UNTOLD THING - 4 books and stories free download online pdf in Gujarati

વણ કેહવાયેલી વાતું - ૪

ભૂતકાળ ની યાદો


તે દિવસે મને કોઈએ કૉલેજ તો શું લાઇબ્રેરી પણ જાવા ન દીધી. અબ્દુલ તો આવા નોતો માંગતો પણ બધા ની જીદ સામે તેણે પણ હાર માની લીધી. અબ્દુલ આખા રસ્તામાં કશું વધારે નથી બોલ્યો. બધાને આશ્ચર્ય થયું હતું કે મને કેમ ખાલી અબ્દુલની ઘટના જ યાદ છે બાકી કોઈની પણ નહી! તેનું મુખ્ય કારણ તે હતું કે તે દિવસે મેં પેલી વાર કોઈક બીજા માટે કામ કર્યું, તે દિવસ પછી મારી જીંદગી ના પસાર થતા દરેક દિવસ હું એમ જ વિચારતી કે મેં આજે શું કર્યું! આજ નો દિવસ ખરેખર મેં જીવ્યો કે ખાલી પસાર જ કર્યો. મને પોતાની જ આ જિંદગીથી નફરત થવા લાગી કે હું તો કોઈની પણ કામ માં જ નથી આવતી. ક્યારેય આના વિષે મેં કેમ ના વિચાર્યું! તે દિવસ પછી થી હું હમેશા પ્રયત્ન કરતી કે હું લોકોના કામ આવી શકું પણ થતું એવું કશું નહી. મારા પરિવાર ના મારા પર લાગેલા પ્રતિબંધનોને લીધે મને મારું જ ઘર જેલ જેવું લાગી રહ્યું હતું. એટલે જ આવતી રહી. કેહવાય છે કે ભગવાન દરેકવ્યક્તિને પૃથ્વી ઉપર એક ખાસ કામ માટે મોકલે છે પણતેમાંથી મોટા ભાગના લોકો સમજતા જ નથી. અને જે લોકો સમજે છે તેમાંથી અમુક તે પ્રમાણે કરી શકતા નથી. બાકી માંડ પાંચ ટકા જેવા લોકો જ હશે જે ભગવાને જે ઉદેશ્યથી તેમને મોકલ્યા છે તે પ્રમાણે કરે છે. હું તેમાંની એક બનવા માંગતી હતી. મારા સપના કોઈ સીધી સાદી ગવર્મેન્ટ જોબ લઈને બેસી જાવ પોતાનું ઘર સંસાર જ સંભાળું તેવા નોતા. મારા સપના ઘણા મોટા હતા. અને તે માટે ઘર થી દૂર જાવું જરૂરી હતું. એટલે જેને સપનાની નગરી કેહવાય છે તેવા મુંબઈ માં આવી ગઈ.

હું તો એમ જ વિચારી રહી હતી કે અહીં આવ્યા પછી હું એકલી જ છું. અને મારે પોતાનું ધ્યાન જાતે જ રાખવાનું છે. મને ક્યાં ખબર હતી કે મારી માટે ભગવાને આટલા સરસ મિત્રો મોકલ્યા છે. તે દિવસ તેમની સાથે રહી ને જ ખબર પડી કે જે મોટા મોટા અમીર માણસો ને હું મળી રહી હતી જેથી મને ફંડ મળી શકે- તેમના સુધી પહોચવાનો રસ્તો તો આ લોકો એ જ બનાવ્યો હતો. મને ડ્રગ રેકેટ માંથી પણ પ્રયાગે જ બચાવી, અને છતાં એક વાર જતાવ્યું પણ નહી. આવા જ તો ફ્રેન્ડ હોય!!! દુનિયામાં બધા સંબંધો માં દગો મળેલો છે તેવી વાર્તા કે પછી સત્ય ઘટનાઓ છે જ. તેમાં મિત્રો તરફથી દગો મળ્યો હોય કે તેમણે પોતાના મિત્રોનું કાઈક ખરાબ કર્યું હોય તેવી વાર્તા અને સાચી ઘટના પણ છે જ!! તેમ છતાં તમે એક મિત્રો જ હોય છે કે જેની ઉપર તમે આજે પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો. બીજા શું કહે છે તેની પરવા કરતા જ નથી. બસ મારો ફ્રેન્ડ મારી સાથે છે એટલે પૂરું થયું ગયું. મારે કોઈનું કશું સાંભળવું જ નથી. આવું વલણ બધાનું છે. તેમાં તો કોલેજ અને સ્કૂલના ફ્રેન્ડ તો આખી જિંદગી યાદ રહે છે અને ઘણા તો એવા પાક્કા મિત્રો હોય કે મરીએ ત્યાં સુધી સાથે હોય. અને તે પોતને પૈસાથી અમીર ના હોવા છતાં કરોડપતિ જ માને છે. અને તે દિવસ પછી મને પણ તેવી જ ફીલિંગ્સ થઈ હતી. તે એક જ દિવસ માં જાણે કે અમે વર્ષોથી એક બીજા ની સાથે રેહતા હોય તેટલા નજીક આવી ગયા. અમારું ગ્રુપ બની ગયું જેને અમે ફ્રેન્ડ્સ ગ્રુપ નામ આપ્યું. ચીલાચાલુ જ નામ છે છતાં અમારી માટે તો તે ખૂબ મોટી વાત હતી.

તે દિવસ પછી અમે લગભગ દરોરજ મળતા થઈ ગયા હતા. બધા સાથે અલગ અલગ જગ્યાએ જાતા અને કાઈક સારું કામ કરીને જ પાછા આવતા. બધા હવે તો અમને ઓળખતા થઈ ગયા હતા. તે દિવસે તો અમે જે મજા કરી તેટલી તો ક્યારેય પણ નહી કરી હોય. એક અબ્દુલ જ હતો જે થોડોક અલગ અલગ રેહતો હતો. બાકી અમે બધા શોપિંગ, મુવી, લંચ અને ડીનર તો બહાર જ કર્યા જેમ કહ્યું હતું તેમ પિઝ્ઝા પાર્ટી પણ કરી. એટલું ફર્યા કે દિવસ પુરો થયો પણ અમે થાક્યા નહી. ઢીંગલી પણ બધા સાથે ભળી ગઈ. બધાએ વારાફરતી તેને ઉપાડી, તેને રમાડી. જેના હાથ માં ઢીંગલી આવી તે કોઈ બીજાને દેવા તૈયાર જ ના થાય. જયારે અબ્દુલનો વારો આવ્યો તો તે લેવામાં ડરી રહ્યો હતો. તેને થયું કે તે સરખું પકડી નહી શકે તો ક્યાંક ઢીંગલીને વાગી નાં જાય. પણ મેં એને પકડાવતા શીખવાડ્યું. અને તેના હાથમાં ઢીંગલીને આપી ને તો તે થોડીક વાર માટે ભાવુક થઈ ગયો. પણ રડ્યો નહી. તે થોડીક વાર એકલો ઉભો હતો અને બાકી બધા જમી રહ્યા હતા. ત્યારે હું તેની પાસે ગઈ. અને બોલી,

"હાય, થોડીકવાર વાત કરી શકું. ?"

તે પોતાના ફોન માં કોઈક સાથે વાત કરી રહ્યો હતો તેણે તરત જ ફોન મૂકી દીધો. અને બોલ્યો, " હા, બોલીયેના મિસ દવે."

"અરે યાર, તું મને મિસ દવે કેમ કહે છે.? મારું નામ મિતલ છે." મેં થોડાક ચિડાતા સ્વરે કહ્યું.

તેણે કહ્યું કે," વો આપને મેરી જાન બહોત બાર બચાયી હૈ તો આપ મેરે લીયે ઉસ ખુદાકા ભેજા હુવા ફરિસ્તા હૈ, તો મેં આપકો નામ કૈસે બુલા શકતા હું ઔર આપકો કોઈ મેડમ કહે યે પસંદ નહી હૈ. તો મેને બિચ કા રસ્તા નિકલા. મેં એસે આપકો બુલા શકતા હું ?" તેણે મને પૂછ્યું.

મેં વિચારીને કહ્યું " ઓકે કઈ વાંધો નહી. બોલાવ. પણ તું એક જ આવી રીતે બોલાવીશ બીજા કોઈને હક આપી દેતો નહી. અને તને એક વાત પૂછવી હતી કે તું કાલ માટે ગુસ્સે છો?"

"મેં કયું ગુસ્સા કરુંગા? કલ ક્યાં હુવા થા?" તેણે ખૂબ જ સહજતા થી કહ્યું.

"અરે! હું કાલે બધાની સામે તને ખરાબ બોલી ગઈ એટલે જ તો તું અત્યારે અમારી બધાની સાથે રેહવાને બદલે એકલો એકલો ફરે છે. કોઈ સાથે બોવ બોલતો પણ નથી. "

અરે નહી! આપને કલ જો કુછ કહા મુજહે કુછભી ગલત નહી લગા. ઓર ઇસ તરહ દોસ્તો કે સાથ ઘૂમને કી આદત નહી હૈ. મેં અપને દોસ્તો કે સાથ જાતા હું તો વો ભી ઇસ તરહ નહી. ઇસલિયે આદત નહી હૈ. બસ ઔર કુછ નહી હૈ.

અરે તો તો વાંધો નહી. તને આદત પડી જશે. એક કામ કરવું મારું?

હા બોલીયે આપકે લીયે કુછ ભી કરુંગા.

"હે ભગવાન !" મને ખરેખર અબ્દુલ સાથે વાત કરી ને થાક લાગી ગયો. તે થોડોક રહસ્યમય જેવો છે. એટલે મેં એને કહ્યું, "અબ્દુલ, તું કાઈ મારો ગુલામ નથી આપણે ફ્રેન્ડ બની તો શકીશું જ. જોકે મને લાગતું નથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કરી શકીશ. બરાબર ને ?!

હા, મતલબ આપ મેરે લીયે ખુદા સે કમ નહી હૈ તો મેં આપકો નીચા હોદ્દા કૈસે દેદુ! આપ કામ બોલીયે મેં કરુંગા.

"ઠીક છે." મેં પણ તેની સામે હાર માની લીધી પણ મેં કાલ માટે તેની સામે માફી નોતી માંગી અને ત્યાર પછી પણ ક્યારેય નથી માંગી મેં તેને કામ સોપતા કહ્યું, "તો ખાલી કામ એટલું જ છે કે હું કોઈ નવી જગ્યાએ જાવ ને તો તું મારી સાથે ખાલી બે કલાક આવજે ને, એટલે તારા પાવરની સામે કોઈ મને રોકશે નહી અને મને કામ કરવા દેશે બધા ને સમજાવા ખૂબ જ અઘરું પડે છે થોડુંક કામ તો મારું હળવું થાય.

"મુજહે આને મેં કોઈ તકલીફ નહી હૈ આપ મુજહે અપના નંબર દે દીજીયે મેં એક નયા કાર્ડ લે લુંગા ઉસીસે બાદ મેં આપકો કોલ કરુંગા, ફિર વો નંબર આપ સેવ કર લેના. મેરે નંબર પોલીસ ટ્રેક કરતી હૈ કઈ બાર, ઓર મેં ભી નંબર બદલતા રેહતા હું, પર આપકો જો નંબર દુંગા વો નહી બદ્લુંન્ગા."

"ઠીક છે, ચલો સારું કાઈક તો કામ જલ્દી થશે. તું નંબર લખી લે." મેં પછી નંબર લખાવ્યો પણ ખરી.

પર આપકો લગતા હે કી એસે મેરી ધમકી ઔર ડરકી વજહ સે કિયા હુવા કામ લંબે સમય તક રહેંગા.!!

તેનો આ સવાલ મને વિચારવા માટે મજબુર કરી દીધી. એટલે મેં તેને કહ્યું ચાલ એના વિષે પછી વિચારીશું. "હજી એક કામ છે તે કરી દઈશ.?"

"હા, બિલકુલ."

"તું ખરેખર ગુંડો જ છે ને?"

તે જરાક હસ્યો અને બોલ્યો, "ઇસ બાત કા સબુત ચાહિયે તો પોલીસ સ્ટેશન જાઈયે જવાબ મિલ જાયેગા."

"તો એમ જ વાત છે તો તારે બે વ્યક્તિ ના મર્ડર કરવાના છે. અને લાગવું જોઈ કે સ્યુસાઈડ છે. !!!"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED