો.
આ કેસ મને જ કેમ આપ્યો તે પ્રશ્ન મન માં હતો પણ તે મુખે આવીના શક્યો. પ્રતીક અને પ્રજ્ઞા એ ત્રિવેદીની રજા લઈ ને ઓફીસ ની બહાર તરફ આગળ વધ્યા. જેવા જ તે ઓફીસ ના દરવાજા પાસે પહોસિયા ત્યાં પાછળથી ત્રિવેદી નો અવાજ આવ્યો.
“એક વાત ધ્યાન રાખજો જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું નથી દેખાતું તેવું ક્યારેક હોઈ પણ છે. આ કેસ માં આવી રીતે આગળ વધજો.” ત્રિવેદી સર આ વાક્ય બોલી ની પોતાના કામમાં લાગી ગયા. પ્રતીક અને પ્રજ્ઞા ઓફીસ ની બહાર જતા રહ્યા.
@@@@@
દિવ્યા આજે રોજની માફક પોતાના શોપ ની સફાય, પૂજા કરીને ટેબલ ની બાજુમાં ચેર પર બેસી હતી. કોઈ હવે ગ્રાહક આવે તો તેને ટોય બતાવવા નહીંતર અહીજ બેસ્યા રહેવું.
આજ સુધી પોતાનો ભાઈ હતો ત્યાં સુધી દિવ્યા ને કોઈ ની પણ જરૂર પડી ન હતી. કોલેજ પુરી કરી તો પણ કોઈ બોયફ્રેન્ડ ન હતો. બોયફ્રેન્ડ શું વાત કરો જાજી સહેલી પણ ન હતી. તેનો ભાઈ અક્ષર પછી કોઈ આવે તો તેની એક માત્ર સહેલી ટીના હતી. દિવ્યા એ જ્યારથી શોપ સાંભળી ત્યારથી ટીના આવર નવાર શોપે આવતી. તે પહેલાં પણ આવતી પણ ત્યારે ટીના નો શોપ માં આવવાનો આશય બીજો જ હતો. તે હતો દિવ્યા નો ભાઈ અક્ષર.
ટીના ને દિવ્યા નો ભાઈ અક્ષર મનોમન ગમતો જે વાતથી દિવ્યા સાવ અજાણ હતી. જો તે આ વાત જાણતી હોટ તો દિવ્યા ને તેનો ભાઈ ને ગુમાવાનો સમય ન આવ્યો હોત.
ટીના આમ તો શ્યામ વર્ણ ની હતી. કદ માપસર, હાઈટ પણ માપસર. કોઈને ટીના પહેલી નજરે જોતા પ્યાર ન થાય. કોઈ પાસે કોઈ પણ ઓપશન ન વધે ત્યારે સલાવા માટે કોઈ છોકરી ને પસંદ કરે તેવી છોકરી ની લિસ્ટ માં ટીના આવતી. પણ ટીના કોઈ ની આવી જરૂરત બનવા માંગતી ન હતી. તેને પણ કોઈ સાચા દિલ થી પ્રેમ કરે તેવું તે ઇચ્છતી હતી.
દિવ્યા નો સ્વભાવ ખૂબ સારો હતો. ટીના ના શ્યામ રંગ હોવાથી તેને કશો જ ફર્ક ન પડતો. ન કોઈ સંકોચ હતો. બેજીજક બધાને કહેતી ટીના મારી સહેલી છે. આ વાત ટીના ને ખૂબ ગમતી. આથી ઓછું બોલતી ટીના અને દિવ્યા ની દોસ્તી ખૂબ લાંબી સાલી હતી.
દિવ્યા પોતાના ભાઈ ના વિચાર માં ખોવાયેલી હતી. દિવ્યા તે મનહુસ દિવસ ને યાદ કરતી હતી. જે દિવસે અક્ષરનું એક્સિડન્ટમાં અવચાન થયું. તે દિવસ આજે પણ દિવ્યા ને રગે રગ માં ઝનૂન વ્યાપાવી દેતું. એક પ્રકાર નો ક્રોધ વ્યાપી જતો. એક અંદર થી એવી આગ પ્રજવલિત થતી કે જાણે થોડી સેકન્ડ માં બધું ખાખ કરી નાખું. પણ તે કશું જ કરી શકવામાં અસક્ષમ હતી.
દિવ્યા ને જાણ હતી કે તેના ભાઈ નું એક્સિડન્ટ નથી થયું. કોઈએ તેનું એક્સિડન્ટ કરાવ્યું છે. એક્સિડન્ટ થયાને થોડો સમય પહેલા અક્ષર નો ફોન આવ્યો હતો. તે કશું ટોય જોકર ની વાત કરી હતી. દિવ્યા ને ટોય જોકર શું છે તેની કશી જ જાણ ન હતી અથવા કશું જ તેના નાના મગજ માં બેસતું ન હતું.
@@@@@@
રાકેશ આજે સવારે થોડો મોડો જાગીયો. તેના રોજ ના સમય કરતાં તે આજે લેટ હતો. તેનું કારણ હતું કાલ રાતે થયેલો એ બનાવ. પોતાને પારાવાર ગુસ્સો આવતો હતો કે કાલે રાતે એક ફેમેલીનું મૃત્યું થયું અને તેનો જવાબદાર ઘણા અંચે તે પણ હતો.
તે એક મહામુસીબત માં ફસાય ગયો હતો. જેમાં તેના જીવ નો તો કોઈ ખતરો ન હતો પણ પુરુ શહેર ભડકે બળવાનું હતું. જેની શરૂઆત કાલે રાતે અભી, અનુષ્કા અને હેમ થી થઈ શુકી હતી.
અભી એક સામાન્ય પરિવાર માંથી આવતો હતો. તેના ફાધર એક સર્કસ માં જોકરનું કામ કરતા હતા. ત્યારે રાકેશની ઉમર 5 વર્ષ ની જ હતી. પિતા ત્યારના પ્રખ્યાત સમ્રાટ સર્કસ માં એક જોકર નું પાત્ર ભજવતા હતા. ત્યારે જોકર ના આ પાત્ર ને લોકો ખૂબ પસંદ પણ કરતા હતા. આ જોકરના કારણે સર્કસ ની ખુર્શી હમેંશા ફૂલ જ રહેતી. સર્કસ નો માંલિક અમીન શાહ પણ જોકર ના અભિનય માટે રાકેશ ના પિતા એટલે હરિવર ભાઈ ને સારા એવા નાણાં પ્રદાન કરતા. જેમાંથી હરિવર ભાઈ, રાકેશ, રાકેશ ની બહેન રવીના અને રાકેશ ના મમ્મી શારદા બહેન ખુશે થી પોતાનું જીવન જીવતા.
સ્કુલ માં જ્યારે રાકેશ ને પૂછવામાં આવતું ત્યારે તે હંમેશા જોકર બનવું છે મારા પિતા ની જેમ તેમ જ કહેતો. બધા લોકો ને ખૂબ હસાવા છે. લોકો મને જોઈ ને પોતાના દુઃખ ભૂલી જવા જોઈએ. આ સાંભળી ને ત્યાંના ટીચર ની આંખ માં પણ હર્ષ ના આસુ આવી જતા.
હરિવર ભાઈ હમેશા રાકેશ ને ભણીગણીને સારી નોકરી માટેનું સુચન આપતા.
“ આ જોકર ની લાઈફમાં કશું જ લેવાનું નથી. આપણી કમજોરી પર બધા હશે છે. આપણાં શહેરા પર બધા હસે છે. તેનામાં આપણી માટેનું કશું જ માન નથી. બસ બે ઘડી બેસી ને આપણાં પર હસી ને જતા રહે છે.” હરિવર ભાઈ એ સ્નેહ થી રાકેશ ને સમજાવતા કહ્યું.
“પણ પપ્પા મેં જ જોયું છે, તમારા કારણે કેટલા બધા લોકો ના શહેરા પર ખુશી ની લાગણી જોવા મળે છે. મનમાં ને મનમાં ગુસવાતા લોકો, પોતાની જિંદગીથી કંટાળી ગયેલા લોકો. તમને જોઈ ને બે ઘડી હસી લે છે.” રાકેશ એ કહ્યું.
“આ બધા લોકો માટે જોકર એક પાત્ર છે, પોતાના દુઃખ દૂર કરવાનું જે દુઃખી હશે તે તને સમજી શકશે. પણ જે ખુશ હશે તે ને તું બસ પૈસા માટે નાચતો એક જોકર જ રહીશ. હમેશા પહેલા પોતાની જાત નું વિચારવાનું, પોતાની ફેમેલીનું વિચારવાનું. લોકો ને ખુશ કરવા આપણે આપણું વજૂદ નહીં ખોય બેસવાનું.”
“સમાજ માં એક જોકર નું કશું જ વજૂદ નથી. એટલે કહું છું રાકેશ બટા તું અભિયાસ માં સારો છો. ભણીગણીને પોતાના માટે પોતાના માતા પિતા માટે કશું નામ કરજે. જો આ શક્ય ન હોય તો એક વચન આપ તું ક્યારેય પણ આ જોકર નું પાત્ર નહીં અપનાવ." હરિવર ભાઈ એ રાકેશ ને સમજાવતા કહ્યું.
રાકેશ ની જિંદગી આવીજ રીતે મોજ મસ્તી માં જતી હતી. પણ કહ્યું છે ને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે. બસ હવે રાકેશ ના સુખ ના દિવસો પુરા થઈ ગયા હતા. જે એક જ રાત માં તેના સોનેરી ભવિષ્ય અંધકાર મય થઈ ગયું.
રાકેશ ઝબકી ગયો. તેના 15 વર્ષ પહેલાં ના વિચાર સુધાથી તે હલબલી ગયો. તેનું સુખી જીવન એક રાત માં કોઈની નજર લાગી ગઈ. તે બેડ પર બેઠા બેઠા જ પોતાના ભૂતકાળ માં વયો ગયો તેનું તેને પણ ધ્યાન ન રહ્યું.
તે રાત ના વિચારથી તે અચાનક તે ભાન માં આવ્યો. તે રાત આજ સુધી મુસીબત તેનો પીછો છોડતી ન હતી.
રાકેશે ઘડિયાળ માં જોયું તો 9 વાગવા આવી રહ્યા હતા. તેને મોડું થશે તેમ વિચારીને તે ફટાફટ તૈયાર થવા લાગ્યો. પણ આજે તે એક વાત થી સાવ અંજાણ હતો કે તે જ્યાં જઈ રહ્યો છે ત્યાં એક મોટી મુસીબત તેની જ રાહ હોઈ ને ઉભી છે.
★★★★
ક્રમશઃ
જોકર ના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.? યુએફઓ માંથી આવેલા ટોય જેવા દેખાતા એલિયન ક્યાંથી અને શા માટે પૃથ્વી આવ્યા.? ત્રિવેદીએ અભી નો કેસ શા માટે પ્રતીક અને પ્રજ્ઞા ને ચોપ્યો.? દિવ્યની સહેલી ટીના નું અક્ષર ના મૃત્યું સાથે શો સબંધ હતો.? રાકેશ ની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? દિવ્યા પાછળ ચાર આંખું વડે કોણ જોતું હતું.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.