અર્થારોહિ - 4 Sangeeta... ગીત... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્થારોહિ - 4

‌આગળના ભાગમાં જોયું કે, કોલેજમાં પ્રોફેસર જાનીનો વિદાઈ સમારંભ ગોઠવવા માટે અર્થ પ્રિન્સિપાલ સાહેબને મળે છે. અર્થની બેન કેયા સાથે અરોહિની મુલાકાત થાય છે એ પછી લાયબ્રેરીમાં અર્થને આરોહી જોવા મળે છે પણ આરોહી થોડીવારમાં ત્યાંથી બહાર નીકળી જાય છે હવે આગળ...

‌* * * * * * * * * * * * * * * * * * * * *

‌લોન પર ચાલી રહેલી આરોહી ને અચાનક કંઇક યાદ આવ્યું અને એના પગ આગળ વધતા અટકી ગયા... એને યાદ આવ્યું કે એ છોકરા સાથે ટકરાયા બાદ એની નીચે પડેલી બુક પોતે લીધી હતી અને પરત કરવાનું ભૂલી ગઈ... એણે પોતાના હાથમાં રહેલા પુસ્તકો ચેક કર્યા તો એક બુક હતી.જે તેના વિષયની બિલકુલ ન્હોતી. એ જરાપણ મોડું કર્યા વગર પાછળ ફરીને સીધી લાયબ્રેરીમાં ગઈ...

‌આરોહી ની નજર હવે એ છોકરાને શોધી રહી હતી. પણ એ એને ત્યાં જોવા ન મળ્યો... પોતાને મોડું થઈ રહ્યું હતું. તે સ્વગત બોલી " ક્યાં શોધું હવે આ છોકરાને... મને તો એનું નામ પણ ખબર નથી.. કોને પૂછું ? અને નામ વગર શું પૂછું ? વળી પાછી એટલી મોટી લાઇબ્રેરી માં એ ક્યાં હશે ? " એ બે ઘડી વિચાર કરતી રહી.

‌ ત્યાં સાઇલેંટ મોડમાં રાખેલા પોતાના ફોનમાં નેહાનો કોલ આવ્યો... લાયબ્રેરીમાં મનાઈ હતી ફોન પર વાત કરવાની એટલે એ બહાર નીકળી ગઈ. એ વિચારીને કે જો હવે ક્યાંક જોવા મળશે તો આપી દઈશ.. અને પછી કોલ રિસિવ કર્યો " હમમ.. બોલ.. "

‌" ક્યાં છે તું... " નેહા એ પૂછ્યું.

‌" હું.... આવુ છુ હમણાં " આરોહી એ જવાબ આપી ફોન કટ કર્યો...
‌અર્થ પણ બ્રેક ટાઈમ પૂરો થતા લાઇબ્રેરી માંથી બહાર નીકળ્યો... એણે આરોહી ને ફરી જતા જોઈ... પછી વિચાર્યું..

‌" આ છોકરી દસ મિનિટ પહેલા જ જતી રહી હતી... તો ફરી અહી..?? હશે કોઈ કામ પાછું ... " પોતાની જાતને સમજાવતો એ બોલ્યો અને પોતાના ક્લાસ તરફ ગયો.

‌આરોહી ને આવતી જોઈ નેહાએ પ્રશ્ન કર્યો..

‌" એટલી વાર હોય પુસ્તકો લેવામાં ? મને તો એમ હતું કે તું કેંટીનમાં આવીશ, પણ અમે બધાએ નાસ્તો કર્યો.. વાતો કરી પણ તું ન આવી.. "

‌" અરે શું કહું તને ? લાઇબ્રેરી માં એક છોકરા સાથે ટકરાઈ ગઈ... અને પછી એની નીચે પડેલી બુક એને આપવાને બદલે ભૂલથી હું લઈ આવી.. બહાર નીકળી પછી યાદ આવ્યું અને ફરી અંદર ગઈ તો એ છોકરો એ જગ્યાએ ન્હોતો... હવે એના નામની પણ ખબર ન્હોતી તો પૂછું પણ કોને ? અને એટલી મોટી લાયબ્રેરીમાં હું એને ક્યાં શોધું ? હવે જો મળશે ક્યાંક તો આપી દઈશ એની બુક બીજું શું... " આરોહી એ જવાબ આપ્યો....

‌નેહાની સાથે કેયા પણ આરોહિની વાત સાંભળીને હસી પડી અને બોલી.... " તું ટકરાઈ ગઈ એનો સીધો મતલબ એ જ થાય કે પુસ્તકો સામે હોય ત્યારે તને કંઇજ ન દેખાય... સાચું કે ?" અને પછી ફરી ત્રણેય હસી પડી...

‌* * * * * * * * * * * * * * *

‌ આજે કોલેજમાંથી નિવૃત્ત થતાં પ્રોફેસર જાનીના સન્માનમાં વિદાઈ સમારોહ યોજાયો. સુંદર રીતે આર્ટીફિશિયલ ફૂલોથી સુશોભિત વિશાળ સ્ટેજ ઉપર સોફા પર હારબંધ રીતે બધા પ્રોફેસર, પ્રિન્સિપાલ અને બીજા મહેમાનો બેસીને, કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતા...

‌સામે બધા સ્ટુડન્ટ હતા... આરોહી અને નેહા થોડી આગળ બેસી હતી... સ્ટેજ ઉપર અર્થને જોઈ આરોહીએ અર્થ તરફ ઈશારો કરી નેહા સામે જોઈને બોલી...

‌" જો આ જ છોકરાની બુક મારી પાસે રહી ગઈ... અને આજે હું એ બુક પણ નથી લાવી..." થોડા ખેદ સાથે એ બોલી..

‌" કંઈ વાંધો નહિ... એ જો મળે તો એટલિસ્ટ તું એને દર્શાવી દેજે કે એની બુક ભૂલથી રહી ગઈ તારી પાસે... પછી કાલે લઈ જશે એ.. " નેહાએ કહ્યું.

‌પછી બંને કાર્યક્રમ જોવા લાગી. પોતાના વાક્ચાતુર્ય નો જાદુ પાથરતો હોય તેમ અર્થ ખુબજ સરસ રીતે સંચાલન કરી રહ્યો હતો. એને સાંભળનાર બધાને જાણે તેણે મંત્રમુગ્ધ કરી દીધા હતાં...

‌આરોહી અર્થને નિહાળી રહી... ટિયલ કલરનું સ્લિમ ફીટ ટી શર્ટ, તેના પર મીડ બ્લુ ડેનિમ જેકેટ, કેઝ્યુલ મીડ ગ્રે જીન્સ પહેર્યું હતું અને હાથની શોભા વધારતી ડિજિટલ બ્લેક ડાયલ રાઉન્ડ શેપ વોચ... પગમાં બ્લેક વ્હાઈટ કોલ્ડ ગ્રે કલરના સ્નિકર શૂઝ પહેરેલ અર્થ ખુબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.

‌ અર્થના બોલમાં ગજબનું આકર્ષણ હતું. તે કહી રહ્યો હતો કે, " નિવૃત્તિ ખરેખર જીવનનો એક સુંદર પડાવ છે. એક એવો પડાવ
‌જેમાં માણસને ઘડિયાળના કાંટાની સાથે કોઈ સંબંધ નથી રહેતો. સમયની કોઈ પાબંદી નહિ ને કોઈ રોક ટોક નહિ. એટલા વરસ ઘડિયાળના કાંટા ના ઇશારે ભાગતા માણસના જીવનમાં એક નવો શબ્દ ઉમેરય છે.... હાશ... નિરાંત...!

‌ ખરેખર નિવૃત્તિ બાદ મનગમતી પ્રવૃતિમાં બાકીનું જીવન વિતાવવું સદભાગ્ય હોય છે. રોજ થકવી દેનારી, કંટાળાજનક એકધારી જિંદગીમાંથી હળવા બનવાનો સુંદર અવસર એટલે નિવૃત્તિ... Happy retirement sir....

‌ અર્થે નિવૃત્તિ નું ખુબજ સુંદર વક્તવ્ય રજૂ કર્યું... તાળીઓનો ગડગડાટ આખા હોલમાં ગુંજી ઉઠ્યો..

‌આરોહી એને જોઈને વિચારતી હતી કે આ એ જ છોકરો છે જે તે દિવસે કેવો તોફાની અને ઉગ્ર સ્વભાવનો લાગી રહ્યો હતો. અને આજે ? એ કેટલો કુશળ દેખાઈ રહ્યો છે... એની બોલવાની ભાવવાહી શૈલી.. સ્પીચ... મનના કોઈ એક ખૂણે એને સ્પર્શી ગઈ.