મન : સંબંધ મિત્રતા નો - 82 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 82

" યાર સુપર્બ છે કોને આપી છે આટલી મસ્ત ગિફ્ટ ?" ભાવિન એ પૂછ્યું.

" અરે કઈક બીજી પણ છે એક મિનિટ " એક બોક્સ માં બે ગિફ્ટ હતી અને એ ઓપન કરી નિયા એ.

" ઓહ આ તારા માટે છે " નિયા હસતા હસતા બોલી.

" વાઉ યાર. કોણે આપી છે એ તો બોલ ?"

" એક મિનિટ આગળ સ્ટીકર જોવા દે " કહી ને નિયા એ રેપર પર સ્ટીકર જોયું પણ લખ્યું હતું,

" નામ મે ક્યાં રાખ હે આવું લખ્યું છે" નિયા બોલી.

" ઓહ હવે ખબર કેમની પડશે કોને આપી છે "

ત્યાં નિયા ને ભાવિન ની ગિફ્ટ પાછળ લખેલું દેખાયું ,
" ઓ જીજુ,
ધ્યાન રાખજો મારી બેબ નું,
આમ તો એ તમારું ધ્યાન રાખે એમ છે તો પણ ક્યારેક ખોવાઈ જાય છે એ નંગ " નિયા એ વાંચ્યું.

" આદિત્ય જ હસે " ભાવિન એ કહ્યું.

" હા " કહી ને એને નિયા ની ગિફ્ટ ની પાછળ લખેલું વાંચ્યું,
" ઓય બેબ,
હવે ભાવિન નું ધ્યાન રાખજે,
બોવ હેરાન ના કરતી એને અને નો ફાઇટ.
ભાવિન કી દીવાની " આટલુ લખ્યુ હતું.

" આદિ નું જ ગિફ્ટ છે આ "

" હા બોવ જ મસ્ત છે "

" ડયુડ કોનો છે ?" નિયા એના ટીશર્ટ નો કોલર ઊંચો કરતા બોલી.

" સારું. મારો પણ ફ્રેન્ડ છે. "

આદિ ના ગિફ્ટ આપેલા બોકસ માં બે ફ્રેમ હતી. પહેલા નિયા એ જોઈ એ નિયા માટે હતી એમાં ભાવિન કી દીવાની લખ્યું હતું અને બાજુ માં ભાવિન ના અમુક પિક્સ હતા જે નિયા ને બોવ ગમતા હતા.

અને ભાવિન માટે પણ ફ્રેમ જ હતી. પણ એમાં નાના અક્ષર એ કહ્યું હતું. ડ્રીમ ગર્લ. અને નિયા ના અમુક પિક હતા જે રેન્ડમ ક્લિક કરેલા હતા. એ પિક માં નિયા ની માસૂમિયત, એની સ્માઈલ, એનો ગુસ્સો, એવા પિકસ હતા. અને એક પિક હતો જેમાં નિયા કઈક વિચારો મા ખોવાયેલી હતી.

" મારી ગિફ્ટ હું લઈ જવા "ભાવિન બોલ્યો.

" ના ના. કઈ કામ નથી "

" પણ તું તારો ફોટો જોઈ ને શું કરશે ?" ભાવિન એ પૂછ્યું.

" મારે નઈ આપવો એ "

" સારું તું મુંબઈ આવી જજે. એટલે એ પણ આવી જસે "

" સ્માર્ટ "

" બાય બોર્ન "

" લઈ જજે. આવે ત્યારે " નિયા એ કહ્યું.

" સારું "

નિયા ભાવિન સાથે વાત કરતા કરતા ગિફ્ટ ઓપન કરતી હતી. એક ગિફ્ટ માં કપલ મગ હતો એ જોઈ ને ભાવિન બોલ્યો,
" તું બે મગ માં બોર્નવિટા પીજે "

" જરૂર "

આમ વાત કરતા કરતા બે કલાક થઈ ગયા અને નિયા ની ગિફ્ટ પણ જોવાઈ ગઈ. નિયા ગિફ્ટ ને સરખી જગ્યા પર મુકતી હતી ત્યારે ભાવિન એ કહ્યું

" નિયા મારે પણ તને ગિફ્ટ આપવાની હતી "

" મારે નઈ જોઈતી "

" કેમ ?"

" ભગવાને મને ગિફ્ટ આપી દીધી છે એના થી સારી કોઈ ગિફ્ટ નઈ હોય " નિયા એક સ્માઈલ કરતા બોલી. પણ એ સ્માઈલ પાછળ કઈક છૂપાયેલું હતું એ ભાવિન વિચારી રહ્યો હતો.

" નિયા મારે તને ગિફ્ટ આપવી હોય તો શું આપુ ?"

" મને કઈ નઈ જોઈતું "

" ઓકે "

પછી થોડી વાર એ લોકો એ નિયા જે નોવેલ લખતી હતી એની વાત કરી અને પછી સૂઈ ગયા.

બે દિવસ પછી,

નિયા નોવેલ લખતી હતી ત્યારે મનન લોકો નો ગ્રુપ વીડિયો કૉલ આવ્યો.

" કેમના એક સાથે નવરા પડી ગયા "નિયા એ પૂછ્યું.

" નિયા આપડે નિશાંત પાસે પાર્ટી લેવાની છે " તેજસ બોલ્યો.

" કેમ શું થયું ?"

" શ્રુતિ ભાભી એ હા કહી દીધી " મનન બોલ્યો.

" Congratulations 🎉 નિશાંત " નિયા બોલી.

આજે બધા નિશાંત ને હેરાન કરતા હતા શ્રુતિ ના નામ થી. પણ આદિ ચુપ હતો. નિયા એ ઘણી વાર જોયુ પણ એને ગ્રુપ મા પૂછવું ઠીક ના લાગ્યું. થોડી વારમાં એ લોકો નો ફોન મૂક્યો.

ત્યાં ભાવિન ના બે મિસ કૉલ પડ્યા હતા એટલે એને ફોન કર્યો પણ ભાવિન એના ફ્રેન્ડ સાથે બહાર જતો હતો એટલે થોડી વાર વાત કરી ફોન મૂકી દીધો.

નિયા એ ઘડિયાળ મા જોયું તો સાડા દસ વાગ્યા હતા. એ વિચારતી હતી કે આદિ ને ફોન કરું કે નઈ કેમકે મેસેજ પર એ આદિ ને પૂછશે તો આદિ કઈ કહેશે નઈ એટલે એને આદિ ને ફોન કર્યો.

થોડી આમ તેમ વાત કરી પણ આદિ કઈ બોલ્યો એટલે નિયા એ કહ્યું," હું વિડિયો કૉલ કરું છું "

" ના આજે નઈ "

" કેમ ?"

" મને મૂડ નથી ઊંઘ આવે છે "

" હું ફોન કરું છું બાય " નિયા એ કઈ સાંભળ્યા વગર જ ફોન મૂકી દીધો.

નિયા એ આદિ ને વિડિયો કૉલ કર્યો,
" બોલ હવે શું થયું છે "

" મને કઈ નઈ થયું " આદિ હસતા હસતા બોલ્યો.

" જૂથ ના બોલ. ગ્રુપ કૉલ પર પણ આજે તું ચુપ હતો. મૂડ નથી તારો આજે. શું થયું છે ? "

" કઈ નઈ થોડું ટેન્શન છે "

" શેનું ટેન્શન " નિયા બોલી.

" ખુશી નું ?"

" વોટ "

" મારા મેરેજ માટે વાત ચાલે છે એ છોકરી નું નામ ખુશી છે નિયા " આદિ થોડું અકળાઈ ને બોલ્યો.

" ઓહો... પાર્ટી... પાર્ટી . .. " નિયા ખુશ થતા બોલી.

"પતી ગયું તારું ?" આદિ એ પૂછ્યું. એટલે નિયા એ મોહ પર આંગળી રાખતા હા કહ્યું.

" તારી સગાઈ ને એ બધું ચાલુ હતું એટલે મે તને નઈ કીધું. મારી વાત ખુશી સાથે ચાલુ છે.મારા ઘરે બધા ની હા છે ખુશી માટે. પણ મારી હજી હા નથી. મને થોડો ટાઈમ જોઈએ છે વિચારવા માટે "

" પ્રોબ્લેમ શું છે ?" નિયા એ પૂછ્યું.

" નિયા તને ખબર છે પ્રોબ્લેમ શું છે એ "

" ઓહ મિશા. બધા સેમ ના હોય ને યાર "

" હા પણ એ તરત થોડી ખબર હોય. બધા પહેલા તો સારા જ હોય પછી જ બદલાઈ જાય "

" જરૂરી છે ?" નિયા એ પૂછ્યું.

" હા લગભગ બધા કેસ મા આવું જ થાય છે " આદિ બોલ્યો.

" કોણ બોલે છે આ "

" આદિ , મિયાન અને તારો ડ્યુડ "

" એટલે ખોટું જ હસે "

" શું ખોટું કહ્યું મે. "

" આદિ વિચાર. કદાચ એ તારા માટે બેસ્ટ હસે તો ?"

" એક વાર મળ્યો છું કેમની ખબર પડે "

" હા મને ખબર છે એક વાર માં મળવા થી કઈ ખબર ના પડે. અને એક્ઝામપલ તારી સામે જ છે "

" ઓહ હા. તે તો ભાવિન નો ફોન પણ પહેલી જ મુલાકાત માં જોઈ લીધો હતો. બિચારા મારા જીજુ "

" ગુડ નાઈટ. મને નીંદ આવે છે "

" ના ના હું મસ્તી કરું છું. શું કરું યાર સમજાતું નથી. એક હા અને ના પર બધું અટક્યું છે "

" વિચાર. જલ્દી માં જવાબ ના કહીશ "

" હા બેબ "

" અને ગુસ્સા મા તો લેતો જ નઈ "

" હા બીજું કઇ "

" ના આજ માટે આટલું ઘણું છે. બીજું ફરી કોઈ વાર "

" હા ગુડ નાઈટ બેબ "

" ગુડ નાઈટ " કહી ને નિયા એ ફોન મૂક્યો.

બે દિવસ પછી,

નિયા રાતે ભાવિન સાથે વાત કરતી હતી ત્યારે કોઈ અનનોન ની રિકવેસ્ત આવી ઈન્સ્ટાગ્રામ પર. અને થોડી વાર પછી ત્રણ ચાર મેસેજ.

" નિયા કોઈ કામ નો મેસેજ હોય તો જોઈ લે "

" અનનોન છે કોઈ "

" ગર્લ છે કે બોય "

" એક મિનિટ " કહી ને નિયા એ ઈન્સ્ટાગ્રામ પર એ રિકવેસ્ટ આવી એનું નામ વાંચ્યું.

" કોઈ ખુશી પટેલ છે "

" ઓકે "

નિયા ભાવિન સાથે વાત કરતી હતી ત્યાં અચાનક એને યાદ આવ્યું આદિ પણ કોઈ ખુશી ની જ વાત કરતો હતો.

" ભાવિન આપડે કાલે વાત કરીએ "

" હા ગુડ નાઈટ "

" હા " કહી ને નિયા એ ફોન મૂકી દીધો અને મેસેજ જોયા.
મેસેજ ખુશી ના હતા.

" હાઈ
આઈ એમ ખુશી પટેલ
મને એક વ્યક્તિ ના બારે માં કઈક જાણવું છે
સો ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે કહી શકશો ?" આવો મેસેજ હતો.

" હેલ્લો,
પણ હું નઈ ઓળખતી તમને "

" હા હું પણ નઈ ઓળખતી પણ અત્યારે મારી મદદ કરો તો સારું રહેશે "

" ઓકે શું હેલ્પ જોઈએ છે ?" નિયા ને નવાઇ લાગી. કોઈ અનનોન ને શું હેલ્પ જોઈતી હસે.

" તમે આદિત્ય પટેલ ને ઓળખો છો ?"

નિયા બે મિનિટ માટે શોક થઈ ગઈ. શું કહેવું આને હવે.
" કેમ ?"

" એમાં એવું છે કે મારા મેરેજ ની વાત એમની સાથે ચાલે છે. હું એક જ વાર એમને મળી છું. બીજી વાર મળવા માટે મારા ઘરે થી ના છે. તો હું શું કરું ? તમે એમને ઓળખો છો ને ?"

આ મેસેજ જોઈ ને નિયા ને હસી આવી રહી હતી. આદિ ને કોઈ આટલી રિસ્પેક્ટ આપે એ મેસેજ રીડ કરી ને.

" હા સારો છે એ "

" મે એમના ઈન્સ્ટાગ્રામ પર તમારા અને એમના ફોટો જોયા એટલે તમને મેસેજ કર્યો. જો એમની લાઈફ મા કોઈ હોય તો હું ના કહી દવ "

આ મેસેજ જોઈ ને નિયા સમજી ગઈ આદિ અને નિયા ના ફોટો જોઈ ને કદાચ લાગ્યું હસે કે એ લોકો નું કઈક ચક્કર છે યા ફિર કપલ છે એવું કઈક

" ના આમ તો એની લાઈફ મા કોઈ નથી. સિંગલ જ છે મારો ફ્રેન્ડ "નિયા એ મેસેજ કર્યો.

" એ તમારો ફ્રેન્ડ છે ?" ખુશી એ પૂછ્યું.

" હા કેમ તને શું લાગ્યું ?" નિયા પહેલા તમને લખતી હતી પણ પછી તને જ લખ્યું.

" ગર્લ ફ્રેન્ડ હસે " નિયા ને આ મેસેજ વાંચી ને ગુસ્સો આવતો હતો કે બે ઝાપટ મારી આવે ખુશી ને. પણ પછી એને કહ્યું,

" ના ના. એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અને મારી સગાઈ થઈ ગઈ છે " બેસ્ટ ફ્રેન્ડ હાઈ લાઈટ કરી ને મોકલ્યું નિયા એ.

" ઓહ સોરી. તો તમે મને કહી શકસો એ કેવા છે ? મતલબ કે એમનો નેચર "

નિયા ને લખવાનું મન થઇ ગયેલું,
" એક નંબર નો હરામી છે.
મને હેરાન કરવામાં એક મોકો નઈ છોડતો,
બ્લેક મેઈલ કરવામાં તો એને PhD કરી છે " પણ આવું ના લખ્યું.

" નેચર મસ્ત છે.
છોકરો સારો છે "

થોડી વાર માં ખુશી એ ઘણું બધું પૂછી લીધી.

બે દિવસ પછી,

નિયા ભાવિન સાથે વાત કરતી હતી ત્યારે અચાનક આ ખુશી વાળી વાત યાદ આવી એટલે એને કહ્યું.

" તને આટલું હસવાનું કેમ આવે છે ?" ભાવિન એ નિયા ના રીએકશન જોઈને પૂછ્યું.

" બેસ્ટ ફ્રેન્ડ ની બેઇજ્જતી કરવાની હોય તો કરી દવ. પણ તારીફ ... બોવ મુશ્કેલ છે. જો મનન, નિશાંત અને તેજસ ની તારીફ કરવાની હોય તો પણ હું કરી લવ. પણ આદિ ની તો ના જ કરું "

" હું કહીશ આદિ ને . નિયા આમ કહેતી હતી "

" હા કહી દેજે જા. એના થી કોઈ બીતું નથી " નિયા બોલી.

" હા નઈ. ખાલી બ્લેક મેઈલ થી જ તને બીક લાગે છે. બાકી હોરર મુવી તો નઈ જ લાગતી "

" ભાવિન..... " નિયા જોર મા બોલી.

" મને સંભળાય છે શાંતિ થી બોલ ને પણ "

" હમ. યાર પણ એ તમે એટલી વાત લખતી હતી કે મારા થી હસવાનું કંટ્રોલ નઈ થતું હતું " નિયા બોલી.

" સમજી ગયો હું "

" મારે પણ તને તમે ના કહેવું જોઈએ ?" નિયા એ પૂછ્યું.

" ના આ વધી ગયું"

ભાવિન ના રીએકશન જોઈ ને નિયા હસતી હતી.

" નિયા ,
તારી કાતિલ સ્માઈલ ને કહે, બોવ કાતિલ ના બને,
કોઈ નું દિલ ♥️ ઓલરેડી એ સ્માઈલ પર આવી ગયું છે "
ભાવિન બોલ્યો.

" વાહ, કઈ વધારે સારું ના બોલ્યો તું "

" તારી જોડે રહી ને એટલું તો શીખી જ શકું ને " ભાવિન એ કહ્યું.

નિયા એ ખાલી હમ કહ્યું.

હવે એ બંને ની દોસ્તી કઈ વધારે જ ગહરી થઈ ગયેલી. મસ્તી મઝાક માં એમનો પ્યાર છુપાઈ રહ્યો હતો હવે. ભાવિન અને નિયા ની દરરોજ રાતે વાત થઈ અમુક વાર નિયા નોવેલ વાંચતી હોય ત્યારે વાત ના પણ થાય.

નિયા એક નોવેલ લખતી હતી. દિલ કી આદત નામ ની. થોડી રોમેન્ટિક થોડી દોસ્તી ટાઇપ ની સ્ટોરી હતી. હવે બસ એ નોવેલ પતવા જ આવી હતી.

નિયા અને ભાવિન ની દરરોજ આ નોવેલ ના પાર્ટ પર કે કૉમેન્ટ્સ આવતી એના પર વાત થતી. એમાં પણ નિયા એ નોવેલ માં છોકરી નું નામ નિયા જ રાખ્યું હતું.

અમુક વાર નિયા વાત કરતા કરતા નોવેલ નું વિચારવામાં કઈક ખોવાઈ જાય ત્યારે ભાવિન કહેતો,
" આજે નિયા નિયા માં ખોવાઈ ગઈ છે એવું લાગે છે "

આ નોવેલ થી એમની વાત થવાની વધારે સ્ટાર્ટ થઈ હતી. નિયા લખ્યા પછી પહેલા આદિત્ય અને ભાવિન સાથે શેર કરતી પછી જ પાર્ટ અપલોડ કરતી.

થોડા દિવસ પછી,

નિયા નોવેલ નો લાસ્ટ પાર્ટ લખવામાં વ્યસ્ત હતી. બે ત્રણ દિવસ થી ભાવિન સાથે આ પાર્ટ લખવાના ચક્કર માં વાત પણ નઈ કરી હતી.

એક દિવસ આદિ એ બે ત્રણ ફોન કર્યા પણ રીંગ આખી પતી ગઈ પણ નિયા એ ફોન ના ઉપાડયો.
નિયા લખવામાં એટલી ખોવાયેલી હતી કે બાજુ માં ફોન આવતો હતો એનું પણ ધ્યાન નઈ હતું.

આદિ એ થોડી વાર રાહ જોઈ પણ નિયા નો ફોન ના આવ્યો એટલે એને ભાવિન ને ફોન કર્યો.

" બોલ આદિ "

" ક્યાં છે જાનેમન તમારી "

" લખવામાં ખોવાયેલી છે "

" કેટલા ફોન અને મેસેજ કર્યા પણ એ ફોન નઈ ઉપાડતી"

" લખતી હસે "

" ઓહ નો. કામ હતું ?"

" તો ઘર ના ફોન પર કર " ભાવિન એ કહ્યું.

" ના ના. આંટી બોલશે એક તો સગાઈ માં પણ એમને મળ્યા વગર નીકળી ગયેલો. એક કામ કર તું જ ફોન કર "

" ના હું કેમ કરું ?"

" નિયા ના બેસ્ટ ફ્રેન્ડ માટે આટલું નઈ કરે ?" આદિ એ થોડું માસૂમિયત થી પૂછ્યું.

" બસ આદિ. બોવ માસુમ ના બન "

" ઓકે. હું તમને બંને ને કૉલ કરું છું થોડી વારમાં. નિયા ને કેજે ફોન ઉપાડે "

" ઓકે " કહી ને ભાવિન એ પ્રિયંકા બેન ને ફોન કરી ને કહ્યું નિયા ને કહો ફોન ઉપાડે.

થોડી વાર પછી ,

આદિ એ ગ્રુપ કૉલ કર્યો.

" બોલો જનાબ શું કામ હતું તો આટલા બધા કૉલ કર્યા ?" નિયા ફોન ઉપાડતાં બોલી તરત.

" તું શાંતિ રાખીશ બે મિનિટ " આદિ એ કહ્યું.

" હમ જલ્દી બોલ "

" શાંતિ બેબ " આદિ બોલ્યો.

" ઓકે "

" મારું નક્કી થઈ ગયું " આદિ એ કહ્યું.

" ઓય હોય... પાર્ટી પાર્ટી પાર્ટી... " નિયા ખુશ થતા બોલી.

" Congratulations આદી " ભાવિન એ કહ્યું.

" મને બોલવા દેશો તમે બંને ?"

" હા પણ વોઈસ કૉલ પર તારા રીએકશન જોવા ના મિસ થઈ જશે. વિડિયો કૉલ કર "

આદિ એ ના કહ્યું પણ પછી હા કહ્યું.

થોડી વાર આદિ ને હેરાન કરી લીધો પછી આદિ બોલ્યો,
" ભાવિન આ તમારી જાનેમન એ એટલી તારીફ કરી કે સંભળાય એમ નથી "

આ વાત સાંભળી ને નિયા અને ભાવિન ને હસવાનું આવી રહ્યું હતું. પણ કંટ્રોલ રાખ્યું હતું.

" સારું તારીફ કરી બેઇજજતી નઈ " ભાવિન બોલ્યો.

" નિયા આટલી બધી તારીફ " આદિ એ કહ્યું. કેમકે ખુશી એ કહ્યું હતું નિયા એ કહ્યું એ બધું.

" હા કઈ વધારે થઈ ગઈ નઈ. કઈ નઈ હું ખુશી ને મેસેજ કરીશ આ છોકરો એક નંબર નો હરામ ખોર છે "

" બેબ બસ. સેટિંગ તોડવાનું નથી "

" ઓહો... અત્યાર થી જ લોકો બદલાઈ ગયા. પેલું શું હતું ભાવિન ? એમના બારે માં થોડું કહો " નિયા ખુશી ને એક્શન કરતા બોલી.

" બસ નિયા " આદિ એ કહ્યું.

" કેમ છે ખુશી આદિત્ય પટેલ ?" નિયા એ પૂછ્યું.

" ઓ મોહતરમાં હજી મેરેજ નઈ થયા અમારા "

" આઈ વિશ અમારા કરતા પહેલા થઈ જાય " ભાવિન અને નિયા એક સાથે બોલ્યા.

" વાહ બંને ના દિમાગ મા પણ એક સાથે વિચાર આવે છે. મેડ ફોર ઇચ અધર " આદિ એ કહ્યું.

આમ થોડી વાત થઈ એ લોકો ની.


બે દિવસ પછી,

આજે શનિવાર હતો. નિયા પલક સાથે બહાર જમી ને આવી હતી.

નિયા પિયુષ ભાઈ સાથે કઈક વાત કરતી હતી ત્યારે પ્રિયંકા બેન પર કોઈ નો ફોન આવ્યો. અને વાત કરી લીધા પછી પ્રિયંકા બેન એ કહ્યું,

" નિયા કાલે તારે સાસરે જવાનું છે "

" મમ્મી શું કહો છો તમે ?"

" ભાવિન ના મમ્મી નો ફોન હતો. કાલે એના ઘરે જવાનું છે. દસ, સાડા દસ એ માનસી લોકો તને લેવા આવશે "

" માનસી લોકો એટલે ?"

" એ અને તારા જીજુ એમ "

પ્રિયંકા બેન અને પિયુષ ભાઈ નિયા ને સમજાવતાં હતા અને વાત કરતા કરતા કેમના દસ વાગી ગયા એ ખબર ના રહી.

થોડી વાર પછી નિયા એના રૂમ માં જતી રહી અને કાલે ક્યાં કપડા પહેરવા એ વિચારતી હતી.ત્યાં ભાવિન નો ફોન આવ્યો.

થોડી વાત કરી પછી ભાવિન એ કહ્યું,
" ક્યાં વિચારો મા ખોવાઈ છે આજે ?"

" કાલે તારા ઘરે જવાનું છે "

" કેમ નિયા એ ઘર તારું નથી ?" ભાવિન એ પૂછ્યું.

" હમ "

" ટેન્શન શેનું લે છે. માનસી દી તો છે ત્યાં. અને યુગ પણ છે મસ્તી કરી લેજે થોડી એની સાથે "

" હમ. કાશ તું અહીંયા હોત " નિયા થી બોલાઈ ગયું.

ભાવિન પણ સમજી શકતો હતો કે નિયા ને શું ફીલ થતું હસે.
" ફોન કરી લેજે મને ના ગમે તો "

બીજે દિવસે સવારે,

નિયા આજે મસ્ત કુર્તી પહેરી ને રેડી થઈ ને બેસેલી હતી. પણ થોડી માયુસ પણ હતી. એને ડર લાગતો હતો થોડો કેમકે આજે પહેલી વાર એ ભાવિન ના ઘરે જવાની હતી.

થોડી વારમાં માનસી દી આવ્યા અને પછી નિયા એમની સાથે ગઈ ભાવિન ના ઘરે.

ભાવિન ના મમ્મી એમના વહુ નું સ્વાગત કરવા ઊભા હોય એમ બહાર જ ઉભા હતા. નિયા એ આજે પહેલી વાર ભાવિન નું ઘર જોયું હતું કેમકે સગાઈ પહેલા ના જવાય એવું કઈક હતું ભાવિન ના ઘરે.

ભાવિન ના મમ્મી એ તો નિયા ના આવવાની ખુશી મા જમવાનું પણ વહેલું બનાવી દીધું હતું.
નિયા આવી પછી નોન સ્ટોપ ભાવિન ના મમ્મી નું બોલવાનું સ્ટાર્ટ હતું એટલે થોડી વાર પછી માનસી દી એ કહ્યું,

" મમ્મી બસ આજે જ વાત કરી લેવી છે કે શું ? "

" કેટલા દિવસ થી એ નિયા ઘરે આવે એની રાહ જોવે છે" ભાવિન ના પપ્પા એ કહ્યુ.

એ લોકો વાત કરતા હતા ત્યાં અચાનક ભાવિન ના મમ્મી એ કહ્યુ,
" વાત મા ને વાત મા નિયા ને નાસ્તો પણ ના આપ્યો " એમ કહી ને રસોડા માં ગયા.

" આજે બોવ દિવસ પછી મમ્મી આટલા ખુશ છે " જીજુ એ કહ્યું.

" ખાવા માં આજે હોટેલ જેવું મળવાનું છે નો ડાઈટ " ભાવિન ના પપ્પા હસતા હસતા બોલ્યા.

ત્યાં એના મમ્મી કઈક લઈ ને આવ્યા.
" ઓહ સમોસા " માનસી એ કહ્યું.

" હા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે" ભાવિન ના મમ્મી એ કહ્યું.

" નિયા પહેલી વખત બનાવ્યા છે એટલે સમજી જજે ટેસ્ટ કેવો હસે એ " ભાવિન ના પપ્પા એ કહ્યું.

યુગ તો સમોસા જોઈ ને રમવાનું બાજુ પર મૂકી ને દોડતો દોડતો આવ્યો. અને એક સમોસુ લઈ લીધું.

" ઓ ભાઈ, બસ. તીખું લાગે તો રડવા ના બેસીસ " જીજુ એ યુગ ને કહ્યું.

પણ યુગ સાંભળે થોડી. એ તો ખાવા માં વ્યસ્ત થઈ ગયો.

" નિયા સમોસા તો ખા " ખુશ થઈ ને ભાવિન ના મમ્મી બોલ્યા.

" તમે પણ ખાવ. હું એકલી નઈ ખાવ "

ખાઈ ને પછી માનસી દી નિયા ને ભાવિન નું ઘર બતાવવા લઇ ગયા. નિયા ને ભાવિન નું ઘર જોતા એના સપના નું ઘર યાદ આવી ગયું. એ પણ કંઇક આવું જ હતું.

બપોરે જમ્યા પછી એ લોકો બેઠા હતા અને વાત કરતા હતા ત્યારે કોઈ આવ્યું અને એક પેન ડ્રાઈવ આપી ને ગયું.

" વાહ, નિયા આજે આપડે ફોટો જોડે જોઈશું બધા સૂઈ જાય એટ્લે "

પેન ડ્રાઈવ માં નિયા અને ભાવિન ની સગાઈ ના ફોટો અને વીડિયો હતા.

" ઓ બેન, કેમ સૂઈ જાય પછી, અમે પણ જોઈશું શું કહેવું જમાઈ ?" ભાવિન ના મમ્મી બોલ્યા.

" હા હું પણ તમારી સાથે જોઈશ " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા પણ થોડું અંધારું કરો. આટલા પ્રકાશ માં જોવાની મઝા નઈ આવે " જીજુ એ કહ્યું.

માનસી દી એ એ રૂમ ના બધાં બારી બારણાં બંધ કરી દીધા. જીજુ ટીવી માં પેન ડ્રાઈવ નાખતા હતા. યુગ નિયા સાથે મસ્તી કરતો હતો. ભાવિન ના મમ્મી પપ્પા કઈક વાત કરી રહ્યા હતા.

વિડિયો સ્ટાર્ટ થયો એટલે નિયા ની બાજુ માં માનસી દી બેસી ગયા. માનસી દી ની થોડી પાસે જીજુ બેસેલા હતા.
ભાવિન ના પપ્પા અને મમ્મી સોફા પર બેસેલા હતા. અને આ લોકો નીચે દીવાલ ને ટેકો દઈ ને બેસેલા હતા. યુગ વચ્ચે આમ તેમ દોડતો હતો એટલે જીજુ એ કહ્યું એટલે એ શાંતિ થી નિયા ની બાજુ માં જઈ ને બેસી ગયો.

નિયા ને અત્યારે ભાવિન ની કઈ વધારે જ યાદ આવી રહી હતી ફોટોસ જોઈ ને. પણ જીજુ વચ્ચે વચ્ચે કૉમેન્ટ્સ કરી ને હસાવી દેતા બધા ને.

યુગ તો થોડી વાર માં રમતા રમતા સૂઈ ગયો નિયા ના ખોળા માં માથું રાખી ને.

એક દોઢ કલાક પછી બધા ફોટો અને વિડિયો જોવાઈ ગયા. ત્યાં ભાવિન ના પપ્પા એ કહ્યું,
" હવે મને ઊંઘ આવે છે હું સુવા જાવ છું " એમ કહી ને એ એમની રૂમ માં ગયા.

" યુગ ક્યાં ?" યુગ ના ના દેખાતા ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" આ રહ્યો. સૂતો છે મસ્ત એના મામી ના ખોળા માં માથું મૂકી ને " માનસી દી એ કહ્યું.

થોડી વાત કરી ત્યાં ભાવિન ના મમ્મી ને કઈક યાદ આવતા કહ્યું,
" માનસી નિયા આવી છે તમે પેલા ગિફ્ટ તો ખોલો હવે"

" હા ચલ નિયા "

ગિફ્ટ બધા ભાવિન ના રૂમ માં ઉપર પડ્યા હતા. યુગ ને એના નાની પાસે સુવડાવી નેં માનસી દી, જીજુ અને નિયા પહેલા માળે ભાવિન ના રૂમ માં ગયા.

નિયા ના ગિફ્ટ કરતા ભાવિન ના ગિફ્ટ તો ઘણા હતા.
" ભાવિન અહીંયા નથી એટ્લે જેને જે ગમે એ લઈ લેજો" જીજુ એ કહ્યું.

એ લોકો ગિફ્ટ ખોલતા હતા ત્યાં જીજુ એ ભાવિન ને વિડિયો કોલ કર્યો,
" બોલો જીજુ કેમનો મને યાદ કર્યો " ભાવિન સૂતો હતો એવું લાગ્યું.

" જરાક આ બાજુ જોવો " જીજુ એ કહ્યું.

" ઓહ નિયા. હેલ્લો માનસી દી. ક્યાં યુગ ?" ભાવિન એ પૂછ્યું.

" યુગ સૂતો છે "

જીજુ કહેતા હતા સગાઈ ના ફોટો જોયા અમે તું રહી ગયો એમ કહી ને હેરાન કરતા હતા ભાવિન ને. એટલે ભાવિન એ કહ્યું, " તમે ગિફ્ટ ખોલો મને સૂવા દો."

ગિફ્ટ માં બે ત્રણ કપલ વૉચ હતી. અમુક કપલ મગ હતાં. બીજું ઘણું બધુ હતું.

માનસી દી એ અમુક વસ્તુ તો નિયા ને પૂછ્યા વગર એક બેગ મા ભરી દીધું હતું અને નિયા ને કહ્યું ,
" આ તારું છે "

સાંજે એ લોકો ફરવા ગયા. રાતે ભાવિન ના મમ્મી એ ઢોસા બનાવ્યા હતા. નવ વાગ્યા હસે માનસી દી અને જીજુ નિયા ને મૂકવા જતા હતા ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" બેટા આ તો ભૂલી ગઈ તને આપવાનું"

કહેતા એક મોટી બેગ નિયા ને આપી.
" આ બધું શું છે ?" નિયા એ કહ્યું.

" તારા માટે છે ઘરે જઈ ને જોઈ લેજે "

નિયા ભાવિન ના મમ્મી પપ્પા ને પગે લાગી ને નીકળતી હતી ત્યારે ભાવિન ના પપ્પા એ નિયા ને એક કવર આપ્યું,
" આની શું જરૂર હતી " નિયા એ કહ્યું.

" માનસી ને હું ખાલી હાથે ઘરે નઈ જવા દેતો. તો તને કેમનો ખાલી હાથે ઘરે જવા દુ " નિયા ને કહ્યું ભાવિન ના પપ્પા એ.

નિયા ખુશ હતી કેમકે આજ નો આખો દિવસ મસ્ત ગયો હતો.

નિયા ઘરે આવી ને ફ્રેશ થઈ ને એના મમ્મી પપ્પા ને આજ ના દિવસ નું કહેતું હતી. નિયા ને ખુશ જોઈ ને એના મમ્મી પપ્પા પણ ખુશ થઈ ગયા હતાં.

આજે પહેલી વખત એના મમ્મી પપ્પા સાથે વાત કરતા કરતા અગિયાર વાગી ગયા પણ ખબર ન પડી.
" ગુડ નાઈટ " કહી ને નિયા એના રૂમ માં જઈ નેં સૂવા ની તૈયારી કરતી હતી ત્યાં એનું ધ્યાન ફોન મા ગયું.

ભાવિન નો મિસ્કોલ હતો એટલે નિયા એ ફોન કર્યો. ભાવિન સૂઈ ગયેલો પણ નિયા નો ફોન આવતા ઊઠી ગયો. એને ખબર હતી નિયા જ્યારે મિસ કૉલ જોડે ત્યારે ફોન કરશે.

" હાઈ "

" આજે તો તને યાદ જ ના આવી મારી " ભાવિન એ કહ્યું.

" ના એવું નથી "

" સારું સારું. કેવો રહયો દિવસ "

" એક દમ મસ્ત " નિયા ના અવાજ માં ખુશી દેખાઈ રહી હતી.

" ગુડ "

" ભાવિન કાલે વાત કરીએ મને બોવ નીંદ આવે છે "

" હા ગુડ નાઈટ. એક મિનીટ. Thank you " ભાવિન એ કહ્યું.

" કેમ?"

" તું ઘરે ગઈ પછી મમ્મી નો ફોન આવ્યો હતો એમને બોવ દિવસ પછી આટલા ખુશ જોયા "

" તો thank you કેમ કહ્યું ?"

" સૂઈ જા કાલે વાત કરીએ નીંદ આવે છે મને "

હવે તો નિયા ની ભાવિન સાથે ની બોન્ડિંગ મસ્ત થઈ ગઈ હતી. આ બાજુ આદિ અને ખુશી ની બોન્ડિગ હવે પહેલા કરતા સારી થઈ ગઈ હતી અને નિશાંત અને શ્રુતિ ની. હવે મનન અને તેજસ ની લાઈફ મા કોઈ આવે એની રાહ હતી.

થોડા દિવસ પછી,

આજે 30 ડિસેમ્બર હતી. કાલે નિયા નો બર્થડે હતો. નિયા ને બધા કરતા આ બર્થડે ની કઈક વધારે જ રાહ હતી.

એને ફ્રેન્ડ સાથે બર્થ ડે ઉજવવાની ઈચ્છા હતી પણ બધા દૂર હતા. ભાવિન અને આદિ લોકો પણ...




કેવો જશે આ બર્થ ડે નિયા નો ?