ભાગ : ૦૭
તે ઝડપી ચાલમાં આગળ આવતી જાય છે જુએ છે તો જયદીપ તેને સુંદર સ્મિત આપી હસી રહ્યો હોય છે અને કહે છે બહુ સુંદર તૈયાર થયા છો હો જો તમે કીધું તું ને તમે આવજો મારા વતી.... લ્યો અમે સૌ આવી ગયા.
હારિકાને હજી વિશ્વાસ નહોતો થયો એ કહે છે પપ્પા તમે જે મહેમાન...
હા... હા... એ આજ મહેમાન બીજું ક્યાં કોઈ અમને તારી જેમ ધ્યાને આવે છે એમ કહી સૌ હસે છે. આ તરફ ખુશી થી હારિકા રડતી રડતી કિશોરભાઈને બાથ ભરી જાય છે.
તમે સૌ મને કાંઇ કીધું જ નહી એમાં પાછા જય.. અરે જયદીપ તમે પણ આ સૌ જોડે... એમ કહી હારિકા વ્હાલો ગુસ્સો કરે છે.
જયદીપ પેલા શું બોલ્યા દીકરા તમે..? એમ માધવભાઈ અને મીનાબેન બોલે છે.
હારિકા શરમાઈ ને કહે છે... " જય "
હા જો એ બહુ મસ્ત લાગે છે હો ફરી બોલો તો... એમ કહી હારિકાને સૌ ચીડવવા લાગે છે. તે ઉભી થઈને શરમાઈ રૂમ તરફ જવા લાગે છે.
સૌ કહે છે... " અરે... અરે... હજી વાર છે બેગ પેક કરવાને..!"
હારિકા દોડતી જાય છે સાથે કહે છે, " પપ્પા... હવે તમે પણ...!"
કિશોરભાઈ કહે છે, જયદીપ તમે અને હારિકા રૂમમાં વાતો કરો આમ તો રોજ કરો છો પણ આજે ખાસ દિવસ છે જા એ વધુ તારાંથી નારાજ થાય એ પેલા મનાવી લે. અમે અહીં બેઠા છીએ જાવ તમે એને મળી લો. આમ પણ આજે રાત સુધી સૌએ સાથે જ રહેવાનું છે. રાતનું જમીને જ જવાનું છે. આખો દિવસ સૌ સાથે વિતાવશું ખૂબ ગમશે.
જયદીપ રૂમ તરફ જાય છે અને અંદર જઈ કહે છે.. " મારી હારિકા...". ના.. હું તમારી હારિકા નથી જાવ... હું તમને બધું જ કહું છું તમે સૌ જોડે મળી મને આટલા દિવસ કેમ ઉદાસ રાખી..?
તારી ખુશી અને શરમાળ સ્મિત સાથે ચહેરો જોવા તને આ વાતથી દૂર રાખી હતી.. માફ કરી દે... પ્લીઝ.... પ્લીઝ... ક્યાં છે તારાં પગ લાવ...
અરે... અરે નહીં હો.. એમ કહી તે જયદીપના હાથ પકડી લે છે. જયદીપ તરત તેને પોતાની નજીક લાવી કહે છે કે, " કેમ મને કહેતા નો'તા કે તમે પણ મને પસંદ કરો છો..?"
આજ સવાલ હું પણ તમને પુછી શકું છું કયો કેમ તમે કહ્યું નહીં... હે બોલો બોલો.. એમ કહી બંને હસી પડે છે. રૂમની બહાર કોઈ છે તો નહીં એ જોઈ જયદીપ
હજી થોડી હારિકાને નજીક લાવી તેના ગાલ પર ચુંબન કરે છે અને કહે છે આ બીજું ચુંબન... મારી વહાલી... હારિકા શરમાય છે તરત દરવાજો બંધ કરી કહે છે બેસોને ત્યાં સૌ વાતો કરે છે આપણે અહીં..
બંને બેડ પર પગ લંબાવીને બેસે છે હારિકા પોતાનો હાથ જયદીપના હાથમાં રાખી તેની છાતી પાસે માથું રાખી જયદીપના હાથને પંપાળી રહી હોય છે. આ તરફ જયદીપ હારિકાના ઘટાદાર કાળા સુંદર રેશમી કેશમાં લીધેલ સાઇડ પફ હેરસ્ટાઈલ જોડે વ્હાલ કરી રહ્યો હોય છે.
" જય, મને તમારા જોડે બહુ ગમે છે હો મને તમે ક્યારે લઈ જશો..?" હારિકા કહે છે.
હું બહાર જઈ એમ કહું ને કે અત્યારે મારી હારિકાને લઈ જઉં તો કોઈ ના નહીં કહે હો.
સાચેજ કહેશો... તો હું આવીશ હો ચાલોને હું સગાઈ પહેલા તમારા જોડે મમ્મી પપ્પા જોડે રહું... તમે કહેશો ને. એમ કહી હારિકા વધુ લાડકાય કરવા લાગે છે.
" અરે મારી નાદાન, હરખુડી હારિકા..." એમ કહી જયદીપ તેને પોતાના આલિંગનની ચાદર ઓઢાડી દે છે. આલિંગનની ચાદરમાં બંને એકમેકના શ્વાસની સુંદર તાજગી ભરી હુંફનું રસપાન કરે છે.
" જય.... કેવું નહીં આપણે બંને સંવેદનશીલ, લાગણીશીલ અને ખૂબ જ રોમેન્ટિક. "
તને ખબર એનું કારણ શું છે...?
ના.. કહો ને...
કારણ કે આપને બંને સંવેદનશીલ લેખક - લેખિકા છીએ સાથે આપના લોહીમાં માત્ર પ્રેમ ગુણ છે કોઇ દુર્ગુણ આપણે ક્યાં જોયો જ છે.
હા... તમે સાચું કીધું પણ હું તમારા એક જોડે ખૂબ તોફાન કરી હો.. હું રિસાય જઈશ તમે મને મનાવજો હું માની પણ જઈશ ખબર શું કામ...?
શું કામ..?
હું તમારા સ્પર્શમાં જીવતી હારિકા છું.
એક વાત કહું હારિકા...?
હા કહો ને...
આજે તમે કેવા લાગો છો ખબર..!??
કેવી લાગુ છું...?? કહો તો
પેલી દક્ષિણની અભિનેત્રી નથી નૈનતારા.
ઓહ.... તમારી ફેવરિટ હમમ..
મારા માટે તું જ નૈનતારા છે.
ભગવાન એ તેને બનાવવામાં ખાસ્સો સમય લીધો છે. જ્યારે મારી હારિકા એટલે મારા હરિ એ આપેલ નૈનતારા રૂપે સુંદર સોગાત. મને બસ તમને ખૂબ ખુશ રાખવાં છે હો હારિકા.. તને જેમ ગમશે એમ તને રાખવી છે મારે તારા ચહેરા પર ઉદાસી નથી જોઈ શકતો... માત્ર હું જ જાણું છું એ તારા ચહેરાની ઉદાસી મેં કેમ જીલી છે. પણ હવે માત્રને માત્ર સ્પર્શીલું સ્મિત જ જોઈએ છે.
પ્રેમભરી વાતોમાં બહારથી અવાજ આવે છે બેટા, હારિકા.... જયદીપ ચાલો દીકરા જમવાનું બની ગયું છે ચાલો હવે આવી જાવ બંને... ( ક્રમશઃ)