પ્રણયમ - 2 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયમ - 2

ભાગ : ૨

" હારિકા.... હારિકા... પેલા તમે સાવ શાંત થઈ જાવ... અને હું શું પારકો છું... હે માસી.... તમે બંને મને દીકરાની જેમ રાખો છો... મારી ફરજ છે... અને હારિકા તમે શું આમ માસીને ખીજાવા લાગ્યાં એ સારું કેવાય...? તમે રૂમ જાવ હું આવું છું ત્યાં બધી વાત કરું છું જાવ ફ્રેશ થઈ જાવ. " એમ કહી જયદીપ, હારિકાને રૂમમાં જવા નું કહે છે.
જોવો માસી અડધી રાતે પણ મારી જરૂર પડે તમે સંકોચ વગર ફોન કરજો હારિકા... ચિંતા કરે એટલે એ ગુસ્સે થઈ ગઈ હશે હું હમણાં એને સમજાવું છે. જો આ દવા છે માસાને થોડા નાસ્તો કરાવી આ દવા આપી દો અને કહો કે પાંચ દિવસ કોલેજ રજા લઈને આરામ કરે. ના કહે તો મને કહેજો હું આવું છું એને કહેવા.. ( હસતાં હસતાં).
જયદીપ દવાની માહિતી હારિકાના મમ્મીને સમજાવી એ હારિકા પાસે જાય છે. હારિકા બેડ પર ચૂપચાપ બેઠી હોય છે.
" હારિકા, આ રીતે મમ્મી જોડે વાત કરવાની.... આમ નાની નાની વાત પર ગુસ્સો કરવાનો... મને કીધું તો એમાં શું થઇ ગયું... હું કોઈક છું હે..... તારે મમ્મીનો આધાર બની એને હિંમત આપી આત્મવિશ્વાસ વધારવાનો હોય.... તમે આમ વર્તન કરો એ જરા પણ મને ના ગમ્યું ત્યાં માસી સામે કહું એ સારું ના લાગે...

સાંભળો છો તમે હારિકા... હું શું કહું છું એ... "
જયદીપના આ કડક વેણ અને પપ્પાની ચિંતામાં હારિકા ની આંખો માંથી મોતી જેવા આંસુ દડવા લાગ્યા...
હારિકા.... હારિકા....તમે રડોમાં હું બહુ બોલી ગયો.... માફ કરી દે...
હારિકા તરત જ જયદીપને બાથ ભરી રડવા લાગે છે. અને કહે છે જયદીપ મને બહુ ચિંતા થાય છે પપ્પાની અને મમ્મીને મેં ખિજાઈ એ પણ ના ગમ્યું....જયદીપ મારે આમ ના કરવું જોઈએ હું ચિંતામાં ને ચિંતામાં ગુસ્સે થઈ ગઈ. જયદીપ તમે ના હોત તો શું થયું હોત....
જયદીપ કહે છે, " સાવ ગાંડી, કશું થયું જ નથી માસાને વધુ કામગીરી કરી હશે એટલે એનો થાક અને તેને લીધે લો બ્લડ પ્રેશર થઈ ગયું. એટલે તે પડી ગયાં. હારિકા.... કશું નથી થયું એમને હવે ચિંતા ના કર".
બંને એકબીજાના આલિંગનમાં હતાં. હારિકા અચાનક લાગણી માંથી સ્વસ્થ થતાં તે આલિંગન માંથી બહાર આવે છે. અને કહે છે જયદીપ... માફ કરજો હું વધુ ભાવુક થઈને તમને...
જયદીપ કહે છે," ગાઢ મિત્ર છો.... આ આંસુ વાળો ચહેરો ચાલો તો અરીસામાં જોઇએ તમારો... ચાલો... "
હારિકાનો હાથ પકડી જયદીપ અરીસા સામે હારિકા ને લઈ જાય છે અને કહે છે.... " આ મારી ગાઢ સખી હારિકા નથી હો.... એનાં ચહેરે તો ખૂબજ સુંદર સ્મિત હોય છે આ તો કોઈક ભૂત છે એમ કહી હારિકાને ચીડવે છે. "
હારિકા હસવા લાગે છે અને જયદીપ જોડે મસ્તી કરવા લાગે છે એવા માં હારિકાના મમ્મી આવે છે અને કહે છે, જયદીપ તારી બેનપણી શાંત થઈ કે હજી ગુસ્સામાં છે...?
અરે, માસી જોવો ને આ તોફાન કરે છે નથી લાગતું આ ભૂત શાંત થઈ ગયું હોય એમ... સૌ હસે છે હારિકા તેના મમ્મીની માફી માગે છે કહે છે મમ્મી તું તો જાણે જ છે

ને...
હા બાપા હા, જાણતી જ હોવ ને મોટી જ મેં કરી છે. ચાલો નાસ્તો કરી લો તમે બંને પેલા. સૌ સાથે મળીને નાસ્તો કરે છે.
" બેટા, સારું થયું તું હતો તારાં માસી એકલા બિચારા ક્યાં ક્યાં દોડે.. હારિકાની તો તને ખબર જ છે એ જરીક એવી વાત માં પણ ચિંતા કરે.." હારિકાના પપ્પા જયદીપને કહે છે.
જાણું જ છું આ તોફાનીને....હવે એ આમ ચિંતા નહી કરે મેં એને સમજાવ્યું છે કે ગુસ્સો નહીં કરવાનો, આધાર બનાવવાનું.....સમજાવ્યું મેં એને તેમ છતાં ના માને તો આપણે ભાવનગર ક્યાં દૂર છે બરાબર ને માસી ( સૌ હસે છે).
હારિકા આજે તમે પણ આરામ કરો, માસાનું ધ્યાન રાખો આપણે આવતી કાલે લેખન કરીશું, માસા હવે હું રજા લઉં, કંઈપણ જરૂર હોય સંકોચ વગર ફોન કરજો અને હમણાં કોલેજે જતા નહીં જો કોલેજ ગયાં તો હું તમારા જોડે નહીં બોલું હો....
" એ હવે તે કીધું એટલે નહીં જાવ બસ.. કિટ્ટા ના કરતો ( હસે છે)."
હારિકાના પપ્પાની તબિયતના સમાચાર લઈ તે ઘરે જવા નીકળે છે. ત્યાં હારિકા પાછળ થી અવાજ કરે છે..
" જયદીપ.... તમે પણ શાંતિથી ઘરે પહોંચી જજો હોં, તમારૂ ધ્યાન રાખજો અને પહોંચીને મને ફોન કરજો, હું રાહ જોઈશ. આરામ કરજો હો આજે તમે પણ. "
ઓહો.....કોઈક મારી કાળજી લેવા માંડ્યું હો.....
હા, જાવ લેવી છે બહુ જ કાળજી લેવી છે એમ કહી શરમાયને હારિકા ઘરમાં ચાલી જાય છે.
(ક્રમશઃ)