UNTOLD THING - 7 books and stories free download online pdf in Gujarati

વણ કેહવાયેલી વાતું - ૭

નવી દિશા

તે રાતે હું બધાને શાંતિ થી મળી. અને બધાની વિદાય લીધી. તે રાતે આશિષ ત્યાં જ મારી સાથે રોકાયો. અને મારી પેકિંગ માં મદદ કરી. મને એક ખૂબ જ સરસ વિચાર આવ્યો કે હું અહીંથી જતા પેહલા મારી કાઈક સરસ છાપ મુકતી જાવ જેથી બધા મને યાદ રાખે. એટલે મેં મારા વિચાર નો અમલ અહીંયા કરવાનો વિચાર્યો. આખી રાત હું અને આશિષ જાગી ને ગુગલ માં સર્ચ કરતા રહ્યા અમુક લોકો સાથે મળવાનું પણ વિચારી લીધું જેથી અમને કામ કેવી રીતે કરવાનું તેની ખબર પડે. અબ્દુલે મને એક વાર પણ ના નોતી પાડી કે આ થઈ ના શકે એટલે મને લાગ્યું કે હું કરી શકીશ. અને મારી હેલ્પ કરવાના ચક્કર માં મેં કોઈને સુવા ના દીધા. ફોન એકધારો ચાલુ જ હતો. નાઝિયા, મયંક, પ્રયાગ અને પેરી બધા પોતાના ઘરે થી મદદ કરતા હતા. એટલે બીજા દિવસે સવારે જયારે જાવાનો સમય થયો ત્યારે અબ્દુલ તેડવા કાર લઈને આવી ગયો હતો. જે કાકી ને મેં મારી નર્સરી સોપી દીધી હતી તેઓ મને ખૂબ જ થેન્ક્યુ કહી રહ્યા હતા એટલે મેં તેમને કીધું,

"કાઈ વાંધો નહી, કાકી. તમને એટલું બધું થઈ રહ્યું છે કે તમે મારો બિઝનેસ લઇ લીધો તો એમ જ નથી આપી રહી, બદલા માં તમારે મને ૫૦૦૦ રૂપિયા આપવાના છે. જેથી તમે આ ધંધો પૂરો ખરીદી લીધો તેમ થઈ જાય." બધા હસી પડ્યા, કાકી એ તરત જ પોતાના બચાવેલા પૈસા માંથી મને પૈસા આપી દીધા.

અબ્દુલ ને અને આશિષ ને આશ્ચર્ય થયું કે મેં સામે થી પૈસા માંગી લીધા.

પછી ત્યાં જ આશિષ ના પિતા જયેશ ભાઈ આવ્યા અને હુ સીધી એમની પાસે ગઈ અને કહ્યું, "હું તમને ખૂબ જ આદર આપુ છું, મારે મન તમે એક ખૂબ જ સારા સજ્જન વ્યક્તિ છો. અને તમે મારી સાથે હંમેશા ઊભા રહ્યા છો, અને આશા છે કે આગળ પણ મારી સાથે હમેશાં રહેશો તો અંહીથી જતી વખતે તમારો આશીર્વાદ માંગી રહી છું. "

એટલું કહી હું એમને પગે લાગવા નીચે ઝુકી, તો તેઓ તરત પાછળ વયા ગયા અને બોલ્યા, "દીકરા, આપણે ત્યાં દીકરી પિતા ના પગે નથી લાગતી. કેમકે દીકરીઓ ને તો ગળે લગાડવી જોઇએ. દીકરીઓ હંમેશા નાક ઉંચા કરવાના જ કામ કરે છે, નીચે ઝુકાડવા જ હોઈ તો આ કામચોર દીકરાઓ ને ઝુકાવો... "આટલું કહી તેમણે હસતા હસતા અને ખોટો ગુસ્સો દેખાડતા આશિષ ને ખભા ઉપર માર્યું. આશિષ પણ ખોટું મોઢું બગાડતો ઊભો રહ્યો. તેમની આવી વાત સાંભળી મે તેમને કહ્યું,

"તો હજુ એક વાર મારી વાત અને મારા પ્રોજેક્ટ ઉપર વિશ્વાસ કરશો?" હું અંહિથી જતા પેહલા એક સારી યાદ મૂકતી જવા માંગુ છું. તે માટે મને જે વિચાર કાલે જ હજી આવ્યો તેનો અમલ સૌથી પેલા આપણા આશ્રમમાં કરવા માંગુ છું. "

ચલો, મારે કાઇ વિચારવું જ નથી જે તું ઈચ્છે છે તે કરી નાખ. પણ ખાલી ઉત્સુકતા વશ પૂછી રહ્યો છું કે તું શું કરવાની છે?"

બાપૂજી, મેં જોયું છે કે આપણે અહી રસોઈ બનાવવા માં ખૂબ ગેસ વપરાય છે જે મોંઘો પણ પડે છે તો મેં નક્કી કર્યું છે કે આપણા આશ્રમ માં એક બાયોગેસ પ્લાન્ટ નાખીએ તો!!!! ખુદની ની નર્સરી છે તો કચરા નો બંદબસ્ત થઈ જશે અને ખર્ચો સાવ અડધો થઈ જશે. અને સાથે સાથે જોયું છે કે આપણે ત્યાં ઉનાળા માં પાણી ની પણ પ્રોબ્લેમ થાય છે તો તેની માટે વરસાદ ના પાણી ને સંગ્રહ કરીએ અને તે પણ શુદ્ધિ કરણ કરીને. જેથી પાણી પીવા માટે પણ વાપરી શકાય તો!!!!?"

બધા મૌન. સાવ સન્નાટો થઈ ગયો. સૌથી પેલી ચૂપી આશિષ ના બાપૂજી એ તોડી અને મને પૂછ્યું, "તે મને બાપૂજી કીધું!"

હા આશિષ તમને બાપૂજી કહીને બોલાવે છે એટલે મે પણ કીધું ના ગમ્યું હોય તો અંકલ કહીશ. પણ તમને મારો પ્રપોઝલ ગમ્યું કે નહી?"

નહી, મિતલ. તું મને બાપુજી જ કેહજે. મને તે વધારે ગમશે. " તેમણે એકદમ ખુશી સાથે કહ્યું. મારું મોઢું પડી ગયું મને લાગ્યું કે તેમને મારો આઈડ્યા નથી ગમ્યો. પણ ત્યાં તો તે બોલ્યા, " અને જ્યાં સુધી વાત રહી તારા પ્રપોઝલની, તો તે પણ મને ઘણો ગમ્યો. તારા લીધે મારે આ આશ્રમને ચલાવવા માટે કોઈ ખર્ચો કરવો પડતો નથી. અને જો તું આ ખર્ચો પણ કાઢી નાખીશ તો તો બધા માટે ખૂબ જ સારું થઈ જશે. મને તારો આઈડ્યા ખૂબ ગમ્યો. તારે જે કરવું હોય તે કર જેટલો ખર્ચો થાય તે હું આપી દઈશ પૈસા ની ચિંતા ના કરતી. બરાબર ને હવે. ?"

હું ખૂબ જ ખુશ થઈ ગઈ હું તો ખુશી ને લીધે ઉછળી જ પડી અને સીધી એમને જઈ ગળે ચોટી ગઈ અને થેન્ક્યુ થેન્ક્યુ નું રટણ ચાલુ કરી દીધું. આટલી બધી ખુશી !!! બધા એ મારા વખાણ કર્યા. પણ પછી મેં મારી ખુશી ઉપર કંટ્રોલ કર્યો અને પોતાને સમજાવી કે કામ હજી બાકી છે જયારે કામ એકદમ સરખી રીતે પૂરું થાય પછી જ શાબાશી મળવી જોઈએ. એટલે બધાની વિદાય લઇ હું અબ્દુલ ના ઘરે રેહવા ઢીંગલી ને લઇ ને નીકળી ગઈ. રસ્તા માં અબ્દુલે પૂછ્યું,

"મિસ દવે, આપને એક હી જટકે મેં અપને હિસ્સે કે પૈસે માંગ લીયે. આપકો શર્મ નહી આયી?"

"તું કોની વાત કરે છે?" ત્યાં જ મને યાદ આવતા કીધું," અચ્છા ઓલા કાકી ને નર્સરી ના પૈસા માંગ્યા એનું. તો મેં તેમને મારો આખો બિઝનેઝ આપી દીધો. તો એટલા પૈસા તો લઇ જ શકું ને ."

"હા પણ મિતલ, એવી રીતે સીધું જ કહી દીધું તે તો." આશિષ પણ બોલ્યો.

"અરે યાર, હું પ્રેક્ટીકલી વિચારવા વાળી છોકરી છું. આટલું બધું એમ જ આપી દઉં તો તો તેમને કાઈ મહત્વ જ ના રેહત. અને બીજી વાત કે હું નવા ઘર માં જાવ છું જે એક બેચલર નું ઘર છે તો મારે મારી મુજબ સજાવું તો પડશે જ ને."

"મિસ દવે, આપ મેરે ઘર ચલ રહી હૈ અગર કોઈ ભી કમી રહી તો મેં સબ પૂરી કર દુંગા."

"હા તે આપણે ઘરે જઈ જોઈ લેશું. હું તો ખૂબ જ એક્સાઈટેડ છું નવા ઘરે જવા માટે. એય, ઢીંગલી, તું પણ ખુશ છો ને?" ઢીંગલી હસી રહી હતી. તે એકદમ મોજ માં હતી.

અમે ઘરે પહોચ્યા એક પંદર માળ ની બિલ્ડીંગ હતી જેમાં પાંચમાં માળે અબ્દુલ નું ઘર હતું. એક માળ માં ચાર ઘર હતા. લીફ્ટ તો હતી જ. અબ્દુલ નું ઘર જમણી બાજું નું ખૂણા નું ઘર હતું. અબ્દુલે દરવાજો ખોલ્યો અને અમે ચારેય અંદર ગયા. ઘર સાધારણ વસ્તુઓ થી સજાવેલું હતું. ઘર ની અંદર પ્રવેશતા જ હોલ શરું થઈ જાય. હોલ માં એક બાજું ટીવી ની જગ્યા એ ફોટા ચીપકાડી શકીએ તે માટે ગ્રીન બોર્ડ લગાડેલું હતું સોફા તેની સામે રાખવામાં આવેલા હતા. હોલ માં ઉપર ની બાજુ બંને ખૂણામાં કાચ ના પથ્થર ચોટાડીને રાખ્યા હતા. રસોડા માં તો ઇલેક્ટ્રિક સામાન જેટલો હોઈ તે બધો જ હતો. મોટું ફ્રીજ- બે ડોર વાળું, મિક્સર, જ્યુસર, હેન્ડ-બ્લેન્ડર, ડીશ વોશર મશીન, ઓવન, ગેસ સીલીન્ડર તો હતો જ સાથે ઇલેક્ટ્રિક ગેસ પણ હતો. તેના ઉપર રસોઈ થઇ શકે તે માટે ના વાસણો પણ અલગ હતા. બધી કિચન ની ગ્રોસરી હતી કાચના વાસણ થી લઇ સ્ટીલ, એલ્યુમીનીયમ, અને ટીન ની તપેલીઓ પણ હતી. ઘટતું હોઈ એમ નોનસ્ટીક ના વાસણ પણ હતા. રસોડા માં શાકભાજી સુધરવા માટે ચોપીંગ બોર્ડ થી લઇ કટર પણ હતું. આટલો બધો સામાન જોઈ ને એમ થયું કે આમાં રસોઈ હું બનાવીશ ક્યાં!? કેમકે વસ્તુઓ એજ જગ્યા રોકી લીધી હતી. પણ મેં કાઈ કીધું નહિ. રૂમ જોવા ગઈ. મને તેણે મોટો રૂમ આપ્યો હતો. કેમકે તેમાં બાથરૂમ અને અટેચ ટોયલેટ પણ ભેગું આવે અને ઢીંગલી નો સામાન પણ વધારે હોઈ તો તેમાં સમાઈ જાય. રૂમ માં બાલ્કની પણ હતી. પણ તેમાં તેણે આખી જાળી લગાડી દીધી હતી એટલે ઢીંગલીના પડવાનો ડર રહે નહિ. રૂમ ની અંદર દીવાલ માં જ જડેલો કબાટ હતો કબાટ મોટો અને ચાર દરવાજા વાળો હતો. ડબલ બેડ નો પલંગ હતો. તેની બંને બાજુ નાના કબાટ હતા વસ્તુ રાખવા મુકવા માટે. બાકી હતું તો એક ખુરશી -ટેબલ પણ હતું વાંચવા માટે. હવે બાકી રહ્યો બીજો રૂમ, તે મારા રૂમ કરતા થોડોક જ નાનો હતો પણ તેમાં ડબલ બેડનો જ પલંગ હતો અને કબાટ પણ દિવાલમાં લગાડેલો હતો તે કબાટ માં એક દરવાજો ઓછો હતો અને તેણે બીજો એક જ નાનો ડ્રોઅર જેવો કબાટ હતો. તેના રૂમ માં અટેચ બાથરૂમ નોતો, પણ આ રૂમ વધારે સરસ લાગતો હતો. અને એક અટેચ બાથરૂમ હોલ માં હતું. કિચન ની બાજુ માં જ નવેરું હતું જેમાં તેણે વાસણ મુકવા માટે ની જાળી અને વોશીંગ મશીન રાખેલું હતું તેમજ કપડા સુકવવા માટે દોરી બહારની બાજુ બાંધેલી હતી હજી ઓછું હોઈ તેમ વેક્યુમક્લીનર અને પોતા કરવા માટે ઉભું પોતું એટલે કે મોપ પણ હતું. મને આ બધું જોઈ હોલ માં આવી અને અબ્દુલ ને કેહવા જાવ એની પેલા જ દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખુલો જ હતો અમે લોકોએ તે તરફ જોયું તો મયંક, પેરી, નાઝિયા અને પ્રયાગ ઉભા હતા. અને જોરથી દોડતા અંદર આવ્યા અને ખુશ થતા થતા બોલ્યા,

પેરી એ કીધું," મિતલ, હું તો તને પેલેથી જ કેતી હતી કે મારી સાથે રેહવા આવતી રહે, પણ મારી સાથે નહિ તો કાઈ નહિ અહીં આવી એટલું પણ ઘણું છે."

"હા, હવે અમારે તારી સાથે અહીં રોકાવું હોય તો પણ વાંધો નહિ," પ્રયાગ તરત બોલ્યો. " હવે કોઈ રોકશે નહિ અમને."

તરત જ મયંક બોલ્યો, "એટલું જ નહિ, મિતલ ના હાથ ની રસોઈ ખાવા મળશે. વાહ!"

પેલા આપણે ઘર તો જોઈ અને મિતલ, તારો સામાન લાવ અમે અરેન્જ કરવામાં હેલ્પ કરી. " નાઝિયા એ પણ કીધું.

પણ ઘર જોયા પછી કોઈ કશું બોલ્યું જ નહિ. અબ્દુલ આતુરતાપૂર્વક રાહ જોતો હતો કે બધા વખાણ કરશે. પણ કોઈને સમજાતું જ નોતું કે આ ઘર આટલું બધું છે તો સારું છે કે નહિ. પણ અબ્દુલ ની ના રેહવાયું એટલે એણે પૂછ્યું, "તો કુછ કમી હોતો બતાઇયે, મેં અભી વો સમાન લા દુંગા"

નાઝિયા એ કીધું, " નહિ અબ્દુલ, જરૂરત કરતા ઘણું વધારે છે જ. પણ કઈક ખૂટે તો છે."

"તને પણ એવું લાગ્યું" આશિષ તરત બોલ્યો, હું તો જ્યારથી આવ્યો છું ત્યારથી વિચારું છું કે કાઈક અલગ છે આ ઘર, પણ સમજાતું જ નથી કે શું અલગ છે.!"

મેં તરત જ કીધું, " અરે! થોડુંક વધારે પડતું મટીરીયલાસ્ટિક છે. આટલા બધા ઈલેક્ટ્રોનિક ગેજેટ કોઈ દિવસ આવડા નાના ઘરમાં ના જોઈ. અને આ ઘર માં બધું એકદમ ગંભીર વાતાવરણ ઉભું કરે છે ઢીંગલી ને અહીં રાખવી હોઈ તો થોડુંક ઘર ને જોઈ ખુશી થાવી જોઈ તેવી વસ્તુ હોવી જોઈએ. આવી બધી ગેજેટ્સ થી ઘર નાં બને. તેની માટે ઘર ને હાથથી સજાવું પડે." મેં થોડોક વિચાર કરતા કહ્યું, "ફ્રેન્ડ્સ મારી હેલ્પ કરવી? આ મકાન ને ઘર બનાવવા માટે."

મયંક: "અરે વાહ! મિતલ હવે કાઈક બરાબર બોલી. બોલ શું કરાવી?"

મિતલ: "મયંક તું પેહલા તો આ ગ્રીન બોર્ડ ની બાજુ માં તારા હાથે બનાવેલું પેન્ટિંગ લગાડવું છે. જેમાં વિલેજ ટાઈપનું થોડુંક હોય. આમ જો એમાં છે ને તું પહાડ બનાવજે, જેની પાસેથી નદી નીકળતી હોઈ અને સવાર નો જ ટાઈમ હોઈ તે રીતે સુરજ અને પક્ષી, પછી કાચો કેડી વાળો રસ્તો જેની બંને બાજુ નળિયા વાળા ઘર અને તેમાંથી એક ઘર પાસે મોટું એવું ઝાડ પાછળ તો ગ્રીનરી કરવાની જ પણ આ ઝાડ પાસે એક નાનો હિચકો અને તેની ઉપર ઢીંગલી હીંચકા ખાતી હોય અને પાછળ અબ્દુલ હીંચકા નાખતો હોય તે ઝાડ પાસે હું એક બુક વાંચતી બેઠી હોય અને આજુ બાજુ થોડાક પશુ પક્ષી હોય અને બાકીના ઘર માં કાઈ નહિ બતાવાનું પણ બીજું તમે લોકો અહીં આ ઝાડ પાસે કાઈક રમતા હોય એવું કાઈક. આમ એકદમ ખુબસુરત."

પેરી: "વાઉ! આમ તો જુનું જ ચિત્ર છે પણ થોડુંક નવું તે કરી નાખ્યું."

મયંક: "થઇ જશે. ખાલી મને કલર અને બોર્ડ જોશે દોરીશ કેમાં હું?"

અબ્દુલ: "મેં દેતા હું. મિસ દવે કે પાસ કલર તો હે હી. મેં એક બડા બોર્ડ લાતા હું" તે એકદમ ઉત્સાહિત થઇ બોલ્યો.

મિતલ: "થેન્ક્સ અબ્દુલ. અને તું પેરી, આ બધા પડદા અને સોફાના કવર ઉપર મસ્ત એમ્બ્રોડરી કરી દે. એકદમ સરસ સોઈ અને દોરા મારી પાસે છે પણ વધારે કલર વાળા નહિ હોઈ જે છે એમાં જ ચાલવાનું થશે તારે. કરી શકીશ ને.?

પેરી: "અરે આરામથી મિતલ. થઇ જશે."

મિતલ: "નાઝિયા, તું થોડુંક નકામી બધી વસ્તુ કાઢી નાખ અને ઘર ને થોડુંક સ્પેસ વાળું કરી દે. ખાસ કરીને કિચન ગોઠવી દે."

નાઝિયા: "હા કરી દઉં. "

મિતલ: "આશિષ તું આપણા બધાના એક સરસ ફોટા કાઢી દે, ઢીંગલીના થોડાક વધારે. તે આ ગ્રીન બોર્ડ ઉપર લગાડાય તે રીતે. બહુ વધારે નહિ પણ દસ પંદર જેવા. એટલા તો માંડ સમાશે.

અને પ્રયાગ તું મારી સાથે રૂમ માં ચાલ." બધા કામ માં વળગી ગયા મેં પ્રયાગ ને કહ્યું, "પ્રયાગ અહીં જ ઢીંગલી મોટી થવાની છે તો આ રૂમ માં થોડાક એબીસીડી નાં ચિત્રો, થોડાક 1,2,3 હિન્દી માં કક્કો અને આખું આકાશ મારી છત માં જોઈ છે. અને અબ્દુલ ના રૂમ માં થોડાક સ્પોર્ટ્સ અને અલગ અલગ કલર ની ઓળખ કરવાતા ચિત્રો એવું કાઈક. ઓલું થ્રી ડી ઇફેક્ટ કેવાય ને એવું બધું લગાડવાનું છે. બહુ વધારે નહિ કાઈક ભપકો ન લાગવું જોઈ."

પ્રયાગ: "ઓકે મિતલ હું બધું લેતો આવીશ એક દુકાન ખબર છે ત્યાંથી મળી જાશે."

બધા કામ કરતા હતા. તો ઢીંગલી બધાની પાછળ આંટા મારતી હતી. બધાને બોલાવ્યા કરતી હતી. પણ કોઈ તેને અત્યારે રમાડવા તૈયાર નોતું. કામ જ એટલું હતું. પેરી ને પોતાના કામ માં સ્પીડ થાય એટલે તેણે અબ્દુલ ને સામે કપડા પકડાવી બેસાડી દીધો. હું મયંક ને કલર પુરવામાં મદદ કરવા લાગી. તે જેમ કહે તેમ જ કરતી હતી. આશિષે ફોટા કયા કાઢવા છે તેની એક આખી પીડીએફ બનાવી પોતાના ફ્રેન્ડના સ્ટુડીયો માં મોકલી દીધી. અને પ્રયાગને કીધું કે તે આવતી વખતે ત્યાંથી લેતો આવે ત્યાં સુધી માં તે પ્રિન્ટ કાઢી રાખશે અને પૈસા દઈ દેજે. પ્રયાગ ને મેં પૈસા આપી દીધા બધી વસ્તુ લેવા માટે આશિષ ને ફોટા નીકળી ગયા હતા તો તે નાઝિયા ની હેલ્પ કરવા લાગ્યો સામાન મુકવામાં. નાઝિયા એ વધારાના બધા ઈલેક્ટ્રોનિક સામાન રસોડાની ઉપરનાં માળિયા માં નાખી દીધો. અને થોડુંક સ્પેસ ફર્નીચર નો ફોર્મ્યુલા લગાડ્યો. તેણે સોફા ને દીવાલ ની અડોઅડ કરી નાખ્યા વચ્ચે જગ્યા થઇ ગઈ. ત્યાં તેણે કાચ ની બરણી માંથી ઝુમર લટકાવ્યું. પ્રયાગ આવ્યો ત્યારે આશિષ અને અબ્દુલ ત્રણેય ભેગા મળી બંને રૂમ માં સ્ટીકર્સ લગાડી દીધા. સૌથી પેહલા આશિષે ફોટા લગાડ્યા તેમાં વચ્ચે અમારા બધાનો એકસાથે નો મોટો ફોટો લગાડ્યો. તેણે ફોટા એવી સરસ રીતે મુક્યા કે ખુબ સરસ લાગ્યા. મયંકના ચિત્ર એ તો શું કમાલ કરી! પેરીએ બધા પડદા માં મોટી મોટી એમ્બ્રોડરી કરી દીધી જીણી ડિઝાઈન નો ટાઈમ હતો નહિ પણ તેની ડિઝાઈન અને કલર ની પસંદગી અફલાતુન હતી. તેણે બધા પડદા માં કોઈ વાર્તા લખતી નાં હોય તેમ ચિત્રો દોર્યા હતા. સોફાનાં ઓશિકા થી લઇ રૂમનાં પડદા, બેડની ચાદર, અને તેના ઓશિકાના કવર પણ. નાઝિયા એ વેક્યુમક્લીનર કાઢી નાખ્યું, મોપ રાખ્યું. ઓવન અને મિક્સર રેહવા દીધું પણ જ્યુસર, બ્લેન્ડર ને અંદર મૂકી દીધા કાચના બધા વાસણો ઉપર ચડાવી દીધા ત્રણ વ્યક્તિ માટે જોઈ તેટલા જ વસાણ રસોડા માં નીચેના ખાના માં રાખ્યા બાકી બધા મૂકી દીધા. મારા રૂમ માંથી તેણે પલંગની બાજુના બને નાં કબાટ કાઢી તેની જગ્યા ખાલી કરી. અને તે કબાટ અને બાકી બધી વસ્તુ કે જે અહીં કાઈ કામ ની હતી જ નહિ તે અમારી જ સામે નું ઘર ખાલી પડ્યું હતું તે ઘર ની ચાવી અબ્દુલ પાસે હતી તો ત્યાં બધો સામાન મૂકી દીધો. ડીશવોશર ને બહાર ની બાજુ રાખી દીધું વોશિંગમશીન ની બાજુમાં. ઘરમાં ઘણી સ્પેસ થઇ ગઈ. પ્રયાગે બધી જગ્યા એ એવી રીતે સ્ટીકર્સ લગાડ્યા કે બહુ વધારે પણ નાં લાગે અને દીવાલ ખાલી પણ નાં રહે. ખરેખર હવે ઘર ઘર જેવું લાગતું હતું. એકદમ સરસ. કશું વધારે પણ નહિ અને ઓછુ પણ નહિ. અબ્દુલ બહારથી બધા માટે જમવાનું લેતો આવ્યો. અબ્દુલને ઘણી ખુશી થઇ કે આટલા સાદા ઘરને આટલું સુંદર બનાવી દીધું. અમે બધાએ મારો સામાન રૂમ માં ગોઢ્વી દીધો પછી જમ્યા. અને હોલ માં જ બધા સુઈ ગયા. થાકી જ એટલા ગયા હતા.

ત્યાં જ ઢીંગલી મારો હાથ ખેંચી રહી હતી પણ હું થાકી ગઈ હતી તો મેં ઢીંગલી ને કીધું કે,"બેટા, અત્યારે સુઈ જા આપણે સાંજે વાતું કરીશું." ત્યાં જ ઢીંગલી બોલી, "મમી"

અમે બધા ચોકી ગયા. હું તરત જ ઢીંગલી ને ઉચકતા ઉભી થઇ ગઈ. હું ખુબ જ ખુશ થઇ ગઈ. એટલી બધી કે મારી ખુશી સમાતી નો'તી. મેં ઢીંગલી ને કીધું,

"બેટા તું શું બોલી પાછી બોલતો."!! તેણે આ વખતે એકદમ સ્પષ્ટ રીતે બોલી, "મમ્મી " અને તે પણ થોડુંક લંબાવીને. બધા રાડું પાડવા લાગ્યા મેં ફરી પાછું પૂછ્યું, "બેટા ફરી બોલતો શું બોલી ?"

મને હસતા જોઈ તે પણ હસતા બોલી "મમ્મી" નાઝિયા તો તરત ઢીંગલી પાસે આવી અને બોલી,"હાઈ મહેર, હું નાઝિયા, મારું નામ બોલ ને પ્લીઝ."

ઢીંગલી તેની સામે ખાલી હસી. અને બા બા બું જેવું કાઈક આડું અવળું બોલી. બધા હસી પડ્યા.

અબ્દુલ: નાઝિયા મેમ, વો બહોત છોટી હૈ અભી સિર્ફ માં બોલના હી સીખી હૈ. ઉસે વક્ત લગેગા. સાયદ ઉસે પાની પીના હોગા ઇસલિયે બુલા રહી થી મેં લેકે આતા હું."

મિતલ: રેહવા દે. અબ્દુલ. આ રહી એની બોટલ.

મહેર: "અબુલ" તે ફરી પોતાની કાલીઘેલી ભાષા માં બોલી. બધા ચોકી ગયા. તે અબ્દુલનું સાચું નામ બોલી ન શકી. પણ બોલી તો ખરી જ.

મયંક: વાહ! શું વાત છે આતો બોલતા શીખી રહી છે. આ તો બધા ના નામ બોલતી થઇ ગઈ.

આશિષ: બધા ના ક્યાં બોલે છે. તે તો ખાલી અબ્દુલનું જ બોલી મારું પણ નામ બોલ ને યાર હું તને ચોકલેટ ખવડાવીશ.

મિતલ: (હસતા હસતા) એમ કાઈ તેને તું રીસ્વત ના આપી શકે. એને જયારે જેનું નામ બોલવું હશે ત્યારે જ બોલશે. પણ જે કહો તે આપણી બધાની મેહનત રંગ લાવી. આ ઘર શુભ છે તે પાકું થઇ ગયું. આ ઘર માં આવતા જ ઢીંગલી બોલી. હવે તો અહીં જ રહીશું.

પ્રયાગ: મિતલ એવું કાઈ ના હોય. લક બક જેવી કઈ નાં હોય. એની ઉમર પ્રમાણે શીખે તો ખરી જ ને. અને તું પણ તેને કેટલી ટ્રેનિગ આપે છે. એમાં કાઈ ઘર ને લીધે નથી શીખી.

મિતલ: જે હોય તે પણ હું તો માનું જ છું ને. તો આ ઘર સારું છે, બસ. અરે ! એક મેઈન વસ્તુ તો ભૂલી ગઈ. મારું મંદીર! હું મંદીર ક્યાં રાખું?

પેરી: એટલે તારું શું પ્રોપર બધા નાં ઘર માં હોય તેવુ મંદીર બનાવું છે?

મિત્તલ: ના હવે, એમ નહી. જ્યાં ભગવાન બેસાડી એ ત્યાં જ મંદિર હોય. પણ વાત તે નથી. મારે મંદિર નહિ ખાલી પત્થર ઉપર જ સારું કપડું પાથરી બેસાડી દઈશ પણ તે જગ્યા કંઈ આવડા મોટા ઘરમાં..?

પેરી: એમાં શું ! તારા રૂમ માં તો પેલાથી જ એક ઉપર પથ્થર છે ત્યાં મૂકી દે.

મિતલ: ના મારા રૂમમાં ભગવાનને ના મૂકી શકું. દરવખતે કોણ યાદ રાખશે કે મારે ત્યાં અડવાનું નથી.

આશિષ: કેમ મંદિર નહિ અડવાનું?

હું થોડીક વાર ચુપ થઇ ગઈ. કેમ કહું કે દર મહિને આવતા મારા માસિક દિવસોને લીધે માન્યતા પ્રમાણે ભગવાનને અડાય નહિ. મારી ચુપી નાઝિયા સમજી ગઈ. તેણે વાત ને આગળ વધતા અટકાવા માટે એમ કીધું કે, ”મિતલ એક કામ કર તું તારા ભગવાનને હોલ માં મૂકી દે.

પ્રયાગ: અરે હોલ માં થોડી ચાલે! અહીં તો આપણા બધાના ફોટા છે મિતલ પોતાના ભગવાનની પૂજા કરતા કરતા આપણા બધાની પણ પૂજા કરી નાખશે.

મયંક: તો એક કામ કરને, મંદિર ને અબ્દુલના રૂમ માં મૂકી દઈએ. ત્યાં તો વાંધો નહિ આવે ને. તારા રૂમ માંથી પથ્થર પણ ત્યાં લઇ લઈએ.

આશિષ: પણ એવું બધું કરવાની જરૂરત જ શું છે.! દરરોજ બે વાર પૂજા કરવાની હોય તો મિતલ બે વાર અબ્દુલના રૂમ માં જાયા કરશે થોડી, વાંધો શું છે મિતલના રૂમ માં જ રાખી તો?

મિતલ: અરે હું દર મહિને પીરીયડસ માં થઈશ. અને તે પાંચ દિવસ મંદિરને અડાય તો નહિ ને. સમજતો જ નથી આ છોકરો. હું ચિડાઈ ગઈ થોડીક.

પેરી: મિતલ તે છોકરી નથી ને એટલે સમજતા થોડીક વાર લાગે. પાછો હાફ જ બોય છે એટલે કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી. તો ક્યાંથી કાઈ સમજે બિચારો!!

થોડીકવાર તો બધા એકબીજા સામે જોતા રહ્યા પછી બધા હસી પડ્યા.

અબ્દુલ: મિસ દવે ઇતની છોટીસી બાત કેહને મેં આપ ઇતના ક્યાં સોચ રહી થી. પેહલી બારમેં જવાબ દે દેતી.

મિતલ: હા, હવે આદત પાડવી જ પડશે. અત્યારસુધી ખાલી મોટી ઉમરની સ્ત્રીઓ સાથે જ રહી છું ને તો કાઈ વાંધો આવ્યો નહિ. પણ હવે તો બોયઝ સાથે રેહવાનું છે તો મારી વાત તો મારે કરવી જ પડશે.

નાઝિયા: હા, અને કાઈપણ પ્રોબ્લેમ થાય મિતલ, તો હું અને પેરી તારી સાથે હમેશાં છીએ. તે યાદ રાખજે.

પછી અમે મારું મંદિર સમાન મારા ભગવાનનાં ફોટા અબ્દુલના રૂમ માં મૂકી દીધા. મારી પાસે મહાદેવ નું શિવલિંગ, ગણપતિબાપા ની મૂર્તિ, અને ચામુંડા માતાજી નો ફોટો અને દત્તાત્રેય ભગવાનની ચાલીસા ની ચોપડી હતી. જે મેં ત્યાં સ્થાપિત કરી. અબ્દુલનું કુરાન પણ મુક્યું તેણે પોતાનું કુરાન અંદર કબાટ માં મૂકી દીધું હતું જેથી મને કશી પ્રોબ્લેમ થાય નહિ પણ મેં જ બહાર મુકાવ્યું. તે મુસલમાન છે અને ગુંડો પણ છે આ વાત મેં ઘણા સમય પેહલા જ અપનાવી લીધી હતી. એટલે મને તેના ધર્મના પવિત્ર પુસ્તક થી કશો વાંધો નહતો. મેં બધા ને સાંજ સુધી જમવા રોકવાનું કહ્યું પણ તે લોકો ને કામ ઘણું બાકી હતું એટલે તે ચાલ્યા ગયા. હવે હું ઢીંગલી અને અબ્દુલ જ રહ્યા.

હું મારા રૂમ માં જાતી હતી તો અબ્દુલ મને રોકતા કહ્યું, "મિસ દવે, આપકો એક બાત બતાની થી. પેહલે કેહના ભૂલ ગયા."

મિતલ: હા બોલ ને.

અબ્દુલ: વો સામને કે દોનો ઘર તો બંધ હૈ પર હમારી બાજુ વાલા ઘર પેક હૈ. મતલબ વહાં એક ફેમેલી રેહતી હૈ. એક દાદી, ઉસકા બેટા, બેટેકી બીવી, ઓર ઉસકે બચ્ચે. દાદી થોડીસી ચુગલીખોર હૈ. હમેશાં દુસરો કે ઘર મેં ક્યાં હો રહા હૈ વો દેખતી રેહતી હૈ. વો હમારે ઇસ ઘર મેંભી વહી કરેંગી.

મિતલ: ખબર છે. જયારે આપણે આવ્યા ત્યારે તરત જ બહાર આવી અને ક્યારની ખોટા ખોટા કામના બહાને આપણા ઘર માં જોયા કરતી હતી. આપણા ફ્રેન્ડ્સ બધા આવ્યા તો તે પણ તેણે જોયું. અને પ્રયાગ બધી વસ્તુ લઇ ઘરે આવ્યો અને તું લંચ લાવ્યો તે બધી એમને ખબર છે. સારું છે કે એમનું નવેરું આપણી બાજુ નથી નહીતર અહીં જોયા જ રાખત. મેં હસતા હસતા કહ્યું

અબ્દુલ: આપકો પતા થા. આપકી નઝર કાફી તેઝ હૈ.

મિતલ: ઈતો થોડુંક રાખવું પડે. મેં આમ સ્તાઈલ માં કહ્યું.

અબ્દુલ: એક સવાલ પુછું, યે નવરા કયું કહા આપને? નવરા કા મતલબ મરાઠીમેં પતિ હોતા હૈ.

મિતલ: અરે ! નવરા નહિ નવેરું. નવેરું એટલે રસોડા ની પાછળ નો ખાલી ભાગ. બાલ્કની કહીએ ને તે. અને મને ખબર છે કે નવરાનો અર્થ પતિ થાય. નવેરું ગુજરાતી શબ્દ છે. એટલે બાલ્કની થાય.

અબ્દુલ: યા ખુદા! મેને દોનો ભાષા મિક્સ કરદી. સોરી.

મિતલ: એમાં શું થયું, તને કાઈ બધા શબ્દ થોડી આવડતા હોય. હવે તે કહે કે સાંજે શું બનાવીશું?

અબ્દુલ: જો આપકો ઠીક લગે. વેસેભી હમ દો જન કે લીયે જ્યાદાકુછ બનાને કી જરૂરત નહિ હૈ. કુછ ભી ચલ જાયેગા.

મિતલ: શું કામ? એક વ્યક્તિ જ કેમ ન હોય! રસોઈ તો મસ્ત જ બનાવાની. એકદમ સરસ દરરોજ સાંજે આપણે કાઈક નવું નવું બનાવીશું. આજે પેલી રસોઈ છે. બોલ શું બનાવું?

અબ્દુલ: મિસ દવે હરરોજ ઇતના સ્પાઈસી ખાના અચ્છા નહિ હૈ.

મિતલ: અરે આપણે થોડી બહારનું ખાવું છે બધું ઘરે જ બનાવીશું. મસાલા પણ ઘરે બનાવીશું. તું મને ખાલી એટલું કહે કે તારી ફેવરીટ ડીશ કઈ છે?

અબ્દુલ: મેરી એસી કોઈ ફેવરીટ ડીશ નહિ હૈ. મેં જબ ભી બહાર ખાના ખાતા હું તો મેરે દોસ્ત મેરે સાથ હોતે હૈ. વો લોગ મેરે લીયે ભી વહી મંગા દેતે હૈ જો વો ખાને વાલે હોતે હૈ. મેને અપને લીયે કભી કુછ ઓર્ડર નહિ કિયા. પર આપ અપની ફેવરીટ ડીશ બના દીજીયે.

મિતલ: અરે મને તો ભેળ ભાવે એમાં રસોઈ થોડી બનાવી કેહવાય. થોડીક વાર વિચારીને મેં તેને કહ્યું, "તું હું કહું ને તે કર. તારી આંખ બંધ કર." તેણે તરત જ પોતાની આંખ બંધ કરી દીધી. "હવે તું વિચાર કે તને ખુબ ભુખ લાગી છે અને તારી સાથે તારા આજે કોઈ ફ્રેન્ડ નથી અને તું સાવ એકલો છે તેવું વિચાર. ઈમેજીન કર."

અબ્દુલ: મેં અકેલા હું યે કેસે સોચ સકતા હું! આપકી અવાઝ મુજ્હે સુનાઈ દે રહી હૈ.!

મિતલ: અરે યાર! અબ્દુલ તું ચુપચાપ હું કહું તે કર ને હવે વચ્ચે બોલતો નહિ. ચાલ, વિચાર કે તું જમવા માટે ચોપાટી ગયો ત્યાં કેટલા બધા સ્ટોલ છે દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. દુનિયાની બધી ખાવાની વાનગીઓ ત્યાં છે. અને તને એકદમ ભુખ લાગી છે ત્યાં તારી ફેવરીટ ડીશ પણ છે તો તું ત્યાં જઈ શું ઓર્ડર કરીશ?

અબ્દુલ: ઇસમેં ઇતના સોચને કી ક્યાં બાત હૈ. પાવભાજી. ઔર પાવભાજી નહિ મિલી તો પુલાવ. પુલાવ ઇસલિયે ક્યુંકી પનીર બિરયાની નહિ મિલતી હૈ ચોપાટી કે પાસ. ઔર પુલાવ ભી નહિ હુવે તો મેં દિલ્લી ચાટ ખાઉંગા ક્યાં બનાતે હૈ વો લોગ.

હુતો સાંભળતી જ રહી ગઈ. અબ્દુલના પણ સપના તો છે જ.પણ તે બોલતો નથી એટલું જ છે. તેણે તરત જ આંખ ખોલી નાખી. તેને લાગ્યું કે તે કાઈક વધારે બોલી ગયો. પણ તેની મુંજવણ દુર કરતા મેં કહ્યું, “ઓકે તો આજે પાવભાજી બનાવશું. એકદમ ચોપાટી સ્ટાઈલ. ઘરમાં મોટા ભાગની વસ્તુ તો છે બાકી વસ્તુ લેતી આવીશ. અને હવે હું મારા પ્રોજેક્ટ માટે થઇ બે જગ્યાએ મળવા જાવાનું છે. ત્યાં પેહલેથી જ આવા પ્રોજેક્ટ થયેલા છે. તો થોડોક આઈડિયા આવે કે કેવી રીતે મારે કરવાનું છે કાલ થી આશ્રમ માં કામ શરુ કરવાનું છે.

અબ્દુલ: આપ અપના કામ કીજીયે. ચીજે મેં લે આઉંગા. મેં આપકો કહીં ડ્રોપ કર દુ?

મિતલ: ના ના એની જરૂર નથી હું અને ઢીંગલી વયા જાશું. બાય. સાંજે મળશું. હું રૂમ માં મારું પાકીટ લેવા જતી હતી. ત્યાં મને યાદ આવ્યું એટલે મેં અબ્દુલ ને બોલાવી ને ફરીથી કહ્યું. "અબ્દુલ, એક વાત કેહવી છે. આપણે ફ્રેન્ડ્સ તો ઠીક છે પણ હવે રૂમમેટ થઇ ગયા, તું મારા બિઝનેસ માં સાથ આપી રહ્યો છે. અને પાછો મારી સાથે હમેશાં રહે છે. તો હું ખાલી એટલું ઇચ્છુ છું કે તું દરરોજ સાંજે મારી અને ઢીંગલી ની સાથે જમે. તું આઠ વાગ્યા પછી ઘરે આવી ને આપણે સાથે જમી. એટલે પાકા આઠ વાગે આવવાનું નથી કેતી. પણ ભલે તારે ફરી પાછું ક્યાય જાવું હોય અને જલ્દી જમવું હોય કે કામ ને લીધે મોડું થઇ જાય તો મોડો આવીને જમે એનો મને વાંધો નથી. પણ ભેગા જમીએ બસ. હું આશ્રમ માં હતી તો બધા સાથે જમતા એકલું લાગતું નહિ અને ઢીંગલી સાથે રમવા વાળા પણ ઘણા હતા અહીંયા કોઈ નહિ હોય એટલે કહું છું. અને....." હું એકદમ નમ્ર અવાજમાં બોલી મને સમજાતું નોતું કે અબ્દુલ આ વાત ને કેવી રીતે લેશે. એટલે હું આ બોલતા ઢીલી પડી ગઈ હતી. પણ અબ્દુલ તો મારી વાત વચ્ચે કાપતા જ બોલી પડ્યો.

અબ્દુલ: મેં વાદા કરતા હું કી મેં શામ કા ખાના આપ દોનો કે સાથ હી કરુંગા. ઇતની સફાઈ દેનેકી જરૂરત નહિ હૈ.

હું ખુશ થઇ ગઈ. એટલે બીજી વાત કરતા બોલી, " તો હજી એક વાત નું પ્રોમીસ કર. કે તું મારાથી ક્યારેય ખોટું નહિ બોલે કે કોઈ વાત જાણી બુજી છુપાવીશ નહિ. વાત છુપાડવાનો અર્થ પણ ખોટું બોલવું જ થાય. હું તને તારા કામ કરવાથી ક્યારેય નહિ રોકું તારા કામ વિષે કોઈ સવાલ પણ નહિ કરું. બસ, પણ તું મને આ પ્રોમીસ કર.

અબ્દુલ: મેં તો વેસેભી આપકે સામને જુઠ નહિ બોલ પાતા. ફિરભી કોઈ ભી બાત કિતની ભી ખરાબ કયું ન હો. મેં આપસે કભી જુઠ નહિ બોલુંગા વાદા કરતા હું.

આ સાંભળ્યા પછી અમે બંને અમારા કામ કરવા ચાલ્યા ગયા. સાંજે તે સમયસર પહોચી ગયો. અમે બંને એ ભેગા મળી પાવભાજી બનાવી અને તે પણ ખુબ જ સરસ બની. અબ્દુલ તો વખાણ કરતા થાક્યો નહિ. તેની સાથે વાત કરતા કરતા એટલી ખબર પડી ગઈ કે તેને પોતાનું કામ વધારે પસંદ છે. તેનું માનવું છે કે આ કામ ભલે ગમે તેટલું ખરાબ રહ્યું પણ ઘણી વાર તે નિર્દોષ વ્યક્તિઓ નો સહારો બની શક્યો છે. આ વાત જ પુરતી છે તેને આ કામ કરવા પ્રેરવા માટે. હું થાકી ગઈ હતી એટલે સુતા ભેગી નીંદર આવી ગઈ.

બીજા દિવસે પ્રોજેક્ટ શરુ કરવા માટેના કામો ચાલુ કર્યા પણ જેટલું વિચાર્યું હતું તેટલું સહેલું નોતું. મુશીબતો રાહ જોતી ઉભી હતી.

વધુ આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED