વણકેહવાયેલી વાતો - ૧૦ DAVE MITAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

વણકેહવાયેલી વાતો - ૧૦

અબ્દુલને અમે બધાં ભેગાં મળીને બચાવી લીધો. પણ તેનાં જમણા હાથ અને પગ માં ફ્રેકચર આવ્યું હતું. એટલે તે દુઃખી હતો કે હવે તેના પોતાનાં નાના નાના કામ માટે પણ બીજાં ઉપર નિર્ભર રેહવું પડશે. અને આ વાત તેને વધારે સતાવી રહી હતી. જેનો મિત્તલને રસ્તો મળી ગયો.


હવે આગળ,





મેં ધીમેથી ઢીંગલીને અબ્દુલની ડાબી બાજુ સુવડાવી દીધી. ઢીંગલી ઉઠે નહી તે વાત નું મેં ખાસ ધ્યાન રાખ્યું હતું. પછી ધીમેથી અબ્દુલને ઉઠાડી હું સીધી રૂમ ની બહાર ભાગી. તેની નિંદર તરત ઉડી ગઈ. તે જાગ્યો. અને આજુ બાજુ જોવા લાગ્યો, ત્યાં તેનું ધ્યાન ઢીંગલી ઉપર પડ્યું. તેનો આશ્ચર્ય વાળું મોઢું જોવા જેવું હતું. તે જોરથી બોલીને મને બોલાવી શકે તેમ હતો નહી. અને ઢીંગલી જો ઉઠી કે તેને ઉઠાડી તો તે આખી બિલ્ડિંગ માથે લેશે. તેની અબ્દુલને ખબર હતી. એટલે તે તેનાથી થોડોક આઘો ખસી વચ્ચે ઓશિકું રાખી સુઈ ગયો. પણ તે મારી દિકરી છે. એમ કોઈનો પીછો મૂકે નહિ. તેતો આખી ઓશિકાં પર ચડીને સીધી અબ્દુલના હાથ પાસે ગઈ અને તેને પકડી સૂઈ ગઈ.

આ જોઈ મને શાંતિ થઈ ગઈ. અને હું પણ બાજુનાં રૂમમાં જઈ સૂઈ ગઈ. એકલાં સૂતી નથી એટલે આજે થોડુક અલગ લાગી રહ્યું હતું. તો ઢીંગલીના રમકડાં માંથી ટેડી બિયર કાઢી તેને લઈ સૂઈ ગઈ.
બીજે દિવસે સવારે મેં અબ્દુલને ઉઠાડ્યો. અને તેની સામે સરસ સ્મિત કરતાં કહ્યું, " ગુડ મોર્નિંગ, અબ્દુલ."
અબ્દુલ પણ ધીમેથી મોઢું ખોલતો બોલ્યો, " સુબહ કે ચાર બજે કા ગુડ મોર્નિંગ!!"
મને હસવું આવ્યું. અને કીધું, " લાગે છે, ડાડને ખબર હતી કે તું શાંતિ થી એક જગ્યાએ બેસીશ નહી એટલે જ એમણે ઘેન ની દવા પણ આપી હશે. એટલે જ તને કંઈ ભાન નથી કે અત્યારે ચાર નથી વાગ્યા. અથવા તો તું મને ગાંડી સમજે છે તને ચાર વાગે ઉઠાડીને મારે શું કરવું?! "
તેનું ધ્યાન ઘડિયાળ ઉપર ગયું. સમય જોતાં જ તેને જટકો લાગ્યો. અને બોલ્યો, " સાત બજ ગયે. આપને મુજે ઉઠાયા ક્યું નહી?"
મિત્તલ: અબ્દુલ, શાંતિ. કાઈ પહાડ નથી તૂટી ગયો. ખાલી સાત વાગ્યા છે. તું તો એમ કરે છે કે જાણે આખો દિવસ સૂતો રહ્યો હોય. અને તને આવી રીતે જટકા મારવાની મનાઈ છે.
આટલું કહી હું ઢીંગલી પાસે ગઈ અને તેને ઉઠાડવા લાગી પણ તે તો હંમેશાની જેમ ઉઠવા માં માનતી જ ન હતી.
અબ્દુલ: મેં ધ્યાન રખુંગા આગેસે. યે મહેર શાયદ રાત કો યહા પતા નહી કબ આયી. મેં ક્યાં કરું યે સોચકે કુછ નહિ કિયા. સોને દિયા.
મિત્તલ : એને હું જ સુવડાવી ગઈ હતી. હું ઉઠું તો મારી પાછળ તે પણ ઉઠે એટલે તારી પાસે આવી સુવડાવી દીધી.
મેં હસતાં હસતાં કહ્યું. ઢીંગલી પાછી ના પાડતા અબ્દુલ નો હાથ પકડી સૂઈ ગઈ. એટલે મેં ઢીંગલીને કહ્યુ, " બસ હો બેટા હવે. પછી મમ્મી ને મોડું થાય. ચાલ, બેટા.
એક કામ કર અબ્દુલ તું ઊભો થઈ જા. એટલે તે ઉઠી જશે. જો બાથરૂમ માં ગરમ પાણી ની ડોલ ભરી છે. તારે પાણી ક્યાંય અડાડવાનું નથી. એટલે વાગ્યું છે ત્યાં નથી અડાડવાનું. અને તારી માટે બ્રશમાં મેં ટૂથપેસ્ટ કાઢી તૈયાર રાખી છે. બોવ મોઢું ખોલ્યાં વગર કરજે. એકાદ દિવસ સરખું બ્રશ નહી થાય તો કોઈ જર્મસ તારા પેટ માં નહી ચાલ્યાં જાય. એની બાજુમાં માઉથ ફ્રેશનર રાખ્યું છે તે કરી લેજે. અને આ તારા કપડાં અહીં પલંગ ઉપર રેવા દે. કોઈ રૂમ માં આવશે નહી એટલે બાથરૂમ નો દરવાજો બંધ કરતો નહી. અને ટોયલેટમાં પણ ધ્યાન રાખજે. હું ઢીંગલીને બહારનાં બાથરૂમ માં લઈ જાવ છું. તું ફટાફટ તૈયાર...
ના ના ઉતાવળ ન કરતો. નિરાંતે કરજે. હો..
અબ્દુલ: હા મિસ દવે, આપને ઇતના સબ કબ કિયા! કુછ જ્યાદા નીંદ આ ગયી લગતી હૈ.
હું હસી. અને ઢીંગલી ને તેડીને લઈ ગઈ.
પછી મેં ઢીંગલી ને તૈયાર કરી ત્યાં મારું ધ્યાન રૂમ તરફ ગયું. અબ્દુલ ટીશર્ટ પહેરવાની ટ્રાય કરી રહ્યો હતો. એટલે હું તરત ઢીંગલીને લઈ રૂમ માં ગઈ.
અને બોલી, " શું કરે છે અબ્દુલ ? તને હું જેટલી ના પાડું છું. એટલું તું વધારે ભૂલો કરે છે. હાથ હલાવાનો પણ નથી. અને તું જાતે કપડાં પેરે છે. એટલે તો મેં હાલ્ફ કેપ્રી કાઢ્યું હતું કે તારા પગ માં વાંધો ન આવે એક હાથે કેપ્રી પેહરાય ગયું તો ટીશર્ટ પણ કંઈ થોડી પેહરાઈ જશે. ઉભો રહે. "
એમ કહી મેં એને ટીશર્ટ પેહરાવ્યુ. અને મારું ધ્યાન તેના પેટ પર લીધેલાં ટાકા ઉપર ગયું.
મેં તરત કીધું, " અબ્દુલ, તને ખૂબ વાગી ગયું હતું. પણ ચિંતા ન કર. બે દિવસ માં. આ પાટા નીકળી જશે. ડાડ ઘરે આવીને તને ચેક પણ કરી લેશે. અને ડ્રેસિંગ પણ કરી દેશે. કંઈ સુધારો કરવાનો હશે તો તે પણ કહી દેશે.
અબ્દુલ : પર વો યહાં કયું આયેંગે? પેશન્ટ ડોકટર કે પાસ જાતે હૈ. ડોકટર થોડી આતે હૈ!?
મિત્તલ : અબ્દુલ જો પેશન્ટ તેમના બાળકો હોય તો ગમે ત્યાં જાય.
અબ્દુલ: સિર્ફ ડાડ બોલનેસે કોઈ ફાધર થોડી બન જાતા હૈ. !
મિત્તલ: સાચી વાત છે. તો તું ક્યાં ડાડ બોલાવે છે! તું તો બધાં પેરેન્ટ્સને સર - મેડમ કહીને જ બોલાવે છે. અને ડાડ પણ જો તને દિકરો માનતા ન હોત તો તારી માટે સ્પેશ્યલ કાર સુધી આવે નહી, તું જ્યાં સુધી ઠીક થઈ ન ગયો ત્યાં સુધી તે ત્યાં જ રહ્યાં અને જાવું પડે તેમ હતું તો પણ ઘડી ઘડી આવીને ચેક કરી ગયાં. તું સાચું જ બોલ્યો ખાલી બોલવાથી થોડી પેરન્ટ્સ થઈ જવાય છે ઇતો એમનાં કામ પરથી જ ખબર પડે.!
હું એની સામે હસી. તે કંઈ બોલ્યો નહિ એટલે મેં જ કીધુ, " તારી દાઢી કાઢવી પડશે. એટલે હું તને શેવ કરી દઉં.
અબ્દુલ તરત બોલી પડ્યો, " નહી. આપ ક્યું? મુજે નહી કરવાની. ઓર જરૂરી હો તબ ભી આપ નહી. હમ બહાર ચલતે હૈ સલૂનમેં જાકર કરવાં લેંગે.
મિત્તલ: અરે! હું કંઈ તને મારી નહી દઉં. અને તારા મોઢા ઉપર વાગ્યું છે. બાકી ના ભાગમાં વાળ સારા નથી લાગતા. એટલે કીધું. અને બહાર ન જઈ શકીએ. કોઈ તને ઓળખી જશે તો ભારે થઈ પડશે. હું શેવિંગ ક્રીમ અને બ્લેડ લેતી આવું.
અબ્દુલ: મિસ દવે, નહી. આપ ક્યું.....
મિત્તલ: બસ હો. હું કંઈ નહી સાંભળું. હું કરીશ, બસ.
અને પછી શેવિગ કરવા લાગી. તો ઢીંગલી એકદમ ધ્યાન થી એકધારું જોતી હતી. મેં અબ્દુલને પલંગ પર જ બેસાડ્યો હતો. અને દાઢી બનાવતાં બનાવતાં કહ્યું, "મને સમજાય છે કે તને થોડુંક અજીબ લાગતું હશે મારી પાસે આવી રીતે કામ કરાવતાં. કેમકે તે આજ સુધી કોઈ દિવસ હેલ્પ લીધી નથી. પણ દરેક દિવસ એકસરખા નથી હોતાં. અને તને મારી પાસે કામ કરાવું પડે છે એક છોકરી પાસે. સમજુ છું હું પણ કે તને શરમ આવતી હોય. પણ તું મારી માટે અત્યારે તો ઢીંગલી જેવડો છે. ખાલી એક વર્ષનો. એટલે મને તારા કામ કરવામાં કોઈ શરમ નહી આવે. અને તું પણ એમ જ વિચારી લે કે તું પણ એક વર્ષનો છે."
પેલાં તો અબ્દુલ શાંતિ થી સાંભળતો હતો. પણ જેવું મેં તેને એક વર્ષનો કીધો. તો તરત મારો હાથ અટકાવતા બોલ્યો, " ક્યાં!! મેં મહેર કે જીતના હું.!!"
મેં ફરી દાઢી કરતાં કહ્યું, " હા તો લે, ઇતો દિકરી નો જન્મ થયો એની જગ્યાએ દિકરો હોત તો... એને પણ મહેરની જેમ જ સાચવ્યો હોત ને. તો હવે મને દિકરો મળ્યો સીધો એક વર્ષનો.. "
તે મારી સામે હજી એકધારું જોતો હતો. તેને આવી રીતે હેરાન કરવાની મને મજાવી રહી હતી. એટલે મેં મારી વાત આગળ કીધી, "જો ઢીંગલી પણ વધુ બોલી શકતી નથી, તું પણ નહી. ઢીંગલીને ચાલવામાં બોવ વાર લાગે, તને પણ. ઢીંગલીને મારે જમાડવી પડે છે, તૈયાર કરવી પડે છે, તને પણ. ઢીંગલી પણ તારી જેમ જો અત્યારે એકધારું જોઈ રહી છે. "
તેણે તરત ઢીંગલી સામે જોયું. એટલે હું ખડખડાટ હસી પડી. મને હસતા જોઈ ઢીંગલી પણ હસી. અને અબ્દુલ પણ હસી પડ્યો.
એટલે મેં દાઢી પૂરી કરતા કહ્યું, " જોયું, વાતુંમાં કંઈ ખબર પડી ક્યારે થઈ ગયું. ચાલ હવે, વાળ ઓળી દઉં અને મોઢા ઉપર ક્રીમ લગાડી દઉં એટલે તું તૈયાર."
એના વાળમા કાસકો ફેરવતાં કહ્યુ, કાશ, તારી જગ્યાએ મારા હાથ પગમાં ફ્રેકચર થયું હોત તો કેવું સારું હતું. !!"
અબ્દુલ : અરે ક્યું! ખુદા કભી ના કરે આપકી એસી હાલત હો. ઓર કોઈ એસા થોડી બોલતા હૈ. આપ પર કભી કોઈ મુસીબત નહી આની ચાહીયે એસી દુઆ હરરોજ મેં કરતા હું. ઓર આપ એસા બોલ રહે હૈ.!!
મિત્તલ: અરે બોલવાથી થઈ જતું હોય તો બીજું શું જોઈએ. ! બી પ્રેકટીકલ. એમ બોલવાથી મારા હાથમાં ફ્રેકચર નહી આવી જાય. પણ તું ખૂબ લકી છે કે તારા હાથ પગમાં ફ્રેકચર છે.
અબ્દુલ : ઈસમે ક્યાં લકી?!
મિત્તલ: અરે ! તને નથી ખબર. ઘણા ફાયદા છે. પેલો ફાયદો, બધાં આપણું ખૂબ ધ્યાન રાખે. કંઈ કામ કરવાનું નહિ કોઈની ચિંતા નહી. અને શાંતિથી મોડે સુધી સૂવાનું અને ખાવાનું. આપણા ફ્રેન્ડ દરરોજ મળવા આવે. આપણી વિશ પૂરી કરે. જે કોઇ દિવસ કામ કરતા ન હોય તે આપણી માટે ગ્લાસ પાણીનો ભરીને લાવે. જેટલી બુક્સ વાંચવી હોય તેટલી બુક્સ વંચાય. પિકચર જોવાય. બસ એક પ્રકારનું વેકેશન. જે મને ખબર નહી ક્યારે મળશે.
અબ્દુલ હસતાં બોલ્યો, " આપને તો કુછ જ્યાદા ફાયદે ગીના દિયે. "
મિત્તલ: હા, અને હવે તું પણ રેડી. જો કેવો લાગે છે?
એમ કહી મેં તેને આખા મોટા અરીસા સામે ઊભો રાખ્યો. તે કોઈ ટીનેજર જેવો લાગતો હતો. દાઢી વગર, ટીશર્ટ માં. અને પાછા મેં વાળ પણ સ્ટાઈલ માં ઓળ્યા. ઢીંગલી તરત બોલી, " અબુલ ખુબસુરત."
મેં તેને ટોકતાં કહ્યુ, " ના ઢીંગલી અબ્દુલ હેન્ડસમ હોય. ખુબસુરત ગર્લ્સ હોય. બોયઝ હેન્ડસમ કેહવાય. જેમકે હું ખુબસુરત પણ અબ્દુલ હેન્ડસમ સમજાયું?
ઢીંગલી કૂદકા મારતાં બોલી, "અબુલ હેન્સમ, મમ્મી ખુબસુરત. અબુલ હેન્સમ, મમ્મી ખુબસુરત.અબુલ હેન્સમ, મમ્મી ખુબસુરત."
ઢીંગલી ને કોઈ નવો શબ્દ મળવો જોઇએ પછી તે આમ જ બોલ્યા રાખે. પછી ધીમેથી અબ્દુલને મેં પલંગ પર પાછળ ટેકો રાખી બેસાડ્યો. અને નાસ્તો લેતી આવી. નાસ્તા માં મેં શીરો કર્યો હતો.
તેને અને ઢીંગલીને ખવડાવતા કહ્યું, " મારે કેટલા બધા કામ પ્રોજેક્ટ પૂરા કરી નાખવાના હતાં. કાલથી એક્ઝામ ચાલુ. હવે બધુ પોસપોન કરવું પડશે. અને પાછું આજે જેટલાં કામ થાય એટલુ પૂરું કરવાનું છે. એટલે હું આજે કદાચ મોડી પડું કે તારું ધ્યાન ન રાખી શકું એટલે ઢીંગલીને તારી પાસે તારી હેલ્પ માટે રાખી જાવ છું. તે તારું ધ્યાન પણ રાખી લેશે. અને મારે પણ શાંતિ. હું સ્પીડમાં કામ પતાવી શકીશ."
અબ્દુલ : મિસ દવે, મહેર ક્યાં મેરા ખ્યાલ રખેગી! મુજે ઉસકા ખ્યાલ રખના પડેગા.
મિત્તલ : તે હું આવીને જોઈ લઈશ. ચાલ દવા પી. અને તું કેટલું ઓછું બોલે છે? હુ જ ક્યારની બોલી રહી છું.
તેને દવા આપી તો તે લેતાં બોલ્યો, " મિસ દવે, આપ બોલને કા મૌકા કહાં દે રહે હૈ! વેસે તો આપ ભી જ્યાદા નહી બોલતે હૈ. આજ આપ ઈતના બોલ રહે હૈ ઇસકા મતલબ કોઈ ખુશી કી બાત હૈ. જબ આપ જયાદા ખુશ હોતે હૈ તભી ઈતના બોલતે હૈ. ક્યાં બાત હૈ?"
મિત્તલ: વાહ! સ્માર્ટ થતો જાય છે તું તો. બધી ખબર છે મારી તો તુ જ કહી દે કે હું ખુશ શુ કામે છું?
આટલું કહી હું થાળી લઈને રસોડા તરફ જવા લાગી.
ત્યાં તે બોલ્યો, " કલ આપ કોન્ટ્રાક્ટ સાઇન કરને ગયે થે. લગતા હૈ કુછ જ્યાદા ફાયદા હુઆ હૈ. "
મિત્તલ: શુ યાર અબ્દુલ! ખાલી પૈસાની વાતો થી જ ખુશ થતી હોય એવી છોકરી લાગુ છું તને! સરખું વિચાર.
એટલી વારમાં હું અબ્દુલની માટે નાસ્તો ને દવા બધુ બાજુના ટેબલ પર મૂકી દીધું. જે હું મોડી આવુ અને ભૂખ લાગે તો ખાઈ શકે.
અબ્દુલ: તબ મહેર ને કુછ અચ્છા કિયા લગતા હૈ. ક્યાં કિયા મહેરને?
મિત્તલ : હે મારા મહાદેવ! આને હાથ- પગ માં વાગ્યું છે કે મગજમાં! તું રેવા દે. તારાથી નહી થાય. હું જાઉ છું. આવજો બંને.
અબ્દુલ : અરે નહી! પ્લીઝ બતાયીએ. પ્લીઝ.
હું એકદમ ખુશ થતાં બોલી, " મારી એટલે આપણી કોલેજ માંથી મેલ આવ્યો ઓફિશ્યલી મેલ. જેમાં લખ્યું હતું કે આ વખતની પરીક્ષા માં જો મેં પેહલો નંબર લઈ આવી, તો મારા આગલા ત્રણ વર્ષની ફી માફ કરી દેશે. એટલુ જ નહી મારું સન્માન પણ કરવામાં આવશે કે જેણે એકધારું ચાર સેમેસ્ટર માં પેલો નંબર લઈ આવી છે. બસ ખાલી શરત એટલી કે પછી ના વર્ષોમા મારે એક થી પાંચ માં નંબર આવો જોઈએ. જે મારી માટે ખૂબ સેહલી વાત છે."
મેં આ વાત ખૂબ ઉતેજીત થઈ ને કીધી હતી. એક જ શ્વાસ માં બોલી ગઈ. આ સાંભળી અબ્દુલ પણ ખુશ થઇ ગયો. તેણે મને અભિનંદન પાઠવ્યા. પણ હવે મને મોડું થઈ રહ્યું હતું એટલે મેં ઢીંગલી પાસે નીચે બેસી જઈ એને સમજાવ્યું કે તે અબ્દુલના એક પણ પાટા કાઢે નહી. અને તેની રમકડાંની ઘડિયાળ માં દસ વાગ્યાનો એલાર્મ મૂકી એને કહી દીધું કે આ વાગે ત્યારે પેલાં વાટકામાં કાઢેલી દવા ખવડાવી દે. અને જ્યૂસ પણ પીવડાવી દે. બાકી નાસ્તો તો રાખ્યો જ હતો. હું ચાલી ગઈ. બધાં કામ પૂરાં કરી બાકીના કામ પરીક્ષા પછી રાખીને ઘરે આવી તો રૂમ માં જોયું બંને એકબીજાનો હાથ પકડી સૂતા હતા. બંને સાથે ખૂબ સરસ લાગતાં હતાં. એટલે મેં ધીમેથી ફોટો પાડી લીધો. અને આશિષ ને મોકલી દીધો જેથી તે સ્ટુડિયો જઈ કઢાવી આવે.
મેં જ્યારે બંને ને ઉઠાડ્યા જમવા માટે તો અબ્દુલ ઢીંગલી ના વખાણ કરતાં થાકતો જ નોતો. ઢીંગલી બધું યાદ રાખી સમયસર દવા પણ દઈ દીધી હતી. અબ્દુલ ને ઢીંગલી સાથે ફાવી ગયું. બપોર પછી અબ્દુલ એક ના એક રૂમમાં બેસીને કંટાળી ન જાય તે માટે જ મેં હોલમાં એક સિંગલ બેડ રાખ્યો હતો. ત્યાં મેં અત્યારે અબ્દુલને બેસાડ્યો. હું તે બંને માટે પેરી પાસેથી તેનું વધારાનું લેપટોપ લઈને આવી, જેમાં તે મૂવી જોઈ શકે. સાથે સાથે સારા પિકચર ની સીડી અને નેટફલિકસ માં સબક્રીપશન.! અબ્દુલ માટે મને ચિંતા થઈ રહી હતી કે ક્યાંક કોઈ અમારા સોસાયટીમાંથી પોલીસને કહી ન દે. પણ એવુ કશું થયું નહિ.
બસ પછી તો રૂટિન થઈ ગયું. હું પરીક્ષા દેવા ચાલી જતી. અને બંને ઘરે રહી મજા કરતાં. અબ્દુલ ને મારી પાસે કામ લેવાની ટેવ પડી ગઈ. હવે તો તે સામેથી કહી દેતો કે તેને શુ જોઈએ છે! હા, પણ મારી પાસે. બીજાં અમારા ફ્રેન્ડસ અમને મળવા આવતાં ખાસ તો અબ્દુલ માટે આવતાં. તો તેમની પાસે કાઈ માંગે નહી. બધાંને પરીક્ષા આવતી હતી. અને મયંકને તો ચાલુ પણ થઈ ગઈ. છતાં બધા એકાત્રા મળવા આવતાં.
આજે દસ દિવસ થઈ ગયા. અબ્દુલના ટાકા પણ ખુલી ગયા. તે દિવસે તો તે ખૂબ ખુશ હતો. તે દિવસે તેણે બધાને ફોન કરીને કહ્યું કે હું હવે સરખું બોલી શકીશ. ડાડ પોતાની સાથે બે વિશ્વાસપાત્ર ડોકટર અને જરૂરી સામાન લઈ આવ્યા અને આખું ચેકઅપ કરી ટાકા ખોલી નાખ્યાં. બીજાં નાના નાના ઘાવ પણ ભરાઈ ગયા હતા. હવે ખાલી ફ્રેકચર જ રહ્યું.
અને હવે મારી એક્ઝામ પણ પૂરી થઈ અને તે દિવસે હું થોડીક મોડી ઘરે પહોંચી. મને જોઈને જ અબ્દુલ સમજી ગયો કે કાઇક થયું છે.
તે તરત બોલ્યો, " ક્યાં હુઆ મિસ દવે? આપ ટેન્સ ક્યું હૈ.?"
હું એની પાસે બેસતા બોલી, "આજે લાસ્ટ પેપર હતું તો બધાં બહાર સેલિબ્રેશન કરવા જઈ રહ્યા હતા તો પેલી વાર તે લોકોએ મને પણ પૂછ્યું અને તે પણ એટલે કેમકે આ વખતે મેં મારી નોટ્સ આપીને ઘણી હેલ્પ કરી હતી. તો મને પણ લાગ્યું કે સાથે જવાથી હું પણ તેમની સાથે ભળી શકીશ. અને પાછી ઢીંગલી પણ હતી નહિ. તો હું તેમની સાથે ગઈ તો ખરી. પણ હું ત્યાં એકલી પડી ગઈ બધાં પોતાનાં બોયફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ માં પડ્યા હતા." આટલું કહી હું અટકી ગઈ.
અબ્દુલ: કોઈ બાત નહી. આપ હમારે ગ્રુપ કે સાથ બહાર ચલે જાના. સબકે પેપર હો જાને દીજિયે. મેં ભી ચલુંગા. આપ ઉનકે બિહેવિયર કા ઈતના બુરા કબસે માનને લગે!"
મિત્તલ : નહી અબ્દુલ, મને તેમના વર્તન થી કોઈ ફર્ક નથી પડ્યો. ફર્ક મને કોઈક બીજાની વાતથી પડ્યો છે. તું સાંભળ મને શાંતિ થી. જો હું એકલી પડી ગઈ તો હું બગીચા માં ફરવા લાગી. અમ... અમે બધાં ગાર્ડન રેસટોરન્ટ હતુ એમાં ગયાં હતાં તે બધાં અંદર હતાં તો હું મારી કોફી ખાલી હાથમાં લઈ બહાર આવી ગઈ. ત્યાં મેં કેટલાક સ્ટુડન્ટસ્ જોયાં. મને લાગ્યું તે પણ અમારી જેમ આવ્યાં હશે. પણ તેમાં અમુક ગર્લ્સ હતી જે રડી રહી હતી. એક છોકરી તો મૂંગી- બેહરી હોય તેવું પણ લાગ્યું. અને મારું અનુમાન સાચું પડ્યું. કેમકે તે ઈશારા માં વાત કરી રહી હતી.

મને થયું કે પૂછું જઈને શું થયું છે ત્યાં તો તેમાંથી એક છોકરો મને ઓળખી ગયો. અને મને બોલાવતા કહ્યુ કે હું તે જ છુ ને જે આખા મુંબઈ માં ફ્રેન્ડસ ગ્રુપ એનજીઓ થી ઓળખાય છે. મેં હા પાડી તો તે લોકો મારી પાસે હેલ્પ માંગવા લાગ્યા. તેમણે મને કીધું કે તે લોકો એન્જિનિયરના સ્ટુડન્ટસ્ છે. તે બધાં કોઈ પ્રાઇવેટ કોલેજ માં ભણે છે. પણ ત્યાં ખૂબ ખોટા કામો ચાલી રહ્યાં છે. તેમની પાસે પેહલા ફી ખૂબ વધારે લઈ લીધી અને હવે એટલી સારી ફેસેલિટી પણ નથી આપતાં. ઉલટું જો કોઈ ફરિયાદ કરે તો તે બીજે દિવસે તેને ખુબ માર મારીને અધમરી હાલત માં પહોંચે છે. જે ભાનમાં પણ ન હોય. છોકરીઓની હાલત તો વધુ ખરાબ છે. તેમણે તેમની કોલેજના માલિક વિરૂદ્ધ કેસ પણ કર્યો છે. પણ બધાં પ્રૂફ ગાયબ કરી નાખ્યાં તે લોકોએ. બાકી કામ પૈસા ખવડાવીને કરી નાખ્યું. એવું તો એમણે ઘણું કીધુ. તે મારી હેલ્પ માંગી રહ્યા છે તેઓ આ કેસ જીતી શકે તે માટે. આ બધું સાંભળી હું કંઈ બોલી નહિ અને મારા ગ્રુપમાં જઈ મારા ભાગમાં આવતાં પૈસા ચૂકવી સીધી ઘરે આવી."
અબ્દુલ થોડીક વાર ચૂપ બેસી રહ્યો. હું પણ કઈ બોલી નહિ. એટલે એણે મને પૂછ્યું, "કોનસી કોલેજ? ઉસકા ઓનર કોન હૈ?"
મેં કહ્યું, " અમ્.. અબ્દુલ તે કોલેજ નું નામ...
ધર્માં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. પોલિટિકલ પર્સન જયેન્દ્ર ધર્માની કોલેજ...."
અબ્દુલ ચોંકી ગયો તે તરત બોલ્યો, " ક્યાં આપ પાગલ હો ગયે હૈ. આપ ઉસકે કામ કે બીચ ક્યું પડ રહે હૈ! આપ જાનતી હૈ કી વો કિતના ખતરનાક ઇન્સાન હૈ. આપ ઉન સ્ટુડન્ટ્સ કો ફિર નહી મિલેંગે. બસ. ઓર ઉનસે દૂર રહેંગે. " તેનો અવાજ થોડોક ઊંચો થઈ ગયો.
પણ મેં એકદમ ધીમા અવાજે કહ્યું, " પણ અબ્દુલ મેં નક્કી કરી લીધું છે કે હું તેમની હેલ્પ કરીશ. હા, એમની સામે કંઈ નથી બોલી પણ રસ્તામાં આવતી વખતે મેં મારું મનોબળ મક્કમ કરી લીધું. હું મારાથી બનતી બધી મદદ તેમને કરીશ. "
હું તેની સામે જોયા વગર બોલી હતી. પણ અબ્દુલ નક્કી કરી ચૂક્યો હતો કે તે મને રોકશે એટલે એણે મયંકને ફોન કરીને કહ્યું કે જલ્દી બધાને લઈ ઘરે આવે. અબ્દુલને ખબર હતી કે હું તેની વાત નહી માનું પણ તે લોકોની વાતને ના પાડી શકીશ નહિ. અબ્દુલ બધાંને અહીં બોલાવીને મારું કામ વધારે સહેલું કરી નાખ્યું. હું તેમની મદદ વગર તો ક્યાંથી કશું કરવાની હતી. તો હું તો ખુશ થઈ તેમની માટે જલ્દી થી શું બની શકે તે વિચારવા લાગી. અને મેં અબ્દુલને પૂછ્યું, " તે પૂછ્યું હતું કે નહી કે તે લોકોએ જમી લીધું છે કે નથી?"
અબ્દુલનો ચહેરો પડી ગયો હતો તેમ છતાં શાંતિ થી બોલ્યો, " મયંક સરને સામને સે કેહ દિયા કી વો આપકે હાથ કા ખાના ખાયેંગે.."

હું બોલી, "હા, તો આપણે જમી લઈ. તમે બંને ભૂખ્યા થયા હશો. અને તેમની માટે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવું. જલ્દી બની જશે."
અબ્દુલ બોલ્યો, " આપ રિશ્વત દેનેકી કોશિશ કર રહી હૈ? ફિરભી કોઈ ફાયદા નહી હોગા. વો નહી માનેગે.!"
મેં હસતા કહ્યું, "રિશ્વત!! મારે તેમને લાલચ આપવી જ હોય તો કાઇક સરસ વસ્તુની ન આપું!! હું તો પારકાને પણ જમાડું છું. તે તો મારો પરિવાર છે. અને તેમનો હક છે મારી પાસે આવી પોતાની ફરમાઈશ કરવાની. "
હું રસોડાંમાં જઈ બે થાળી લઈ આવી અબ્દુલ પાસે બેસી ગઈ અને જમાડવા લાગી. ઢીંગલી અબ્દુલના ખોળા માં બેઠી હતી. હું અબ્દુલની સામે જોયા વગર જમાડી રહી હતી.
એટલે અબ્દુલ બોલ્યો, " અગર આપકો લાગતાં હૈ કિ આપ ગલત હૈ તો દૂસરો કો મનાનેકી કોશિશ ક્યું કર રહે હૈ?"
મિત્તલ: કોણે કહ્યું કે હું પોતાને ખોટી માની રહી છું?
અબ્દુલ: તો ફિર સર ક્યું જુકા દિયા? આપ જાનતે હૈ એસા સોચના ગલત નહી હૈ તો સર ક્યું જુકા રહે હૈ?
મિત્તલ: યાર અબ્દુલ માની જા ને. !!! પ્લીઝ. તારા સાથ વગર હું એક ડગલું પણ નહી ચાલી શકું.
અબ્દુલ : મેં ચાહતા હું કી આપ ઉસ રાસ્તે પર ન ચલે. !! આપ બાકી સબકો મના લીજીયે બાદમે મુજસે કેહના. ઓર મુજે પતા હૈ આપ મેરી બાત નહી માનને વાલી ઔર ઈસ બાર મેં ભી નહી.
મિત્તલ : ઠીક છે તો હું મારા રાઈસ ની તૈયારી કરી લઉ. તું પણ ખાજે.
અબ્દુલ જરાભી ગુસ્સે થયા વગર એકદમ શાંતિથી બોલતો હતો. તે મારી સામે ક્યારેય ગુસ્સો ન કરતો. ગમે તેવું કેમ થઈ ન જાય!
અમારા ફ્રેન્ડસને અહીં પહોંચતા વાર લાગે. મારું ઘર તે લોકો માટે ઘણું આઘુ છે. પણ તે લોકો પહોંચી ગયા. આટલી જલ્દી!! અબ્દુલના ફોનની અસર હતી. આશિષને જોઈ ઢીંગલી તેની પાસે દોડતાં ગઈ તો આશિષ પણ તેની સામે ગયો અને તેડી લીધી.

અને ઢીંગલી બોલી, " મેરી ચોકેટ?"

આશિષએ તરત ખીચ્ચા માંથી ચોકલેટ કાઢી આપી. તો મને ચોકલેટ બતાવતાં કહે, "મમ્મી ચોકેટ" મેં તેની સામે હસતાં કહ્યું, " હા, ખાઈ લે. આમ પણ જ્યારથી અબ્દુલ નું એક્સિડન્ટ થયું છે ત્યારથી તે ચોકલેટ નથી ખાધી. "
બધાં સોફા પર બેસી ગયા.
પ્રયાગ: તમે ત્રણેય તો ફીટ એન્ડ ફાઈન છો. તો પછી આટલી ઉતાવળ માં કેમ બોલાવ્યા?
મયંક: હા, અને એની પેલાં એ કહે કે તે શું બનાવ્યું?

મિત્તલ: શું કામે બોલાવ્યા તે અબ્દુલ કહી દેશે. ત્યાં સુધીમાં હું સેઝવાન ફ્રાઇડ રાઈસ લેતી આવું. આટલું કહી હું રસોડામાં ચાલી ગઈ. મને ખબર હતી કે અબ્દુલ વાતમાં કોઈ મરી મસાલો નાખ્યાં વગર જેટલું સાચું છે તેટલું જ કહેશે. તે બધાંને પોતાની તરફ કરવા ખોટું નહી બોલે. અબ્દુલને મેં જે કહ્યું હતું તે બધુ કહી દીધું છેલ્લે તે એટલું બોલ્યો કે, " અબ આપ લોગ મિસ દવે કો મના કરેંગે તભી વો માનેંગે. "
એટલી વારમાં હું આખું તપેલું જ ઉપાડી ને અબ્દુલના બેડ પાસે નીચે રાખ્યું. મને આવતાં જોઈ આશિષ અને પ્રયાગ પણ ઉભા થયા અને રસોડાં માંથી બધા માટે પ્લેટ, સ્પૂન, પાપડ અને છાસ લેતા આવ્યાં. બધાં નીચે જ બેસી ગયા. પેલાં બધાં પોતાની થાળી કરી ન લીધી ત્યાં સુધી ચૂપ રહ્યાં. પણ પછી બોલવાનું શરૂ કર્યું તે અટક્યા જ નહી.
નાઝિયા: ઓકે તું અજાણ્યા માણસોની હેલ્પ કરવા માંગે છે. સારું છે. પણ મને એ કહે કે તું તો આ વેકેશનમાં પાર્લર નું શીખવાની હતી. એમાં તો વધારે ટાઈમ આપવો પડશે. કેવી રીતે કરીશ?
પેરી: બિલકુલ, તે બાબા નો કોન્ટ્રાક્ટ લીધો છે. તેમણે ચોખું કહ્યુ હતુ કે એક્ઝામ છે એટલો સમય વાંધો નથી પણ પછી એકદમ સ્પીડ માં કામ કરવુ પડશે. નહિતર ફ્યુચર માટે તારો રેકોર્ડ બગડી શકે છે.
પ્રયાગ: મિત્તલ, આપણે નક્કી કર્યું હતુ કે આપણે નેશનલ લેવલની ડાન્સ પ્રોગ્રામ માં ભાગ લેશું. ક્યાંથી કાઢીશ સમય તે માટે?
આશિષ: ચાલો, આપણી મિત્તલ તો હોશિયાર છે ટાઈમ મેંજમેન્ટમાં. પણ તું મોટા પાવર વાળા માણસ સામે એકલાં કેવી રીતે લડીશ? કેમકે અમે બધાં તો અમારી પરીક્ષા માં વ્યસ્ત હશું. અમે તારી મદદ તો કરી નહી શકીએ. એકલું કેટલું કરીશ?
પ્રયાગ: અને માની લીધું કે તું આ બધુ સોલ્વ કરી પણ લે. તો પણ કોર્ટ માં જઈને શું કહીશ? તારી પાસે કોઈ પ્રૂફ નથી કે તે સ્ટુડન્ટ્સ સાચું બોલે છે. અને જો તે પ્રૂફ ભેગા પણ કરી લીધાં તો પણ તે એક પોલિટિશિયન છે. એક મિનિટ માં તારા સત્યને જૂઠું કહી દેશે. પછી શું કરીશ?
પેરી: અને જો આવુ થયું તો તે આપણી તો ઠીક તે સ્ટુડન્ટ્સ ની શી હાલત કરશે તે વિચાર્યું? અને તને કોઈ કરે ત્યાં સુધી વાંધો નહિ પણ તે લોકો મહેર સુધી પહોંચી ગયા તો??? જોકે અમે તને પણ કંઈ થતાં જોઈ શકીશું નહીં.
આશિષ: હા, અને અબ્દુલ પણ મદદ કરી શકે તેવી તેની હાલત નથી અને એની ગેંગ પણ વિખાઈ ગઈ છે કે તને કોઈ બચાવી શકે.
મયંક: મિત્તલ, ટુ બી ઓનેસ્ટ. આપણે અત્યાર સુધી ખાલી પ્રયાવરણ માટે જ કામ કર્યું છે. ખરાબ ઝુપડપટ્ટી ને સારી રહેવા લાયક જગ્યા બનાવવી કે પછી ઇન્ડસ્ટ્રીઝ ને નવા આઇડ્યા આપીને હવા અને પાણી નું પ્રદૂષણ થતાં અટકાવું, લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરતાં શીખવાડવા માં આપણને એટલી બધી તકલીફ પડી ન હતી. બિકોઝ એમાં ક્યાંક તે લોકો નો પણ ફાયદો હતો. પણ આ તો એક પ્રકારે વોર જ હશે. તે ક્યારેય કોઈ રિયલ પોલિટિશિયનની સામે ઉભી પણ રહી છો?
પ્રયાગ: આપણે જો ફેલ થયાં તો તે એક પણ વિદ્યાર્થીને છોડશે નહિ. તે આકાશ છે અને આપણે ધરતી. આટલા શબ્દમાં બધું સમજી જા.
નાઝિયા: અમે સમજીએ છીએ કે તને બધાની મદદ કરવાનો કીડો છે. પણ બધી જગ્યાએ તું પહોંચી નહી શકે.
મયંક: તે આપણી કરતાં ઉમર અને અનુભવ બંને માં મોટો છે. તેની સામે લડવું હોય તો તેના લેવલનું વિચારવું પડશે. અને અત્યારસુધી તે આવા જ કામો કરતો આવ્યો છે. બધી જગ્યાએ તેના કનેક્શન હશે. આપણે જે કરશું તેની તેને પેલાં જ ખબર પડી જશે. અને તે આપણને સરળતા થી હરાવી દેશે.
બધાના આટલાં બધાં સવાલો સાંભળી હું અવાચક થઈ ગઈ. મેં આવુ કાઈ તો વિચાર્યું જ નહોતું. અબ્દુલને ખુશી થવી જોઇએ કે તેની વાત બધાએ મને સમજાવી દીધી. પણ તેને બદલે તે પણ વિચારી રહ્યો હતો. બધા જે કાઈ બોલ્યાં તે દરેક વાત માં પોઈન્ટ હતો.
અબ્દુલ બોલ્યો, " નાઝિયા મેમ, આપ સચ કેહ રહે હૈ. યે સારી બાતે મેરી દિમાગમે ક્યું નહી આયી! મેં તો ઈસ લિયે મના કર રહા થા ક્યુંકી ઉસ આદમી કે દ્વારા હમારી કંપનીકો કંઈ કામ મિલે હૈ. ઓર સારે ખતરનાક ઔર ગેરકાનુની. ઉસકો કોઈ નહી છુ સકતા. પર આપ સબભી સચ બોલ રહે હૈ!!!
હું મારી થાળી પકડી ને ઊભી થઈ. બધાં મારી સામે જોતાં હતાં. હું રસોડા સુધી જઈ અટકી ગઈ. તરત બધાં તરફ ફરતાં બોલી, "પણ હું તમારા પુછાયેલા બધાં સવાલોનાં જવાબ આપું. અને તે પણ તમારી જેમ વેલીડ રિઝન સાથે તો?!"
પેરી: એટલે મિત્તલ?
મિત્તલ : જો વાંધો સમયનો જ છે તો હું મારો દિવસ ૪૮ કલાક નો કરી નાખીશ. એટલે કે અમુક જગ્યાએ ખબર છે ખાલી વિકના ત્રણ દિવસ જ ક્લાસ ચાલતા હોય. એક દિવસ છોડીને એક દિવસ ક્લાસ કરાવતાં હોય. હું પણ એમ કરીશ. ત્રણ દિવસ ડાન્સ અને બાકીના ત્રણ દિવસ એમ્બ્રોડરી. પાર્લર નું હું કૉલેજ ચાલુ થશે ત્યારે ચાલુ કરીશ. એટલે કૉલેજ થી સીધી ત્યાં. બાકી વાત રહી તમારા હેલ્પની, તો મને ખબર છે ગમે તે થઈ જાય તમે મારો સાથ નહી છોડો.
આશિષ હસતાં હસતાં બોલ્યો, " તું અમને બ્લેકમેઇલ કરી રહી છે?"
મિત્તલ: ના, હકીકત કહું છું. અને હવે વાત રહી તે હરામીની. તો ભલે ને તે ગમે તે હોય પણ જો હું પ્રોપર પ્લાનિંગ સાથે બધી દિશા માંથી એકસાથે અટેક કરીશ. તો તે નહી બચી શકે. હું ફરી ત્યાં આવી બેસી ગઈ.
પ્રયાગ: પણ મિત્તલ પ્રૂફ? તે કેવી રીતે તું ગોતિશ. અને ગમે એવી પ્લાનિંગ હશે તો પણ તે છટકી જશે.
મિત્તલ: જો પ્રયાગ, અહી જ આપણે ભૂલ કરીએ છીએ. તમે લોકોએ જ કહ્યુ કે તે આપણી પહોંચ થી ખૂબ દૂર છે. તે જ કીધું કે તે આકાશ છે. તો તે પોતે પણ આ ભ્રમ માં જ જીવતો હશે. અને સાવ બિન્દાસ થઈને ફરતો હશે. અને આવા ઇગો માં તે ઘણી ભૂલો કરશે અને કરી હશે પણ. બસ આ ભૂલો જ તેને જેલ પહોંચાડશે.
નાઝિયા: અને તારી સેફ્ટીનું શુ? એને ખબર પડી ને કે આ બધા પાછળ તું છો તો તે એક મિનિટ પણ નહી વિચારે, અને તને નુકશાન પહોંચાડશે જ.
મિત્તલ: પણ એને ખબર પડે નહિ તો!! પેલાં તેની કોલેજના વિદ્યાર્થીઓએ કેસ કર્યો છે એટલે તે એમની પાછળ રહશે. અને હું પણ આ બધુ કાઈ હીરો બનવા માટે નથી કરતી. તો જે કાઈ મને મળશે તે બધુ હું તેમને સીધું કોર્ટ માં જ જઈને આપીશ એટલે તે લોકોને પણ કશું થાય નહી. અને જ્યાં સુધી કેસ ચાલુ હોય ત્યા સુધી તો આમપણ તે વિદ્યાર્થીને કંઈ નહિ કરી શકે. બરાબર ને પ્રયાગ?

પેરી : મિત્તલ તારી બધી વાત સાચી પણ આપણે હારી ગયા તો?
મિત્તલ : ફ્રેન્ડસ ગ્રુપ હારતાં શીખ્યું જ નથી. હું હારી ન શકું, આપણે હારી ન શકીએ. આપણે ગમે તેમ કરી જીતવું પડશે. યાર, મને ખબર છે હું થોડીક વધારે અપેક્ષા રાખી રહી છું પણ તમે લોકો ખાલી આ રૂમમાં બેઠેલા લોકોનું જ વિચારો છો. તેમનું નહી જે લાખો ફી ભરીને ત્યાં ગયાં છે અને નિરાશા સિવાય કશું મળ્યું નથી. ઉપરથી દુઃખો નો પહાડ પડ્યો છે તે અલગ. આપણે બધા લકી છીએ ઘણી બાબતોએ જેમકે અમીર અને બેસ્ટ પેરેન્ટ્સ, બેસ્ટ કૉલેજ, બેસ્ટ પ્રોફેસર, બેસ્ટ કોમ્યુનિટી, બધું બેસ્ટ. પણ તે લોકો નથી. તેમના ગ્રુપમાં એક મુંગી- બેહરી છોકરી છે તે કેટલી આશા સાથે ત્યાં આવી હશે. જો તે પોતાની લાઈફ માં આમ બીજાના વાંકને લીધે હારી ગઈ તો તેની સાથે તેની જેવાં બીજાં દિવ્યાંગો પણ હારી જશે.કોઈ આવી રીતે એન્જિનિયર બનવાનું નહી વિચારી શકે. એક તો નોર્મલ વ્યક્તિનો ભરોસો ભારતના એજ્યુકેશન ઉપર નથી અને જો એમાં આવું થયું તો કોઈનો પણ ભરોસો વધારે સમય ટકશે નહિ.
નાઝિયા : એક મિનિટ, દિવ્યાંગ એટલે?
આશિષ: ડીસએબલ પર્સન.
મિત્તલ: પ્લીઝ ફ્રેન્ડ, માની જાવ.
કોઈ કાઈ બોલતું નોતું એટલે મેં ઢીંગલી ને મારી પાસે ખેંચી અને તેને કીધું, "યાર ઢીંગલી તું જ કહે ને બધાને કે માની જાય."
તો ઢીંગલી બોલી, " મમ્મી કી બાત માન જાઓ ના!!!!!"
બધાં ચોંકી ગયા. મેં ઢીંગલીને મારી તરફ ફેરવી અને કીધું, વાહ ઢીંગલી ! તું તો એકદમ સરસ બોલી. જરાય તોતલું ન બોલી.
નાઝિયા: હા, આ વાત તો માનવી પડશે કે મહેર ફાસ્ટ લરનર છે.
આશિષ: તમે બધાએ માર્ક કર્યું તે હિન્દી બોલી.
પેરી: હા, પણ તે હમણાં ચોવીસ કલાક અબ્દુલ સાથે જ રહે છે. એની અસર હશે. પણ આ કેટલી નાની છે અને કેટલું શીખી ગઈ!!
મિત્તલ : આ વાતથી ખુશ થવું જોઈએ કે દુઃખી? કેહવાય છે કે જે ખુબ હોશિયાર હોય તેમની ઉમર ઓછી હોય.
મેં ચિંતાતુર અવાજમાં કહ્યું.
અબ્દુલ : એસા ક્યું કહા આપને! મહેર બહોત સાલ જીયેંગી.

મેં મારા મગજમાંથી ખરાબ વિચાર કાઢતા કહ્યુ, " આપણી વાત ડાયવર્ટ થાય છે. તમે લોકોએ શુ નક્કી કર્યું? "
બધાં એકબીજા ની સામું જોવા લાગ્યા. અને છેવટે હસતા મયંક બોલ્યો, " હવે તો મહેર વિનતી કરે અને અમે ન માનીએ, એવું બને!!!"
હું ખુશી થી ઉછળી પડી. અને બોલી, "વાહ, હવે મજા આવશે. "
અને પછી મેં અબ્દુલની સામે જોયું એકદમ વિનંતી સાથે. તો અબ્દુલ બોલ્યો, " લગતા હૈ અબ મુજે અપને લોગોકો ઇક્ટ્ઠા કર લેના ચાહીયે." અને અને મારી સામે જોઈ સ્મિત સાથે હા પાડી.
પ્રયાગે પૂછ્યું, "તો પ્લાન શું છે? કેવી રીતે કરશું.??"
પછી અમે બધાએ ભેગા મળીને પ્લાન બનાવ્યો.


વધું આવતાં અંકે....