Semantics - 6 books and stories free download online pdf in Gujarati

અર્થારોહિ - 6

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી દૂર હોવા છતાં અજાણતાં જ એકમેક સાથે જોડાયેલા રહે છે. કોલેજ તરફથી એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જેની માહિતી નોંધવાનું કામ અર્થ અને બીજા વિદ્યાર્થીને સોંપવામાં આવે છે. આરોહી ના ક્લાસરૂમનું લીસ્ટ બનાવ્યા બાદ બહાર જતાં અર્થને એક અવાજે રોક્યો... હવે આગળ...

‌* * * * * * * * * * * * * * * * * * * *

‌અર્થ પાછળ ફર્યો. એના મનને એક પ્રકારની તાજગી મળી, કેમ કે સામે એની ધારણા પ્રમાણે આરોહી જ ઊભી હતી.

‌" હાં જી... ! " અર્થ એની પાસે જઈને ઊભો રહી બોલ્યો.

‌" લિસ્ટમાં મારું નામ અને કોન્ટેક્ટ લખી લો " આરોહી એ દૃઢતાપૂર્વક અર્થની આંખોમાં જોઈને કહ્યું.

‌અર્થે આરોહીની માહિતી નોંધી ક્લાસ રૂમ માંથી બહાર નીકળી ગયો... પછી તે પ્રિન્સિપાલની ઓફિસ તરફ ગયો.

‌" મેં આઈ કમ ઈન સર ? " અર્થે પ્રિન્સિપાલની આજ્ઞા લેતા કહ્યું.
‌" યસ માય બોય " વહાલ દર્શાવતા પ્રિન્સીપાલ બોલ્યા.

‌" સર, આ કાલે આવનાર બધા જ વિદ્યાર્થીઓની માહિતીનું લિસ્ટ છે " અર્થે પ્રિન્સીપાલના હાથમાં લિસ્ટ આપતા કહ્યું.

‌" ઓકે, કાલ વિશેનું આયોજન હું હમણાં બધા જ ક્લાસરૂમમાં અનાઉન્સ કરું છું..... તું હવે જઈ શકે છે.. "
‌પ્રિન્સિપાલે લીસ્ટ જોતા સસ્મિત અર્થને કહ્યું.

‌અને અર્થ પોતાના ક્લાસરૂમમાં જતો રહ્યો. એ પછી થોડી જ વારમાં પ્રિન્સીપાલ દ્વારા બધા જ ક્લાસરૂમમાં સ્ટુડન્ટને પ્રવાસમાં આવવા વિશેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને વહેલી સવારે કોલેજ આવવા કહ્યું.

‌હોસ્ટેલમાં આરોહી ના રૂમમાં બધા આજે એકદમ સરસ મૂડમાં હતા. રાતના બાર વાગી ગયા હતા છતાં, કોઈ સુવા તૈયાર નહોતું. એક જ વિષય હતો ચર્ચાનો કે, કાલે ક્યાં કપડા પહેરવા ? કઈ મેચિંગ જ્વેલરી પહેરવી ? વગેરે વગેરે.... આરોહી પોતાના બેડ પર સુતા સુતા બધાને જોઈને બોલી... " હવે સુઈ જઈએ તો કદાચ સવાર થઈ જાય અને આપણે બધા પિકનિકમાં જઈ શકીએ " આરોહી ની વાત સાંભળીને બધા હસી પડ્યા.

‌પ્રિન્સિપાલની સુચના અનુસાર બધા વહેલા ઊઠીને તૈયાર થઈને કોલેજ પહોંચી ગયા. આરોહી એ નેવી બ્લુ કલર નું રેગ્યુલર ટોપ અને વ્હાઇટ કલર નું સ્કિની ફીટ ડેનિમ જીન્સ પહેર્યું હતું... ખુલ્લા વાળને અડધા બાંધીને હાફ પોની કરી હતી. એ સાવ સિમ્પલ દેખાઈ રહી હતી છતાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી. મેકઅપ વગરની એની સ્કિન કાચની જેમ ચમકી રહી હતી.
‌લાઈટ પિંક કલરની નેઇલ પોલીશ કરેલા તેના લાંબા નખ હાથની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

‌નજર ને જાણે મર્યાદામાં બાંધી હોય તેમ આંખોમાં સહેજ અમથી કાજળની રેખા બનાવેલી હતી. ડાબા હાથમાં રોઝ ગોલ્ડ કલર ની બ્રેસલેટ ટાઇપ વોચ પહેરી હતી. પગમાં ફ્લોરલ પ્રિન્ટ વાળા વાઈટ કલર ના સ્નીકર શુઝ પહેર્યા હતા.

‌અડધી કલાકની રાહ જોયા બાદ બધા આવી જતા બસમાં બેસવાની બધાને પરમિશન આપવામાં આવી. આરોહી ની બધી જ મિત્રો પાછળની સીટ પર બેસી ગઈ.

‌આરોહી એ આગળ જ બેસવાનું પસંદ કર્યું.

‌" ડીયર, આ ક્લાસરૂમ નથી કે જ્યાં આગળ જ બેસવું.. ચાલને બધા સાથે મળીને પાછળ બેસીએ "
‌નેહાએ અકળાતા આરોહીનેં કહ્યું.

‌" ના યાર, તને તો ખબર જ છે કે પાછળ મને ચક્કર જ આવે છે અને ઉલ્ટી થાય એ બોનસમાં... સો પ્લીઝ તારે જવું હોય તો તું જઈ શકે છે પણ હું તો અહીં જ બરાબર છું... "
‌આરોહી નેહાને સમજાવતા બોલી.

‌આરોહી ની વાત એક રીતે તેને સાચી લાગી કેમ કે વર્ષોથી તે આરોહી ને ઓળખતી હતી. પ્રવાસ દરમિયાન એની તબિયત બગડે એવું એ પણ ઈચ્છતી નહોતી... એટલે તેને કંપની આપવા તે તેની બાજુમાં જ ગોઠવાઈ ગઈ.

‌બધા પ્રવાસ માટે એકદમ ઉત્સાહિત જણાતા હતા. અને બસ કોલેજના કમ્પાઉન્ડ માંથી બહાર નીકળી ને રસ્તા ઉપર પૂરપાટ વેગે દોડવા લાગી.

‌પ્રોફેસરે ડ્રાઈવરને કંઇક કહેતા તેણે બસ ને બ્રેક મારી રસ્તાની સાઈડમાં પાર્ક કરી. બધા અચાનક બસ ઉભી રહેતા અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે અચાનક કેમ બસ ઊભી રહી. અર્થે પ્રોફેસરને પૂછતાં તેમણે કહ્યું કે રમા મેડમ અહીંથી આવે છે એટલે દસ મિનિટ અહીં એમની રાહ જોવી પડશે એમ કહી તેઓ બીજા સાથી પ્રોફેસરો સાથે નીચે ઉતર્યા સાથે અર્થ પણ નીચે ગયો.

‌ આરોહી બહાર ઊભેલા અર્થ અને પ્રોફેસરોને બસની બારીમાંથી જોઈ રહી હતી. એમની વાતોમાં પણ થોડું થોડું એનું ધ્યાન જતું હતું. પછી કંઈક વિચારીને એ બોલી...

‌" અર્થ આમ તો એકદમ સારો છોકરો છે... પણ એના મિત્રો સાથે હોય ત્યારે થોડો તોફાની થઈ જાય છે. પણ ખાસિયત તો છે એનામાં.. ભરી ભરીને... "

‌" હા યાર, હોશિયાર છે, ચપળ છે, બધાનો તે માનીતો છે, આમ તોફાની છે... પણ બધાનું ધ્યાન રાખતો... પ્રેમાળ... અને પાછો ધીર ગંભીર પણ એટલો જ છે."

‌નેહાએ આરોહી ની વાતમાં સાથ પુરાવતા કહ્યું...

‌" સાચું કહું ને તો જ્યારે હું પહેલા દિવસે એને મળી હતીને ત્યારે મને ખુબજ ગુસ્સો આવ્યો હતો તેના પર.... પરંતુ પછી ધીમે ધીમે એવું લાગ્યું કે એટલો ખરાબ પણ નથી જેટલો હું ધારું છું.."

‌એનાથી થોડું હસાઈ ગયુ... અને પછી બારીના કાચમાંથી બહાર ઊભેલા અર્થ સામે જોઈને એનાથી બોલાઈ ગયું કે..

‌ક્રમશઃ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED