પગ... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગ...

પગ.....વાર્તા.. દિનેશ પરમાર નજર
*****************************************
સાવ અંગત ડાયરીમાં ડૂસકાં છે, ઘાવ છે.
પ્રેમ કીધાનો મળેલો વૈભવ સરપાવ છે.

ઝાંઝરી જળમાં ઝબોળી જ્યાં સદા એ બેસતી,
આજ પણ ત્યાં ધૂધરી પડઘાય છે વાવમાં.
- ધૂની માંડલિયા

*****************************************
મહાનગર મુંબઈના દાદા સાહેબ ચિત્ર નાગરી એટલેકે ફિલ્મ સિટી સ્ટુડિયો ગોરે ગાંવ (પૂર્વ) ખાતે સવારથીજ લોકોની ભીડ ઉમટી પડી હતી.
નવી નવી શરૂ થયેલી ટીવી ચેનલ " રસ દર્શન" માં ટીઆરપી માટે, નવા નવા આકર્ષક પ્રોગ્રામો અંતર્ગત "નૃત્ય કે સિતારે " નો નવો પ્રોગ્રામ લોન્ચ કરતા અગાઉ તેના ઓડિશનમાં ભારતના જુદાજુદા પ્રદેશમાંથી લોકો, પોતાનું પરફોર્મન્સ આપવા ઉમટી પડ્યા હતા.
એક સ્ટુડિયોના બહારના ભાગે વિશાળ મંડપ બાંધીને તેમાં બેસવાની, ચા નાસ્તા પાણીની વ્યવસ્થા તથા ટોકન મેળવવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરવામાં આવી હતી.
અંદર સ્ટુડિયોમાં, સ્ટેજ સામે આવેલા કંન્ટેસટંટોની ઓડિશન લેવા જે જજ બેઠેલા તેમાં એક થોડા સમય પહેલાં આવેલી નૃત્ય પર આધારિત, ખુબ પ્રશંસા પામેલી ફિલ્મના દિગ્દર્શક અખિલેશ હતા, બીજા ખુબ સારા ડાન્સર અને ઘણી બધી ફિલ્મોની હિરોઈન રાગિણી તથા ત્રીજા જજ તરીકે ફિલ્મના જાણીતા કોરિયોગ્રાફર મધુરિમા હતા.
સવારથી સાંજ સુધી એક પછી એક કંન્ટેસટંટ આવતા ગયા અને પોતાનું કૌવત બતાવતા ગયા.
કુલ પંદર ફાઈનલ કરવાના હતા તેમાંથી અત્યારે પચાસ ને પસંદ કરવાના હતા.
અમુક કંન્ટેસટંટ ખુબ સારી મહેનત કરીને આવેલા ખુબ સારો ડાન્સ કરીને જજોનું દિલ જીતી જઈ, ખુશ થઈ આગળના પરફોર્મન્સ માટે પાસ મેળવી આનંદમાં દોડતા દોડતા બહાર ભાગતા હતા.
સાંજ પડવા આવી હતી...
જજો થાક્યા હતા અને કંટાળ્યા પણ હતા.
જોકે હવે જેને ટોકન આપવામાં આવેલા તેવા થોડા કંન્ટેસટંટ બાકી હતા.
"હવે પછીના કંન્ટેસટંટ હાજર થાય ???" તેવું એનાઉન્સમેન્ટ રાગિણી એ કરતા, અંદાજે દસ વર્ષની છોકરી ધીરેધીરે સ્ટેજ પર આવી.
" નમસ્તે..." બે હાથ જોડીને બોલી.
સામે ત્રણે જજ બોલ્યા, નમસ્તે.. બેટા "
" તું ડાન્સ માટે તૈયાર છે? " અખિલેશ બોલ્યા.
" હા.. સર.. " ઘંટડીના રણકાર જેવા અવાજમાં બોલી.
"ઓ કે.. રેડ્ડી...સ્ટાર્ટ... " અખિલેશ બોલ્યા.
સ્ટેજ પર પહેલા અંધારું પથરાઈ ગયું, પછી ધીરે ધીરે ઉઘાડતાં પ્રભાત જેવા અજવાળામાં ગીત શરૂ થયું..
" ભોર ભઈ પનઘટ પે મોહે નટખટ શ્યામ સતાયે... "
આહાહા.. શું ડાન્સ કર્યો... શું.. અંગભંગીથી તેણે એક એક હરકત કરી અને...
ચહેરાના ભાવ જાણે રાધા જ જોઈ લો...
આખા ડાન્સમાં... ત્રણે જજ. " આહ... વાહ..." કહેતા રહ્યા.
જ્યારે ડાન્સ પુરો થયો ત્યારે સોપો પડી ગયો હતો.
ત્રણે જજ વિસ્ફારિત આંખે આ છોકરીને જોઈ રહ્યા હતા.
પછી ત્રણે જજ ઉભા થઈ સ્ટેન્ડિંગ ઓવેસન સાથે તાળીઓથી તેને નવાજી રહ્યા...મધુરિમાની આંખો હર્ષના આંસુથી ઝળહળતી હતી.....
છોકરી બે હાથ જોડીને," થેન્ક યુ..." બોલતી રહી.
વારાફરતી જજો પોતાની કોમેન્ટ્સ આપતા રહ્યા.
જ્યારે મધુરિમાનો વારો આવ્યો ત્યારે... બોલી,
" બેટા આ આજનું મારી દ્રષ્ટિએ બેસ્ટ પરફોર્મન્સ છે.
આજ મારું દિલ તારો ડાન્સ જોઈને બાગ બાગ થઈ ગયું છે.
તે નૃત્યમાં રાધાની એક આખી વાત અદ્ભુત રીતે રજુ કરી છે. કૃષ્ણના નટખટપણાંની ફરીયાદ તેજે પગની અંગભંગીની ભાષા દ્વારા રજૂ કરી તે કાબિલે તારીફ છે.
તારા પગમાં તરવરાટ છે જે રીતે સ્ટેજ પર ઊંધા સૂઈને આખું શરીર પાછળથી ઉછાળી પગ માથા તરફ લાવી અને પગના અંગૂઠા (ટો) પર શરીર ટેકવી ઉભા થવાની ચેષ્ટા કાંઈ સામાન્ય નથી આ અશક્ય છે.
આ સિવાય હાથને સ્થાને સુતા સુતા પગથી, જે રીતે હરકત કરી, કૃષ્ણને " જો નહીં માને તો મારશે..." ની ચેષ્ટા કરી તે પણ ખૂબ જ સરસ કરી...
હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તારા પગને કંઈ થાય નહીં અને સલામત રહે..
આવ મારી પાસે, હું તારા પગને કોઈની નજર ના લાગે માટે તેને મારા કાજળથી ટીકો કરી દઉં. "
ખુશ થઈ દોડતી તે છોકરી મધુરિમા પાસે ગઈ, તેના પગ પર ટીકો લગાવી તેના કપાળે લાગણીસભર ચુંબન કરી આશિર્વાદ આપ્યા.
તે છોકરી ત્રણે જજના આશીર્વાદ લઈ સ્ટેજ પર જઈ પુનઃ માઇક લઈ ઉભી રહી.
" બેટા તારું નામ જ અમે તો પુછ્યું નથી, શું નામ છે? તારી સાથે કોણ આવ્યું છે.. તારા પપ્પા...? "
મધુરિમાના આ પ્રશ્નથી તે છોકરીનો ચહેરો ઉતરી ગયો. તે બોલી, "મારું નામ નૂપુર છે.. મારા પપ્પા જેલમાં છે."
"હેં..." કહેતા ત્રણે જજના ચહેરા આશ્ચર્યથી પહોળા થઈ ગયા.
"હા... હું મારી મમ્મી સાથે આવી છું. "
મધુરિમાએ કહ્યું," ભાઈ તેમની મમ્મીને સ્ટેજ પર મોકલો."
થોડીવાર પછી એક સ્પોટ બોય વ્હીલચેરમાં નૂપુરની મમ્મીને લઈ સ્ટેજ પર દાખલ થયો.
આ બીજું આશ્ચર્ય હતું.
" આ બધું શું છે... મેમ..? આના પપ્પા જેલમાં? , તમે વ્હીલચેરમાં..?"
નૂપુરની મમ્મી જેનું નામ અનુષ્કા હતું તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. થોડી વાર પછી શાંત થઈ તે બોલી," મેમ મને નૃત્યનો નાનપણથી શોખ. લગ્ન પહેલાં હું ઉત્તરપ્રદેશ બનારસમાં રહેતી હતી અને કથક શીખી હતી, ત્યાં બાજુમાં રહેતો પાડોશી રમાશંકર અને હું પ્રેમમાં પડ્યા. ઘરવાળાના વિરોધને કારણે અમે ભાગીને લગ્ન કર્યા અને મુંબઈ આવી ગયા.
અત્યારે ધારાવીમાં રહીએ છીએ. મારો પતિ છૂટક મજૂરી કામ કરતો હતો. પણ નૂપુરના જન્મ પછી તેને મારા નૃત્ય પર અણગમો થવા લાગ્યો. તેમાં પણ હું નૂપુરને શીખવું તે તો હરગીજ ગમતું નહોતું, અમારી વચ્ચે અવાર નવાર ઝઘડા થવા લાગ્યા.
એક દિવસ તે પુષ્કળ દારૃ ઢીંચીને ઘરે આવ્યો, ત્યારે હું નૂપુરને ડાન્સ શિખવાડતી હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં તે પાઈપ લઈને મારા પગ પર મારતો રહ્યો. હું બૂમો પાડતી રહી, કોઈ પાડોશી તેના ડરથી છોડાવા ન આવ્યા.
એક પાડોશીએ પોલીસને ફોન કરતા આવીને પકડી ગઈ.
મેં પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે. હાલ તે હેવાન જેલમાં છે."કહેતા ફરી અનુષ્કા રોવા લાગી.
મધુરિમા અને બીજા જજ પણ રડી રહ્યા હતા.
આંસુ લુછતાં જ મધુરિમા બોલી," અનુષ્કા જી, તમને વાંધો ન હોય તો, હું નૂપુર ને દત્તક લેવા તૈયાર છું, હું તેના પગને નજર ના લાગે તે માટે ટીકો લગાવી ચુકી છું. તે મારી એકેડમીમાં ડાન્સની તાલીમ લેશે, હું નથી ઈચ્છતી કે તે પણ તમારી જેમ પગને ગુમાવી તેનામાં પડેલા નૃત્યના ટેલેન્ટને અનાથ કરે."
અનુષ્કા એ ખુબ આનંદ સાથે મધુરિમા મેમને હા પાડી, ત્યારે બધાની આંખોમાં અશ્રુ મોતી ઝલમલી રહ્યા હતા......(ટીવી માં આવતા એક ડાન્સના કાર્યક્રમને આધારે)

*************************************