સમર્થ પાસે બે વિકલ્પ હતા. તે પોતાના મરેલા માં-બાપ પાછળ હાર્ટ એટેક આવે ત્યાં સુધી રડે, અને કાં તો એ લોકોથી બદલો લે. તે મીથુનને આ કારણવશજ સાથ આપતો હતો. બદલો લેવા તે કઇ પણ કરી શકે છે.
વિશ્વાનલતો સમર્થને જોઈજ રહ્યો. મંથના પણ આંખો ફાડી જોતી રહી. અને જોતીજ રહી. આ કોણ? તે વિચારતી હતી. એમને બચાવવા આવ્યો છે? ના. લાગતોતો નથી. તો એ લોકોને કેમ ઘરમાં બાળી નાખ્યા. કોણ છે આ?
‘હાઈ. હું સમર્થ.’ હેં! આા માણસએ એક સેકેન્ડ પેહલા પાંચ-પાંચ લોકોને મંથનાની આંખોની સામે મારી નાખ્યા હતા. અને હવે એ હાઈ કેહતો હતો?
પછી ફોન આવે છે.
મીથુનનો.
‘સમર્થને મળી?’
‘હાં.’
કોઈ દિવસ અજાણ્યા માણસ સામે બે શબ્દથી વધારેના બોલવા. આ નિયમ છે.
‘વિશ્વાનલ કેમ છે?’
‘બચી ગયો.’
‘સરસ. સમર્થ પણ હવે આપણી સાથે છે.’
‘શું?!’
‘ઈન્ડિયા પોહચીં વાત કરીશું. સમર્થ સાથેજ આવવાનો છે. ૧૧ - એ.’
ફોન અંતે ૧૧ - એ બોલવાનો મતલબ એમ કે વાત ખતમ. પછી ફોન કટ કરી દેવાનોજ.
________________________________________________________
સમર્થ તો બસ જોઈજ રહ્યો. વિશ્વાનલ, એજ નામ હતું, આ માણસનું. પણ આ માણસ તો પાક્કું ન હતો. બાપા, કેટલું ખાઈ છે આ. જ્યારે પેલી એર હોસ્ટેસસ જમવાનું આપી ગઈ ત્યારે આ તો મતલબ, ત્યારથી ખા - ખાજ કરે છે. પણ બંધ થા! સમર્થ વિચારે છે.
'તો સમર્થ..' મંથના બોલી, 'તારુ નામ શું?'
'સમર્થ.'
'એ રીતે નઈ અવે. અટક તો કોઈ હશે ને. સરનેમ?'
સમર્થ પાસે સરનેમ માટે ઘણા ઓપ્શન હતા. સાચ્ચી સરનેમ તે કોઈને ના કહતો. મૌર્વિને કઈ કીધી હતી.. હાં, યાદ આવ્યું.
'મહેશ્વરી. સમર્થ મહેશ્વરી.'
'ઓહ. હું મંથના પારેખ. અને આ માણસ, હાંહો માણસ જ છે, એ મારો ભાઈ, વિશ્વાનલ મહેતા. અમે કઝીન્સ છીએ.'
'તો મતલબ તું શું કરે છે?' મંથના થોડીક વા'ર રહી પૂછે છે.
'હું એક કંપનીમાં એક્સિક્યુટિવની જોબ કરું છું.'
'ઓહ. હું તો અનએમ્પ્લોયડ છું, પણ વિશ્વાનલ એક ટેલિ ફિલ્મ્સ પ્રોડ્યૂસર છે.'
'ગુડ ફોર હીમ. પણ તું અનએમ્પ્લોયએડ છે?'
' ફાર્મસિસ્ટ તરીકે ગયા વર્ષ સુધી જોબ હતી, પણ પછી..'
એના પછી બધાને ખબર હોય છે.
૨૫ દિવસ. ફક્ત ૨૫ દિવસમાં જ પૃથ્વીનું સત્યાનાશ કરી નાખ્યું છે. આ ૨૫ દિવસ એવા કે કરોડો લોકો આપઘાત કરીને મૃત્યુ પામ્યા. લાખો લોકોએ પોતાના ઘર - બાર, નોકરી, ધંધા, અને માણસો પણ ખોઈ દીધા. આ બધુંજ એક સંસ્થા ના કારણે: યુટીત્સ્યા.
'અને મીથુન એ -'
'મારો ફ્રેન્ડ છે. એક્ચુલ્લી, મૌર્વિ, મારી મિત્ર છે, તેનો મિત્ર છે. એણે તો તું જાણતોજ હોઈશ.'
'બિલકુલ. અમે મળ્યા છીએ.'
મળ્યા છીએ એટલે સમર્થને ૧૧ - એ માં શામિલ કરનાર મૌર્વિ છે.
'તમે ક્યા મળ્યા હતા.'
'મારા ફ્રેન્ડના લગ્નમાં.'
મૌર્વિ છેલ્લા ચાર વર્ષમાં કોઈના લગ્નમાં નથી ગઈ. તો આ પાક્કું ચાર વર્ષ પેહલા મળ્યા હશે. તે લગ્ન મૌર્વિના કઝીનના હતા. હિતેશના.
'હિતેશ ચોક્શિ. એનજ લગ્નમાં ને?'
'હાં.'
'મૌર્વિ કેહતી હતી.' ખોટી વાત. મંથનાને સહેજ પણ આ વસ્તુની જાણ નથી.
અને સમય શાંતિમાં પ્રસરી ગયો. બે કલાક પછી તેઓ ગુજરાત પહોંચ્યા. મીથુન તેમણે પિક કરવા આવ્યો હતો.
સુરેન્દ્રનગરનું એરપોર્ટ ઘણું મોટ્ટુ હતું. બોલિવિયા જવાની મહત્તમ ફ્લાઇટો અહીં થી જતી.
ગાડીમાં બેસતા પેહલા કોઈ કશ્શુજ ન બોલ્યા, પણ જેમ ગાડીમાં બેસ્યા, 'તમે માંને ૧૧ - એ ના કેપ્ટિવ તરીકે સોંપવાના હતા?'
હે ભગવાન, મૌર્વિ વિચારે છે, આ જાડિયાને થોડીક વા'ર બેહરો ના કરી શકેત?