Thank you books and stories free download online pdf in Gujarati

આભાર

લઘુ કથા

"આભાર"


સી.ડી.કરમશીયાણી

"હવે રહી રહી ને શુ આવું બોલતો હશે..,?'

'હાચી વાત..જીવી ડોસી ની સેવા કરવામાં આખી જિંદગી કાઢી નાખી ને રહી રહી ને પાણી ઢોળ કરે છે.."
કંચન કાકી ને પરમા ડોસી જીવી ડોસીના ખબર કાઢી ને વળી હતી ને રસ્તા માં ચર્ચા કરતા જતા હતા.
85 વટાવી ગયેલ જીવી ડોસી ની ચાકરી એનો નાનો દીકરો દિનેશ દિલ થી કરતો હતો ..દિનેશ પણ 50 વટાવી ગયો હતો.બીજા ભાઈઓ લગ્ન કરીને મા ની જવાબદારીમાંથી છટકી ગયા.. ને અલગ થઈ ગયા...ત્યારે મા પણ જુવાન નોહતી તોય આયખાનું ઓઢણું સાવ ચીંથરે હાલ પણ નોહતું.. ને દિનેશ પણ કુંવારો..સમય જતાં દીનેશે આજીવન કુંવારા રહેવાનું નક્કી કર્યું ..ને મા દીકરો પ્રેમ થી
રહેવા લાગ્યા..પણ પરિવારની અવહેલના...જીવી ડોસીને માંય ને માંય કોરી ખાતી .
વર્ષો વીતતા ચાલ્યા ને આ મા દીકરાની જિંદગી પણ ચાલતી રહી ને ..હવે તો દિનેશની જિંદગીનું જાણે એક માત્ર લક્ષ મા ની સેવા.
મા ની સેવાની સુગંધ ચોતરફ ફેલાઈ ગઈ ..ને દિનેશ ને કોક શ્રવણ ની ઉપમા પણ દઈ દેતું.ત્યારે દિનેશ કહેતો "એ તો આપણી ફરજ છે માવતરની સેવા કરવી."
ને હમણાં આ કોરોના કાળ માં દીનેશે મા ની ખૂબ કાળજી લીધી જેથી ક્યાંય કોરોના નો ભોગ ના બને..એટલા માટે એને મા ની નિયમિત ચેકઅપ પણ ટાળ્યું હતું..ના કરે ને હોસ્પિટલમાં જઈએ ને ક્યાંક...આ વાયરસ...
દિનેશ આ બાબત ને લઈ ને મા ની ભારે કાળજી લેતો.
પણ..આ કાળજી લેવા છતાં એને બીક હતી એ થયું...ને મા ઘરમાં જ લપસી પડ્યા ને હાથમાં ફેક્ચર થઈ ગયું. તાત્કાલિક હોસ્પિટલમાં જઇ એક્સરે ને અન્ય રિપોર્ટ કરાવી એક મહિનાનું પ્લાસ્ટર હાથમાં દઈ ઘરે આવ્યા ને વાયુ વેગે સમાચાર ગામમાં ફેલાઈ ગયા કે જીવી ડોસી પડી ગયા ને હાથ ભાગ્યો છે.
એક પછી એક ખાસ કરી ને મોટી ઉંમરની સ્ત્રીઓ ને ગામની વહુવારુઓ ખબર કાઢવા આવવા લાગ્યા.
જે ખબર કાઢવા આવે એ દિનેશ ને એક જ વાત કરે "ભાઇ તારી જવાબદારી વધી. તે તો શ્રવણની જેમ સેવા કરી છે.. હજીયે કરજે ભાઈ.."
ત્યારે દિનેશ એક જ વાત કરતો "હું ભગવાનનો આભાર માનું છું કે મારી મા ભાંગી..."
દીનેશની આ વાત સાંભળી બધા આશ્રય પામતા.કોઈ કહેતા ,"બિચારો ચાકરી કરી થાકયો હશે તે બોલે.આજ કાલ ની વાત નથી..હું તો મા દીકરાને આમ જ જોવું છું..ધન્ય છે આ છોરા ને..! પુણ્ય ખાટી ગયો"' પણ દિનેશ આજે આવું શુ કામ બોલે છે એ કોઈ ને સમજાતું નહોતું.
આ વાત ને લઈ ને ખબર કાઢવા આવનાર માંથી દિનેશ ના નજીકના મિત્રો નો પરીવાર પણ આવ્યો અને એને કડકાઈ થી દિનેશ ને પૂછ્યું " દિનેશ રહી રહી ને શુકામ ધૂળ ઉડાળે છે ભાઈ.."? મા તો હવે ખરતું પાન ..ને તું કહે
છે કે ભગવાન નો આભાર કે મા ભલે ભાગ્યા."??
શુ વાત છે દિનેશ?, કઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે કહે..પણ મા વિષે આવું ન બોલ"
ત્યારે દીનેશે જોરદાર હસીને કહ્યું કે ' અરે યાર આ તો અમારા માં દીકરા વચ્ચેની વાત હતી.તમે મારી અડધી જ વાત સાંભળી હતી.
હું નહિ મને તો મા એ જ કીધુ કે
" દીકરા સારું થયું હું ભાંગી .પણ જો કોરોના થયો હોત તો??
આટલા બધા માણસો મને બોલાવા આવ્યા હોત?
મારી જૂની જૂની ડોસીયુ બેનપણી યુ મને મળી ગયું.દોઢ વરસ થી આ કાળમુખો કોરોનો ક્યાં કોઈને મળવા દે છે..ભાંગી તો બધાં આયા ને બધા નાં છેટે થી તો છેટે થી.. પણ મોઢા તો જોયા..બચારા બધા દોડી ને આયા જો કોરોના થયો હોત કોઈ આવ્યું હોત? દિનેશ બેટા ભગવાન નો પાર માન કે હું ભાંગી .પણ કોરોના તો નથી થયો. કોરોના તો માં દીકરાના જીવતે વિછોડા કરવી નાંખત..આજ તું મારી લગમાં ..પડખે ઉભો છે એજ મોટી વાત."
મા ની આ વાત હું બધા ને કહું છું કે ભલે માં ભાંગી કોરોના ના થયો એ ભગવાન નો પાર"
દિનેશ ની આ વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા

સી ડી. કરમશીયાણી
.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED