Taro prem books and stories free download online pdf in Gujarati

તારો પ્રેમ...

ડિયર કબીર.

I love you so much 🥰, so so much, l miss you....my dear....

કબીર, તું મજામાં છે ને..?? હું તને ખૂબજ યાદ કરું છું. તું મને યાદ કરે છે કે નહિ..?? ઘણો સમય વીતી ગયો આપણને બંનેને મળ્યે.

યાદ છે તને આપણી એ પહેલી મુલાકાત. આવીજ એક સુંદર સાંજ હતી જ્યારે આપણે મળ્યાં હતાં.
અવનીની બર્થડે પાર્ટીમાં, Smith's Pizza માં અને પછી તો આપણો મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો બસ ચાલુ જ રહ્યો....

અવનીની બર્થડે પાર્ટીમાં મેં કંઈક વધારે જ પી લીધું હતું જોકે બધાંએ બરાબર લગાવ્યું હતું સિવાય તારા અને તું મને તારી કારમાં સહીસલામત મારા ઘર સુધી છોડી ગયો હતો.

બીજે દિવસે મમ્મી-પપ્પાનો ખૂબજ ઠપકો સાંભળવો પડ્યો હતો મારે અને એ દિવસ પછી મેં એ ગૃપ જ છોડી દીધું હતું. મમ્મી-પપ્પા કૉલેજ જ છોડાવી દેવા માંગતા હતાં પણ મને સારો છોકરો મળે તેથી ભાઈ-ભાભીએ જ જીદ કરીને મને આગળ ભણાવી હતી.

એ દિવસ પછી તારા પ્રત્યેનું મારું માન અનેકગણું વધી ગયું હતું અને તે દિવસ પછી આજ દિન સુધી હું તને ક્ષણવાર માટે પણ ભૂલી શકી નથી.

પછીતો દરરોજ કૉલેજના બહાને આપણું મળવાનું અને હાથમાં હાથ નાંખીને મોડા સુધી દરિયાકિનારે બેસી રહેવું અને આંખમાં આંખ પરોવીને આવનારા જીવનના સ્વપ્ન જોવાં અને આપણે કેટલાં બધાં ઍક્સાઈટેડ, ઈમોશનલ અને ખુશ હતાં પણ આજે જ્યારે મારા નવા જીવનની શરૂઆત કરવા માટે હું જઈ રહી છું ત્યારે તારી દુઆઓની મારે ખૂબજ જરૂર છે.

You are the most lucky person for me.

તને થતું હશે કે હું આમ અચાનક ગાયબ કેમ થઈ ગઈ..?? પણ શું કરું મારી પણ એક મજબુરી હતી. મોટાભાઈને આપણાં લવ અફેરની જાણ થઈ ગઈ હતી અને તેમની ઈચ્છા મારા લગ્ન મારી જ્ઞાતિમાં જ થાય તેવી હતી. તેમણે મને ધમકી આપી હતી કે હું તેમનાં કહ્યા પ્રમાણે નહીં કરું તો તે તને જાનથી મરાવી નાંખશે અને તેથી તો તેમણે પોતાની ટ્રાન્સફર અહીં વિસનગર બાજુ કરાવી દીધી છે જેથી હું તને મળી પણ શકું નહીં.
કેટલીયે વાર વિચાર્યું કે તને એકવાર મળુ પણ પછી મોટાભાઈએ આપેલી ધમકીને લીધે મન પાછું પડી જતું હતું. આ લેટરને રૂબરૂ મળ્યા તુલ્ય સમજજે. આ લેટર તને મળશે ત્યાં સુધીમાં મારા લગ્ન વેદ નામના છોકરા સાથે થઈ ચુક્યા હશે. વેદ ખૂબ સારો છોકરો છે.રિઝર્વ બેંકમાં મેનેજરની પોસ્ટ ઉપર છે. અમારી કાસ્ટનો જ છે.

તને નહિ મેળવ્યાનો અફસોસ જીવનભર રહેશે. તને ખૂબજ પ્રેમ કરું છું. મારા માટે તારી જાતને સાચવજે, જીવન ખૂબ સુંદર છે તેને મનભરીને જીવજે. કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી લેજે.

તને અને તારા પ્રેમને ક્યારેય ભૂલી શકું તેમ નથી. તને છોડ્યો તે મારી અક્ષમ્ય ભૂલ છે પણ દિલગીર છું. માફ કરી શકે તો મને માફ કરજે. આપણો અધૂરો પ્રેમ આપણને આવતા જન્મમાં ચોક્કસ મળાવશે. મને મારા પ્રેમ ઉપર અને ઈશ્વર ઉપર ખૂબ વિશ્ર્વાસ છે.લવ યુ...માય ડિયર... આવતા જન્મમાં ચોક્કસ મળીશું......
તારી અને ફક્ત તારી....
આરોહી

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/2/2021

" પ્રેમ "
પ્રેમ એટલે મારું તારામાં હોવું
અને તારું મારામાં હોવું.
પ્રેમ એટલે જિંદગી જીવવાની તમન્ના
પ્રેમ એટલે તું જેવો છે તેવો સ્વિકાર
પ્રેમ એટલે તારા વગર કહ્યે હું તને સમજું અને મારા વગર કહ્યે તું મને સમજે તે....

પ્રેમ એટલે ધગધગતા બપોરની એક

મીઠી લહેર...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/2/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED