Opinion - how many parks how own books and stories free download online pdf in Gujarati

અભિપ્રાય - કેટલો પારકો કેટલો પોતાનો

........‘ તમે પેલી વ્યક્તિને ઓળખો છો ? તે કેવો માણસ છે ? આ વાક્યના બદલામાં કેટલા લોકો કેવા અભિપ્રાયો આપશે , અથવા એકરસખા અભિપ્રાયો આવશે કે કેમ “ અભિપ્રાય ! તે કહેવું મુશ્કેલ છે . અભિપ્રાયની બાબતમાં આપણે બહુ જ ઓછા મૌલિક રહેતા હોઈએ છીએ . તે તટસ્થ નથી હોતા ... પછી તે અભિપ્રાય વ્યકિતગત હોય , સમાજ માટે હોય કે પછી દેશ માટે હોય . વ્યાપકપણે અભિપ્રાય આપવાનો હોય કે વ્યકિતગત ..... આપણે હંમેશાં અંગત સ્વાર્થને ધ્યાને લઈને જ આપણો મત કે અભિપ્રાય આપતાં હોઈએ છીએ .
સો વખત સારા કામ કર્યા હોય પણ એકાદ વખત આપણી અપેક્ષા મુજબ તે વ્યકિતએ કામ ના કર્યું હોય તો તેને મિત્રવર્તુળમાં તેની ગેરહાજરીમાં તેને ખોટો - ખરાબ ચીતરવા આપણે પાછી પાની નથી કરતા . તેના સમગ્ર વ્યકિતત્વને બીજા સામે ખંડિત કરવા માટે બને તેટલા “ આવા" ’ અભિપ્રાયોના ખીલા ઠોકીને તેને લોહીલુહાણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ . ... અને એમાંય જ્યારે કોઈના ચારિત્ર્યના સર્ટીફિકેટ દેવાના હોય ત્યારે તો જાણે દુનિયામાં આપણા સિવાય બધા જ હલકા અને ચારિત્ર્યહીન છે તેવો અભિપ્રાય આપતાં હોઇએ છીએ ... નજીવા અંગત સ્વાર્થને લીધે અપાયેલા આવા ઊધારા- ઊછીના અભિપ્રાયોથી સમાજ અને દેશને જે - તે વ્યકિતત્વનો રોકડો ફાયદો થતો થતો રહી જાય છે . સમાજની સભામાં પોતાના સમાજની ગૌરવગાથા ગાનારા સ્ટેજ નીચે આવીને , ચારજણને ખૂણામાં ભેગા કરી તે જ સમાજને ભાંડતા સાંભળ્યા છે . મારો દેશ મહાન , ભારત દેશની સંસ્કૃતિની સારેગમ વગાડનારા ... વિદેશની સરખામણી કરીને આ દેશને ઊતારી . પાડનારાની ખોટ નથી .
ક્યારેક પ્રશ્ન એ થાય કે શા માટે હાલતા - ચાલતા આપણને બીજાના અભિપ્રાયો આપવાની ચળ ’ ઉપડે છે . ? જયારે બીજાને કંઇક ફાયદો થવાનો હોય ત્યારે ત્રીજી વ્યક્તિ ખાનગીમાં તેનો ખરાબ અભિપ્રાય આપીને તેને તે લાભ - ફાયદાથી વંચિત રાખવા માગે છે , તેનો અર્થ એવો થયો કે આવા અભિપ્રાયોના મૂળમાં માનવસહજ ઈર્ષા રહેલી છે .

ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યકિત પોતાની જાતને સરળ , સાલસ , નિખાલસ અને નિરાભિમાન કહેવડાવતી હોય છે પણ જાહેર રસ્તામાં એનો કોઈ સામાન્ય મિત્ર તેને તાળી આપે કે ખંભે હાથ રાખે ત્યારે .... તેમાં મેનર્સ જેવું કંઈ જ નથી તેવો અભિપ્રાય ધીમા અવાજે આપતાં ખચકાતી નથી , એટલું જ નહીં આખા દેશને ગાળો ભાડે છે કે આ દેશમાં મિત્રોની મેનર્સ શિખવાડવામાં જ નથી આવતી , અને સરખામણી કરે છે . વિદેશીઓને ‘ હાય .. હેલ્લો ' થતું વાળી મેનર્સની . ત્યારે કહેવાનું મન થાય કે મિત્રોની મેનર્સ તો જે આપણા દેશે શીખવાડી છે તે દુનિયાનો બીજો કોઇ દેશ શીખવાડી શકે નહીં . તેના માટે કૃષ્ણ અને સુદામાનું ઉદાહરણ જ પૂરતું છે , મેલા - ઘેલા ( ડર્ટી ) હાથ પાછળ રાખીને સંતાડેલા પાઁઆ લઇ આવનાર સુદામાને તેના ધનવાન મિત્ર શ્રી કૃષ્ણએ ક્યારેય નહોતું કહ્યું કે તારામાં મેનર્સ નથી ! સામાન્ય રીતે રજનું ગજ કરીને અભિપ્રાયોનો ઢગલો થતો જોવા મળે
......... ત્યારે રૂબરૂ મળીને વિવેકપૂર્વકની ભાષા વાપરીને સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ . આમ કરવાથી ઘણીવાર ખબર પડે છે કે વાતમાં દમ નથી હોતો કોથળામાંથી બિલાડુ નીકળે છે ! પણ આવી હિંમત કેટલામાં ?
પણ , આપણે આવું વલણ અપનાવવા કરતાં એક બીજાના આધારે લટકણીયા અભિપ્રાયો માં ટીંગાઈ જઈએ છીએ ને આપણે આપણું જ નુકસાન વહોરીએ છીએ . પરિણામે સત્યથી વંચિત રહીએ છીએ
આવા અભિપ્રાયોથી આપણું મન પણ ટેવાઇ ગયું છે , મનનો આ ખોરાક થઇ ગયો છે .
જેને કારણે વિકૃત પ્રતિક્રિયાઓવાળા અભિપ્રાયો બહાર કાઢતા રહીએ છીએ .
બને ત્યાં સુધી તો બીજા વિશે અભિપ્રાયો આપવા જ શા માટે પડે અને અભિપ્રાય આપવો પડે તેવી સ્થિતિ આવે તો આપણે આપણી સમજમાં ઊતરે તે આપણી સૂક બૂઝ - સમજમાં ભરોસો રાખીને મૌલિક અભિપ્રાયો આપવા જોઇએ , અન્યથા આ બાબતમાં હું કાંઇ કહી શકું નહીં તેવું અજ્ઞાન બતાવવામાં જરાપણ શરમ કરવી નહીં.આમ કરવાથી આપણું અને સામેવાળાનું અહિત થતું અટકી જશે . આપણે આપણી સમજમાં ભરોસો રાખતાં શીખવું પડે . આપણી જાતમાં વિશ્વાસ રાખવાનું કેળવવું પડશે તો જ આ અભિપ્રાયની સુક્ષ્મ લાગતી છતાં ગંભીર નુકસાન પહોંચાડનારી ઇયળનો ઉપદ્રવ અટકાવી શકાય . શાણા માણસનું લક્ષણ એ છે કે કોઇનાથી જલદી પ્રભાવિત ના થવું અને કોઇનને અભિપ્રાય બાંધવામાં ઉતાવળ ના કરવી . પણ આપણાથી આ બંને બાબતોમાં ઉતાવળ થઇ જાય છે . ખરે ખર તો અભિપ્રાયની આડમાં રીતસરની નિંદા કે કુથલી હોય છે પણ તેને નિંદા પણ ન કહી શકાય ! હા તે અભિપ્રાયરૂપી સોનાનો વરખ ચડાવેલી નિંદા હોય . ખાસ કરીને કોઈ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવવા મથતી વ્યકિત માટે સોનાની વરખવાળી નિંદારૂપી અભિપ્રાયની કાંટાળી તાર જેવી વાડ ” કરી દેવામાં આવતી હોય છે . એ ખરજવા જેવી છે તેની ખંજવાળ પણ મીઠી લાગે અને ખંજવાળો તો વ્યકિત , સમાજ , દેશ માટે વિકૃત વકરવાનું કામ કરે છે . અભિપ્રાયરૂપી ફાંસીનો ફંદો બીજાના ગળામાં નાખતાં પહેલાં ભણવામાં આવતી પેલી નાનકડી કવિતા યાદ કરી લેવી ....".......અન્ય નું તો એક વાંકુ આપના અઢાર છે..""'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED