અધૂરી નવલકથા - પાર્ટ 26 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 26

નવ્યા ઘર છોડીને ભાગી શુકી હતી અને સાથે તે સંકેત સાથે લગ્ન કરવાની હતી. તે વિશે નયન, શોભના બહેન અને નમ્ય વિચારી રહ્યા હતા. ત્યાં દિલીપભાઈ આવિયા અને મીઠાઈ વહેંચવા લાગ્યા.
"નવ્યા આપણા માટે સોનાની મુરઘી છે. મારે એક વ્યાપારી સાથે ડીલ થઈ છે. તેઓ પોતાના માટે એક છોકરી શોધે છે. પણ તેની ઉમર વધુ હોવાથી કોઈ તેની સાથે લગ્ન કરવા રાજી થતું નથી. તેઓ ખૂબ પૈસાદાર છે. મુંબઈ મોટા શહેરમાં રહે છે. મેં તેની સાથે એક ડીલ નક્કી કરી છે. હું તેના માટે એક છોકરી શોધી આપું તેના બદલામાં તે પુરા બે કરોડ આપવા તૈયાર છે. અને સાથે તેના આપણા શહેરમાં ચાલતા ધંધામાં 50% ના ભાગીદાર પણ કરવાના છે." દિલીપભાઈએ ખુશ થતા કહ્યું.
"તમે તેમની સાથે ડીલ કરીને આવ્યા છો." શોભના બહેને કહ્યું.
"હા, હું આવી સોનાની તક કોઈ કાળે ના છોડું." દિલીપભાઈ.
"તમે નવ્યા ના કાકા છો, નવ્યા એ આપણા ઘરની એક સદસ્ય છે. તેને તમે તમારી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરાવશો. એ પણ થોડા પૈસાની ખાતર." શોભનાબહેન એ દિલીપભાઈ સામે ગુસ્સા ભરી નજરે કહ્યું.
"થોડા પૈસા નથી. પુરા બે કરોડ રૂપિયા છે." દિલીપભાઈ
"બે કરોડ ભલે મોટી રકમ રહી પણ તેનાથી મોટી છે આપની ઈજ્જત. લોકો ને જ્યારે ખબર પડશે કે આપણે આપણી ભત્રીજી ના લગ્ન આપણા સ્વાર્થ ખાતર એવા માણસ સાથે કર્યા જે ઉંમરના તેના બાપ સમાન હતા." શોભનાબહેનનું કહેવું સત્ય હતું. તે આજે પહેલી વખત નવ્યા તારફ બોલી રહ્યા હતા.
"આજે તને શું થયું છે. આજ સુધી તને નવ્યા પસંદ ન હતી. પણ આજે તું નવ્યા નો સાથ આપી રહી છો." દિલીપભાઈ
"મને પણ મમ્મી ની વાત સાચી લાગે છે. પૈસા ખાતર આપણે નવ્યા ને નર્કમાં ન નાખી શકીએ." નયને કહ્યું.
"તું તો આજ સુધી નવ્યા ને ઘરમાંથી કાઢવા પ્રયત્ન કરતો હતો. પણ આજે જ્યારે તેના હું લગ્ન કરવા પ્રયત્ન કરી રહ્યો છું તો તું પણ મને રોકે છો." દિલીપભાઈએ નયન તરફ જોઈને કહ્યું.
"મને આજે પણ નવ્યા પસંદ નથી. હું નવ્યા ને આજે પણ આ ઘરમાં જોઈને ખુશ નથી. પણ તેની સાથે આટલી હદે અન્યાય થશે એ મને બિલકુલ પસંદ નથી." નયને કહ્યું.
"બોવ થયું તમારું આ બધું નાટક. જ્યારે આપણી પાસે રહેલી નવ્યા થી આપણને આટલો ફાયદો થાય છે તો તમને બધાને તેની પર દયા આવે છે. મારી વાત ધ્યાનથી સાંભળો. હું નવ્યા ના લગ્ન મારા વેપારી મિત્ર સાથે કરાવીશ. તમારી કોઈની ઈચ્છા હશે કે નહીં તેનાથી મને કોઈ ફર્ક પડતો નથી. બોલાવો નવ્યા ને તેને પણ આ જાણ કરીએ. જેથી તેને પણ ખ્યાલ આવે કે તે હવે આ ઘરમાં થોડા દિવસની મહેમાન છે." દિલીપભાઈ એ ભારે ગુસ્સે થી બધાને કહ્યું.
"નવ્યા ઘરે નથી. તે સંકેત સાથે ભાગીને આજે લગ્ન કરવાની છે." નમ્ય એ કહ્યું.
"શું નવ્યા ઘર છોડીને ભાગી શુકી છે. તે કોઈ સાથે આજે લગ્ન કરવાની છે." દિલીપભાઈ
"હા," શોભના બહેન
"શું હા, તમે બધા અહીં શું જખ મારી રહ્યા હતા. આટલું બધું થયું છતાં તમે મને જાણ નથી કરતા." દિલીપભાઈ
નયને તેના પિતાને શરૂઆતથી અતિયારે સુધીની નવ્યા અને સંકેત વિશે વિસ્તારથી સમજાવ્યું. દિલીપભાઈએ નયન જે પણ કહી રહ્યો હતો તે ધ્યાનથી સાંભળ્યું. નયને જ્યારે બધી જ ઘટના કહી સંભળાવી પછી તે બે મિનિટ મૌન રહ્યા. પછી બધા પર ગુસ્સે થયા. પણ પછી હવે કોઈ પર ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી તેમ વિચારી આગળ શું કરવું તે વિશે વિચારવાનું શરૂ કર્યું. આખરે અમદાવાદ જવાનું નક્કી કર્યું. નમ્ય ને અહીં જ ઘરે રહેવાની સૂચના આપી. પહેલા હાર્દિક ને પણ સાથે આવવાની ના હતી. પણ જ્યારે હાર્દિકે કહ્યું કે નવ્યા તેના કહ્યા મુજબ કરશે એટલે દિલીપભાઈ એ હાર્દિકને સાથે લીધો. @@@@@

​​ લગભગ નયન અને દિલીપભાઈ અમદાવાદ પહોંચી ચુક્યા હતા. નયને વિરુને ફોન કરીને સંકેતનું હાલનું લોકેશન જાણ્યું હતું. સંકેત હાલ કોર્ટે જવા નીકળ્યો હતો. આથી નયને પણ કોર્ટ તરફ જવા માટે ગાડી આગળ વધારી. પણ તેના નવાઈ લાગી કે કોઈક છોકરી દોડતી આવીને તેની ગાડી સાથે અથડાની. અને તે નવ્યા હતી. નવ્યા આમ અચાનક ત્યાંથી ભાગી આવી તે જોઈને બધાને નવાઈ લાગી હતી. પણ હાલ વધુ વિચાર કરવા કરતાં તેને ગાડી માં બેચાડી ઘરે લઈ જવી હિતાવહ હતી.

નવ્યા કાર સાથે અથડાતા તરત જ બેહોશ થઈ હતી. તેને નયન અને હાર્દિકે કારમાં બેસાડી. નયન ઘર તરફ રવાના થયો. કલાક બાદ નવ્યા હોશમાં આવી. નવ્યા બેહોશ હતી ત્યારે જ દિલીપભાઈ બંને ને કહ્યું હતું કે કોઈ નવ્યા ને કશું પણ નહીં કહે. જે પણ કહેવું હશે તે હું ઘરે જઈને તેને કહીશ. આથી નવ્યા સાથે બધા સારી રીતે વર્તન કરતા હતા. આ બાબત થી નવ્યા ને પણ નવાઈ લાગતી હતી.
@@@@@
હાર્દિકે સાવચેતીથી નવ્યા ને બીજી બસ માં બેચાડી અને પૈસા આપી આવ્યો હતો. અને તે કારમાં આવી પોતાની બેગને કારની અંદર પાછળ બેસવાના સ્થાને એવી રીતે ગોઠવીને તેના પર ચાદર ઓઢાડી હતી કે બીજાને જોતા એવું લાગે કે નવ્યા સૂતી છે.
હાર્દિકે ત્યારે નવ્યા માટે એક મોટી આફતને પોતાની તરફ નોતરી હતી. જ્યારે નવ્યા સંકેત સાથેના સંબંધની જાણ થઈ ત્યારે જ હાર્દિકે નવ્યા ને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો હતો. પણ તે પહેલાં નવ્યા ભાગી શુકી હતી. તે આજે સાંજે નવ્યા ને છોડાવાનો હતો.
તેણે તે જ કાર્ય કર્યું પણ થોડા અલગ રીતથી. નવ્યા સંકેત માટે ઘરેથી ભાગી ન હોત તો હાર્દિક તેને છોડાવી જવાનો હતો. પણ તે ફરતી ફરતી આવી અને હાર્દિકે જેમ વિચાર્યું હતું તેમ ન થયું પણ જે લક્ષ હતો તે સફળ થયો.
દિલીપભાઈ કે નયને આવીને કારમાં જોયું તો લાગતું હતું કે નવ્યા સૂતી છે. આથી તે બંને માંથી કોઈએ તેને કોઈ પૂછવાનો કષ્ટ ન ઉઠાવ્યો. અને સીધા ઘર તરફ રવાના થયા.
@@@@@
ઘરે આવતા લગભગ રાતના ત્રણ વાગવા આવી રહ્યા હતા. દિલીપભાઈ થાકી શુકયા હતા. નયન પણ થાક્યો હતો આથી નવ્યા સાથે સવારે વાત કરીશું તેમ વિચારીને બંને હાર્દિકને કહીને ઘરમા જતા રહ્યા. હાર્દિક હાલ શ્વાસ ની ગતિ વધી રહી હતી. તેને એમ લાગ્યું કે હાલ તે પકડાય જશે પણ એવું થયું નહીં. દિલીપભાઈ અને નયન ઘરમાં જતા રહ્યા.
પાછળ પાછળ હાર્દિક પણ ઘરમાં પ્રવેશિયો. પહેલા તે નવ્યા ના રૂમમાં જઈને તેના પલંગ પર તકિયા અને ઓશિકાથી નવ્યા સૂતી હોય તેમ ઉપરથી તેને ચાદર ઓઢાડી દીધી. પછી તે બહાર આવ્યો. દરવાજો અંદરથી બંધ કર્યો. ઘરને અંદરથી બંધ કરી તે પોતાના રૂમમાં જતો હતો ત્યાં શોભના બહેન આવ્યા અને હાર્દિકને કહ્યું."તમને નવ્યા મળી."
"હા" હાર્દિક.
"ક્યાં છે જુવા દેતો મને આજે તેણે ખૂબ દોડાવ્યા છે આપણને." શોભના બહેન.
"પપ્પા એ કહ્યું છે કે તેને કોઈ સવાર સુધી નહીં મળે." હાર્દિકે કહ્યું.
હાર્દિકે જેમતેમ કરીને તેની મમ્મી ને સમજાવ્યા એટલે તે સુવા માટે જતા રહ્યા. હાર્દિકે થયું કે તે હવે બચી જશે. પણ ત્યાં નયન તેના રૂમમાંથી નીચે આવ્યો.
"નવ્યા ક્યાં છે?" હાર્દિક પાસે આવીને નયને કહ્યું.
"તેના રૂમમાં મેં તેને સુવડાવી છે." હાર્દિકે જવાબ આપ્યો.
હાર્દિક બોલ્યો એટલે તે નવ્યા ના રૂમ તરફ ગયો. દરવાજો ખોલીને અંદર જોયું તો નવ્યા સૂતી હતી. પણ તે નવ્યા ન હતી. હાર્દિકે મુકેલ ઓચીકા અને તકિયા હતા. પણ નયન તે સમજી ના શક્યો.
નયને બધી બારી સરખી ચેક કરી. પછી બારણું બહારથી લોક મારીને ચાવી તેની સાથે લહી ગયો. હાર્દિકને પણ સુવાનું કહ્યું. હાર્દિક પોતાના રૂમ જતો રહ્યો અને કોઈને ફોન કરીને બોલાવ્યો. થોડીવારમાં હાર્દિક બેગ લહીને આવ્યો અને ઘરની બહાર તેના દોસ્તની આવેલી બાઇકમાં બેસી નીકળી ગયો. આ બધું થયું ત્યારે નમ્ય ઘરમાં હાજર ન હતો. તે બીજે નવ્યા ને શોધવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
(વધુ આવતા અંકે)