પ્યારે પંડિત - 19 Krishna Timbadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્યારે પંડિત - 19

અને હા! જો એ તને પૂછે કે ક્યારા તને લેટર પણ લખે છે. તો કહેજો કે હા લખે છે. અને હા, કદાચ એ એ પણ કહી દે કે તો મારે એ લેટર જોવા છે તો શું જવાબ આપીશ તું? ક્યારા ચાનો કપ નીચે મુકતા મૃણાલને સવાલ પૂછ્યો.
તો બતાવી દઈશ! બધા જ લેટર બતાવી દઈશ. મૃણાલ તો જાણે આ સમયની રાહ જોઈ રહ્યો હોય તેમ માસુમ બાળકની જેમ બોલી ગયો.
ઓહો! અરે ભગવાનના માણસ. ક્યારેય પોતાની પ્રેમિકાના લેટર એના માબાપને ના બતાવવાના હોય. ક્યારા આ ભોળા મૃણાલ સામે જોઈ બોલી
ઓહ! આઈ એમ સોરી.. મૃણાલ બોલ્યો.
હા.. તો શું જવાબ આપીશ? ક્યારા એ પુછ્યું.
કહીશ કે, દિલની બધી જ વાતો દિલવાળાઓ પાસે અમાનત હોય છે, એ હુ ના કહી શકું.
ક્યારા અને કુંદન બન્ને મૃણાલ સામે જોતી જ રહી ગઈ, બન્નેમાથી એક ને પણ એમ ના લાગ્યું કે મૃણાલ આટલી સરસ રીતે રજૂ કરી શકે તેમ છે. અને મૃણાલ બન્ને તરફ જોઈ રહ્યો.
વાવ! ક્યારાના મોંમાથી નીકળી ગયું.
અરે હવે થઈને કામની વાત. કુંદન બોલી પડી.
ઠીક કહ્યું મેં! મૃણાલને હજુ પણ વિશ્ર્વાસ ના હતો કે આ જવાબ સાંભળીને બન્ને ખુશ છે.
અરે શું વાત કરો છો! આ સાંભળીને તો મમ્મીની
બોલતી બંધ થઈ જશે. કુંદન હસી પડી. બીજી વાર લેટર વિશે વાત પણ નહીં કરે.
ફોન કયો યુઝ કરે છે તું? ક્યારા બોલી
આ સાંભળી મૃણાલ ધીમેથી બોલ્યો. પણ હું મોબાઈલ સૂટમાં જ રાખીશ.
મગજ તો ઠેકાણે છે તારું? ક્યારા થોડા મોટા અવાજે બોલી. સૂટ પહેરીને બેસીસ અને ફોન pocket માં રાખીને બેસશે?
એમાં એવું છે કે ફોન સામે રાખીને બેસી શકાય એવો નથી. મૃણાલ ધીમેથી બોલ્યો. સસ્તો છે બહુ જ. ત્યાં જ એના ફોન પર રીંગ વાગી પણ તે રિસીવ ના કર્યો...
રિંગ વાગી રહી છે. ક્યારા એ મૃણાલ ને કહ્યું.
Excuse me? કહી મૃણાલએ pocket માથી ફોન કાઢ્યો જોયું તો અવની નો કોલ હતો. અવનીનો ફોન છે, એ રોજ લંચ ટાઇમ પર કોલ કરે છે.
હા, અવની.
ક્યાં છે તું? અવની એ પુછ્યું
ઓફિસમાં છું. બીજે ક્યાં હોઈશ. મૃણાલ બોલ્યો
ખોટું બોલે છે તું?
ખોટું. મૃણાલ આજુબાજુ નજર કરતા બોલ્યો જાણે કે અવની તેને જોઈ રહી હોય એમ
અરે તને કહ્યું હતું ને કે આજે ઓફિસ તરફથી લંચ છે તો હોટલમાં બધા સાથે બેઠો છું.
ઠીક છે. પાછો ક્યારે આવીશ? અવનીએ પૂછયું.
છ વાગે.. રોજના ટાઇમ પર.. અરે ના ના આજે થોડું મોડું થશે. ઓફિસમાં મીટિંગ છે બોસ સાથે એટલે.. થોડું હાંફતાં મૃણાલ બોલ્યો. ઠીક છે રાખું છું કોલ થોડો કામમાં છું. એમ કહી કોલ રાખી દીધો.
કોલ રાખતા જ થોડી વાર કોઈ કઈ બોલ્યું નહીં પછી કુંદનએ ટિસ્યૂ પેપર મૃણાલને આપ્યું.
મૃણાલ પરસેવો લૂછતા બોલ્યો પપ્પા સામે ખોટું બોલતા ડર નથી લાગતો એટલો અવની સામે લાગે છે.
આ તરફ અવનીને ગુસ્સો પણ આવતો હતો અને રડવું પણ. કે એના ભાઈ એ એની સામે કેટલું ખોટું બોલ્યો છે.
ક્યારા, કુંદન અને મૃણાલ ત્રણે જણ સૂટ લેવા માટે શોપ પર આવ્યા હતા. મૃણાલ ટ્રાય કરવા માટે ટ્રાયલ રૂમમાં ગયો હતો અને બન્ને બહેનો એની રાહ જોઈ રહ્યા હતા
લાગે છે આજે તો વરસાદ આવશે? ક્યારા બહારનું વાતાવરણ જોઈ બોલી
હા, વરસાદ તો આવશે જ! અવકાશમાં અમિતનો કોપ વરસી રહ્યો હોય તેમ! કુંદન હસતાં બોલી
Shut up! જઈને દરવાજો ખાટખટાવ. વીસ મિનિટ થવા આવી છે. ક્યારા ગુસ્સે થઈ બોલી
અરે! સૂટ પહેરીને તો પ્રેમ થઈ ગયો હશે એને. કુંદન હજુ મજાકના મૂડમાં હતી.
હા તો થવા દે. ખબર નહીં પાંચ વાગ્યા પછી કેવો દેખાશે એ? ક્યારા હજુ ચિંતામાં હતી ત્યાં જ મૃણાલ બહાર આવ્યો
એ હસી રહ્યો હતો અને કુંદન પણ એને જોઈને હસી પડી અને પાછળ ઉભી ક્યારા તો મૃણાલ ને જોતી જ રહી ગઈ. બ્લેક સૂટમાં તે hollywood ના હીરો જેવો લાગી રહ્યો હતો. હા. આ મસ્ત છે. પહેરીને રાખ. હું બિલ આપીને જાવ છું. તું પાંચ વાગે પહોંચી જજે. કહી ક્યારા ચાલવા લાગી. કુંદન જતા જતા પાછા ફરી એક વાર એની સામે જોઈ લીધું અને ફરીથી ચાલવા લાગી. મૃણાલ Change કરી અને એના ફ્રેન્ડના રૂમ પર જતો રહ્યો.
મીરા દરવાજા પાસે આટા મારી રહી હતી. એ કુંદન અને ક્યારાના આવનાનો વેઈટ કરી રહી હતી. વરસાદ શરૂ થઈ ગયો હતો. બન્ને બહેનો થોડી પલળી ગઈ હતી. ઘરમાં એન્ટર થતાં જ મીરા એ પુછ્યું કેટલા વાગે આવશે?
પાંચ વાગે મમ્મી.
અને હા તે એ તો કહ્યું જ હશે કે આવતા જ કોને મળવાનું છે?
હા. તમને મમ્મી.
ઠીક છે તો એ આવી જાય પછી તમે બન્ને માથી કોઈ નીચે ઉતરી ના આવતા, હું એકલી જ એની સાથે વાત કરી લઈશ.
બન્ને એ માથું હલાવી જવાબ આપી રૂમમાં જતી રહી.
વરસાદ બહુ વધારે પડી રહ્યો હતો. શુભાશિષ ઘરે આવી અવનીને ચા બનાવવાનું કહી દીધું. તારી મા ક્યાં છે? કેમ દેખાતી નથી?
પપ્પા એ તો ટેરેસ પરથી કપડાં ઉતારવા ગયા હતા આવતા જ હશે. પપ્પા.. આ. આ. કુંદનના પપ્પા મંદિરે આવે છે? અવની ગમે તે રીતે મૃણાલ વિશે જાણવાની કોશિશ કરી રહી હતી.
ના! જ્યારથી મૃણાલ એમને ત્યાં કામ કરે છે ત્યારથી તો એ આવ્યા જ નથી. પણ તું કેમ આવું પૂછે છે? એમની તબિયત તો સારી છે ને? ચિંતા વ્યક્ત કરતા શુભાશિષ એ પૂછયું.
ના મને ખબર નથી પણ આજે કોલ કરી ને પૂછી લઈશ કહી અવની કિચનમાં જતી રહી.
મૃણાલ રીક્ષા ગોતી રહ્યો હતો પણ વરસાદ ના કારણે કોઈ રીક્ષા ઉભી રહેતી ના હતી.
વધુ આવતા અંકે.