આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન

26 જૂન આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન
ઈશ્વરે આપેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ એટલે વ્યસન... દારૂ, તમાકુ,ચરસ, ગાંજો વગેરે કેફી દ્રવ્યોના નશાના બંધાણી થતાં અટકાવવા અને તેની થતી ભયાનક અસરો અંગે 26 જૂન આંતર રાષ્ટ્રીય નશા વિરોધી દિન તરીકે સમગ્ર વિશ્વમાં લોકોને જાગૃત કરવામાં આવે છે કે જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”
…મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ કહેવાય. વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...
સાધારણ રીતે વધુ પડતા પદાર્થો જેનો ગેર વેપાર કરવામાં આવે છે તેઓ:કોકેન, હેરોઇન, મોર્ફીન,LS,D મારીઝુઆના (ગાંજો), Sedatives (શામક દવાઓ),speed, PCP,Ecstasy
કાયદેશર દવાઓ જે અયોગ્ય રીતે અથવા ડૉક્ટરની સલાહ સિવાય વાપરવામાં આવે છે, જેવી કેNarcotic painkillers( કેફી પદાર્થયુક્ત વેદનાનાશક),એમ્ફેટામાઇન, ચિંતાના ઉપચાર માટે વપરાતી દવાઓ.
એક તારણ મુજબ, ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો વ્યય થાય છે. ભારતમાં દર વર્ષે ૧૧ લાખ ટન તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. ધૂમ્રપાનના કારણે દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે અને બીમારીઓ પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચાય છે અને હોસ્પિટલોના ૧૦,૦૦૦ પલંગનો ઉપયોગ થાય છે. ધૂમ્રપાનને કારણે માનવશ્રમ, કલાકોની જે હાનિ થાય છે તેની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા કરતાં વધારે ગણાય છે.આપણા દેશમાં દર મહિને ૧૪૦ કરોડ એટલે કે વર્ષમાં ૧૬ અજબ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ પીવાય છે. જો આટલું ધન બચાવી શકાય તો એનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલી શકાય.
કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-૨૦૧૮ માં કુલ- ૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે 170 જેવા ગુના નોંધાય એવી શક્યતા છે. આમ 3 વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા.
ચરસ,ગાંજો,દારૂ કે તમાકુ વિવિધ પ્રકારના નશામાં ડૂબતી જતી વ્યક્તિને જયારે સમજ આવે છે ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હોય છે.પુરેપુરા વ્યસનના બંધની થઇ ચુકેલા વ્યસની જાતે ઈચ્છે છતાં તેમાંથી મુક્ત થતા વાર લાગે છે.દેશમાં વ્યાપક રીતે ફેલાયેલ અને સૌથી વધુ નુકસાન કરતુ વ્યસનોથી ,વ્યસનીને અલ્પજીવી આનંદ અને સ્ફૂર્તિ મળે છે પણ ટુંકસમયમાં એની અસર પૂરી થતા શરીરને લાંબા ગળે થતા કેન્સર જેવા ભયાનક રોગો તરફ લઈ જાય છે.
નશા કારક પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ, ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખવામાં આવે છે. રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત છે. ઉપરાંત આ અંગે તપાસ કરવા ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
2016માં અમદાવાદમાંથી જ રૂ.270 કરોડનું એફિડ્રીન ડ્રગ્સ પકડાયું હતું. ગુજરાતમાં 2008થી 20016 સુધીમાં 41 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 77 લોકોની ધરપકડ કરાઈ હતી. જે 2018 સુધીમાં 61 સુધી પહોંચ્યા છે. આ વિગતો નાર્કોટિક્સ વિભઆગની છે પોલીસે કરેલા કેસ સાથે તે અંક 100 ઉપર હોઈ શકે છે..કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકાએક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળ્યા નહોતા. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી કે ઘટના બનાવવામાં આવી હતી
નશામુક્ત થવા માટે સૌપ્રથમ તો વ્યક્તિ એ જાતે જ મક્કમ બની દ્રઢ નિર્ધાર કરવો પડે અને મનને સમજાવવું પડે કે વ્યાસનથી ફાયદા નહિ પણ ગેરફાયદાઓ જ છે અને મારે આમાંથી બહાર આવવું જ છે.
*વ્યસનથી છૂટવાનો સારામાં સારો ઉપાય નિયમિત યોગ,પ્રાણાયામ,કસરત,ધ્યાન અને નિયમિત જીવન શૈલી છે.
*માનસિક તનાવ ,ડીપ્રેશન,ગુસ્સો જેવી બાબતોથી દુર રહેવા સકારાત્મક વાતાવરણ ઉભું કરીએ અને એવા જ વાતાવરણમાં રહીએ.
*નશો કરનાર વ્યક્તિ સાથે જબરદસ્તી ન કરતા તેનો વિશ્વાસ અને શ્રદ્ધા સંપાદન કરી પ્રેમ,સમજાવટ અને કુનેહપૂર્વક સહાનુભૂતિનો વહેવાર કરી,તેને વ્યસનમુક્ત થવામાં મદદ કરવી.
આવો નશા મુક્ત સ્વસ્થ વ્યક્તિ દ્વારા સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરવા સહભાગી બનીએ.