જેલ નંબર ૧૧ એ - ૯ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૯

પાછા અહીં પહોંચી ગયા. ૧૧ - એ માં.

સત્યાનાશ થઈ ગયો.

આ રૂમની ચાર દિવાલો મને જોવે છે, પણ મને ઓળખતી નથી.

આઈ મીન, અહીં પહેલા મિથુન રહતો હતો. હું નહીં. હું તો એને બચાવવા આવી હતી.

૧૧ - એનો રુલ સિમ્પલ છે, ૧૧ નંબરની જેલ છે અને 'એ' કેટેગરીની સજા છે. એ કેટેગરી તે 'ચોરી' માટે છે. જો એકથી વધારે લોકો એકજ ચોરીમાં શામિલ હોય તો સજા પણ વેચાઈ જતી હોય છે. ઉંમર કેદની સજા બધાએ અલગ - અલગ દિવસે ભોગવવાની. શુક્રવારે આ માણસ તો શનિવારે બીજો. અમે પાંચ જણ છીએ. અને મૈથિલીશરણની સજા સૌથી વધુ છે. કેમકે ચોરીના ઘરેણાં એનેજ વેચ્યા હતા. જેણે લીધા એણે '૧૮' નંબરની જેલ ભોગવવી, તેમ યુટીત્સ્યાના ઓર્ડર છે.

ઘર લાલ રંગનું છે. ઘરની બહાર ચાર ગાર્ડ્સ ઊભા રે. આ ચારેઉ તમારી જોડે કઇ પણ કરી શકે છે. કઇ પણ. એટલે ડરીને રેહવું ફરજિયાત બની જાય. આ ઘર મસ્ત છે પણ. લાલ રંગના સોફા. લાલ રંગની ઘડિયાળ. લાલ રંગનો બેડ. લાલ રંગનું બધુ. અહીં તો કપડાંય લાલ રંગના પહેરવાના આપે. લાલ જાણે લોહી.

તો તમે વિચારશો કે સજા શું છે? ગાર્ડ્સતો ખરાજ, પણ અહીં..

દસ વાગ્યે, એટલે ઇન્જેકશન. એક ચેપી બીમારીનું. બાર વાગે ઘેનની ગોળી. એવી દવા કે પછી તમે ઊઠીજ ના શકો. ચાર વાગે એટલે માથું દુખાવવાની ગોળીયો. દસજ મિનિટ એની અસરે, પણ એની અસર જઈ સુધી રે, ત્યારે તમને ડેથનો એસર થઈ જાય.

જમવામાં મળે કાળા ચોખા. કાળા ચોખા ખાટ્ટા લાગે. ઘણી વારતો થૂકવા પડે. અને દેખાવમાં તો એકદમ બ્લેક.

ઊંઘવાનું હોય ત્યારે સેડેટિવ્સ આપે. ઊંઘવાની દવાઓ. વધારે માત્રામાં આ સેડેટીવ્સ લેવાથી મૃત્યુ પણ પામી શકાય છે.

પછી બીજા દિવસે તમે જાઓ ત્યારે રસ્તામાં એક માણસ તમારી સાથે આવે. આ માણસ તમને ઘરે આવતાવેત તમને એક હથિયાર આપે. આ હથિયાર એટલે 'આંધળાપાટો'. રંગવગરનો પાટો. જો તમે બાંધો તો, તો તમે કઇ જોઈના શકો.

પણ આ પાટો ઘણા ગુનામાં કાઢી શકાય છે.

નૌકરી ના મળે. લગ્ન કરવાની પરવાનગી નથી. ચિત્ર દોરવાની કે ગાયન સાંભળવાની પરવાનગી નથી.

બાકી બધુ કરી શકાય.

મિથુન કહે છે કે જે તે કરવાનો છે, એ કોઈએ નથી કર્યું. એ કેહતો હતો કે આ કામમાં મને હાનિ ન પહોંચે, તે માટે હું માત્ર ત્રણ કલાક માટે ૧૧ - એમાં રહીશ. પછી, એ લોકો મને પોતે એની સાથે મોકલી આપશે. મિથુન કઇ પણ કરી શકે એમ છે. પણ એને મને એ ના કીધુ કે એ શું કરવાનો હતો.

મંથના આમા મોટો ભાગ ભજવશે, એણે કહ્યું હતું.

પછી, એવેરીસ આવ્યો. તે ચાર માનો એક ગાર્ડ છે.

તે રશિયન છે. એણે મને હલવાનું કહ્યું. તે મને દરવાજા આગળ લાયો. દરવાજો બંધ કર્યો. અને મને એક માણસ ના હવાલે કરી દીધી.

આ માણસ એક ૬'૨નો પાતળો ઘરડો ઓફિસર હતો. તેના સૂટ પર એક ટેગ લાગ્યું હતું.

'હું છું રથી પરિકર. ૧૧ - એનો નવો ડિરેકટર.' એ મને સ્માઇલ કેમ આપતો હતો?

ડિરેકટોરો એ ધ્યાન આપે કે એમના ઝપટ માંથી કેદી જતાં ના રહે.

તે થોડુંક નીચું નમ્યો, અને બોલ્યો, 'તને ખબર છે મિથુન એ શું કર્યું છે?'

મને નતી ખબર, તો મે ના પાળી.

'મિથુન, મંથના, અને મૈથિલીશરણ, ત્રણેવ, યુટીત્સ્યાની બિલ્ડિંગ આગળથી પકડાયા હતા. તે ત્રણેએ યુટીત્સ્યાની બિલ્ડિંગ પર વિમાનમાં ઉળી હમલો કર્યો છે. આ એક ટેટરરિસ્ટ અટેક માનવામાં આવી રહ્યો છે. ૪૦૦ યુટીત્સ્યાના મેમ્બર મૃત્યુ પામ્યા છે.'

હું હાર્ટ અટેકની ચાર સેકેન્ડ નજીક હતી.