અધૂરી નવલકથા - પાર્ટ 25 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 25

પાર્ટ 25
અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. કોઈ કાંઈ સમજે તે પહેલાં ધુમાડો પુરા રૂમમાં વ્યાપી ગયો હતો. બધા ઉધરસ ખાવા લાગ્યા હતા. કોઈને કશું સમજમા આવતું ન હતુ. નમ્ય, નવ્યા, સમીર અને નૂરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તે ચારેય ઉધરસ ખાઈ રહ્યા હતા. કોઈને બહાર જવાનો રસ્તો મળતો ન હતો.
કોઈ એ અંદર આવીને નવ્યા ને બહાર તરફ ખેંચી. નવ્યા બહાર જતી હતી તેવું તે ત્રણેય ને લાગી રહ્યું હતુ. થોડીવાર બાદ સમીરે નૂરને રૂમની બહાર નીકાળી. સમીરની હાલત ખરાબ હતી. પણ નૂર બેહોશ થઈ ગઈ હતી. નમ્ય ત્યાર બાદ ઉધરસ ખાતો બહાર આવ્યો હતો.
નવ્યા ને કોણ લહી જતું હતું તે જોવાનો પ્રયત્ન કર્યો ત્યાં આરતીની કાર જતી રહી હતી. સમીર અને નમ્ય ની હાલત ખૂબ ખરાબ હતી. તે ગાડી ચલાવાનું તો શું તે સરખી રીતે ઉભા પણ રહી શકતા ન હતા. આથી જ્યાં સુધી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાનું વિચાર્યું. નૂર બેહોશ હતી. પણ તે ગંભીર બાબત ન હતી. તેને હોસ્પિટલ લહી જશે એટલે તેને સારું થઈ જશે.
પંદર મિનિટમાં તે સંપૂર્ણ સ્વસ્થ થયા. પણ નૂર હોશમાં ન આવી. નૂર ને હોસ્પિટલ લહી જવી પડે એમ હતું. સમીર નૂરને હોસ્પિટલ લહી ગયો. નમ્ય નવ્યા ને કોણ ભગાવી ગયું તે શોધવા જતો રહ્યો.
@@@@@
સૌ પ્રથમ તો નમ્ય તેના ઘરે પહોંચીયો. ત્યાં તેને જાણવા મળ્યું કે આરતી તેની ફ્રેન્ડની બહેનના મેરેજમાં જતી રહી છે. નમ્ય ના મમ્મી ને કે હાર્દિકને નવ્યા સાથે આટલું બધું થઇ ગયું છે તે વિશે જરા અમથો પણ ખ્યાલ ન હતો. નયન કઈંક કામ માટે બહાર ગયો હતો. બધાને એમ જ લાગતું હતું કે નવ્યા હજી પણ તે જ રૂમમાં છે. પણ સત્ય હકીકત કઈંક અલગ જ હતી. જે. બહાર આવશે ત્યારે એક ભયાનક સ્થિતિ ઉદ્ભવાની હતી.
"નવ્યા ને જમવાનું આપ્યું." નમ્ય એ તેની મમ્મી ને કહ્યું.
"તેના આજના કારનામા થી તેને જમવાનું મળવું ન જોઈએ. એક દિવસ ભૂખી રહેશે એટલે તેને ખબર પડશે કે બહાર લફડા કરવાથી શું પરિણામ આવે." નમ્ય ના મમ્મી એ કહ્યું.
નમ્ય એ થોડી માથાકૂટ કરી પણ પછી કોઈને શક પડશે તે માટે જવા દીધું. રાતે જ્યારે તેના પપ્પા આવશે ત્યારે જ આ નવ્યા વિશે ખબર પડશે. નમ્ય એ પોતાની રીતે તેને શોધવાનો પ્રયત્ન કરવાનું વિચાર્યું પણ તેને કોઈ ઉપાય મળતો ન હતો.
અડધા કલાક પછી નયન ખૂબ ગુસ્સેથી ઘરમાં આવ્યો. પહેલા આવીને તેણે હોલમાં રહેલા કાચના જગને તોડી નાખ્યો. જેનો અવાજ સાંભળીને ઘરમાંથી હાર્દિક, નમ્ય અને તેના મમ્મી બહાર આવ્યા. બધા નયન તરફ જોઈ રહ્યા હતા. નયન ખૂબ ગુસ્સા માં હતો. તેનો ગુસ્સે થવાનું કારણ કોઈને સમજાતું ન હતું. પણ નમ્ય સમજી શુકયો હતો કે આખરે નયન શા માટે ગુસ્સે છે.
"તમારાથી એક છોકરી નથી સચવાતી." નયન ગુસ્સે થઈને નવ્યા જે રૂમમાં હતી તે રૂમ તરફ આગળ વધ્યો.
નયન ની પાછળ બધા ગયા. નયને રૂમનો દરવાજો ખોલ્યો. પણ અંદર નવ્યા ન હતી. તે જોઈને હાર્દિક અને તેના મમ્મી શોકી ઉઠ્યા. નમ્ય ને કોઈ ફર્ક ના પડ્યો. કારણ કે તેણે જ નવ્યા ને અહીંથી ભગાડી હતી.
"આ ક્યાં જતી રહી." નયનની મમ્મી શોભના બહેને કહ્યું.
"આ જ પ્રશ્નનો જવાબ મારે તમારી પાસેથી જોઈએ છે." નયને કહ્યું.
"નયન, સાચેમાં મને નવ્યા ક્યાં જતી રહી તે વિશે કશો પણ ખ્યાલ નથી." શોભના બહેને કહ્યું.
"તમારાથી એક છોકરી નથી સચવાઈ શક્તિ." નયને ગુસ્સે થતા કહ્યું.
"ભાઈ તમને ખબર છે નવ્યા ક્યાં છે તેના વિશે." નમ્ય એ કહ્યું.
"હા, મને થોડી વાર પહેલા જ ખબર પડી કે નવ્યા ભાગીને સંકેત સાથે લગ્ન કરવા જઈ રહી છે." નયને કહ્યું. નયનની વાત સાંભળીને બધા સ્તબ્ધ રહી ગયા. આખરે આજે સવારે નવ્યા ના પ્રેમ પ્રકરણ વિશે બધાને જાણ થઈ હતી. અને તેને એક રૂમમાં પુરવામાં આવી હતી. પણ હાલ તે રૂમમાં ન હતી. નયનના કહેવા અનુસાર તે સંકેત સાથે આજે લગ્ન કરવાની હતી. તો સંકેત પાસે પહોંચે તે પહેલાં તેને પકડી પાડવી જરૂરી હતી.
"આપણે નવ્યા સંકેત પાસે પહોંચે તે પહેલાં તેને પકડી પાડીએ." નમ્ય એ કહ્યું.
"મારો પણ વિચાર એ જ છે પણ એક વખત પપ્પા ઘરે આવે પછી આપણે નક્કી કરીએ કે શું કરવું." નયને કહ્યું.
"પપ્પા ઘરે આવતા સાંજ થઈ જશે ત્યાં સુધીમાં તો સંકેત અને નવ્યા ના લગ્ન પણ થઈ જશે." નમ્ય
"એવું કદાપિ નહીં થાય. સંકેત નો ડ્રાઈવર વિરુ મારો દોસ્ત છે. તેણે જ મને નવ્યા અને સંકેત આજે કોર્ટ મેરેજ કરવાના છે તે માહિતી આપી હતી. સંકેત કોર્ટે પહોંચે તે પહેલાં વિરુ તેના દોસ્તરની મદદ થી નવ્યા ને સંકેત પાસે થી ઉઠાવી લેશે." નયને કહ્યું.
"આપણે હાલ જ અમદાવાદ જવા માટે નીકળવું જોઈએ." નમ્ય એ કહ્યું.
"થોડી વારમાં પપ્પા ઘરે આવશે. મેં નવ્યા વિશે પ્રોબ્લમ ઉભો થયો છે તે વિશે પપ્પા ને થોડું કહ્યું છે તેથી તે હાલ તે કપાસ ની એક ડીલ કરીને અહીં આવવા નીકળી શુકયા છે. બસ પંદર મિનિટમાં તે આવી પહોંચશે." નયને કહ્યું.
નયન કોલેજ દરમિયાન એક વર્ષા નામની છોકરીને પ્રેમ કરતો હતો. વર્ષા પણ નયનને પ્રેમ કરતી હતી. લાંબા સમય સુધી પ્રેમ માં રહ્યા બાદ તે બંને એ પોતાના ઘરે જણાવીને લગ્ન કરવાનું વિચાર્યું. નયન લગ્ન માટે રાજી હતો. તેના ઘરે કોઈ પણ પ્રેમ લગ્ન માટે વિરોધ કરે એમ ન હતુ. વર્ષા ના ઘરેથી પ્રોબ્લમ હતો. વર્ષા નો ભાઈ સંકેત હતો. તેણે તે બંને ના લગ્ન માટે વિરોધ વ્યક્ત કર્યો.
સંકેત તેની બહેનના લગ્ન એક રાજકારણ સાથે જોડાયેલા પરિવાર સાથે કરાવા ઈચ્છતો હતો. જેનાથી સંકેતને રાજકારણમાં સારું એવુ પદ મળે રમ હતું. આ અર્થે સંકેતે વર્ષા અને નયન ભાગીને લગ્ન ન કરે તે માટે તાત્કાલિક વર્ષા ના લગ્ન ગોઠવ્યા. અહીં નયન વર્ષા સાથેના લગ્નના સ્વપ્ન જોતો રહી ગયો. ત્યાં બીજી બાજુ સંકેતે વર્ષા ના લગ્ન પોતાની ઈચ્છા મુજબ કરાવી નાખ્યા.
આ સમય થી નયન સંકેત સાથે દુશ્મની કરી બેઠો હતો. તે મનોમન એક દિવસ આ બાબત નો બદલો લેશે તેવો દ્રઢ નિર્ણય કરી બેઠો હતો. તે સંકેત સાથે પોતાના પ્રેમના બદલા માટે કોઈ પણ હદ સુધી જાશે તે નિશ્ચિત હતું.
આજે જ્યારે સંકેતને એ માહિતી મળી કે સંકેત અને તેની બહેન નવ્યા લગ્ન કરી રહ્યા છે. ત્યારથી નયન નો ગુસ્સો સાતમા આસમાને હતો. બે વર્ષ પહેલાં જ્યારે સંકેતના કારણે તેનો પ્રેમ અધુરો રહી ગયો હતો. આજે તે કોઈ પણ સંજોગોમા સંકેત ના લગ્ન થાય તે મંજુર ન હતું.
નવ્યા ઘરેથી ભાગી શુકી હતી. તેની સાથે આરતી હતી તેનો ખ્યાલ નયન કે તેના પરિવારને ન હતો. તે લોકો એમ જ વિચારતા હતા કે નવ્યા આજે સંકેત સાથે કોર્ટ મેરેજ કરશે. પણ તે લોકો એ ખ્યાલ ન હતો કે નવ્યા પણ નથી ઈચ્છતી સંકેત સાથે લગ્ન કરવા. બસ આરતીના પૈસા ના મોહ માટે નવ્યા સંકેત સાથે લગ્ન કરવા હામી ભરી હતી.
નયનના પિતા દિલીપ ભાઈ વ્હેલા ઘરે આવી શુકયા હતા. તે એક કપાસ ની દલાલી કરવા માટે ગયા હતા. પણ તે આવ્યા ત્યારે ખુશ હતા. સાથે સાથે હાથમાં મીઠાઈ પણ હતી. તેમને જોતા એવું લાગતું હતું કે તેઓ જે દલાલી કરવા ગયા હતા તેનાથી તેમને ખૂબ સારા પ્રમાણમાં ફાયદો થયો હશે.
દિલીપભાઈ આવી ગયા છે તે જાણી બધાને આનંદ થયો. બધા હજી પણ હોલમાં જ હતા. દિલીપભાઈ મીઠાઈ લહીને આવ્યા હતાં. તે પહેલાં બધાને મીઠાઈ આપવા લાગ્યા. બધાને આજે નવાઈ લાગતી હતી. આ બધું શુ થવા જઈ રહ્યું છે તે વિચાર કરી રહ્યા હતા.
"નવ્યા ક્યાં છે. હાર્દિક નવ્યા ને પણ બોલાવ. તેના કારણે આપણે કરોડપતિ થવાના છીએ." દિલીપ ભાઈએ આખરે બધાને મીઠાઈ આપ્યા બાદ નવ્યા ત્યાં ન દેખાતા બોલ્યા.
(વધુ આવતા અંકે)