જેલ નંબર ૧૧ એ - ૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૭

ફોન વાગે છે. કવિતા ફોન ઉપાડે છે. કવિતા એક કૅફેમાં બેઠી છે. તેની પાસે એક પુસ્તક છે. ફ્રેંચ પુસ્તક.

'હેલ્લો?'

'૧૧ - એ,'

'મીથુન?' અવાજ ખુશ સંભળાય છે.

'હા -'

'માય ગોડ. તું ૧૧ - એ થી નીકળી ગયો.'

'બિલકુલ.'

'ધેટ'સ અ રિલીફ. ક્યાં છે તું, અને કેવી રીતે થયુ આ?'

'એતો તમારી દિકરીનેજ પૂછો.' પાછળથી મૌર્વિ ગુસ્સે થાય છે.

'મારી જોડે વાત કરવાની ના પાડે છેને?'

'હા.' મીથુન એક સાચ્ચો છોકરો છે.

'હું એને માનવી લઇશ. ચિંતા ન કર. કેમ ફોન કર્યો?'

'માહિતી છે. સચ્ચી છે, કે ખોટી?'

'શું છે?'

'યુટીત્સ્યાનો જનરલ આજે સિહોર આવી રહ્યો છે?'

'૨ વાગે કમ્યૂનિટી હૉલમાં પ્રોગ્રામ છે. એનું નામ વિનીત કલ્ર છે.'

'પાસ સિસ્ટમ?'

'હા. પણ મળી રહશે. મારી સિસ્ટર છે, અંકિતા. એને પાસ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એની પાસે ઘણા છે.'

'આઈડી નંબર નથી અમારી જોડે.'

'મારો આપીશ. મારી ફ્રેન્ડને જોઈતા હતા, તેમ કહી.'

'અમે સિહોર પોહંચીશું.. ૧૨ વાગે.'

'ઓકે. પણ તમે મળવાના છો, કેમ?'

'પકડાવા.'

'શું?' બાજુમાં બેસેલો માણસ એની કોફી હલાવતા ઊભો થઈ જાય છે.

'યુટીત્સ્યામાં કનેક્શન મળી ગયું છે.'

'શું વાત કરે છે?'

'પણ પોહંચવાનો એકજ રસ્તો છે.'

'અને પકડાઈ જઈ ભરાઈ ગયા તો?'

'જોઈ લઈશું -'

'મૌર્વિ ને ફોન આપતો.'

'એ ના પાડે છે.'

'એને કે વાત નઈ કરેતો પાસ અરેન્જ નઈ કરી આપું.'

ઘૂસ - પુસ, ઘૂસ - પુસ

'હેલ્લો?'

'મૌર્વિ. અવાજ કર્યા વગર વાત સાંભળ. મે તને પેહલા પણ કીધું છે, હજી કહું છે, મીથુનની વાતોમાં ન આવી જતી. બેકપ પ્લાન રેડી રાખ. જો પ્લાનમાં ના જોડાઉ હોય તો કેજે, સિહોર એ તારું પણ ઘર છે. એના લીધે તને ૧૧ - એ મળ્યું છે. એ યાદ રાખ. જો તને કઇ થશે ને, ખરોચ પણ આવશે, તો હું મીથુન જોડે શું કરીશ એ હું પણ નથી જાણતી. યુ અંડરસ્ટેંડ?'

'મમ્મી. મે તને પેહલા પણ કીધું છે- હજુ કહું છું, મને ખબર છે. અને હું પ્રેમમાં પડી છું. હું હેન્ડલ કરી લઇશ. મીથુનને જો તું કઇ બોલી છે ને તો એનું પરિણામ એમ આવશે કે- તને ખબર છે. ૧૧ - એ.'

મીથુન હસવા લાગ્યો. મૌર્વિ બોલી, 'મીથુન તને શરમ નથી આવતી. મારી મમ્મી તને જીવતો બાડી નાખવાની ધમકી આપી ચૂકી છે, અને તું ગાંડાની જેમ હસે છે.'

અત્યારે તે લોકો એક હાઇવે રેસ્ટોરન્ટમાં હતા. મંથના અને મૈથિલી ગાડી આગળ બાર વાતો કરી રહ્યા છે. વિશ્વાનલ આઇસક્રીમ લેવા ગયો છે. સમર્થ બાજુમાં બેસી હસે છે.

'હું આવું.' કહી મૌર્વિ વોશરૂમ તરફ વળી.

કાચ સામે ઊભી રહી. અને પછી, બોક્સ બાર કાઢ્યું. તે થથરતી હતી. એના હાથ થથરતા હતા. બધુ જાણે સુન્ન પડી ગયુ હતું. ધીમેથી બોક્સ ખોલી જોયું તો બાર એક કાગળ આવ્યું. ગુલાબી કાગળમાં કાળા અક્ષર.

એજ હતો.

મૌર્વિ,

બ્લૂ શર્ટ પર લાલ લિપસ્ટીક માં તું ખૂબ સુંદર લાગે છે. તને જોતાં આંખો ઠરે છે.
મને તારી ખૂબ ચિંતા થાઈ છે, પ્રિય. તારી આજુ - બાજુ, બધી બાજુ, ચક્રવ્યૂહ રચાઇ રહ્યા છે.
હું તારું ધ્યાન રાખું છું. દૂરથી પણ હું તને સાંભાળું છે. સાવચેત થઈ જજે.
આશંકા પ્રલયની છે.

હું તારો, અને ફક્ત તારો,
પ્રિયતમ

બોક્સમાં એક નાની ઈયરરિંગ છે. આ ચાર મહિના પહેલા ખોવાઈ ગઈ હતી. એરપોર્ટના બાથરૂમમાં. આ વિચારજ.. મૌર્વિના શરીર પર અજીબ એજ ઠંડી પ્રસરાવે છે. હવે તે વિચારતીજ રેહશે. તેના પ્રિયતમ વિષે. તેના પ્રલય વિષે.
ચક્રવ્યૂહ વિષે.

અને અચાનક તેની પાછળ..