પ્રણયમ - 9 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયમ - 9

ભાગ : ૯

હારિકા આ વાતો સાંભળી ભાવુક થઈ જાય છે અને ભીની આંખે કહે છે આવું ના બોલો મારા સારા કર્મો હશે કે મને તમે સૌ મળ્યા જય તો મારાં જીવથી સવિશેષ છે એની મને સતત ચિંતા રહે અને સાથે તમારી પણ એટલે હું અહીં જ આવી ગઈ જયને સારુ થઈ જાય પછી જ ઘરે જઈશ.
બે - ત્રણ દિવસોમાં જયદીપની તબિયતમાં સુધારો આવવા લાગે છે. નબળાઈ અને સુસ્તી હવે તેની પાસે થી રજા લઈ રહ્યા હોય છે. એક રાતે જયદીપ બેડ પર બેઠો હોય છે બાજુમાં બેઠેલી હારિકાનો હાથ પકડી કહે છે હારિકા... વ્હાલાં તમે આટલો બધો પ્રેમ કરો છો મારા માટે તમે ઓફિસ રજા લઈ લીધી તમે અહીં જ રોકાય ગયા તમે દિવસ રાત જોયા વગર સતત ઘરકામ અને મારી કાળજીમાં છો તમે થાકી નથી જતા.
એક વાત માનશો મારી હવે તો મારી તબિયત એકદમ સારી છે પ્રમદિવસ થી હું ઓફિસ જઈશ...વ્હાલાં મને આજે તમારી સેવા કરવા દોને.... હું તમને હાથ દાબી દઉં.. આ હાથ છેલ્લા કેટલા કલાકોથી કામમાં વ્યસ્ત છે અને પછી હું તમારા પગ પણ...
" એય.....ભૂલથી પણ નહીં હો.... તમારે આવું જરા પણ નહીં કરવાનું ચાલો છાના માના અહીં મારી સાથે

વાતો કરો અને પછી સૂઇ જાઓ. આવું કાંઇ તમને હું નહીં કરવા દઉં." માંડ માંડ જયદીપ ને આ વાત મનાવી થોડી વાતો કરી બંને એકબીજાની બાથમાં સૂઇ સુંદર સપનાની દુનિયામાં ખોવાય જાય છે.
જયદીપ હવે ઓફિસ જવા લાગે છે આ તરફ હારિકા પણ ઓફિસ જવાનું ચાલુ કરી દે છે. એક દિવસ અચાનક જયદીપને બપોરે જમતી વેળા લોહીની ઉલ્ટી થાય છે જયદીપને પોતાને પણ આ ખૂબ આશ્ચર્યજનક લાગે છે. ઉપરાઉપરી ચાર પાંચ ઉલ્ટીથી તે બેહોશ થઈ જાય છે. સાથી કર્મચારીઓ તુરંત જયદીપ ને હોસ્પિટલ દાખલ કરે છે સાથે જરૂરી લેબ ટેસ્ટ કરાવે છે એમાં જયદી ને જાણ થાય છે કે તે એક લોહી સંબંધિત જીવલેણ બીમારીનો શિકાર બની ગયો છે સાથે પોતાની પાસે ખૂબ ટૂંકો સમય છે એની પણ તેને જાણ થઇ જાય છે.
જ્યારે આ વાતની ખબર માધવભાઈ અને મીનાબેનને ખબર પડે છે ત્યારે તેઓ સાવ ભાંગી પડે છે અચાનક આવી પડેલ આ દુઃખને સહન કરવા અને હારિકા અને તેના પરિવારને આ વિશે જાણ કરવા માટે તેની પાસે સહેજ પણ હિંમત નહોતી.
જેમ તેમ કરી તેઓ હારિકાના પરિવારને કહી દે છે પણ હારિકાને માત્ર એટલું જ કહે છે કે જયદીપને ફરી લોહીની કમીને કારણે આવેલ નબળાઈ હોવાથી દાખલ કર્યો છે. હારિકા ને જાણ થતાં તુરંત તે જયદીપના લેબ રિપોર્ટ જોવા લાગે છે. તેને થોડી આશંકા જન્મે છે કે કંઈક એવું છે જે સૌ મારા થી છુપાવી રહ્યા છે.
પૂરો પરિવાર જયદીપની સારવાર રૂમમાં હોય છે હારિકા સૌને ઉદાસ ચહેરે કહે છે આપ સૌ મારાથી કશુંક છુપાવી રહ્યા છો મને કહી દો નહિતર હું એ વખવખાટમાં જ મારા શ્વાસ તોડી દઈશ. આ સાંભળી જયદીપ કહે છે " એય... મેં ના પાડી છે ને આવું બોલવાની.. સહન કરી શકીશ હું બોલું એ તો સાંભળો... હું એક એવી જીવલેણ બીમારી માંથી પસાર થઈ રહ્યો છું જેનો અંત મૃત્યુ જ છે અને હવે મારી પાસે પણ સમય બહુ ઓછો છે તમે કહો છો ને હું તમારું બધું જ

માનું છું. એક છેલ્લી વાર મારી વાત માનશો. "
" જય..... જય.... છેલ્લી વાર કેમ...? જય, છેલ્લી વાર જ કેમ...!!? તમે ક્યાં હકથી આ છેલ્લી વાર શબ્દ વાપર્યો. " આટલું બોલતાની સાથે હારિકા પોક મુકી રડવા લાગે છે આ ભાવનાત્મક દ્રશ્ય થી સૌ પરિવારની આંખો અશ્રુથી છલોછલ ભરાય આવે છે.
આ તરફ હારિકા દોડીને રડતી રડતી જયદીપને ભેટી પડે છે જયદીપ પણ આ પરિસ્થિતિ માં જાણે હિમ્મત હારી ગયો હોય એમ ચોધાર આંસુ એ રડવા લાગે છે. રૂમમાં વાતાવરણ ચોતરફ ખૂબજ ગમગીન બની જાય છે. જેમ તેમ હિંમત કિશોરભાઈ જયદીપ પાસે આવી બંને ને આશ્વાસન આપે છે કે જયદીપની સચોટ સારવાર કરાવી ખૂબ જલ્દી તે સાજો થઈ જશે.
સૌ જાણતા જ હતા કે હવે આ કશુંજ શકય નથી પણ મન મનાવવા અને હારિકાને આ આવી પડેલ દુઃખ માંથી બહાર લાવવા સતત સૌ આશ્વાસન આપી રહ્યા હતા.
એકવાર સૌ સારવાર રૂમ માં બેઠા હતા અને જયદીપ એ કહ્યું, " આપ સૌ બહાર બેસો તો હું હારિકા જોડે અધૂરી રહેલી જરૂરી વાત કરી લઉં. " સૌ રૂમ બહાર બેસે છે. હવે માત્ર સારવાર રૂમમાં હારિકા અને જયદીપ હોય છે.
જયદીપ કહે છે મારી વાત માનો ને તમે મને ધીમે ધીમે ભૂલી એક નવી શરૂઆત કરજો ને...હું સદાય તમારી સાથે હોઈશ પણ તમે મને સ્પર્શ નહીં કરી શકો આટલું બોલતાં જયદીપ રડી પડે છે.
" જય... ( ગાલ પર હળવી ટાપલી મારતા હારિકા જવાબ આપે છે.) મને આજ પછી આવું કીધું ને તો હું તમારી સામે મારા પ્રાણ ત્યાગી દઈશ.. મારે પહેલાને છેલ્લા તમે હતા છો અને રહેશો." ( ક્રમશઃ)