વણકેહવાયેલી વાતો - ૧૩ DAVE MITAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વણકેહવાયેલી વાતો - ૧૩

આશિષ નકકી કરે છે કે તે પોતાના પરિવાર ને પોતાની હકીકત કહી દેશે. તે એક ગે છે તે કહી દેશે.

હવે આગળ,

આશિષ એક ગુજરાતી પટેલ પરિવારનો છોકરો છે. તે લોકો માટે આ વાત પચાવી કે તેમનો દિકરો સંપુર્ણ પુરુષ નથી. તે અઘરું બનવાનું જ છે!! એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આવનારી સમસ્યા સાથે લડતાં પહેલા થોડીક મસ્તી કરી લઈએ.

અમે તે દિવસે તો બધાં ફનવર્લ્ડ ફરવા ગયાં. પેરી મયંક ની સાથે મુવી જોવા ગઈ. તો નાઝીયા અને પ્રયાગ બીજો કોઈ શો જોવા બીજા થિયેટરમાં ગયા. પણ આશિષ અને શિવ બંને સાથે શોપિંગ કરવા ગયાં, એકબીજા માટે વસ્તુ લીધી, સાથે ડિનર પણ કર્યુ. હું, અબ્દુલ, ઢીંગલી, રોન, અમ્મી, નઝીમા અને નાઝૂક ની સાથે ફરવા ગયાં ત્યારે એક વખત એવો આવ્યો કે બધાં રાઈડમાં બેઠા હતા. મેં પેલીવાર અબ્દુલને આટલો હસતાં અને રમતા જોયો હતો. તે પણ બધાની સાથે રાઈડમાં બેઠો. ઢીંગલી પણ જીદ કરીને ગઈ.
હું અને અમ્મી બહાર રાહ જોતા ઉભા હતા.

ત્યારે અમ્મી એ મને કહ્યું, "મિત્તલ બેટા, નાઝિયા કહી રહી હતી કે તું કોઈ ગામડા માં જવા માંગે છે. અને તે ગામને આગળ વધવા માટે મદદ કરવા માંગે છે. સાચું છે?"

આ વાત નીકળતાં જ હું ખુશ થઈ ગઈ. મેં એકદમ ઉત્સાહથી કહ્યું, "હા, અમ્મી. હું વિચારી રહી છું કે જે ગામમાં લાઈટ ન હોય તો ત્યાં તે ગામની પોતાની વીજળી નું ઉત્પાદન કરાવું. સુર્ય કે હવા કે પછી પાણીથી વીજળી ઉત્પાદન કરું. જો પાણી ની સમસ્યા હોય તો વરસાદના પાણીનું સંગ્રહ કરતાં શીખવું. ત્યાંના લોકોને શહેર તરફ આવતા રોકું. અને ગામની ઉન્નતિ માં પોતાની શક્તિ વાપરે તેવું સમજાવું. એવું ઘણુ બધુ. પણ ક્યાં જવાનું થયું!"
છેલ્લે બોલતાં મારું મન થોડુંક દુઃખી થઈ ગયું.

અમ્મી: બેટા, તારી ભાવના ખુબ જ સારી છે. તું બીજા માટે આવડી નાની ઉંમરમાં વિચારી રહી છે. તો અલ્લાહે તને ખરેખર આ કામ માટે જ મોકલી લાગી છે. પણ તને કેવી રીતે ખબર પડશે કે કોને કઈ મદદની વધારે જરૂર છે?!

હું થોડીક વાર વિચારી ને બોલી, " એમાં બીજુ શુ હોય! પાણી, લાઈટ, સારા રસ્તા, ત્રણ ટાઈમ જમવાનું સરખી રીતે મળે બસ એવું જ તો હોય.!"

અમ્મી: હા સાચી વાત. પણ તને કેવી રીતે ખબર પડશે કે પેલાં કયું કામ કરવાનુ? કે ક્યાં કામને વધુ મહત્વ આપવાની જરૂર છે? કેમકે દરેક જગ્યા પ્રમાણે અલગ અલગ મુસીબતો હશે. અને તે ગણાવી તેની સિવાય ની સમસ્યા હશે તો?

હું વિચારમાં પડી ગઈ. મેં થોડીક વાર રહી ને કહ્યું, "ત્યાંના લોકો સાથે વાત કરી. તે લોકોની મુસીબતો સાંભળીને. ! તેમને જ પૂછીશ કે સૌથી વધુ શું જરૂરી છે તમારી માટે!"

અમ્મી તરત હસી બોલ્યાં, "બિલકુલ. તું પોતાના વિચારો એમની ઉપર થોપી ન શકે. કોને ખબર કે તું કેટલી મેહનત કરે પણ પછી ખબર પડે કે એની કાઈ વધારે જરૂર નોતી. પેલા સર્વે કર. પછી તે પ્રમાણે કામ કર. તારી અડધી મેહનત બચી જશે!"

મિત્તલ: જેવી રીતે એક કંપની વાળા પોતાની પ્રોડક્ટ માટે કરતાં હોય છે! પેલાં સર્વે કરાવે કે અમારી પ્રોડક્ટ વેચાશે કે નહી. અને જો વેચાશે તો લોકો કેવી સ્ટાઈલ વાળી, કેવા રૂપરંગ વાળી વધારે પસંદ કરશે! વાહ અમ્મી!! યુ આર જીનીયસ!! થેટ્સ વાય યુ આર માય ફેવરીટ!!

અમ્મી ખાલી હસ્યા અને બોલ્યાં, " સમજદાર ને ઈશારો જ કરવાનો હોય. તે આખો રસ્તો જાતે બનાવી લે".

અમે એટલે હું, અબ્દુલ, મયંક, નાઝિયા, પેરી, પ્રયાગ, આશિષ, શિવ, ઢીંગલી અને રોન પ્રવાસ માં સાથે ગયાં હતાં. પ્રવાસમાં રોન ને લીધે ઢીંગલીને ખુબ મજા આવી. આમ તો રોન ઢીંગલી કરતાં ત્રણ વર્ષ મોટો અને હંમેશા ઇંગ્લિશ માં જ વાત કરતો. તેમ છતાં તે બંને ને ખુબ ભળી ગયું. ઢીંગલી ભાઈ ભાઈ કરી બોલાવ્યા કરતી. અને બનેને એકબીજાની વાત ન સમજાતી હોય તો પણ બોલ્યા રાખે. રોન ને જયારે અમારી સાથે લઈ જઈ શકીએ તે માટે જીજુ અને દીદી ની પરમિશન આગલી રાતે લેવાં ગયાં.

ત્યારે સુઝેન દીદીએ મને પૂછયું, "મિત્તલ, તું એને વધારે સમય તારી પાસે સાચવી શકીશ?"

મને એમાં કશો વાંધો ન લાગ્યો એટલે મેં કહ્યું, "હા એમા શું! આમ પણ તે ઢીંગલી સાથે વધારે જોડાઈ ગયો છે. ભલે આજની રાત પણ તે અમારી સાથે રહેતો. અને પ્રવાસ માંથી પાછા આવી ગયા પછી પણ એને રોકાવું હોય તો જ્યા સુધી તેની સ્કૂલ ચાલું નથી થાતી ત્યાં સુધી ભલે રહેતો. "

જીજુ : મિત્તલ, વધારે સમય એટલે બે - ત્રણ દિવસ માટે વાત નથી કરતાં. બે- ત્રણ વર્ષ માટે વાત કરી રહ્યાં છીએ!!

મને આશ્ચર્ય થયું. આટલો બધો સમય એક બાળક પોતાના માતા - પિતાથી દુર કેવી રીતે રહી શકે! મેં મોમ- ડાડ સામે જોયું. તેમના મોંઢા પડી ગયા હતા. મયંકને આ વિશે કાઈ ખબર નોતી એટલે તે પણ આઘાતમાં હતો.

થોડીક વારની ચુપકીદી બાદ દીદી બોલ્યાં, " મિત્તલ, વાત એમ છે કે હું અને જોસેફ લંડન જવા માંગી છીએ. ત્યાં મારી માટે સારી તક છે. હકીકત એમ છે કે હું હંમેશાથી મોડેલ બનવા માંગતી હતી. પણ હિંમત ન થઈ. હવે એક સારી તક સામેથી મળી છે. જોસેફ પોતાની પ્રેક્ટીસ ત્યાં જ કરશે. તેવુ તેણે કહ્યું છે. પણ અમે બંને આખો દિવસ બીઝી હશું. ત્યાં રોનને લઈ જવાથી તે સાવ એકલો પડી જાશે. અને ખોટા મિત્રો બનાવ્યા તો તો આગળ શું થશે તેની હું કલ્પના પણ નથી કરી શકતી."

ત્યાં મોમ બોલ્યાં, "અને તને અમારી તો ખબર જ છે. હોસ્પિટલ સીવાય બીજુ કશું દેખાતુ નથી. તો પછી આ આખા ઘરમાં રોન મયંકની સાથે એકલો થશે! હવે મયંક પોતે વધારે સમય તો તારા ઘરે કે તમારા બધાની સાથે જ વિતાવે છે. પેરી અહીં કયારેક હોય કયારેક નહી."

ડાડ પણ બોલ્યાં, "અમે તને મહેરને સાચવતાં જોઈ છે. તું એક સારી માતા છે. મહેરની ઉંમરના બાળકો કરતાં મહેર ઘણી આગળ છે. તેનો શ્રેય કોઈ પણ શંકા વીના તને જ જાય છે.

દીદી: એટલે અમે લોકોએ વિચાર્યું કે જો તું તૈયાર હોય તો અમે રોનને તારી પાસે રાખવા માંગી છીએ.

મેં અબ્દુલ સામે જોયું અને પછી શિવ સામે. શિવ શું વિચારી રહ્યો હતો તે સમજતા મને થોડીક વાર લાગી પણ અબ્દુલનો નિર્ણય સ્પષ્ટ તેના મોંઢા ઉપર દેખાતો હતો.
મેં એકદમ મક્કમતાથી કહ્યું, " દીદી, હું જે ઘરમાં રહુ છું ત્યાં એક ગુજરાતી હિંદુ છોકરી, એક મુસ્લિમ છોકરો, અને એક મરાઠી હિન્દુ ગે બોય રહે છે. જો તમને ત્યાં તમારા એક ખ્રિસ્તી દિકરા ને મોકલવામાં વાંધો ન હોય તો હું રોનની આગળની જવાબદારી ઉપાડવા તૈયાર છું!"

બધા ખુશ થઈ ગયા. આ નિર્ણય જયારે લેવાયો ત્યારે આશિષ પણ ત્યાં હતો. તે શિવ નો હાથ પકડી ઊભો હતો. તે બંને ખુબ ખુશ હતા. આજે આશિષે અહીં મયંક ના ઘરે આવ્યાં પેલાં જ પોતાના બા- બાપુજી ને પોતાના વિશે બધુ કહી ને આવ્યો હતો.

મેં અમ્મી અને મોમ - ડાડને આશિષના ઘરે આવવા માટે વિનંતી કરી હતી. એટલે તેઓએ એમ નકકી કર્યુ કે તે લોકો મોડેથી કુલ્ફી લઈને પછી આવશે. અમે બધા જમી લઈએ પછી. ત્યાં સુધી આ વાત કરવાની નહી. અને શિવાય ને પણ કહી દીધું કે તું તારા વર્તન થી તેમનુ દિલ જીતી લેજે.

આશિષના મોટા ભાઈ અહીં મુંબઈમાં એક સારી કંપની માં જોબ કરે છે. મુળ તો તેમનુ વતન સુરત છે. પણ મોટા ભાઈ અહીં આવ્યાં તો ધીમે ધીમે આખો પરિવાર અહીં આવી ગયો. તે લોકો ભાઈને કંપની તરફથી મળેલ ફ્લેટમાં રહેતા હતા. પોતાનું ઘર ખરીદવાની જરૂર કોઈને લાગી નહિ. તેનું મુખ્ય કારણ સુરતમાં તેમનુ ઘણુ મોટુ ઘર છે જ. આકાશ ભાઈની પત્ની સુજાતા ભાભી અહીં આવીને તો વધુ ખુશ છે. અમે જ્યારે એમના ઘરે ગયાં તો તે લોકોએ અમારું સ્વાગત ખુબ જ ખુશીથી કર્યુ. અમે બધા હસતાં હસતાં જમ્યા. કોઈ પણ વાત હોય ગોળ ફરીને શિવાય ઊપર જ આવી જતી. આકાશ ભાઈ ને પણ એક દિકરો અને એક દિકરી છે. તે બંને પણ નાના છે. એટલે તેમને ઢીંગલી અને રોન સાથે મજા આવી ગઈ. જમી લીધા પછી થોડીક વાર થઈ હશે ત્યાં મોમ, ડાડ અને અમ્મી આવ્યાં. હવે જ મુખ્ય કામ કરવાનુ હતું.

બાપુજી તેમનુ સ્વાગત કરતાં બોલ્યાં, "અરે આવો આવો!! ઘણી ખુશી થઈ તમે આવ્યા. પણ વધારે ખુશી થાત જો વેલા જમવા સમયે આવ્યા હોત તો. "

તેમની આ વાત નો મજાકિયા રૂપમાં જવાબ આપતાં ડાડ બોલ્યાં, " અમારા બધાની ખામી પુરી કરવા માટે જ અમે રોન ને મોકલ્યો હતો. તે હોય એટલે કોઈની જરૂર કયાં પડે!!"

આ સાંભળી બધા હસી પડ્યા. આશિષ પોતાની જગ્યાએથી ઊભો થયો. તે ધ્રુજી રહ્યો હતો. તેનો હાથ પેરીએ પકડ્યો. અને પોતે તેની પાછળ જઈ ઉભી રહી. અને નાઝિયાંએ તેના ખભા પર હાથ મૂક્યો અને હિંમત આપતી હોય તેમ ઈશારો કર્યો અને કહ્યું જા!

આશિષ થોડોક મોટા અવાજે બોલ્યો, "બાપુજી, મારે તમારી સાથે વાત કરવી છે. અને બા સાથે પણ"

બાપુજી: હા બોલ દિકરા. તારી બા કેહતી હતી કે આજે ફોનમાં તારો અવાજ અલગ થઈ ગયો હતો. તું કાઈક બોલવા જાતો હતો. બોલ શું થયુ??

બા: મને તો લાગે છે કે પેપર સારા નહી ગયાં હોય. હંમેશા સારા માર્કસ સાથે પાસ થાય છે ને. પણ આ વખતે તે બીજા કામ માં અટવાયેલો હતો એટલે પેપર સારા નહી લખી શક્યો હોય.

આકાશ ભાઈ: અરે રે!! ચિંતા શું કરે છે. તો પણ તારા માર્કસ સારા જ હશે. જો જે હું તો કહુ છું કે.....

"આઈ એમ ગે" આશિષ એકદમ અચાનક અને મોટા ભાઈની વાત પુરી થાય તેની પેલાં જ વચ્ચે બોલી પડ્યો. તેણે પોતાની આંખ બંધ કરી દીધી હતી.

અચાનક બોલાયેલા શબ્દો કોઈ સમજી ન શક્યું. બા તરત બોલ્યાં, "શું બોલ્યો? કાઈ સમજાણું નહી. મને લાગે છે કે મેં કાઈક ખોટું સાંભળ્યું!"

આશિષ આ વખતે એકદમ સ્પષ્ટ બોલ્યો પણ આંખ તો હજી બંધ જ હતી.
આશિષ: હું એક લેસ્બિયન છું. બીજા શબ્દોમાં કહુ તો છક્કો, ગે, ટ્રાંન્સજેન્ડર, હાફ ગર્લ કે હાફ બોય જે કહો તે છું. મને પેરી, મિત્તલ કે નાઝિયા માં જરાય રસ નથી. એટલે એની જેવી બીજી કોઈ પણ ગર્લ્સ થી મને અટ્રેકસન નથી થતુ. મને બોયઝ પસંદ છે. અને હું છેલ્લા છ મહિનાથી શિવાયને ડેટ કરી રહ્યો છું. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. બસ આ જ કેહવુ હતું. "

સાવ સન્નાટો. કોઈ કશું બોલે જ નહી. બા, બાપુજી, મોટા ભાઈ, ભાભી બધા ચૂપ. બધા છોકરાઓને તો રૂમની અંદર મોકલી દઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. જેથી અહીં કાઈ પણ થાય તે ન જુવે. અબ્દુલે મારી સામે જોયું. હું પણ મુંજાઈ ગઈ. કોઈ બોલશે નહી તો આગળની વાત થશે કેમ? ક્યાંક અમ્મીની વાત સાચી હશે કે તેમને પેલેથી ખબર હશે. એટલે કોઈ બોલતું નથી. ત્યાં આખરે ભાભીએ ચુપકીદી તોડી.

ભાભી: મને ખબર છે! હું પરણીને આવી ત્યારે જ ખબર પડી ગઈ હતી. એક સ્ત્રી, પુરુષનો સ્પર્શ અને એક અર્ધપુરુષનો સ્પર્શ માં રહેલો ભેદ આરામથી ઓળખી શકે. પણ હું ક્યારેય કાઈ બોલી નહિ. તમારું વર્તન કાઈક બીજુ જ કહેતું એટલે.

આકાશ ભાઈ: મને પણ ખબર છે! મેં તને એકવાર કોઈ છોકરા સાથે કિસિસના ફોટા પાડતા જોઈ ગયો હતો. પણ તે છુપાડેલું રાખેલું તો હું પણ પરિવારની માન મર્યાદા ને કારણે ચૂપ રહ્યો!

હવે આઘાત લાગવાનો વારો અમારો હતો. હવે આશિષે આંખ ખોલી. એકબાજુ ખુશી થઈ અને બીજી બાજુ અફસોસ કે આશિષ ખોટું ડરી રહ્યો હતો. બસ આ જ શબ્દો હવે બા કે બાપુજી બોલી દે. એટલે ચિંતા દુર......

પણ એવું ન થયુ!!

બા: તું શું બોલી રહ્યો છે તે તને ખબર તો છે ને!! આપણા પરિવાર નું બાળક છક્કો!!
તેઓ આશિષ ની એકદમ નજીક આવ્યા અને બોલ્યાં, " આપણે ઓપરેશન કરાવી લેશું. તારે જે જોતું હશે તે આપાવી દેશું. પણ તું આવુ ન બોલ."

બાપુજી: આપણા સમાજ વાળા શું વિચારશે! આશિષ તે આ શું કર્યુ! જો હું ચોક્ખું કહું છું હુ આ નહી ચલાવું. અને હજી તારી ઉંમર શું છે! તને શું ખબર પડે કે તું પુરૂષ નથી.

આશિષ હસ્યો, "મારી સીવાય આ વાત કોઈ બીજુ સમજી પણ નહી શકે. અને બા, હું આ જ છું. એમાં કોઈ ઓપરેશન શકય જ નથી. મને મારી આ ઓળખ પસંદ છે."

બા એકદમ ગુસ્સે થઈ ગયા, "પસંદ છે? તને ભાન પણ નથી કે તું શુ બોલી રહ્યો છે! તને કોઈકે ભરમાવ્યો છે અને તું આવી પણ ગયો. એટલે અમે તને અમારાથી દુર મોકલ્યો હતો કે તું આવા કાંડ કરે! તું શું અમને બદનામ કરવા માટે જન્મ્યો છે. અત્યાર સુધીની બધી પ્રતિષ્ઠા ચાલી જશે."

બાપુજી: આ બધું તને અમે આટલો પ્રેમ કર્યો એનું પરિણામ છે.

પેરી વચ્ચે બોલવા ગઈ. તે ગુસ્સામાં કાઈ પણ બોલી જાશે તો પરિસ્થિતિ વધારે બગડશે એટલે મેં નાઝિયાને ઈશારો કરી પેરીને રોકવા કહ્યું. નાઝિયાએ તરત પેરીનો હાથ પકડી એને નિચે બેસાડી દીધી.

પેલાં વેલા ડાડ બોલ્યાં, "તમારી વાતુ ઉપરથી મને એમ કેમ લાગે છે કે તમને પણ આ બાબત વિશે થોડી ઘણી ખબર હતી!"

બાપુજી તરત ગુસ્સે થઈ બોલ્યાં, "એટલે તમે કેવા શું માંગો છો? અમે અમારાં દીકરાની આવડી મોટી વાત છુંપાડીએ?"

મોમ: મને તો તમારા પ્રશ્ન માં જ જવાબ દેખાય છે. પણ ચલો તે વાત જવા દો. હવે તમને ખબર પડી ગઈ તો તમારે તમારા દિકરાને શાબાશી આપવી જોઈએ કે તેણે આટલી બધી હિંમત કરી છેવટે બોલ્યો ખરી !

બા: અરે શાબાશી શું આપીએ? અમારું માથુ અમારાં સમાજ માં જુકી જશે.

અમ્મી: સાચું કહયું. આ સમાજ હોય જ છે એવો. બસ આપણે કાઈક ભૂલ કરીએ અને તે આપણેને તે વાત યાદ કરાવી કરાવી શાંતી થી જીવા પણ ન દે. કેમ જેનેલિયા બેન (મોમ) બરાબર કીધુ ને મેં?

મોમ: હા વાત સાચી છે. આશિષ, તું તો ઘણો સ્વાર્થી નિકળ્યો! તારે ભલે આખી જિંદગી એક જૂઠ સાથે રહવું પડે તું સાચો છે તે વાત સાબિત કરવા ભલે ને કોઈ ભોળી છોકરી સાથે લગ્ન કરી સંસાર વસાવો પડે. તું એને આખી જિંદગી હેરાન કરે કે તે તને હેરાન કરે, પણ આ વાત સમાજની સામે તો કોઈ રીતે આવા નહી દેવાની!

ડાડ: હા, તારે તારી ખુશી ની પેલાં આ સો કોલ્ડ સમાજ વિશે પેલાં વિચારવાનું. એટલું પણ તું નથી સમજતો.!!

આટલુ સાંભળ્યા પછી બા, બાપુજી કશું ન બોલ્યાં. અમે બધા ખુશ થઈ ગયા. અમ્મી બા, બાપુજી બંને ની નજીક ગયાં. અને બોલ્યાં, " તમે લોકો ખુદ પીડિત સ્ત્રીઓ નો આશ્રમ ચલાવો છો. તમે તેમાં જોયું જ છે કે સમાજ જ એમને તરછોડી દે છે. આ ખોખલા સમાજને લીધે જ કેટલા આશિષ જેવા લોકોને સાડી પહેરીને રસ્તા પર ઉતરવું પડે છે. આ સમાજને બીજાની ઉતાર્યા સીવાય કાઈ નથી આવડતું!"

અમે બધા છોકરાઓ એ નકકી કર્યુ હતુ કે કાઈ બોલશું નહી. એટલે અમે બધાં ચૂપ હતા. પણ આશિષને તો બોલવાનું જ હતું.

એટલે તે ધીમેથી બોલ્યો, "જ્યારથી આ વાત મને સમજાણી છે. ત્યારથી લઈને હું આજ દિવસ સુધી હંમેશા ડર માં જ જીવ્યો છું. હું વધુ આ ડરમાં જીવવા માંગતો નથી. કોઈને ખબર પડે તેથી શું! હું પણ ભગવાને બનાવેલ માણસ જ છું. તેમની જ એક રચના છું. મારી સાથે ભેદભાવ જો મારા જ બા, બાપુજી કરશે તો બીજા કોઈને હું શુ સમજાવીશ!! પ્લીઝ, આજ દીવસ સુધી જેમ પ્રેમ કરતાં આવ્યાં હતાં તેમ આગળ પણ કરતાં રહેજો ને!"

મોમ હસી ને બોલ્યાં, " તમારા દિકરાએ માંગી માંગી ને પણ ખાલી પ્રેમ જ માંગ્યો!!"

બાપુજી થોડાક હળવા પડી ગયા. તેમણે ધીમેથી શાંતી થી બોલ્યાં, "ચાલો અમે સમાજની ચિંતા નથી કરતાં. પણ ક્યાંક અંશે અમે પણ તે જ સમાજનો ભાગ છીએ. મારો એક દિકરો કોઈ છોકરી સાથે નહી અને છોકરા સાથે ફરી રહ્યો છે આ વાત સહન થતી જ નથી. "

આ વખતે શિવ બોલ્યો, "તો તમે આ વાત વિશે વિચારો જ નહી! હજી અમારી ઉમર જ શું છે! તમે મને પણ આશિષનાં બીજા ફ્રેન્ડની જેમ તેનો એક ફ્રેન્ડ જ સમજો. અમે બંને હજુ ભણી રહ્યા છીએ. તો એટલો સમય તમે પણ લઈ લો અને અમે પણ. તમે વાત સ્વીકારવા માટે અને અમે એકબીજાની સાથે આખી જિંદગી રહી શકશું કે નહી તે વિચારવા માટે!

બા તેની સામે ગુસ્સેથી જોયું. શિવ તરત અબ્દુલની પાછળ ચાલ્યો ગયો. પણ અમ્મી ને એક રસ્તો મળી ગયો.

અમ્મી: ભલે શિવાય બેટા એ થોડુંક ઊંધું બોલ્યો. પણ વાત બરાબર છે. તમે જેટલો આશિષ ને જોશો કે તેનો અવાજ સાંભળો તો તમને આ બધી વાતો યાદ આવ્યાં કરશે. તો જ્યા સુધી આ વાત થી તમે લોકો પુરે પુરા કમ્ફર્ટેબલ ન થઈ જાવ ત્યાં સુધી ભલે આશિષ પ્રયાગની ઘરે રહેતો. રજાઓમાં, વિકેન્ડ્સ માં, તમને મળવા આવ્યાં કરશે. હજી તો તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં હવે આવશે. અને તે લોકો હજુ આગળ પણ ભણશે. તો તમે પોતાને આ સમય આપો."

બા દુઃખી અવાજમાં બોલ્યાં, "મારા આશિષથી વંશ આગળ નહી વધે! તે વૃદ્ધ થશે ત્યારે તેનાં છોકરા જ નહી હોય તેને સાચવવા માટે! તે આખી જિંદગી કેમ કાઢશે??"

અમ્મી: તમે આજની જનરેશન પાસે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો કે તે તમને સાચવશે! આજ કાલના બાળકો પોતાને સાચવે એટલું બસ છે. અને આશિષ ના બાળકો થાય, આશિષ વૃદ્ધ થશે ત્યા સુધી માં તો કેટલું બધું બદલાઈ ગયું હશે.

બાપુજી: એતો તમારે ત્રણ દિકરીઓ જ છે. એટલે આવુ કહો છો. બાકી દિકરો હોય તો ખબર પડે!!

આ સાંભળી નાઝિયાને ખોટું લાગ્યું. પેરી પણ ગુસ્સામાં ફરી બોલવા જાતી હતી. પણ મયંક અને નાઝિયાએ તેને રોકી લીધી. એટલે જ તે બંને તેની બાજુમા બેઠા હતા. અમે નકકી કર્યુ હતુ કે અમે નહી જ બોલીએ. પણ ડાડ બોલ્યાં.

ડાડ: તો અમારે તો દિકરો છે ને! અને જિસસ ક્રાઇસ્ટની બ્લેસથી અમને જમાઈ પણ દિકરા જેવો મળ્યો છે. પણ છતાં અમને બંને માંથી કોઈની પાસે આશા નથી. અમે તો અત્યારથી રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી લીધી છે.

મોમ: આ તો તમે આટલા સ્વસ્થ છો, આખો દિવસ બીજા કામો ને લીધે બહાર રહો છો, અને તમારી પાસે પોતાના પૈસા પણ છે, અને પાછા ઘરે મદદ પણ કરો છો. એટલે તમે અહીં શાંતિથી રહી શકો છો. બાકી તો.....

આ સાંભળી મોટા ભાઈ અને ભાભી છોભીલા પડી ગયા. અને તરત મોટા ભાઈ બોલ્યાં, "ના, ના, બાપુજી એવુ કશું નથી. અમને તમારુ અહીં રહેવું પસંદ છે.."

આશિષ: બા, હું તમારો લાડકો દિકરો છું ને! મને એક તક તો આપો. મેં તમને આજ દિવસ સુધી નિરાશ નથી કર્યા, આગળ પણ નહી કરું.

બા - બાપુજી માની ગયાં. અમે બધા ખુશ થઈ ગયા. મોમ, ડાડ અને અમ્મી જેમ આવ્યા હતા તેમ ચાલ્યાં પણ ગયાં. અમે બધા સાથે જ ત્યાંથી નીકળ્યા. રોન અને ઢીંગલી તો ગાડીમાં સૂઈ ગયાં. આજે આ બંને એ ખુબ ધૂમ મચાવી હતી. તો હવે તો થાકે જ. મને રોન ને જોઈ વિચાર આવ્યો કે તેને પણ કાલે પિકનિક પર સાથે લઈ જઈએ. ઢીંગલીને ખુબ મજા આવશે. એટલે જ મેં દિદી અને જીજુ પાસે પરમિશન માંગી તો તેમણે મને ત્રણ વર્ષ ની પરમિશન આપી દીધી.

હું, અબ્દુલ અને શિવ બીજા દિવસે સવારે સાડા છ વાગ્યે મીની બસ અને એક ડ્રાઈવર સાથે લઈ પેરીના ઘર પાસે પહોંચી ગયા. બધાનું ઘર ત્યાં નજીક જ છે. એટલે અમે જ અહીં આવી ગયા. અમે લોકો મુંબઈ થી ૮૩૬ કિમી દૂર આવેલ નાગપુર જિલ્લામાં જોવા અને માણવા લાયક સ્થળોએ ફરશું એવું નકકી થયુ હતું. પણ તેની કરતાં વધારે અમે ત્યાંના લોકો સાથે વધુ રહ્યાં. ત્યાં પોતાની નજરે જોયા બાદ મને સમજાયું કે હું જેટલું વિચારતી હતી તેટલું જ નથી. લોકો પાણી, વીજળી કરતાં પણ વધારે ગંભીર બાબતો સાથે જીવી રહ્યા હતા. અમે ત્યાં ખુબ ફર્યા. એક અઠવાડિયા ને બદલે દસ દિવસ થઈ ગયા. અમે ઘરે પાછાં આવ્યાં તો અગિયારમો દિવસ હતો.

હું મારા ઘરે રોનને સાથે લઈને આવેલ. તેની બધી વસ્તુ અમે આવ્યા તેવી પહોંચી ગઈ. મેં મારા જ રુમમાં બધી વસ્તઓને સરખી ગોઠવી અને મારા રુમમાં જેટલો શિવ નો સમાન હતો તે અબ્દુલના રુમમાં મુક્યો. અને વધારાની વસ્તુ સામેના મકાનમાં મુકી દીધી. રોન હિન્દી અને અંગ્રેજી જ સમજતો. છતાં તેની સાથે હું ઘણી વાર ગુજરાતી માં બોલી જાતી. તો પણ તે સમજી જતો. ઢીંગલીના લીધે તેને અહીં રહેવું ફાવી ગયું. એને આમ એક જ રુમમાં રહેવું થોડા દિવસ નોતું ગમતું. પણ રાતે હું વાર્તા કરતી, મસ્તી કરતી, તો તેને વધુ ગમવા લાગ્યું. રોન હવે ખાલી આ ઘરનો એક મહેમાન નહી પણ અમારા દિલમા પણ તેની જગ્યા બની ગઇ. તેની મોટી સાબિતી પેલાં પેન્ટિંગમાં મયંકે તેનું ચિત્ર એવી સિફત થી એડ કરી દીધું કે કોઈ કહી જ ન શકે કે પાછળ થી ઉમેર્યું હશે. તે પણ અબ્દુલ અને ઢીંગલી સાથે રમી રહ્યો હતો. અને ગ્રીન બોર્ડ જેમાં અમારાં બધાના ફોટા લગાડેલા તેમા તેનો ફોટો પણ આવી ગયો. મેં જીજુના દિકરા સાથે તેમની ઓફીસ પણ સંભાળી લીધી. જો કોઈ મારી વાત ન માને તો અબ્દુલ આવી મનાવી જતો.

મેં એક સામૂહિક રીતે તે ફેક્ટરીમાં કામ કરતાં બધાં પછી તે મજૂરો હોય કે સી.ઈ.ઓ. બધાંને એક સાથે બોલાવ્યા. અને બધાને કામ કરવાં માટે જુનુન ચડે તેવું ભાષણ આપ્યું. અને બધાંને કહ્યું કે આપણે આ કંપની ને સૌથી ટોપ પર લઈ જાશું.

બધા કર્મચારીઓ મારી સાથે જોડાય તો મારું કામ અડધું થઈ જાય. બધા મારી આજ્ઞા કોઈપણ ખચકાટ વગર માની જાય. નાના કર્મચારીઓ નો મને વાંધો ન હતો. વાંધો તો આ મોટા મોટા અનુભવ લઈને ઊંચી ખુરશી પર બેઠેલા લોકોનો હતો. તે માનવા તૈયાર ન હતા. તો તેને અબ્દુલે મનાવી લીધા.

એક દિવસની વાત છે...
અબ્દુલ બંને બાળકો સાથે સોસાયટીના બગીચામાં બેઠો હતો. બંને બાળકો તો સરસ રમી રહ્યા હતા. અને અબ્દુલ તેમનુ ઘ્યાન રાખતો ફોનમાં વાત કરી રહ્યો હતો. શિવ હજી પોતાની કૉલેજથી આવ્યો ન હતો. તે આવી રહ્યો છે એવું એણે ફોનમાં કહયું એટલે હું પણ ઘર બંધ કરી નિચે ઉતરી. અમે બધા મયંકની નવી પેન્ટિંગનુ એકઝીબિશન હતુંં, તેમાં જઈ રહ્યાં હતાં. ત્યાં લિફ્ટની સામે એક સતરેક વર્ષની છોકરી પોતાની સાઈકલ સાથે કાઈક મથી રહી હતી. મેં સરખું જોયું તો તેના સાઈકલની ચેઈન નીકળી ગઈ હતી.
હું મદદ કરવાના ભાવથી તેની પાસે ગઈ. અને બોલી, " હું મદદ કરું?"

તેણે મારી સામે તીરછી નજરે જોયું અને બોલી, "મિતલ છો ને તું?"

"હા, હું આ એ બિલ્ડિંગમાં પાંચમા માળે રહુ છું. તારી સાઈકલની ચેઈન નીકળી ગઈ છે. હું સરખી કરી શકીશ." તેણે મને તુંકારે બોલાવી તે મને ગમ્યું નહી પણ છતાં હું હસતાં બોલી.

તેણે ફરી તુમાખી ભર્યો જવાબ આપતાં કહ્યું, "તું શું કરી શકીશ? તારા બોયફ્રેન્ડ કમ હસબન્ડને બોલાવ! તે તો એક મોટો ગુંડો છે ને તે આરામથી કરી શકશે!"

મને આશ્ચર્ય થયું. મેં એને હસતાં હસતાં સાઈકલ પાસેથી આઘી કરી નીચે બેઠી અને કહ્યું, " તે એક ગુંડો છે. કોઈ સાઈકલ રિપેરર નથી. જ્યારે હું તો આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી સાઈકલ ચલાવું છું. મને તેની કરતાં વધુ આવડે છે."

પપ્પાએ બંને ભાઈ બહેન વચ્ચે એક સાઈકલ લઈ દીધી હતી. પછી ભાઈને સાઈકલ વધારે ચલાવી ગમે એટલે બીજી સાઈકલ સેકન્ડ હેન્ડ પણ આવી ગઈ. હું ત્યાં જ્યાં સુધી હતી ત્યાં સુધી મેં સાઈકલ જ ચલાવી છે. અને અહીં આવીને પણ!

તેણે ફરી પૂછયું, "મેં સાંભળ્યું છે કે તું બીઝનેસ કરે છે. અને સાથે ભણે પણ છે. સાથે કાઈક NGO ના કામ પણ કરે છે તારે એક દિકરી પણ છે ને, સાચું છે?"

"નાના મોટા સેવાના કામ કરું છુ." સાઈકલની ચેઈન ચડી ગઈ હતી ત્યાં પાછી ઉતરી ગઈ. ફરીથી ચડાવતા કહ્યું, " અને પેલાં અબ્દુલ સાથે રમતી નાની છોકરી છે ને તે મારી દિકરી છે."

તેણે કહ્યું, "તને મેં અમારી સ્કુલમાં જોઈ હતી. તું બધાંને પોતાનું પર્સનલ વાહન છોડી, સાઈકલ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનુ કહેવા આવી હતી. તું આટલી હોશિયાર અને સારી છો તો પછી અબ્દુલ જેવા ગુંડા સાથે શું કામ રહે છે?"

મેં હસતાં કહ્યું, "હું હોશિયાર છું એટલે જ અબ્દુલ સાથે રહુ છું!"

તે ગુસ્સે થઈ ગઈ અને બોલી, "તને ખબર પણ છે કે લોકો તારી અને તે ગુંડા વિશે કેવી કેવી વાતુ કરે છે! હું તારી જગ્યાએ હોત તો કયારેય એવાં સાથે ન રહુ! બાય ધ વે, તે તારો છે કોણ?"

મને તેનો બોલવાનો ઢંગ પસંદ ન આવ્યો. તેની સાઈકલ સરખી થઈ ગઈ હતી એટલે સાઇકલને મુકતા મેં એને કહ્યું, " પેલી વાત તે એક માણસ છે અને તેનું નામ પણ છે. તો એવી રીતે જ બોલાવીએ તો વધારે સારું રહેશે. અને મારી સાથે તો બીજો પણ એક છોકરો રહે છે. અને થોડાક દિવસથી હજી એક નાનો છોકરો અમારી સાથે રહે છે. કોઈએ એની સાથે મારું નામ ન જોડ્યું!"

"જો મિત્તલ, હું તારા ભલા માટે કહી રહી છું. બધા ખુબ ગોસીપ કરે છે. તું બધાને જવાબ કેમ નથી આપી દેતી?"

મેં એની સામે હસતાં કહ્યું, " લોકો માટે હું મરી જઈશ ને તો પણ બધાં મારી ખામીઓ ગોતી ગોતી તેના ઉપર ગોસીપ ચાલું કરશે. મને જે ઠીક લાગે તે કરું. અબ્દુલ મારો શું લાગે છે એનાથી બીજા કોઈને ફર્ક પડે જ શું કામ! એક વાત કહે, તું તો નાની છો. તું તો આવી આંટીઓ સાથે બેસતી તો હોઈશ નહી, તો તને આ બધી વાત ની ખબર ક્યાંથી પડી? તારા મમ્મી એ કીધુ ને ?"

તે સામે કશું બોલી નહી. તેણે પોતાનું મોઢું નીચું કરી નાખ્યું. મેં અબ્દુલની સામે જોયું. શિવ પણ ત્યાં હતો. તે મારી પાસે આવવાને બદલે ત્યાં જ ચાલ્યો ગયો.

પેલી છોકરીનું મોઢું પડેલું જોઈ હું બોલી, "તારી મમ્મીને કહીશ તો બાકી બધા આંટી સુધી વાત પણ પહોંચી જશે. અને આજે અહીં જે કાઈ વાત થઈ તે તું તારી મમ્મીને પણ ચોક્કસ કહીશ! તો તો હું તને જરાયે નહી કહુ કે મારી સાથે રહેતા તે બધાં બોયઝ સાથે મારે શું સંબંધ છે! જેટલી ગોસીપ કરવી હોય તેટલી કરો! પણ યાદ રાખજો કે તમે કોની ગોસીપ કરી રહ્યા છો! હું એક સ્ટુડન્ટની સાથે સમાજ સેવીકા પણ છું. મારી વિશે આ સોસાયટીમાં કદાચ ખરાબ બોલવાવાળા હશે. પણ બહાર એવા ઘણાં છે જે મારી માટે મરવા મારવા ઉપર ઉતરી પડશે. અને અબ્દુલની તો ખબર જ છે કે તે એક ગુંડો છે! તે રહે છે તે ફ્લોર પર તો કોઈ ઘર ખરીદવાની હિંમત પણ નથી કરતું. અને જે રહે છે તે તો પેલેથી રહેતા હતા. પછી અબ્દુલ આવ્યો. બિચારા કયાં જાય! તો સમજી ગઈ ને તું?!"

મેં એને એની સાઈકલ સોંપતા ત્યાંથી જવા લાગી. તો તે ફરી બોલી, "તું અમને બધાંને ધમકી આપે છે! પોલિસ માં ફરિયાદ સોસાયટી વાળા કરી દેશે ને તો તમે કોઈ અહીં રાહી નહી શકો."

મને હસવું આવ્યું. અને તેની સામે હસતાં જ કહ્યું, "શું ફરિયાદ કરીશ? અમારે લીધે સોસાયટીમાં કંઈ વ્યક્તિને પરેશાની થઈ છે, જરાક કહેતો. અને પોલિસ પાસે એવા કોઈ રાઈટ નથી કે તે મને કાઢી શકે. કેમકે મારી ઉંમર ઓગણીસ વર્ષ છે. હું લીગલી પોતાના ડીસીઝન લઈ શકું છું. પોલિસ ફરિયાદ કરવાનુ વેલા વિચારવું હતું! તારી પાસે એવી કોઈ વસ્તુ જ નથી કે જેથી તમે લોકો અમને ડરાવી શકો. પણ મારી પાસે છે. એટલે બધાંને કહી દેજે કે ગોસીપ કરવાં માટે કે પછી ખોટી અફવા ફૈલાવા માટે આ એરિયામાં ઘણાં લોકો છે, એના વિશે બોલો. હવે લિમિટ ક્રોસ કરી તો અત્યાર સુધી શાંત રહેલા મને અને અબ્દુલને મસ્ત પરાક્રમ કરતા જોશો. સમજી કે હજુ કાઈ બોલવું પડશે?!"

હું ત્યાંથી પાછળ ફર્યા વગર ચાલી ગઈ. અને બાકી બધા પાસે આવી ને કીધું, " હવે બધાંને અહીં રમવું જ છે કે જાવું પણ છે."

ત્યાં રોન મારી પાસે આવતા બોલ્યો, " નો નો માસી, વી ગો નાઉ. "અને મારો હાથ સામેથી પકડી લીધો. તો આ જોઈ ઢીંગલી પણ આવી અને મારો બીજો હાથ પકડતાં બોલી, "મમ્મી ગો."

મને હસવું આવ્યું.

ત્યાં શિવ બોલ્યો, "મિત્તલ, તું પેલી છોકરી સાથે શું વાત કરતી હતી?"

મિત્તલ: અરે કાઈ નહી. એની સાઈકલની ચેઈન નીકળી ગઈ હતી તો સરખી કરી દીધી.

અબ્દુલ: પર આપકે હાવ ભાવસે એસા લગતા નહી થા કિ આપ સિર્ફ ઉસકી હેલ્પ કર રહે થે.

મેં તરત અબ્દુલ સામે જોયું. અબ્દુલ તો નીચું માથુ રાખી ચાલી રહ્યો હતો. એટલે મેં કહ્યું, "આજ પછી હવે કોઈ આપણા વિશે ખરાબ બોલતાં બે વાર વિચારશે તો ખરી!"

શિવ હસતાં હસતાં ગાડી લેવાં ચાલ્યો ગયો.


હું જીજુની કંપની સરસ સંભાળી રહી હતી. મેં એમાં ઘણા બદલાવ કરાવ્યાં. જેમકે શનિવાર અને રવિવારે રજા કરી નાખી અને તેના બદલે બાકીના દિવસોમાં બે કલાક વધારી નાખ્યાં. કોસ્ટ કટિંગ જ્યાં થઈ શકે ત્યાં કરાવી. અને જે કોઈ પણ કંપની વિશે ખરાબ વિચારતા હતા તે બધાંને કાઢી મુક્યા. અને નવા વિચારો વાળા લોકોની નિમણુક કરી.

સાથે મેં હું જે આશ્રમ માં રહી હતી. ત્યાંના લોકો ખાખરા બનાવીને વેચતાં હતા. તે જ ખાખરાને મેં બહાર બીજા દેશમાં વેચવાનો પ્રયાસ કર્યો. ક્લાઈન્ટ ગોત્યા, સેમ્પલ મોકલ્યા, અને બીજી પ્રોસેસ કરવી પડે તે બધું કર્યું.

તેની સાથે મેં અને અબ્દુલે એક બંધ પડવાને આરે આવી ગયેલી રીસાકલિંગની ફેક્ટરી જોઈ. તેનો માલિક નાદારી ની સ્થિતિ માં મુકાઈ ગયો હતો. તેની પાસે છે તે બધું વેચી નાખે તો પણ લેણું ઉતરે તેમ નથી. એટલે તે ફેક્ટરી મેં ખરીદવાનું નકકી કર્યુ. તો તરત બધાએ સવાલ કર્યા.

નાઝિયા: મિત્તલ, તને કોઈ બીઝનેસ નથી મળતો તે તારે તે જ કરવું છે!

પેરી: એમાં કોઈ વધારે પ્રોફીટ પણ નહી હોય. તું એમાં શુ કરી લઈશ?

મયંક: મિત્તલ, તું પેલાં શાંતીથી એક્સ્પોર્ટનું કામ સરખી રીતે કર, તેમાં આગળ જા, પછી બીજું લે.

શિવ: મિત્તલ, તારે કેટલા કામ કરવા છે! ફરી પાછી બીમાર પડી કે તારા કોઈપણ અંગને કાઈ થયું ને તો આ વખતે ખાલી નાઝિયા નહી પણ બધાં મારી અને અબ્દુલ ઉપર ચડી બેસશે.

આશિષ: મિત્તલ, આ કામ કરવાંમાં પૈસા પોતાના વાપરી નાખીશ, તો પછી આગળ શું કરીશ?

મિત્તલ: ફ્રેન્ડસ શાંતી. મને બોલવા તો દયો. મારું કામ શું છે પ્રયાવરણની જાણવણી. તો આ બીઝનેસથી હું તે કરી શકીશ. અને એક્સ્પોર્ટમાં વધુ મથવાની જરૂર નથી. હું અપડેટ રહીશ એટલે તે ચાલ્યાં રાખશે. અને પૈસા માટે તો જીજુની કંપનીમાં કામ કરું જ છું. એતો હું છોડીશ નહી. અને પ્રોફીટ બધી વસ્તુમાં હોય, ગોતતા આવડવો જોઈએ.

પ્રયાગ: પણ મિત્તલ, સરકારે તો પ્લાસ્ટિક પર પેલેથી બેન કરી દીધું છે. અને તું તો પ્લાસ્ટિકનું રિસાઈકલ કરીશ. તો ક્યાંક આગળ જતાં સરકાર બંધ કરાવશે તો?

મિત્તલ: બેન કર્યુ એને તો કેટલો ટાઈમ થઈ ગયો. તો પણ ચાલે જ છે ને. અને ખાલી તે એક જ વસ્તુનું રિસાઈકલ થોડી થાય છે. કાગળ, લોખંડ, અને એવી ઘણી બધી વસ્તુ છે જ!

અબ્દુલ: મુજે લાગતાં હૈ કિ, હમ સબસે જ્યાદા મિસ દવે કો બીઝનેસ કી સમજ જ્યાદા હૈ. હમે ઉનકો ઉનકે તરિકે સે બીઝનેસ કરને દેતે હૈ ના!

આશિષ: અબ્દુલ તું તો હંમેશા મિત્તલનો જ પક્ષ લે છે. તું તો કંઈ બોલ જ નહી.

અબ્દુલ: સોરી સર. પર મેં જબ મિસ દવે કે વિરુદ્ધ બોલતાં હું તો આપ સબ ઉનકે સાથ હો જાતે હો. ઔર મુજે અકેલા કર દેતે હૈ. ઇસલિએ મેં પેહલેસે હિ મિસ દવે કે સાથ રેહતા હું.

અબ્દુલ એકદમ ધીમો અવાજ કરી બોલ્યો. એની વાત સાંભળી બધા હસ્યા. નાઝિયાએ પૂછયું, "મિત્તલ એવડી મોટી ફેક્ટરી ચલાવા પૈસા ક્યાંથી કાઢીશ? બેંક તો તે ફેક્ટરી જોઈને જ પૈસા નહી આપે."

મેં એકદમ ઉતેચીત થઈને કહયું, "અરે પૈસા તો અબ્દુલ આપવાનો છે! તે મારા બીઝનેસનો પચાસ ટકાનો પાર્ટનર છે!"

બધાં ચોંકી ગયા. મયંક તરત બોલ્યો, "ઓ જિસસ! એટલે અબ્દુલ તું મિત્તલ નો પક્ષ લેતો હતો!

અબ્દુલ પણ ચોંકી ગયેલો હતો. તે કાઈ બોલી જ ન શક્યો! પણ મયંકના આક્ષેપથી તરત બોલ્યો, "અરે નહી! મુજે ખુદ નહી પતા થા! મિસ દવે, આપ તો મેરે પૈસેકો હરામ માનતે હૈ ના! તો મેરે પૈસે કેસે?

હું સાહજિકતાથી બોલી જાણે મારો કશો વાંક જ ન હોય, " અરે મેં સાવ એવુ ક્યારે કીધું? અને તું પૈસા તો આપીશ એની મને ખાતરી છે. બાકી બધા સવાલો નો એક જ જવાબ છે કે "મારી મરજી!" "
બધાં મારી સામે કતરાઈને જોતાં હતાં. હું ત્યાંથી ભાગી તો બધાં મારી પાછળ ભાગ્યા. આવી મસ્તી તો દરોરજ થતી રહેતી.

પણ હું બીઝનેસમાં ભુલો કરી બેઠી. પેલી ભુલ મેં મારા ખાખરા બિઝનેસમાં કોઈ ડમી ફોરેન કંપની ઉપર ભરોસો કરી લીધો અને માલ મોકલી દીધો, જ્યારે પૈસા આવ્યા નહી! બીજી ભુલ મેં રીસાઈકલની ફેક્ટરીમાં મેનેજમેન્ટને લગતા બે ત્રણ નિર્ણયો ખોટા લઈ લીધા. જેથી ફાયદો થવાને બદલે વધુ નુકસાનીમાં જતી રહી. હું કોસ્ટ કટિંગમાં માસ્ટર હતી. હું પણ એક માણસ છું અને તેમાં પણ એક નાની છોકરી! બધાં સેક્ટર માં હું હોશિયાર નથી. અને ફરી પાછી ફેક્ટરી માં નોટિસ આવી ગઈ કે છ મહિનામાં લોન ચૂકવો નહિતર ફેક્ટરી નીલામ થઈ જશે. મેં તેના માલિક સાથે કરાર કર્યો હતો કે તેને હું પૈસા એક વર્ષ પછી ચુકવિશ. એટલે અત્યારે તો મારે એને કશું દેવાનું ન હતું. બાકી થોડું ઘણું રીનોવેશન નું કામ નાઝિયાએ કરી દીધું. હું મુંજાઈ ગઈ હતી. મને બધી જગ્યાએ થી રસ્તા બંધ દેખાતાં હતાં. મને આટલી ઉદાસ તો કોઈ જોઈ ન શકે. એટલે બધાએ કહ્યું કે જ્યારે ક્યાંય રસ્તો ન દેખાય તો ઉપરવાળાની શરણે જવું જોઈએ. તે જરૂર રસ્તો બતાવશે.
પણ અહીં તો બધાનાં ઉપરવાળા અલગ અલગ છે. એટલે નકકી કર્યુ કે બધાનાં ભગવાનના મુખ્ય મંદિર ના દર્શન કરશું. બાળકોને કાઈ સમજાતું નહોતું કે હું શું કામ દુઃખી છું. પણ બહાર જાવાનું થયું એટલે તે બંને પણ ખુશ થઈ ગયા. બીજા દિવસે વેલી સવારે સૌથી પહેલા સિદ્ધિ વિનાયક મંદિર ગયા. શિવ જેમનો અપાર ભક્ત છે તેવાં અને આપણા શાસ્ત્રો મુજબ જેમનું નામ સૌથી પહેલા લેવાય છે તેવા ગણપતિ બાપ્પા ના દર્શન કરવા ગયા. ત્યાંથી મયંક જે ચર્ચનો સભ્ય છે તે ચર્ચમાં ગયા. ત્યાંથી પેરીના જૈન ધર્મના મહાન ગુરુ મહાવીર સ્વામી નું મંદિર જે પણ બાકીના બને દેવસ્થળો ની નજીક હતું ત્યાં ગયા. આશિષ અને હું અમે બંને મહાદેવ માં ખુબ માનતા. એટલે અને મહાદેવનું મંદિર આમ તો બધે હોય જ પણ જે મંદિર સરસ લાગ્યું ત્યાં ગયાં. ત્યાર બાદ નાઝિયા, પ્રયાગ અને અબ્દુલના ખુદાની બંદગી માટે અમે હાજી અલી દરગાહ ગયાં.

તે સૌથી દુર હતી. પણ ત્યાંનું વાતાવરણ ગજબ હતું. ચારે બાજુ સમુદ્રનો ઘુઘવતો અવાજ અને એક ગજબ પ્રકારની ખુશ્બુ.

બધાં ભગવાનના દર્શન કરી મનને શાંતી થઈ. હિંમત પણ મળી કે મારી પાસે હજુ સમય છે. હું જરૂર કાઈ કરી લઈશ. અમે બધા પાછાં મુંબઈ આવતાં હતા. ત્યારે એક ચાર રસ્તાના ટ્રાફિકમાં ફસાઈ ગયા. અમારી બાજુનું સિગ્નલ રેડ હતું. એટલે અમારી ગાડી ઉભી રહી ગઈ. તો હું આજુ બાજુ જોઈ રહી હતી. સિગ્નલ હોવાને લીધે ગરીબ લોકો ભીખ માગતા હતા તો કોઈ પોતાની હાથમાં રહેલી વસ્તુ વેચવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. તો કિન્નરો તાળીઓ પાડીને આશીર્વાદ દેતાં દેતાં પૈસા લેતાં હતાં. તેવાં જ એક કિન્નર અમારી ગાડી પાસે આવ્યા. મેં તરત પૈસા આપ્યાં તે મારી માથે હાથ મુકવા જતાં હતા તો મેં કીધું આ બંને બાળકોને આશીર્વાદ આપો કે તેમનાથી કયારેય કોઈનું ખરાબ ન થાય. મારી આ વાત સાંભળી તે હસ્યા. પણ આશીર્વાદ આપી ચાલ્યાં ગયાં. ત્યાં મારું ધ્યાન બીજે ગયું. એક ખુબ મોટી ઉંમરના દાદા કોઈ નાના બાળકોની પુસ્તક વેચતાં હતા તેમને અચાનક ચક્કર આવ્યા. અને તે પડી ગયા. હું તરત ગાડી ની બહાર નીકળી. પણ ત્યાં તો બીજા બધા તેમની પાસે પહોંચી ગયા. પેલાં કિન્નરે તેમની બધી બુક્સ લઈ લીધી અને જઈને પોતે એવી કુશળતાથી વેચી કે જે ગાડી પાસે તે ઉભા રહ્યાં તે બુક ખરીદવાની ના પાડી જ ન શક્યા. અમારી બાજુનું સિગ્નલ ગ્રીન થઈ ગયું. એટલે પ્રયાગે મને બેસવા કહ્યુ. તો મેં સામે એને કીધુ કે ગમે ત્યાં સાઈડમાં ગાડી પાર્ક કરી દે. મારે થોડીક વાર અહીં જ ઉભુ રહેવું છે. અબ્દુલ તરત ઉતરી ગયો. હું ખુણામાં એક બાજુ ઉભી રહી ગઈ જેથી બાકી ગાડીઓની વચ્ચે હું ન આવું. હું પેલાં કિન્નરને એકધારું જોતી હતી. તેમણે અડધો કલાક માં બધી બુક્સ વેચી નાખી. અમુક લોકો તેમને જોઈને ખરીદતા હતા તો અમુક તેઓ જે બોલતાં હતાં તેનાથી પ્રભાવિત થઈને!! તેમણે તેમાંથી મળેલા બધા પૈસા પેલાં દાદાને આપી દીધાં. અને કીધુ, "હવે તો બસ ને! હવે તો જઈને જમી લેશોને!"

હું તેમની પાસે ગઈ. અને તેમની સામે સરસ સ્મિત કરતાં કહ્યું, "મારે તમારા ઘરે આવવું છે! હું આવી શકું?"

તેમણે પણ મારી સામે હસતાં કહ્યું, "કોઈ મન્નત હશે તો જ અમારાં ઘર યાદ આવે! મારા ઘરમાં કોઈને કશો વાંધો નહી હોય. બેઝિઝક આવી શકે છે."

મેં ફરી પૂછ્યું, "તમે ક્યાં રહો છો? અને ક્યારે આવું તો તમે ઘરે હશો?"

તેમણે મને પોતાનું એડ્રેસ કીધુ. અને સમય પણ આપ્યો. પછી હું ફરી ગાડી માં બેસી ગઈ. તો આશિષે કહ્યું, "હવે એક છેલ્લી જગ્યા રહી છે ત્યાં જતાં આવીએ પછી ઘરે ચાલ્યાં જાશું. "

પ્રયાગ: તો બોલ કઈ બાજુ હવે લઈ જાવ તને?

પ્રયાગ અત્યારે ગાડી હલાવતો હતો એટલે એણે પૂછ્યું.
આશિષ: મારી ફેવરિટ એડ્સ હોસ્પિટલ.

ઘણા સમય પહેલા આશિષને એવું લાગ્યું કે તેને એડ્સ થઈ ગયો છે. તે ક્યાંક નારિયેળ પાણી પીવા રોકાયો હતો અને તે નારિયેળવાળા ભાઈની નારિયેળ સુધારતા આંગળી કપાઈ ગઈ હતી. જેને લીધે તેના ખૂનના બે ત્રણ ટીપાં પેલાં નારિયેળમાં પડ્યાં. અને તે આશિષ પી ગયો. આ રીતે એડ્સ થવું ખુબ જ રેર કેસમાં બનતું હોય છે પણ બને જરૂર છે. એક બે દિવસ માં તેની તબિયત બગડતાં તેણે રિપોર્ટ કરાવ્યો અને જ્યા સુધી રિપોર્ટ ન આવ્યો ત્યાં સુધી તે ચિંતામાં રહ્યો. તેનો રિપોર્ટ તો નોર્મલ આવ્યો. પણ તે દિવસે તેને એડ્સ પેશન્ટની સ્થિતિ સમજાણી. તેથી તે દિવસથી વર્ષમાં એકવાર એડ્સ પેશન્ટને તેમની મન ભાવતી વાનગીઓ ખવડાવડવાનો નિણર્ય લીધો. તે માટે આજના દિવસ કરતાં વધારે સારો કયો દિવસ હોય!!!

એટલે અમે બધા એડ્સ હોસ્પિટલ ગયા. બધાને મળ્યા તેમની સાથે વાત કરી. થોડીક વાર રમ્યા. અને બધાએ જે ઈચ્છા કરી તે આશિષ લઈ આવ્યો. મેં એક વસ્તુ જોઈ પેશન્ટ ખુબ વધારે હતા અને ડોકટર નો સ્ટાફ ઓછો. મેં જોયું તો અમુક એડ્સ પેશન્ટ જ ડોકટરને તેમનાં કામમાં મદદ કરવા માટે સાથે ઉભા હતા. અને બધી વ્યવસ્થા સરખી જળવાઈ રહે તેનું ઘ્યાન રાખતા હતા. મેં એક ડોકટરને આ બાબત વિશે પૂછયું તો એમણે કહ્યું કે આ હોસ્પિટલ સરકારી છે. એટલે અહીં ઓછા પૈસામાં સારવાર મળતી હોવાથી બધા અહીં જ આવે. પણ સારવાર કરી શકે તેવાં ડોક્ટર્સ ખુબ ખૂટે છે. ગમે તેટલી અરજી કર્યા પછી પણ કોઈ જવાબ આપતું નથી તો અહીં એક ધવલ નામનો પેશન્ટ છે. ખુબ હોશિયાર છે. તેણે અમારી મદદ કરી. તેણે હોસ્પિટલમાં એવી વ્યવસ્થા ઉભી કરી નાખી કે ગમે તેટલા પેશન્ટ કેમ ન આવે તો પણ સચવાઈ જાય. તેણે થોડાક સારા દર્દીઓને અમારી સાથે કામ કરવા માટે પણ મનાવી લીધા. તેણે જ્યારથી બધું સંભાળ્યું છે ત્યારથી હોસ્પિટલમાં ઝઘડા ઓછા થઈ ગયા છે. હું ત્યારે તો કાઈ ન બોલી.

કોને ખબર ક્યાં ભગવાને અમારી વાત સાંભળી લીધી અને નવો રસ્તો મને ખોલી આપ્યો! હું અને અબ્દુલ બીજા દિવસે પેલાં કિન્નરે આપેલ એડ્રેસ પર ગયા. હું જેમને કાલે મળી હતી તેમનું નામ તરાના હતું. ત્યાં બધાં હતાં. મને આવતાં જોઈ તરાનાજી પણ તરત સામે આવ્યાં. મેં એમને નમસ્તે કર્યુ.

તો તેઓ બોલ્યાં, "હા તો બોલ, કંઈ મન્નત પુરી કરવાની છે અને કેવી રીતે?"

અબ્દુલ આટલાં બધાં કિન્નરોને એક સાથે જોઈ ને થોડોક ગભરાઈ ગયો હોય તેવું લાગતું હતું કેમકે તે મારી ખુબ જ નજીક આવી ઉભો હતો. મારો હાથ પકડવાની કે મને અડવાની તેની ટેવ નથી. એટલે તે ખાલી નજીક ઉભો હતો. હું પણ અંદરથી ગભરાયેલી હતી જ પણ મોંઢા ઉપર દેખાય નહી તે માટે હસી રહી હતી.
એટલે મેં હસતાં જ કહ્યું, "તમને નોકરી આપીને!"

તેમને કશું સમજાયું નહી. એટલે મેં સરખી રીતે વાત કરતા કહ્યું, "મેં કાલે તમને પેલી કોઈ બુક્સ વેચતાં જોયા. પેલાં દાદા આખો દિવસ મથીને પણ જે ન વેચી શક્યા તે તમે અડધો કલાકમાં વેચી નાખ્યું. ત્યાં જ મેં તમારી કુશળતા જોઈ ગઈ હતી. હું તમને મારી કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટ માં સેલ્સ મેનેજરની જોબ આપવા માંગુ છુ! હું તમને એક સારા હોદ્દા ની સાથે પંદર હજાર નો પગાર આપીશ! એટલે મહિને પંદર હજાર. મારી કંપની હજી નાની છે. થોડુંક કામ વધી જાય તમે સેલ્સ વધારાવી દયો તો તમે અને હું બંને વધારે કમાશુ. બોલો મારી કંપની માં જોબ કરવા માંગો છો?"

તરાનાજી એકદમ ચોંકી ગયા. એમને પોતાના કાન ઉપર વિશ્વાસ નોતો આવી રહ્યો. તે તરત બોલ્યાં, "અરે છોકરી ગાંડી થઈ ગઈ છે કે શું?"

અબ્દુલ વચ્ચે બોલ્યો, "યે બાત હમ સબ ઈન્સે હરરોજ કહતે હૈ. પર ફિરભિ યે હરરોજ એસે હિ સબકો ચોકા દેતે હૈ!"

પણ તરાનાજી એ તેની વાત સાંભળી ન સાંભળી કરી ને બોલ્યાં, " અરે કાલે હું વેચી શકી તેનું મુખ્ય કારણ હું એક કિન્નર છું એટલે. કોઈ પણ મારી પાસેથી લઈ લેત. અને છોકરી, હું કોણ છું તે તું ભુલી ગઈ લાગે છે!"

મેં ફરી હસતાં કહ્યું, " મારું નામ છોકરી નથી, મિત્તલ છે. અને મને ખબર છે તમે કોણ છો. અને જો તમારા આ અસ્તિત્વ ને લીધે જ વસ્તુ વેચાતી હોય તો પણ મને કશો વાંધો નથી. અને હું ખાલી તમને એકને જ જોબ આપવા નથી આવી, અહી તમારી જેમ બીજા કોઈપણમાં આવી આવડત હોય કે આના જેવી બીજી કોઈ આવડત જે મારી કંપની માટે કામ લાગે તેવી હોય તો તે બધાંને હું જોબ આપવા આવી છું!"

હવે ચોકવાનો વારો ત્યાં રહેતા બાકી બધા નો હતો. અમુક લોકો તો ઉભા થઈ નજીક આવી ગયા. તો ફરી તેઓ બોલ્યાં, "અમે અમારી ઓળખ, અમારાં અસ્તિત્વનું હકીકત છુપાડીને કામ નહી કરીએ. અમે આવી જ રીતે સાડી ને ઘરેણાં પહેરશું. તો પણ તું રાખીશ અમને?"

મિત્તલ: મારે તમારી ઓળખ છુપાડવી પણ નથી. અને તમે જે છો તે આ સાડી ને ઘરેણાંને લીધે નથી, તે તમારી અંદર રહેલી અલગ રચનાને લીધે છે. મને તમે જીન્સ પહેરીને આવો કે સાડી કોઈ ફર્ક નથી પડતો. હા, પણ તમે જો ઓફીસ માં કામ કરવાં આવતાં હો તો તમે આટલી બધી તડક અને આંખમાં ચુભે તેવા કલરને બદલે સાદી અને આછા કલર વાળી સાડી પહેરો, કે આટલા બધા હેવી હાર ને બદલે કોઈ સાદો પેંડલ ચેઈન અને આટલી બધી ખન ખન અવાજ કરતી બંગળીઓ અને ઝાંઝર ને બદલે અવાજ વગરની સાદી બંગળી કે પાયલ પહેરવી પડે. એતો સ્વાભાવિક વાત છે તમે જ્યાં કામ કરો તે મુજબ થોડુંક તો બદલાવું પડે. અને હું એક હિંદુ છોકરી છું. અમારાંમાં ઘરેણાં સૌભાગ્યની નિશાની ગણાય. જો મારે કોઈ મેરીડ હિંદુ ગર્લને જોબ પર રાખવી હોય તો મારે તેને સૌભાગ્યની વસ્તુ પહેરવાની છુટ આપવી જ પડે. નહીતર તે જોબ નહી કરે."

તરાનાજી: પણ અમે લોકો તો એટલું બધું ભણ્યા પણ નથી. અને કાલે જે મેં કર્યુ તેવું હું તારી માટે ન કરી શકી તો?

મિત્તલ: તમે શું છો, કેટલું ભણેલા છો, શું પહેરો છો, એનાથી મને કોઈ ફર્ક નથી પડતો. મારે ખાલી મારું કામ થતું હોવું જોઈએ. જો તમે ન કરી શક્યા તો હું તમને કાઢી મુકીશ. આપણે તમે મારી સાથે જોડાવ એની પહેલા કરાર કરી લઈશું કે જો બંને પક્ષ માંથી કોઈપણ ને સામે વાળા પક્ષનું કામ કે વર્તન પસંદ ન આવ્યું તો નોકરી રદ થઈ શકે છે. બસ. અને જો ફાવી ગયું તો આગળ આપણે સાથે વધીશું!"

તેઓ હજુ વિચારી રહ્યા હતા. એટલે અબ્દુલ બોલ્યો, "ઈતના મત સોચીએ. હર રોજ પુરા દિન ધૂપમે ખડે રહેને કે બાદ સબકે સામને હાથ ફૈલાને કે બાદ કુછ આપ લૉગોકો મિલતા હૈ. ઇસસે અચ્છા તો જો યે કેહ રહે વો સહી હૈ. આપ પૈસે કે સાથ ઈજ્જત ભી કમાં પાયેંગે!


બસ પછી તો વધુ કહેવાની જરૂર કયાં હતી. તે બધા લોકો માની ગયાં. ત્યાં ઉભેલા દરેકને કાઈક તો હું કામ આપી જ શકીશ એનો મને વિશ્વાસ હતો.

ત્યાંથી અમે આશિષ કાલે જે એડ્સ હોસ્પિટલ માં લઈ ગયો હતો. ત્યાં ગયા. અને તે એડ્સ પેશન્ટ ને મળ્યાં જે લોકો હોસ્પિટલના સ્ટાફની સાથે રહી કામ કરતા હતા. તેમને પણ જઈને જૉબની ઓફર કરી. તેઓ પણ એટલાં જ મૂંઝાયેલા હતાં.

એટલે મેં કહ્યું, " મેં તમારું કામ અહીં જોયું એટલે કહું છું. લોકો પાસેથી કામ કરાવડાવું ખુબ અઘરું કામ છે. તે તમે સહેલાઈથી કરો છો. અને પાછાં આટલાં બધાં દર્દીઓ હોવા છતાં કયારેય અવ્યવસ્થા કે ઝઘડાની પરિસ્થિતિ ઉભી નથી થવા દીધી. તમે સારા એચ. આર. મેનેજર બની શકો તેમ છો. મારો ભરોસો કરો."

તેમનુ નામ ધવલભાઈ હતું. તેઓ તરત બોલ્યાં, "હું અહીં કામ સેવા માટે કરું છુ. આ હોસ્પિટલમાં મારી સારવાર થાય છે એટલે ઋણ ચૂકવી રહ્યો છું."

મિત્તલ: હા, તો હું તમને સેવા કરવાની ક્યાં ના પાડું છું! મારી નોકરી પુરી થયાં બાદ અહીં સેવા કરજો. વધારામાં હું તમને જે સેલરી આપીશ તે તમે ઇચ્છો તો અહી આવતાં ગરીબ દર્દી પાછળ વાપરજો. અને તમારી તબિયતની ચિંતા ન કરો. જો તમને કંઈ પણ ઓફીસ સમયમાં થયું તો તમને સમયસર હોસ્પિટલ લાવવાની જવાબદારી અમારી!

અબ્દુલ: કબ તક અપને પરિવાર પર અપના ઔર અપની મેડીસીન્સ કા બોજ ડાલતે રહેંગે! યહીં સહી મૌકા હૈ, અપને ઔર અપને પરિવાર કે લિયે કુછ કર કે જાને કા!!

તેમને મનાવવા અઘરા નોતા. તે તૈયાર થઈ ગયા. મેં ધવલભાઈને તેમની ટીમ સાથે ઓફીસ પહોંચી જવાનુ કહી દીધું.

હું રોન કે ઢીંગલીને સાથે નોતી લાવી તે બંને પ્રયાગ પાસે તેનાં ઘરે હતા. એટલે ત્યાં જ અમે જઈ રહ્યાં હતાં. રસ્તામાં અબ્દુલે મને પૂછયું, "મિસ દવે, આપકો સચ મે લગતા હૈ કી યે સબ કામ કર પાયેગે?"

મેં આજુબાજુ જોતાં કહ્યુ, "ખબર નથી અબ્દુલ મને. બસ કાલે બધા ભગવાનનાં દર્શન કર્યા પછી આ વિચાર આવ્યો છે કદાચ ભગવાન જ રસ્તો બતાવી રહ્યાં હોય. હું તો મારી આ શ્રદ્ધા કહે તો શ્રદ્ધા અને સીક્સ સેન્સ કહે તો તે મુજબ ચાલી ને જોઈશ તો ખરા. આમ પણ હારી રહી છું. થોડુંક અનુભવ લઈને હારીશ.

હું હસી. તો અબ્દુલ પણ હસ્યો. પણ ત્યાર પછી કયારેય મારે આ લીધેલા નિર્ણય માટે પસ્તાવું ન પડ્યું. મેં લોકોને તેમની ડિગ્રી કે માર્કશીટ જોઈને નહી પણ તેમની આવડત ના આધારે ભરતી કરી. અને ભવિષ્યમાં પણ મેં હંમેશાં એમ જ કર્યુ.

આજે બધાં ઘરે આવી ગયાં હતાં. અમુક બાબતો વિશે ગંભીર નિણર્ય લેવાના હતાં. પણ હું હજી ઢીંગલીને લઈને રોનને તેનાં પ્લે હાઉસ માં તેડવા જઈ રહી હતી. રસ્તામાં આશિષ મળી ગયો. તો મેં તેને ઢીંગલી સોંપતા કહ્યું કે તે બંને ઘરે જાય. એક સાઈકલમાં બંને બાળકોને લાવવામાં તકલીફ પડે છે. તે લોકો ઘરે પહોંચે ત્યાં હું પણ રોનને લઈ ઘરે આવું. આશિષ માની ગયો. તે ઢીંગલીને લઈને ઘરે ગયો. હું જ્યારે રોનને લઈ ઘરે પહોંચી તો જોઉં છું કે હજી સુધી આશિષ નથી આવ્યો અને ઢીંગલી પણ ઘરે નથી. હું હજી બધાંને આ વાત પૂછું ત્યાં જ મારા ફોનમાં કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો. અને તે બોલ્યો, "શું થયું મિત્તલ? પરિવારના બે સભ્યો મળતાં નથી? અને મળશે પણ નહી!! કારણકે તે બંને મારી પાસે છે!!!!!"