હું રાહ જોઇશ! (૧૧) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! (૧૧)

વેદિકા અને અભયની મનની વાત સાંભળીને કપિલ ને ખુબજ ગુસ્સો આવે છે. તે આ બધા માટે આરના અને અભય ને જવાબદાર માને છે. તેથી તે હવે આ ગ્રુપમાં સમય આપવાનું ઓછું કરી દે છે. અને કપિલ તેના ગ્રુપમાં ખબર પડ્યા વિના મોન્ટીના ગ્રુપ સાથે હાથ મિલાવી લે છે. કારણકે મોન્ટી ને પણ પેહલી વાર આવી બેઇજ્જતી સહન કરવી પડી હોય છે એટલે તેને પણ અભય ના ગ્રુપ સાથે બદલો લેવો હોય છે.

વેદિકા અને અભય કોલેજ જઈ રહ્યા હોય છે. તેઓ આજે બાઇક લઈને જતા હોય છે.
"કેમ આજે ખૂબ ખુશ જણાય છે?" અભય બાઇક ચલાવતા ચલાવતા વેદિકા ને પૂછે છે.
"બસ એમજ." વેદિકા જાણી જોઈને જવાબ આપતી નથી. તે અભય ને કસીનેે પકડી લે છેે. અને તેના પર માથું
ઢાળી દે છે.
"વેદિ!"
"હમમ. બોલ." વેદિકા પણ ટૂંકો જવાબ આપે છે.
"બસ તું આમજ બેસી રહે તો હું કલાકો સુધી બાઇક ચલાવી શકું છું." અભય પ્રેમથી કહે છે.
"મારી ખુશી નું કારણ પણ તો એજ છે. બાઇક પર મને તારી નજદીક બેસવાનું મળે. તારો અહેસાસ માણવાનો મળે. જે મને કારમાં મળતું નથી."
"એ તો મને પણ ખુબજ ગમે છે વેદિ. તું કહેતી હોય તો આપણે રોજ બાઇક પર આવીશું."
"Thank you so much my love! તું બેસ્ટ છો. વગર કહ્યે મને સમજી જાય છે. હું પણ આજ કહેવાની હતી પણ કેવી રીતે કહું કઈ સમજ પડતી ન હતી." વેદિકા કહે છે.

આ સાંભળી ને અભય બાઇક સાઈડમાં ઊભી રાખે છે. વેદિકા ને કંઈ સમજ નથી પડતી કે અભય એ બાઇક કેમ ઊભી રાખી. અભય બાઇક થોભાવીને નીચે ઉતરે છે અને વેદિકાનો હાથ પકડીને તેને કહેવા લાગે છે.

"સાંભળ વેદિકા! આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે, કેવીરીતે કહું? શું એને ખરાબ ન લાગે ને?, એવું બધું તારે વિચારવાનું નઈ. જે સમયે મનમાં જે આવે તે કહી દેવાનું. તો જ આપણે એકબીજાને વધુ સમજી શકીશું. કારણકે આપણે હજી એટલા પણ મેચ્યોર નથી થયા કે એકબીજાની વાત આપણે વગર કહ્યે સમજી શકીએ. આપણે આપણા આ પ્રેમને પરિપક્વ થવા માટે હજી સમય આપવો પડશે."

"અભય તું ખુબજ સરસ વિચારે છે. પણ મોટેભાગે તું મને વગર કહ્યે જ સમજી જાય છે. તો પણ હું તારી કહેલી વાત પર ધ્યાન આપીશ અને આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ તેના પર ધ્યાન આપીશ."

"હમમ. બસ આજ વાત કહેવી હતી. આજે મારા મનમાં આવી ગઈ તો મે કહી દીધી. જો વધારે કહ્યું હોય તો સોરી."

"જો હવે તું શું કરી રહ્યો છે? આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો એકબીજાને પૂરેપૂરા સમજવા પડે તો એમાં સોરી કે એવું કંઈ ના આવે. હું સમજુ છું કે તે શા માટે આ બધું કહ્યું.'

"ઓહ! Thanks વેદી મને સમજવા માટે. I love you so much!"

"I love you અભય. પણ હવે ચાલ. આપણને કોલેજ માટે મોડું થઈ જશે."

અભય પણ હા કહે છે અને તેઓ ત્યાંથી કોલેજ જવા માટે નીકળે છે. અભય અને વેદિકા કોલેજ પહોંચે છે. ત્યાં જઈને જુએ છે તો બધા કેન્ટીન માં બેઠા હોય છે. તેઓ પણ ત્યાં પહોંચે છે. ત્યાં જઈને જુએ છે તો તેમના ગ્રુપમાં એક નવી છોકરી આવી હોય છે. તે છોકરી અભય ને જોઈને તરત ઊભી થઈ જાય છે અને અભયને ગળે લાગે છે.

"હાઈ અભય. કેટલા દિવસ પછી મળવાનું થયું આપણને? પણ વાંધો નઈ આપણે હવે રોજ મળીશું. કારણકે મે આજ કોલેજમાં એડમિશન લીધું છે."
"અરે આહના તું? શું સરપ્રાઈઝ આપ્યું. તે પણ અહીંયા એડમિશન લીધું હવે મને મજા આવશે."
"અભય તે ઓળખાણ ન કરાવી આમની સાથે?" આહના વેદિકા તરફ ઈશારો કરીને પૂછે છે.
"ઓહ. સોરી એ તો હું ભૂલી જ ગયો. આહના આજે વેદિકા અને વેદિકા આ છે આહના. આહના આરવ અને આરના ની માસીની છોકરી થાય."
"અરે ભાઈ પૂરેપૂરી તો ઓળખાણ આપ. આહના આ આપણી ભાભી છે અને અભય ની ગર્લફ્રેન્ડ." આરવ વચ્ચે બોલે છે. એ સાંભળીને વેદિકા શરમાય જાય છે.
"એ આરવ ભાભી ભાભી શું કરે છે? કેવું વિયર્ડ લાગે?"
અભય આરવ ની વાતનો જવાબ આપે છે. આહના ને પણ નવાઈ લાગે છે. પણ પછી તે પણ ખુશ થઈ જાય છે.
"તો અભય મને પાર્ટી જોઈએ. અને Congrats. તમારી જોડી ખુબજ સરસ છે."
"આભાર આહના. પાર્ટી જરૂર આપીશ." અભય જવાન આપે છે.
"અરે ભાઈ પાર્ટી તો અમારી પણ બાકી છે." વૈશાલી તરત બોલે છે.
"હા અમને પણ પાર્ટી જોઈએ. એકલી આહના ને નથી આપવાની." હર્ષિતા પણ બોલે છે.
"અરે હા. હું બધાને જ પાર્ટી આપીશ. હું કઈ એકલી આહના ને પાર્ટી નથી આપવાનો." અભય કહે છે.
"તો સારું આજે સાંજે બધા એ પાર્ટી માટે પિત્ઝા ચેઈન માં ભેગા થઈ જવું. અભય ત્યાં જ પાર્ટી આપશે." આરના બોલે છે.
"ઓ ચીબાવલી, પાર્ટી તું નથી આપતી, હું આપુ છું. એટલે પ્લેસ પણ હું નક્કી કરીશ." અભય આરના ને ચીડવવા બોલે છે.
"જાને હવે. મારા ખાશે. હું કહું ત્યાંજ પાર્ટી આપવાની છે એ ફાઇનલ."
"ના પાર્ટી તો મે નક્કી કરેલા પ્લેસ પર જ આપીશ."
"અરે બસ કરો બંને. અભય! આરના એ આપણને ઘણી મદદ કરી છે તો આપણ એને સ્પેશિયલ થેકસ કહેવા માટે એ કહે ત્યાં જ પાર્ટી આપી દઈએ." વેદિકા વચ્ચે બોલે છે.
"જો શીખ કઈ. આને કહેવાય ભાભી." આરના અભયને ચીડવે છે.
"હા ભાભી તો ખૂબ જ ડાહ્યા છે. અત્યારથી જ અભયને ઓર્ડર કરે છે." આહના પણ વચ્ચે તાપસી પુરે છે.
"હે ભગવાન! એક ઓછી હતી તે આ બીજી આવી ગઈ. હવે બંને મળીને હવે મારો જીવ ખાસે." અભય દયામણું મોઢું કરીને બોલે છે. જેને જોઈને બધા હસવા લાગે છે.
"અભય તું ગમે તેટલા નાટક કર પણ આ બે તને છોડવાના નથી." એમ કહીને આરવ હસવા લાગે છે.
"મિત્રો ચાલો આપણા લેક્ચર નો સમય થઈ ગયો છે હવે જઈએ." વેદિકા તેમની વાત અટકાવતા કહે છે.
"વાહ! ભાભી તો અત્યારથી જ અભય ને બચાવવા માટે વાત બદલવા લાગ્યા." ફરી આરના બોલે છે.
"આરના પ્લીઝ આ ભાભી ભાભી ન બોલ. મને પણ નથી ગમતું. હું પણ તમારી ફ્રેન્ડ જ છું તો મને નામથી બોલાવો." વેદિકા આરના ને જવાબ આપે છે.
"સારું આજથી ભાભીને કોઈ ભાભી કહેશે નહિ." આહનાના આમ બોલતા જ બધા હસવા લાગે છે. અભય તેને મારવા દોડે છે. એ જોઈને બધા હસવા લાગે છે. આમ જ આખું ગ્રુપ હસી મજાક કરતા કરતા ક્લાસમાં પહોંચે છે. આખો દિવસ કોલેજ પૂરી કરી તેઓ ઘરે જાય છે. હવે તો આહના પણ આવી ગઈ હોય એટલે આરનાને અભયની તાંગ ખિંચાઈ કરવામાં વધારે મજા આવે છે. તેઓ એમજ હસી મજાક કરતા કરતા રોજ કોલેજ આવે છે અને દિવસો પૂરા કરે છે.

તો બીજી તરફ કપિલ અને મોન્ટી અભય સાથે કેવીરીતે બદલો વાળવો તેનો મોકો શોધી રહ્યા હોય છે. પણ તેમને એ મોકો મળતો નથી. પણ એક દિવસ તેમને એક ઉપાય સુજે છે. જે ખુબજ ભયાનક રૂપ ધારણ કરી શકે એવો હોય છે.

(ક્રમશ:)