વણ કેહવાયેલી વાતું - ૮ DAVE MITAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

વણ કેહવાયેલી વાતું - ૮

મારો પરિવાર

જેવું કામ શરૂ કર્યું કે જે નોતું વિચાર્યું તે પણ થઈ ગયું. મે ઘણી ભૂલો કરી. પેલા તો કામ મોડું શરૂ થયું અને પાછું આગળ વધવામા મને ડર લાગતો હતો તો મેં કામ આગળ વધવા જ ના દીધું.
હું મુંજાઈ ને આશ્રમમાં ઢીંગલી ને લઇ આંટા મારી રહી હતી. તો અબ્દુલ પાસે આવ્યો અને બોલ્યો, "મિસ દવે, આપ ઇતના ક્યું સોચ રહી હૈ? અગર આપસે કોઇ ગલતી હુઈ તો ઉસકે ઓર બાકી કે સારે ખર્ચો કે બિલ મેં ચૂકા દુંગા! પર અબ આપ કામ શુરૂ તો કરવાઈએ."
હું તરત જ વિચારમા પડી ગઈ કે અબ્દુલ ના પૈસા એટલે તેણે કોઈકનું મર્ડર કરીને કમાયા હશે કે પછી કીડનેપિંગ માં. અથવા તો કોઈક નિર્દોષ વ્યક્તિ ના પૈસા લીધા હશે. એના પૈસાથી જો આશ્રમમાં કાઇપણ બન્યું તો નેગેટિવિટી ફેલાશે. ના, હું અબ્દુલ નાં પૈસા ન લઈ શકું. મારે ગમે તેમ કરી આ પ્રોજેક્ટ જલ્દી અને સરખી રીતે પૂરો કરવો જ પડશે. મને વિચારતા જોઈ અબ્દુલ ફરી બોલ્યો, "ક્યાં હુઆ? ક્યાં સોચ રહી હૈ આપ?"
"નહી કાઇ નહી, બસ હવે બહુ થયું. હું પાંચ જ દિવસ માં આ પ્રોજક્ટ પૂરો કરીશ. અને તે પણ એકદમ પરફેક્ટ." મેં મક્કમતાથી કીધું.
બસ પછી તો પાછળ પડી ગઈ. અને સાચે પૂરો કર્યો. હા, પેલી વખત હતું એટલે ભૂલો તો થઈ પણ સુધારી શકાય એવી ભૂલો સુધારી પણ નાખી. મેં ઊંડાઈ ઓછી રાખી બાયો ગેસ પ્લાન્ટ ની અને પહોળાઈ વધારી નાખી. જેથી ઉપર વધારે જગ્યા રોકાઈ ગઈ. બીજું કે મેં મારા મજૂરો ની વાત સાંભળી નહી. જેને લીધે મેં ખોટા પાઇપ પસંદ કર્યા-વરસાદ નાં પાણી ને નીચે સુધી લાવવા માટે. ઘટતું હોઈ તેમ મે આધુનિક પદ્ધતિ થી પાણી નું શુધ્ધિકરણ કરવાની ટ્રાય કરી જેને લીધે ખર્ચો વધી ગયો. પણ છતાં કોઈએ મને કશું ન બોલ્યા. નફામાં તેમણે મારા વખાણ કર્યા. પણ અંહીથી મને નવો અનુભવ, નવા કામ કરવાનો ઉત્સાહ મળ્યો. બધા ખૂબ જ ખુશ હતા. હવે બાકીનું કામ મયંક અને પેરી એ કર્યું. મારા આ કામ ની ખૂબ જાહેરાત કરી. પ્રયાગે મારી માટે લીગલી ડોક્યુમેન્ટ બનાવી દીધાં અને મારી કંપની નું રજીસ્ટ્રેશન કરાવી દીધું. નાઝિયા અને આશિષ પણ જે લોકો મળે તેને મારા કામ અંગે કહેતા. અમે શરૂઆત હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, સંસ્થાઓની જે ઓફિસ હોઈ તેને ટાર્ગેટ કર્યા.
આ બધી બાબતોમા કોઈનું પણ ધ્યાન જ ન રહ્યું કે માર્ચ મહિનો શરુ થઇ ગયો અને તેમાં પણ પાંચ તારીખ પણ આવી ગઈ. હુ વિચારી રહી હતી કે હમણાં બધા મારી પાછળ પડી જશે અને મને મારો જ બર્થ ડે ઉજવવા કહેશે. પણ કોઈ બોલ્યું જ નહીં. અબ્દુલ તો સાવ શાંત હતો મને તો તે વધુ ચિંતા માં દેખાતો હતો. એકવાર મેં પૂછ્યું પણ ખરી કે કાઇ ટેન્શન છે? તો તેણે કહ્યું કે કામ ની પ્રોબ્લેમ ચાલે છે. બીજું કંઈ નથી. કામ ની વાત આવી એટલે મે વધુ પૂછ્યું પણ નહિ. આ થોડાક દિવસો માં અમારા બંને વચ્ચે ઘર ના કામ સરસ રીતે વહેચાઈ ગયા.

પેહલા પેહલા તો અબ્દુલ મને કહ્યા કરતો કે આપણે બહારથી ટિફિન બંધાવી લઈ. પણ પછી રસોઈ બનાવવામાં જે મજા આવતી તે જોઈ પોતે પણ રસોઈ બનાવવામાં મારી હેલ્પ કરતો. મને ખબર પડી કે અબ્દુલ કરાટેમા માસ્ટર છે. તેને બ્લેક બેલ્ટ પણ મળેલો છે. પણ તેનાથી આગળ તે વધ્યો નથી. એટલે મેં તેને મને કરાટે શિખડાવવા કહ્યું. તેને લીધે દરરોજ સવારે સાડા ચાર વાગે ઉઠાડી દે. ત્યારથી લઈને છ વાગ્યા સુધી અલગ અલગ કસરતો કરાવે. પછી ઘરે આવી અમે નાહવાની ક્રિયા પતાવી પોતાનો રૂમ જાતે વાળી, સાફ કરી, હોલ વાળવામાં વારો રાખ્યો હતો અમારા બંનેનો. ઢીંગલી તો સૂતી હોય વચ્ચે વચ્ચે ઉઠી જાય પછી સૂઈ પણ જાય. અને બપોર ની રસોઇ સવારે જ બનાવી નાખીએ. અબ્દુલ જ્યારે બપોરે ફ્રી થાય ત્યારે જમવા આવે. હું તો મારું ટિફિન લઈને નીકળી જતી. રસોઈ બનાવતા બનાવતા અબ્દુલ ફ્રુટ કાપીને આપે તે સાથે સાાથે ખાતા જાઈ અને રસોઈ બનાવી.
સાંજે ઘરે આવી હું વોશિગ મશીન માં કપડાં ધોવા નાખતી સાથે બધા વાસણ પણ ધોવા લાગતી. જે ડીસ વોશરમા ધોવાય તે તેમાં મૂકતી બાકી જાતે ધોઈ લેતી. પછી વાંચવા બેસી જતી.

ઢીંગલીને કશુંક ખવડાવી દેતી. નિરાંતે અબ્દુલ આવી જાય પછી જ સાંજની રસોઈ બનાવી. કયારેક બધા ઘરે આવતા જમવા માટે અને ત્યારે તો ખૂબ મજા આવતી. રવિવાર તો બધાની સાથે જ જતો. આમ જ મારો જન્મ દિવસ આવી ગયો. દસ માર્ચ, મારો બર્થડે. બે વર્ષથી તો કોઈ હતું જ નહી કે જેની સાથે આ ખુશી વેહંચી શકું. આ વખતે મારી પાસે મારો પૂરો પરિવાર છે પણ કામ જ એટલું છે કે કદાચ કાલે કોઈની સાથે ઉજવી નહિ શકું. હવે કશું થઈ શકે તેમ નથી. મેં ઢીંગલીને કીધું કે, બેટા, આવતા વર્ષે તું મને વિશ કરજે. હું તો આ વખતે મારો બર્થ ડે નહી સેલિબ્રેટ કરી શકું. પણ કાલે સાંજે બધાને જમવા બોલાવીશ. અને બધાને મસ્ત જમાડિશ. અને સવારે પણ ઉપમા બનાવીશ. બપોરે લંચ કેન્સલ, આપણે બહાર જમશું. ઓકે??" ઢીંગલી હસી મારી સામે. જાણે હા પાડી રહી હોય. હું એને પાસે લઈ સૂઈ ગઈ. સવારે મારો સાડા ચાર વાગ્યાનો એલાર્મ વાગ્યો તો મારી નીંદર ઉડી અને મેં જેવો એલાર્મ બંધ કર્યો કે તરત જ મારી ઉપર ફૂલ પડ્યા.

મેં દરવાજા સામે જોયું તો બધા ત્યાં ઉભા હતા. અને જોરથી બોલ્યા, "હેપ્પી બર્થડે...." આશિષ પાસે ઢીંગલી હતી તેણે ઢીંગલી ને કીધું કે, " હેય, મહેર, તારી મમ્મી ને બર્થડે વિશ કર. બોલ, હેપ્પી બર્થડે,"
અને એણે ઢીંગલીને પલંગ ઉપર મૂકી, ઢીંગલી મારી પાસે ધીમે ધીમે ચાલતા આવી ને બોલી, " હપ્પી બરડે.."
મેં એને તરત મારા ગળે ચોંટાડી દીધી. અને કીધું," થેંક યુ બેટા. થેંક યુ, ફ્રેન્ડ્સ. આવી રીતે તો કોઈ વિશ નહી કરતું હોય."

પ્રયાગ: નહી મિત્તલ, કર્યું છે.
મિત્તલ: એમ! કોણે વિશ કર્યું છે આવી રીતે?
મયંક: અરે તારું ફેવરીટ પિકચર, ટ્વેલવ ડાન્સિગ પ્રિન્સેસમા તેના ફાધરનો બર્થ ડે આવી જ રીતે ઉજવે છે.

બધા મારા બેડ ઉપર બેસી જાય છે અને અડધા પડધા સૂતા હોય તે રીતે બેસી જાય છે.

પેરી: હવે મિત્તલ, મારી વાત સાંભળ. હું તારી માટે આ ડ્રેસ લાવી છું. તે ડ્રેસ તારે આજે આખો દિવસ પેરવાનો છે.
પેરી જે ડ્રેસ લાવી હતી તેનો કલર મારો ફેવરીટ સ્કાય બ્લુ હતો. તે એક ખ્રિસ્તી લોકો પોતાના લગ્નમાં પેહરે તેવું ગાઉન હતુ. ફરક એટલો છે કે આમા વધુ ઘેર ન હતો અને સાથે ઉપર માથે રાખવાની ચૂંદડી નથી. પણ ખૂબ જ સુંદર, સિમ્પલ, લાંબો અને સ્લીવલેસ હતો.
મેં તરત જ હાથમા લેતા કહ્યું, " ખૂબ જ સરસ છે. એવો જ જેવો મારે જોઈતો હતો."
આશિષ: જોયું, મેં કીધું હતુંને કે તેને ખૂબ ગમશે. હવે મિત્તલ, અમારો પ્લાન સાંભળ.
મિત્તલ: લિસન ફ્રેન્ડસ, તમે અંહી આટલા વેહલા વેહલા આવ્યા મને વિશ કર્યું, ત્યાં સુધી બધું બરાબર પણ હવે આગળ કાઈ નહિ. હું ક્યાંય નહી આવું. પ્લીઝ....
નાઝિયા: અરે! પેલા અમારી વાત તો સાંભળ. પછી ન આવું હોય તો કાઈ નહી. અને એક બીજી વાત અમે કાઈ અત્યારે નથી આવ્યા! અમે કાલે રાતે જ અહી આવી ગયા હતા. !!!
મિત્તલ: વૉટ!! પણ મને કેમ તમારો કોઈનો અવાજ આવ્યો નહિ.
પ્રયાગ: ઇતો અબ્દુલે દરવાજો ખુલ્લો રાખ્યો હતો અમારી માટે.
મિત્તલ: તો પણ, થોડો ઘણો અવાજ થાય ને તોય મને ખબર પડી જાય. મને કાલે કેમ ખબર ન પડી?
અબ્દુલ: વો,, મિસ દવે, મેને આપકે રુમ કા દરવાજા બહારસે બંધ કર દિયા થા.
મને હસવું આવ્યું. હું બોલી," ચાલો બોલો શું કરવાનું છે? હવે તો કોઈ ઓપ્શન જ નથી.
બધા ખુશ થઈ ગયા. સૌથી પહેલા નાઝિયા બોલી," જો મિત્તલ, તું બેડ ઉપરથી ઊભી થઈ ને નાહીને આ ડ્રેસ પેહરી લે પછી હું તને ખુબસુરત રીતે તૈયાર કરી દઈશ. તારી ફેવરીટ હેર સ્ટાઈલ ફ્રેન્ચ રોલ લઈ દઈશ. પછી તારે અમારી બધા માટે ઉપમા બનાવી દેવાનો એકદમ હોટલ જેવો. ઓકે?
તેની આ વાત સાંભળી મેં તરત અબ્દુલ ની સામે જોયું. તે નીચું જોઈ ગયો.
ત્યાં તો આશિષ પણ બોલ્યો," મિત્તલ, આજ ના દિવસ ના બધા જ ફોટા હું પાડીશ. તારો આજનો આખો દિવસ મારા કેમેરામાં કેદ રેહશે. "
પ્રયાગ: અહીનું કામ પતે પછી હું તને તારી ફેવરીટ બાઈકમાં ફૂલ સ્પીડ માં રેસ કરતા કરતા તારો અત્યારે કરંટ પ્રોજેક્ટ જે ચાલુ છે ત્યાં જાશું. તું તારું કામ પતાવી દેજે ત્યાં સુધી હું મહેર સાથે ત્યાં રમીશ.
એમ કહી તે ઢીંગલીના વાળ માં હાથ ફેરવવા લાગ્યો, ઢીંગલી પણ તેના હાથ ઉપર બટકું ભરી રહી હતી હા, એ વાત જુદી છે કે પ્રયાગને કાઈ અસર થતી ન હતી. મારા મનમાં તરત ઝબકારો થયો.
મેં એને તરત પૂછ્યું,"કઈ બાઈક? રોયલ એનફિલ્ડ! તું તે લઈને આવ્યો છે? હું એમાં બેસીશ. સાચે!!" હું ખૂબ ઉત્સાહિત થઈ ગઈ.
પ્રયાગ મારી સામે હસ્યો અને હા માં માથું હલાવ્યું.
પેરી: ત્યાંથી તારું કામ પતે પછી તારા ઓલા બાબાને પગે લાગવા જાશુ, તારી મસ્જિદમાં. અને ત્યાંથી મહાદેવ ના મંદિરે.
મયંક: મંદિર તું જઈ આવ પછી ત્યાંથી ટર્ન મારો. ત્યાંથી આપણે PP રેસ્ટોરાંમાં જાશું. બપોરનુ લંચ લેવા માટે ક્યાંક તો જવું પડે ને!
મિત્તલ: વન સેક., PP મીન્સ પેશ્વા પેવિલિયન !! તું તે રેસ્ટોરાંની વાત કરે છે જ્યાં સૌથી વધારે ફરારી અને મર્સિડિઝ વાળા જ આવતા હોય છે. તાજ હોટેલનો કઝીન ભાઈ જેવી હોટલ માં જવાનું કહે છે!! તને ખબર તો છે ને કે ત્યાં પ્રાઇઝ શું છે?!!
મયંક: નહી, ત્યાં નોર્મલ બીજી કાર વાળા પણ હોય છે અને ફરારી અને મર્સિડિઝ માં કાઈ નથી રાખ્યું. એની કરતા બીજી ઘણી સારી કાર છે ... નહિ પ્રયાગ?
પ્રયાગ: બિલકુલ, છે જ. અરે મયંક તે ઓલી કાર ચલાવી છે?
મયંક: કાઈ કાર?
મિત્તલ: અરે ચૂપ! જુઓ ત્યાં જવાનું નથી. એવી મોંઘી હોટલ માં થોડું જવાતું હશે. મારો આખા મહિનાની કમાણી તે એક જ ડીશમા લઈ લેશે.
આશિષ: એવું કાઈ નહી થાય. ત્યાં આપણે પૈસા દેવાના જ નથી. આપણે ત્યાં ફ્રીમા જમશુ.
મિત્તલ: હા, તે આપણા કાકા થાય છે ને કે તે ફ્રીમાં જમાડશે.!! હું ગુસ્સે થઇ ગઇ.
નાઝિયા: મિત્તલ, પેહલી વાત કે આજના દિવસે તારે ગુસ્સો તો બિલકુલ કરવાનો નથી. અને બીજી વાત આશિષ સાચું કહે છે.
પેરી: એમાં એવું છે કે મયંકે ત્યાં આજે પોતાની અમુક પેન્ટિંગનું એકઝીબિસન રાખ્યું છે જેમાં મયંક ને અમુક પાસ સામેથી મળે તો તે પાસ ઉપર આપણે જવાના.!!
મને થોડીક વાર વિશ્વાસ ન બેઠો. એટલે મયંકે પાસનો ફોટો મને બતાવ્યો તેના ફોન માં હતો. પછી મેં તરત જ બધાની સામે કાન પકડ્યા. એટલે નાઝિયાએ કીધું,
" ત્યાંથી તું બીજી એક હોસ્ટેલ જવા માંગતી હતી જ્યાં જઈ તું તારા પ્રોજેક્ટ વિષે સમજાવી તેમને કનવિસ કરી લે પછી ઘરે આવતું રેહવાનું . અને અમારા બધા માટે રસોઇ બનાવાની. બધા એટલે બધા હો... અમારા બધાની આખી ફેમિલી આવશે સાંજે જમવા."
મેં નીચે મસ્તક તેમની બધી વાત માની લીધી. અબ્દુલ ખાલી હસી રહ્યો હતો. પેરી એ આટલી મેહનત થી મારી માટે આવો સરસ ડ્રેસ બનાવ્યો. બધા કઈક ને કઈક મારી માટે કરી રહ્યા હતા. પછી બધા બહાર જઈ રહ્યા હતા ત્યારે મેં અબ્દુલ ને પૂછ્યું," હેય અબ્દુલ! તું મારી માટે શું લાવ્યો કે હવે તું શું કરવાનો છે?"
અબ્દુલ: મેં કુછ નહીં લાયા ઓર મુજે નહી પતા કી ક્યાં કરના ચાહીયે.
અબ્દુલ એકદમ નિરાશાથી બોલ્યો. એટલે તેને ચિયર અપ કરવા કહ્યું, " ચિંતા ન કર. હું સામેથી માંગી લઈશ. " તે પણ મારી સામે હસી પડ્યો જ્યારે મેં તેની સામે આંખ મારી તો.

હું નાહીને તે ડ્રેસ પહેરી બહાર આવી તો નાઝિયા મને જોતી રહી. પછી પોતે મને તૈયાર કરવા લાગી. બાકી બધા ઘરના કામ કરી રહ્યા હતા. પોતાના ઘરમાં પણ જે લોકો કામ નોતા કરતા તે અહી કરી રહ્યા હતા. હું તૈયાર થઈ ગઈ એટલે નાઝિયા મને લઈ બહાર આવી. અને બધાને બોલાવ્યા જોરથી રાડ પાડી. બધા આવ્યા અને બધા ચૂપ! મેં બધાની સામે જોયું તો બધાની આંખું ફાટી ગઇ હોય તેમ ડોળા ફાડી ફાડીને જોઈ રહ્યા હતા. અબ્દુલ નુ તો મોઢું પણ ખુલ્લું હતું. પેરીએ બનાવેલ ડ્રેસ બેહદ સુંદર છે. ગળા ફરતે કોલરના ભાગમાં મોર જેવી ડિઝાઇન હતી, આખા ડ્રેસમાં અલગ અલગ ફૂલો નો શણગાર હતો. ભપકો નથી પણ સાદગીથી એવું સિવ્યું હતું કે કોઈપણ ને સરસ લાગે. ઉપરથી નાઝિયાએ મને બધું મેચિંગ પેહરાવ્યું. પગમાં હાઈ હિલ બ્લેક કલરની, ડાબા હાથમાં બ્લેક કલરની વોચ, જમણા હાથમાં બ્લુ કલરનું બ્રેસ્લેટ અને એક સાદી ડાયમંડની વીંટી, ગળામાં મોતીની માળા પેન્ડલ વગરની, ખાલી સાદી માળા, કાનમાં લાંબા બુટીયાં- ડ્રેસને મેચિંગ બ્લુ કલરના, માથા ઉપર મારો હમેશાંનો એક સાદો લાલ ટિકો તે આજે પણ તેણે કર્યો જ. નાઝિયાએ કીધું કે હું તેની વગર સારી તો નહી જ લાગુ. વાળની સ્ટાઇલ તો ફ્રેન્ચ રોલ કર્યો પણ સાથે વાળમાં એક ફૂલ પણ નાખ્યું. મેકઅપ એકદમ મારા ચેહરા ને સુટ થાય તે રીતે જ કરેલો લિપસ્ટિક પણ સાદી હતી. મેં ચશ્મા પહેરી રાખ્યા હતા.
સૌથી પહેલા આશિષ બોલ્યો," વાહ મિત્તલ, આજે પેલી વાર મને એમ થાય છે કે હું કેમ બોય નથી. તો મારી ગર્લફ્રેન્ડ તું જ હોત. !!!"
હું શરમાઈ ગઈ. ઢીંગલી મારી પાસે આવી તો મેં તેને તેડી લીધી અને એને મારી છાતી સરસી ચાંપી દીધી આ જોઈ મયંક મારી પાસે આવ્યો અને મને કીધું કે," મિત્તલ થોડીક વાર આમ જ રેહજે. મને મન ભરી થોડીક વાર જોઈ લેવા દે. જરા પણ હલતી નહી. અને બસ સ્ટોપ."
તેની વાત માની હું હલી તો નહી પણ મને પેરીની ચિંતા થઈ તે કઈક બીજું વિચારી ન લે. પણ ત્યાં તો મયંક મારો એક ફોટો પાડી ભાગ્યો અને જતા જતા એટલુ બોલ્યો કે આપણે બપોરે મળી. હજી તો માંડ છ વાગ્યા હસે. એટલે મેં સેન્ડલ ઉતારી રસોડામાં ગઈ.
તો પ્રયાગ બોલ્યો, " મિત્તલ તું સાચે સરસ લાગે છે.તારી પાસે કામ તો કરાવાય નહી પણ તારી હાથનો ઉપમા ખાવો છે. અને બોવ ભૂખ લાગી છે. થોડુક જલ્દી હો..."
મિત્તલ: હા બસ પંદર મિનીટ. હમણાં કરી દઉં છું. પણ ખાલી ઉપમામાં પેટ નહી ભરાય. હું સાથે થોડાક પોહા બનાવી નાખું. ક્યાંય વયા જશે.
અબ્દુલ: નહિ, મિસ દવે. હમ દરગાહ જાને વાલે હૈ વહા આપકે હાથોસે પ્રસાદ દેના હૈ તો વો હમ સબભી ખાયેંગે. ઇસલિએ જ્યાદા ટેન્શન મત લીજીયે.
હું અબ્દુલની સામે જોતી રહી મને મન થયું કે અબ્દુલને ગળે ચોંટાડી દઉં પણ પછી અબ્દુલ જ શરમાઈ જાશે એટલે ઉપમા બનાવા લાગી. બધું સુધારીને અબ્દૂલે તૈયાર જ રાખ્યું હતું. બનાવીને બધાએ ખાધું. અને પછી મને એક સ્પેશ્યલ પર્સ આપ્યું આજના દિવસ માટે. તેમાં ખાલી કામની વસ્તુ મેં મૂકી અને બધા નીચે ગયા. જે સામે મળે તે મને વિશ કરે. બધાને થેંક યુ કહેતી રહી. લિફ્ટ પાસે જ રોયલ ઊભી હતી એમાં પણ બ્લુ કલરની જ. હું એની પાસે ઊભી રહી તો આશિષ ફોટા પાડી રહ્યો હતો તે ઘરે પણ ફોટા જ પાડતો હતો. પછી તો જેમ નક્કી હતું તેમ જ થયુંં પણ મેં પેહલા દર્શન કરવા જવાનું કીધુ પછી ત્યાંથી કામ પર જાશું એમ કીધું તો બધા માની ગયા. એટલે પેલા મસ્જિદ પછી મંદિર અને બંને જગ્યાએ પ્રસાદી, ત્યાંથી ફૂલ સ્પીડમાં બાઈકને ભગાવતો પ્રયાગ મને કેટલું ફેરવીને મારી જગ્યાએ લઈ ગયો જ્યાં અત્યારે પ્રોજેક્ટનું કામ ચાલુ હતું.

સારું થયું કે ઢીંગલી પેલા ચારેય પાસે હતી તે લોકો પાછળ કાર માં આવી રહ્યા હતા. નહિતર ઢીંગલી તો રડી પડત આટલી સ્પીડ જોઈને. મને ખૂબ મજા આવી. ત્યાં કામ કરતા કરતા સાડા બાર વાગી ગયા. હજી કામ બાકી હતું, ત્યાં પહોંચી પછી મારો ડ્રેસ અને મેકઅપ જોઈ બધા મને પૂછતા કે આજે કાઈ ખાસ દિવસ છે અને બધાને કહેતી કે આજે મારો બર્થ ડે છે. બધા મને વધામણી આપવા લાગતા. સાડા બાર થયા ત્યાં જ મયંક આવ્યો અને મારો હાથ પકડી રીતસર મને ખેંચીને લઈ જવા લાગ્યો. તે મને તેની આર્ટ ગેલેરીમાં લઈ ગયો જ્યાં તેના ચિત્રો નું પ્રદર્શન હતું. મારી પાછળ બધા આવી ગયા. તે મને એના બીજા એક પણ ચિત્રો જોવા ઊભી ન રેહવા દીધી તે સૌથી છેલ્લે આવેલું ચિત્ર પાસે લઈ ગયો જ્યાં લખેલું હતું "not sold"! તે ચિત્ર બીજું કાંઈ નહીં પણ આજ સવારનો હતો. જેમાં હું ઢીંગલીને તેડીને તેને ઊંચી કરી રહી છું. અને તેની સાથે રમી રહી છું. તે એટલું સરસ તેણે દોર્યું હતું કે રિયલ લાગતું હતું. બધા તેની પાસે આવીને જ ઊભા રહી જતા હતા.
હવે અબ્દુલ બોલ્યો," વાહ! આપને બખૂબી ખૂબસૂરતીકો ઇસ કાગજ કે ટુકડે પે ઉતારા હૈ. પરફેક્ટ પિકચર."!!!
પેરી, નાઝિયા, આશિષ, પ્રયાગ બધા આશ્ચર્ય માં પડી ગયા. પેરીએ તો પૂછ્યું પણ ખરી કે તે આ ચિત્ર આટલી વાર માં બનાવી પણ લીધું.! તે આ ચિત્ર વેચશે નહિ અને એક સારી યાદ રૂપે હંમેશા પોતાની પાસે રાખશે.
પણ મયંકે ખાધા પીધા વગર છ કલાક એકધારો બેસીને ચિત્ર પૂરું કર્યું. ત્યાંથી અમે નીચે જમવા ગયા. બધાએ શાંતિથી ખાધું. અને પછી ફરી બધા પોતાના કામમાં લાગી ગયાં મને કપડાં બદલવાની મંજૂરી મળી ન હતી તો મેં તે જ કપડામાં મારા કામ કર્યા. હવે કોઈ ન રોકાયું અબ્દુલ અને ઢીંગલી સિવાય. ત્યાંથી ઘરે આવી મેં કપડાં બદલાવ્યા અને હેર સ્ટાઈલ વિખીને સાદો ચોટલો લીધો. માથું દુખતું હતું મને આખો દિવસ વાળ બાંધેલા હતા એટલે. પછી બધા માટેની રસોઇની તૈયારી કરી અને બનાવી પણ નાખ્યું. મેં ગુજરાતી ડિશ બનાવવાનું નક્કી કર્યું. એટલે મેં કઢી, વઘારેલી ખીચડી, રીંગણાંનું ભરેલુંં શાક અને તરીકે છોલે અને પરોઠા બનાવ્યા. સાથે સ્વીટમાં અબ્દુલને મારા હાથની ભાતની ખીર ખૂબ ભાવતી. તેણે ખીરને પોતાની ફેવરીટ ડિશ કહી દીધું હતું. પણ જમવામાં સાથે તો ખીર ખવાય નહી એટલે જમી લીધા પછી ખાશું એમ વિચારી ઠંડી કરવા ફ્રીઝ માં મૂકી દીધી.

બધા આઠ વાગે આવી ગયા સૌથી પહેલા આશિષ અને તેની આખી ફેમિલી આવી. બે બે નાના નાના ભાઈ બહેનને જોઈ ઢીંગલી ખુશ થઈ ગઈ. તે તો એમની પાસે સામેથી ગઈ. ભાભી તરત બોલ્યા, " આટલી નાની છે હજી તો ત્યાં ખબર પડે છે કે કોણ એની સાથે રમશે. " ત્યાં જ મયંક અને પેરી મયંકની ફેમિલી સાથે આવી ગયા. મયંક ની ફેમિલીની સાથે સુઝેન દીદીનો દિકરો રોન પણ આવ્યો. તે પણ પેલા ત્રણેય રમતા હતા તેની સાથે જોડાઈ ગયો. અને છેલ્લે નાઝિયા ની ફેમિલી આવી. પ્રયાગ પણ તેમની સાથે જ આવ્યો. હજી અમે બધા જમવા બેસતા જ હતાં ત્યાં ઘરની ડોરબેલ વાગી. પેરી દરવાજો ખોલવા ગઈ તો સામે તેના જ બાબા ઉભા હતા. મોટું ફ્લાવરબુકે લઈને અને સાથે કાઇક બીજી વસ્તુ પણ હતી. પેરી તો જોઈને સીધી ગળે જ ચોંટી ગઈ. અને જોરથી રાડ પાડીને અમને બધાને કીધું, " યાર, મારા બાબા આવ્યા, મારા બાબા!! હું કેતી હતી ને કે આવશે જો આવ્યા." પેરીના બાબા હંમેશા બિઝનેસ માં જ રચ્યા પચ્યા રહેતા, એટલે તેઓ પેરી ને વધુ સમય આપી શકતા નથી. પણ આજે આવીને તેમણે બધા વચ્ચે પેરીનું માન વધારી દીધું.
તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું," ખૂબ હોશિયાર છે તું છોકરી! તારી જેવી જ બિઝનેસ માટે બની છે. ઓકે હેપ્પી બર્થડે મિસ મિત્તલ દવે.!"
તેમણે મને ફ્લાવરબુકે આપ્યું મેં લેતાં કહ્યું," થેંક યુ સર. સર કેહવા કરતા હું પણ તમને બાબા કહી શકું. મારા મમ્મી પપ્પા પણ તમારી જેમ મારાથી ઘણા દૂર છે તમે ક્યારેક ક્યારેક તો મળવા આવશો તે તો એમ પણ નથી આવી શકે એમ. તો મને તેમની થોડીક યાદ ઓછી આવે. જો તમને વાંધો ન હોય તો.!"
બાબા: મને શું વાંધો. તું એક જ શું કામ તમારું આખું ગ્રૂપ મને બાબા કહે તો પણ વાંધો નથી. હસતા હસતા એમણે કહ્યું.
બધા હસી રહ્યા હતા પણ પેરીએ પૂછ્યું કે, "બાબા, તમે આવતા જ સીધા મિત્તલને એમ કેમ કીધું કે તે ખૂબ હોશિયાર છે.?"
બાબાએ જવાબ આપતા કહ્યું," કાઇ નહિ બેટા, ઇતો એના વખાણ સાંભળતો આવ્યો એટલે. બધી જગ્યાએ તમારા બધાના ખૂબ વખાણ થાય છે. સારું કામ કરો છો બધા. "
પ્રયાગ: અરે બાબા! એમાં શું મોટી વાત છે! તો પણ અમે ઘણું કરી નથી શકતા સ્ટડીઝને લીધે.
બાબાએ તેની સામે ખાલી સ્મિત ફરકાવ્યું પછી ફરી મારી તરફ ફરતા બોલ્યા," આ તારા માટે છે. તારી બર્થ ડે ગિફ્ટ." તેમણે એક નાનું એવું બોક્સ મારી તરફ લંબાવ્યું. મેં તરત લઈ લીધું. ખોલીને જોયું તો એમાં એક રિયલ ડાયમંડની રીંગ હતી. અને તે પણ મોટો ડાયમંડ. અને વીંટી પણ પ્લેટિનમમાં બનેલી. જોઈને જ સુંદર લાગતી હતી. કારીગરી સારી હતી. પણ મેં તે વીંટીને બોક્સમાંથી કાઢી પણ નહિ અને બોક્સ બંધ કરી કીધું," આ ગિફ્ટ ઉપર મારો અધિકાર નથી હું તમને બાબા કહું એનો અર્થ એ તો નથી જ કે પેરીના હક ઉપર તરાપ મારું. આ વીંટી તમારી સાચી દીકરીને જ મુબારક."
અને મેં વીંટી પેરીને આપી દીધી. પેરીને મારા સ્વભાવની ખબર હતી એટલે કાઈપણ બોલ્યા વગર લઈ પણ લીધી અને પોતાની કઈ આંગળીમાં ફીટ થશે તે જોવા લાગી. ત્યાં જ જીજુ બોલ્યા," અરે સારું અંકલ તમે યાદ કરાવ્યું કે ગિફ્ટ દેવાની છે કોઈ યાદ પણ નથી કરાવતું."
મયંકની મધર: મને યાદ હતું પણ મારે છેલ્લે દેવી હતી. હવે દઈ દો. જાવ લેતાં આવો.
આકાશ ભાઈ: ખમો હું પણ આવું છું.
મિત્તલ: અરે ક્યાંય નથી જાવું મારે કશું નથી જોતું.
સુઝેન દીદી: તે મિત્તલ તું ગિફ્ટ જોયા પછી કેજે.
નઝીમા: અમે બંને પણ આવીએ સાથે.
તે ચારેય નીચે ગયા અને થોડીકવાર માં એક મોટા ખોખા સાથે ઉપર આવ્યા.

પછી બધા તે મોટા ખોખાની ચારેય બાજુ ફરતે બેસી ગયા. મેં અને આશિષે તેની ઉપર લગાડેલું ગિફ્ટ પેકિંગ ખોલ્યું મયંક તો એટલો ઉત્સાહી થયો કે તે તો ફાડવા જ લાગ્યો. ખોખું ખોલ્યું અને તેમાંથી જે નીકળ્યું તે જોઈ હું અવાચક થઈ ગઈ.
બોક્સમા અલગ અલગ લેખકોની કૃતિઓ હતી. નોવેલ, મોટી નવલકથા, નાટકો, કવિતાની બુક, બધું. મારા ફેવરીટ લેખકોની બુક્સ હતી. જૂલે વર્ન, ચેતન ભગત, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કુન્દનિકા કાપડિયા, બધાં જ હતા.

બધી બુક્સ જોઈ મને ઘણી જ ખુશી થઈ. હું તરત બોલી, "વાહ! લે આમા તો મેલુહા પણ છે, અમિષ ની બધી બુક્સ છે. પેરી, જો આમા મળેલા જીવ, ડોલર વહુ અને જેમ્સ બોન્ડની કથા પણ છે. આ તો પાકી ચાલીસ બુક છે. અને હિન્દીમા બધી સ્પાય સ્ટોરી વાહ! આટલી બધી કેવી રીતે મળી? અને તમને બધાને કેવી રીતે ખબર પડી કે આ જ જોતી હતી મારે?
અમ્મી: (નાઝિયાની માતા) તારા વિષે કેવા વાળો ખાલી એક અબ્દુલ જ તો છે! એણે જ અમને કીધું કે તને કેવી ગિફ્ટ અપાય તો તું ના નહી પાડે. અને કેવી બુક્સ લેવી તે પણ કીધું. તેમણે હસતા મારી સામે કીધું. મેં તરત અબ્દુલ સામે જોયું. તે તરત ઊંધો ફરી ગયો.
બાપુજી: (આશિષ ના પિતા) મિત્તલ, આ બધી નોવેલ ગોતવામાં ખૂબ થાકી ગયા. અમુક તો મળતી જ ન હતી.
મોમ (મયંક મધર) : પછી અમે બુક ફેર માં ચાલ્યા ગયા ત્યાંથી બાકીની બધી બુક મળી ગઈ.
ડાડ (મયંકના પિતા) : પણ અમારે કેહવું જોઈએ કે તારો ટેસ્ટ ઘણો ઊંચો છે. તને જૂની વાર્તાની સાથે નવા ઓથરના લેખ પણ વાંચે છે. જે બતાવે છે કે તને ખાલી સારું કન્ટેન્ટ પસંદ છે. કાઈ બીજું નહી.
બાબા: ઓહ! તો તું ડાઉન ટુ અર્થ રેહવા વાળી છોકરી છે. ઓકે તો મારી પાસે તારી માટે એક ઑફર છે. મેં સાંભળ્યું છે કે તું વરસાદના પાણીને સ્ટોર કરી શકે તેવો પ્રોજેક્ટ નાખે છે સાથે સાથે બીજું પણ ઘણું. તો મારી પાસે તારી માટે પ્રપોઝલ છે કે તું મારી મુંબઈમા આવેલી બધી ફેક્ટરી અને ઓફિસ માટે તું તેવા પ્રોજેક્ટ બનાવી દે. આઈ મીન હવે મારે બીજું કંઈ કેહવાની જરૂર છે કે સમજી ગઈ, બેટા?!
હું તેમની સામે હસી. અને કીધું, "બધું સમજી ગઈ બાબા, ડોન્ટ વરી. હું તૈયાર છું પણ બે દિવસ પછી મારી એક્ઝામ ચાલુ થશે જે એક વીકમાં પૂરી થઈ જશે ત્યાર પછી હું તમારા બધા પ્રોજેક્ટ હાથમાં લઈશ. ઇટ્સ ઓકે?
બાબા: બિલકુલ મને કોઈ વાંધો નથી. પણ, કામ ચાલુ કર્યા પછી જલ્દી પૂરું કરવાની જવાદારી તારી. અને નાઝિયા મારે તારું પણ કામ છે.
નાઝિયા: હા, બોલોને શું કામ છે?
બાબા: મેં તારા વખાણ ખૂબ સાંભળ્યા છે કે તું ખૂબ સારી ઇન્ટીરિયર ડિઝાઇનર છો. ઘર ને ઓફિસ ખૂબ સારી રીતે સજાવે છે. તો મારી ઓફિસ ખૂબ જૂની થઈ ગઈ છે તો તેનું કામ તારે કરવાનું છે. કરીશ ને?
નાઝિયા: પણ હું કેવી રીતે? અને મારી પણ એક્ઝામ આવશે. વાર છે હજુ. પણ વાંચવાનું તો હોય જ. હું મુંબઈથી ત્યાં કેવી રીતે આવીશ.? અને પાછું હું તો હજુ સ્ટડી કરું છું. હું કોઈ પ્રોફેશનલ નથી. તમને મારી કરતા બીજા ઘણા સારા મળી જશે.
બાબા: હા બિલકુલ મળી જશે, પણ તે તારી જેમ જીવ નાખીને કામ નહિ કરે. અને બીજી વાત કે મારી મુંબઈની ઓફિસ ની જ વાત થઈ રહી છે તો તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને મારા ખ્યાલથી આ તક ઝડપી લેવા જેવી છે તારા ફ્યુચર માટે. એવું તને નથી લાગતું?!
નાઝિયાએ વિચારીને હકારમાં માથું હલાવ્યું. તો બાબાએ કીધું, " સારું ચલો, મારી અહીંની ઓફિસે કાલે બંને એકસાથે પહોંચી જજો. બંનેના એગ્રીમેન્ટ કરી દેશું."
એટલે મેં કહ્યુ," તમને વાંધો ન હોય તો હું પ્રયાગને અમારી સાથે લાવા ઈચ્છું છું. તેને ડોક્યુમેન્ટમાં વધુ ખબર પડે છે. અને આ બધું શૂટ કરવા માટે આશિષ તો આવશે જ. મયંક અને પેરી તમે બંને પણ આવજો. મારા કામની જાહેરાત માટે ત્યાંથી ઘણું કન્ટેન્ટ મળી જશે. મારી લાઇફ નો મોટો એગ્રિમેન્ટ થશે. વાંધો તો નથી ને, બાબા?
બા (આશિષ ની માતા): હવે કામની વાતું ઘણી થઈ ગઈ હોય તો જેની માટે અહી આવ્યા છીએ તે કરીએ. બધા તરત જ જમવા માટે બેસવા માંડ્યા. પછી તો આવી ઘણી વાતું થઈ. બધા મોડે સુધી રોકાયા. ખીર પણ ખાધી. પછી બધા ચાલ્યા ગયા. વાસણ કરવા માટે બાજુના ઘરમાં જે બેન કામ કરવા આવતાં હતાં તેમને જ કહી દીધું હતું એટલે તેઓ વાસણ કરી રહ્યા હતા અને હું અને અબ્દુલ બાકી બધી વસ્તુ સરખી રીતે મૂકતા હતા પણ અબ્દુલ નું ધ્યાન નોતું. તે ક્યાંક ખોવાયેલો હતો. એટલે મેં એને સીધું જ પૂછ્યું, " શું થયું અબ્દુલ? કેમ મુંજાઈ ગયો છે?"
અબ્દુલ: કુછ નહીં. બસ વહી કામ કા ટેન્શન હૈ. આજ મેં રાતકો જા રહા હું. કુછ કામ હૈ ઈસ લિયે. આપ અકેલે રેહ લેંગે ના?
મિત્તલ: હું કાઇ પેલી વાર એકલી થોડી રેહવાની છું. તું આની પેલા પણ બહાર રાતે ગયો જ છે. આ વાત નથી જે તને મૂંઝવી રહી છે. તું કઈક બીજું જ વિચારી રહ્યો છે. હવે શું કરવાનું બાકી રહ્યું. તે જેવું વિચાર્યું હતું તેમ જ તો થયું. આખા દિવસનો પ્લાનિંગ તે જ તો બનાવ્યો હતો અને એમ જ તો ગયો છે. હવે શું બાકી છે? હું તેની સામે હસી.
અબ્દુલને આશ્ચર્ય થયું તેણે મને પૂછ્યું, " નહી મેને કુછ નહીં કિયા. સબને આપકા બર્થ ડે મનાયા હૈ.
મિત્તલ: હા, અબ્દુલ તે વાત સાચી કે તે કાઇ નથી કર્યું પણ બધાના મગજમાં તે જ નાખ્યું છે. મને ખબર છે સવારે જ ખબર પડી ગઈ હતી જ્યારે પેરીએ તે ડ્રેસ બતાવ્યો. આવો ડ્રેસ જોઈ છે તે ખાલી તને જ ખબર હતી. તું શું કામ બોલતો નથી કે તે જ કર્યું છે?
અબ્દુલ: હા, મેને સબકો કહા થા. પર મેને કિસિકે સાથ ફોર્સ નહિ કિયા. ઉનકા અપના નિર્ણય થા કિ વો યે કરેંગે. મુજે ટેન્શન ઈસ બાતકી નહિ હૈ કિ આપકા બર્થ ડે ઠીકસે સેલિબ્રેટ નહિ હુઆ. મુજે ટેન્શન મેરી કંપનીકા હૈ.
ત્યાં જ માસી વાસણ કરીને જતા રહ્યા. અને મેં તેમને થોડુક જમવાનું પણ ભેગુ આપી દીધું. ઢીંગલીને રૂમમાં સુવડાવી હું અને અબ્દુલ સોફા પર આવી બેસી ગયા. અબ્દુલ મારાથી ઘણો દૂર બીજા સોફા ઉપર બેઠો હતો. મેં એને પૂછ્યું, " કંપની એટલે તારી ગેંગ જ ને?"
અબ્દુલ: હા, હમારી ગેંગ કા નામ ડી કંપની હૈ.
મિત્તલ:(હસતા હસતા) એવું તે કાઈ નામ હોતું હશે. ડી એટલે કોણ?
અબ્દુલ: ડી કા મતલબ નહિ પતા. દિશા મેમ કે નામ પર હોતા તો વનિતા મેમ કા ભી નામ સાથમેં હોતા.
મિત્તલ: દિશા અને વનિતા કોણ છે?
અબ્દુલ: દિશા મેમ હમારે એક બોસ બાલા સરકી ફ્યુચર વાઇફ યા પ્રેઝન્ટ વાઇફ પતા નહિ. ઓર વનિતા મેમ હમારે દૂસરે બોસ વિક્રમસર કી વેસે હી. પતા નહી હૈ. સાથ મેં રેહતે હૈ. જબસે મેને દેખા હૈ તબસે સાથમે હૈ ચારો. ઓર મુજે પૂછને કી આદત નહિ હૈ ઓર દોનો બોસ અપની પર્સનલ બાતે કિસિસે નહિ કરતે. તો નહિ પતા હૈ. યા ફિર શાયદ ઉન્કે પિતા કે નામ પર રખા હોગા.

મિત્તલ: ઓહ! મારે પણ એમની પર્સનલ વાતું જાણી શું કરવું છે. પણ તારી વાત પરથી લાગે છે કે તેમના પિતા પણ છે. તો તે સૌથી મોટા બોસ થયા ને તમારી ડી કંપની ના.
અબ્દુલ: નહિ નહિ. વો તો બહોત બડે સાધુ હૈ. શિંગડાપુરમે રહતે હૈ. વહા કે, વો ક્યાં કેહતે હૈ આપ લોગ? ... હા, પૂજારી હૈ. બહોતહી પાક આત્મા હૈ. વો અપને બેટો કો ઈન સબ ગલત ચીજો સે દુર નહી રખ પાયે. તો ખુદ બહોત દૂર ચલે ગયે. વો અપને બેટોસે મતલબ મેરે દોનો બોસસે આજતક બાત નહી કી.
મિત્તલ: તો પ્રોબ્લેમ શું થઈ છે?
અબ્દુલ: એક મુખ્તાર ગેંગ હૈ. જિસકે સાથ હમે આજ એક ડીલ કરની હૈ. ઉન્કો હમારે સાથ જોડના હૈ. તભી સબકા પ્રોફીટ હોગા. પર વો લોગ કુછ જ્યાદાહી ડિમાન્ડ કર રહે હૈ. જિસકી વજહ સે ડીલ ક્રેક નહિ હો પા રહી.
મિત્તલ: અબ્દુલ, તું કોઈ ગેંગ માં નહિ પણ સાચે કોઈ મોટી કંપનીનો મેનેજર હોય તેમ બોલે છે. ડીલ, ક્રેક, ડિમાન્ડ. વાહ
તે ખાલી હસ્યો. એટલે મેં કીધું," ચિંતા ન કર. તું જાય છે ને એટલે બધું થઈ જશે. તું બધાને મનાવી લઈશ. અને મારી પણ ચિંતા ન કર. હું એકલી રાત કાઢી લઈશ. કાલે સવારે તો તું આવી જાઈશને?
અબ્દુલ: હા, કલ સુબહ આપ ખાના બનાયેંગે ના ઉસસે પેહલે આ જાઉંગા. હમ સાથમે કામ કર લેંગે ઘર કા. મિસ દવે, આપસે એક બાત પૂછની હૈ. આપને પેરી મેમકે ફાધર કો યંહા પે આને કે લિયે કેસે મનાયા?
મિત્તલ: કાઈ નહી. તેમની એક બિઝનેસ ડીલ અંહિયા ના લોકલ ડીલર સાથે થતી ન હતી. મેં પ્રોમિસ કર્યું કે હું કરાવી દઈશ. બદલામાં અહીં જમવા આવું પડશે. બસ.
મેં હસતા કહ્યું. અબ્દુલ પણ હસી પડ્યો.
પછી અબ્દુલ ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે ઉઠી તો હજુ અબ્દુલ આવ્યો ન હતો. એટલે હું એકલી જ કરાટેની પ્રેક્ટિસ કરવા જતી રહી ઢીંગલીને પણ સાથે લઈ ગઈ. આવીને મારા બધા કામ કરી લીધા. બપોરનું લંચ પણ બની ગયું તો પણ અબ્દુલ ન આવ્યો. આવું એણે પેહલા પણ કર્યું છે એટલે મેં વધુ વિચાર્યા વગર મારુ કામ કરવા જતી રહી. પછી પાછું બાબા ની ઓફિસ પણ જવાનું હતું. પણ આજે હું ટિફિન લઈને ન ગઈ. મને ખાતરી હતી કે બપોર સુધીમાં અબ્દુલ આવી જશે તો તેની સાથે જ લંચ કરશું. પણ બપોરે હું ઘરે આવી તો હજુ અબ્દુલ નોતો આવ્યો. હવે મને ચિંતા થઈ.
મેં મારું મગજ તરત દોડાવ્યું. બધા ફ્રેન્ડને કહી કોઈ ફાયદો નથી બધા ખોટા ટેન્શન માં આવી જશે અને પોલીસ પાસે પણ જઈ ન શકું. ત્યાં જ મને યાદ આવ્યું કે એક વાર આશિષે કહ્યું હતું કે તેનાં એક પણ રીલેશનશીપ એક મહિનાથી વધુ ટક્યા નથી પણ તે અત્યારે જેની સાથે છે તેની સાથે તે છેલ્લા ત્રણ મહિનાથી છે. અને તે પાછો કમ્પ્યુટરમાં એન્જિનિયરીંગ કરે છે તે ખૂબ હોશિયાર છે. તે કોઈપણ ને ગમે ત્યાંથી ટ્રેસ કરી શકે છે. એટલે મેં સીધો આશિષને જ ફોન લગાડ્યો. અને બધી વાત કરી પેલા તેનાં ફ્રેન્ડ સાથે વાત કરવાનું કીધું. તો તેણે મારો ફોન ચાલુ રાખી તેને ફોન કર્યો તેનું નામ શિવાય છે. તે મને ખબર પડી. ઢીંગલી ભૂખી થઈ હતી તો સાથે તેને થોડુક ખવડાવતી જતી હતી. શિવાયએ મને કીધું કે અબ્દુલનો ફોન અત્યારે ખંડાલાથી પંદર કીલોમીટર પેહલા એક જૂના મહેલ જેવી જગ્યા છે ત્યાં બતાવે છે. તો અબ્દુલ પણ ત્યાં જ હોવો જોઈએ. કેમકે તેની આસપાસ બીજા વીસ ફોન એક્ટિવ છે અને અબ્દૂલનો ફોન છેલ્લા ત્રણ કલાકથી ત્યાં છે.
મેં તરત વિચાર્યું કે અબ્દુલ બોવ હોશિયાર છે તે પોતાના વીસ માણસોને એકસાથે એક જગ્યાએ કોઈ દીવસ નથી રાખતો. અને તેમના બધાં અડ્ડા આ બાજુ છે તેઓ એટલે દુર કોઈ દિવસ ન જાય. મને સમજતા વાર ન લાગી કે અબ્દુલ મુસીબતમા છે.

મેં શિવાય ને કહ્યું," શિવાય, તું મને મારા ફોનમાં અબ્દુલની લોકેશન મોકલી શકીશ?"
શિવાય: હા, એમાં શું મોટી વાત છે. આ મોકલી મેં તને. તું મારી સાથે વાત કરી રહી છે એટલે મારી પાસે તારો નંબર ક્યારનો આવી ગયો. ભલે ને આશિષે ગ્રુપ કોલ કર્યો હોય.
મિત્તલ: ઓકે. હું ત્યાં જાવ છું. આશિષ તું બાકી બધા ને લઈ ત્યાં આવી જાજે. અને કોઈ એકને કહજે કે કાર લઈને આવે. મને કાઇક ખોટું થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બાય.
અને મેં ફોન કાપી નાખ્યો. તરત જ ઢીંગલી ને મારી સાથે એકદમ મજબૂતી થી બાંધી અને સીધી નીચે ઉતરી. મારી પાસે ગાડી તો હતી નહિ. અબ્દુલે અમારી રક્ષા માટે અમારી બિલ્ડિંગ ની નીચે ત્રણ જણાને હંમેશા રાખતો. તે અત્યારે પણ ઉભા હતા. હું તેમની પાસે ગઈ અને કહ્યું, મને જૂપીટરની ચાવી જોઈ છે.







વધુ આગળ આવતાં અંકે...