પ્રણયમ - 8 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયમ - 8

ભાગ : ૮

સૌ સાથે બેસીને ભોજન કરે છે સાથે સુંદર યાદગીરી સાચવી રાખવા ભોજન કરતી વેળાની સંપૂર્ણ પરિવારની તસવીરો પણ લે છે. ભોજન કરીને સૌ સાથે મળી નક્કી કરે છે કે આગામી માસમાં શુભ મુહૂર્ત જોઈ સગાઈ કરી નાખીએ અને પછી સૌ નક્કી કરો એટલે લગ્ન પણ નજીકના મહિનાઓમાં જ ગોઠવી દઈશું.
ત્યાં માધવભાઈ કહે, " ભાઈ હું તો મારી દીકરીને આજે જ લઈ જાવ છું તમે મારા દિકરા જયદીપને અહીં રાખો... ( સૌ હસે છે)."

તરત જ હારિકાના મમ્મી સ્મિતાબેન કહે છે એ અમને જરા પણ વાંધો નથી કે સગાઈ પહેલા એ ત્યાં રહે કે રોકાય.... એનું મુખ્ય કારણ છે આપણાં દ્વારા આપેલ બાળકોને સંસ્કાર. આપણે સૌએ ભગવાનનો ખૂબ આભાર માનીએ કે અમને આટલા સારા બાળકો અને સુંદર વેવાઈ આપ્યા જ્યાં જરા પણ વેવાઈ વેલા જેવું ના લાગે એવુ લાગે કે સગા ભાઈને ત્યાં આવ્યા હોઈએ.
ત્યાં તરત જ મીનાબેન કહે છે, " આપણે વેવાઈ જેવું રાખવું પણ નથી... ઘર જ છે...અને ઘર જ રહેશે... હારિકા રોજ એકવાર ભલે અહીં આંટો મારે... રવિવારે નવરાશની પળોમાં આવે દીકરી છે અને સદાય દીકરી જ રહેશે. હા, તેની ભૂલ હશે ત્યાં ધ્યાન દોરીશું, એવું લાગે તો ખીજાઇશ, માં છું ને... સાસુ નથી એટલે..
ત્યાં તરત હારિકા મીનાબેનને કહે છે, " મમ્મી ચોક્કસ... તમારો આ હક છે અને મારી એ ફરજ કે હું તમે સૌએ આપેલ સૂચના અને સંસ્કારોને વળગી રહું... હા હું તોફાન કરી પણ મારાં પક્ષમાં પપ્પા છે એ મને બચાવી લેશે... સાચું કીધું ને પપ્પા?"
કિશોરભાઈ કહે છે, " હા... હો બાપ દીકરીની જુગલજોડી સાથે હો.. મોજ કરો ખુશ રહો. "
આવી સુંદર સહજભાવ અને પારિવારિક સંબંધોમાં પ્રેરણા આપતી વાતો કરી સૌ આરામ કરે છે. હારિકા અને જયદીપ રૂમમાં જઈ થોડી પ્રેમ વાતો કરી બંને એકમેકના આલિંગનની ચાદર ઓઢી સૂઇ જાય છે.
વખત જતાં ક્યાં વાર લાગે છે.... ધામધૂમથી સુંદર આયોજન સાથે સગાઈ થાય છે સઘળી વાતો... તસવીરો.... મહેમાનો....અને ઉત્સવની જેમ આ પ્રસંગ ખૂબ સરસ રીતે થઈ જાય છે.
હવે તો દર શનિવાર - રવિવાર હારિકા સવારથી જયદીપને ત્યાં જ આવી જતી અને પરિવાર જાણે વસંત ની જેમ ખીલી ઉઠતો એ જ રીતે જયદીપ પણ જ્યારે હારિકાને ત્યાં આવે જાણે વસંત ખીલી એવો અનુભવ સૌને થતો. આટલી આત્મીય અને સ્વ-

સમજણ ભાવ સાથે સૌ ખૂબ સુંદર રીતે સમય વિતાવી રહ્યા હતા.
સગાઈ ને કંઈક ત્રણ મહિના થયાં હશે અને આવતે શિયાળે એટલે ડિસેમ્બરમાં લગ્નનું સુંદર ભાવિ આયોજન નક્કી થઈ જાય છે. સાસર વેલ જેવું તો કશું છે જ નહીં કારણ એકબીજાં સાથે દરરોજ રહેવાની મજા, સમજણ અને આત્મીયભાવ આ સુંદર કારણો થી લગ્ન પછી નવું નવું લાગશે... શું થશે એવો કોઈ પ્રશ્ન જ જન્મવાનો નહતો.
પણ કહેવાય છે ને કે દરરોજ દિવાળી નથી હોતી અને એમાં પણ આવા સીધા અને સરળ સ્વભાવના માણસો જોડે કુદરત ક્યારેક બહુ મોટી પરીક્ષા લે છે જેનું આખી જિંદગી પરિણામ ભોગવવું પડે છે.
અચાનક એક દિવસ જયદીપ પોતાની ઓફિસમાં જમી ને ઊભો થવા જાય છે ત્યાં ચક્કર આવતા પડી જાય છે. તુરંત જ ઓફિસના ફર્સ્ટ એડ રૂમમાં જઈ પ્રાથમિક તપાસ કરી તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. લેબ રિપોર્ટ કરાવવામાં આવે છે અને એમાં WBC count ઓછા થયા સાથે લોહીની ટકાવારી ઓછી જોવા મળી એટલે ડોક્ટરે જરૂરી દવા આપી અને થોડા દિવસ ઘરે રહી આરામ કરવા જણાવ્યું.
સાંજે જેવી હારિકા અને તેના ઘરે ખબર પડતાં જ તેઓ તુરંત જયદીપની ખબર અંતર પૂછવા રાતે આવી જાય છે. હારિકા તો વ્હાલમાં કાળજી સાથે ગુસ્સો કરતા કહે છે,
" પપ્પા, તમે જયને કેમ ખીજાતા નથી તે કેટલો લોહવાટ કરે છે... કામ...કામ... કામ.. અને જય તમે લેખન પૂરું થયું એને ત્રણેક મહિના થવા આવશે હવે એ પ્રકાશિત થઈ જશે એની પણ તમે સઘળી જવાબદારી લો છો થોડું અન્ય ને સોંપી દો અને પોતાની તબિયત પર ધ્યાન રાખો અને મમ્મી તમે ગમે એ બહાનાં કાઢે એક અઠવાડિયું ઓફિસ જવા જ ના દેતાં હું આજે જ પાંચ દિવસ ની રજા લઈ લઉં છું અને પાંચ દિવસ બાદ જયદીપ ને સારું થાય એટલે ઓફિસ જવા લાગીશ. "

આપ સૌ મારી વાત માનશો...મને આ દિવસોમાં જય જોડે રહેવા દો ને હું અહીં હશું તો એ જલ્દી સાજા થશે અને હું સમયસર તેને દવા અને કાળજી રાખીશ.. મમ્મી પપ્પા હું અહીં રહું પ્લીઝ... પ્લીઝ...
સૌ આ સાંભળી કહે છે... હા અહીં જ રોકાય જાવ. એટલે હારિકા અને જયદીપ એક જ રૂમમાં સાથે રહે છે હારિકા મીનાબેનને બધું કામ કરાવી જયદીપની કાળજીમાં પૂરો સમય ફાળવી રહી હોય છે.
માધવભાઈ અને મીનાબેન એકવાર જમતી વેળા કહે છે અમારા ક્યાં જન્મના પુણ્ય કે આટલી સુંદર વહુ રૂપે દીકરી મળી... બેટા હારિકા અમે તો બહુ જ ભાગ્યશાળી છીએ હો. ( ક્રમશઃ)