Mind: Relationship friendship no - 63 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 63

નિયા ની જોબ મસ્ત ચાલતી હતી. આદિ સાથે પણ કોઈ કોઈ વાત થઈ જતી. અને અઠવાડિયા મા એક બે વાર તો ફોન પર પણ વાત થઈ જતી.

નિયા ને આખું અઠવાડિયું તો કેમનું પતી જાય એજ ખબર નઈ પડતી. નિયા શનિવાર ની રાહ જોતી કેમકે એ રાતે લેટ સુધી જાગી ને નોવેલ વાંચતી.

રવિવારે તો ફોઈ ફુઆ સાથે ગાંધીનગર ગયેલી એટલે એનો રવિવાર જતો રહ્યો.

બોવ કંટાળી જાય ત્યારે મિયાન એટલે કે આદિ સાથે વાત કરી લેતી.

નિયા આણંદ જવાની હતી પણ એ દિવસે જાનવી દીદી ઘરે એકલા હતા એટલે એ આણંદ પણ ના જઈ શકી.

આદિ અને નિયા ની દોસ્તી હવે એવી થઈ ગયેલી કે કોઈ એ બંને માટે કઈ ગલત બોલે તો પણ એમને કઈક ફરક ના પડે. કેમકે બંને વચ્ચે ટ્રસ્ટ હતો. જે કોઈ ત્રીજા ના બોલવાથી તૂટે એવો નઈ હતો.

નિશાંત , મનન , તેજસ , આદિ અને નિયા ની કોલ પર તો સાથે વાત ના થતી પણ વોટ્સ એપ ગ્રૂપ માં વાત થઈ જતી.

માનિક સાથે કોઈ ની વાત ના થતી. અને એ કોઈ ની સાથે વાત કરે તો પણ કઈક એવું બોલી દેતો કે ફરી વાર એનો ફૉન આવે તો ઉપાડવાનું પણ મન ના થાય.

એક દિવસ આદિ અને નિયા ની ફોન પર વાત સ્ટાર્ટ હતી ત્યારે આદિ એ કહ્યું,

" નિયા તું પંદર દિવસ પછી આવવાની હતી. મહિનો થવા આવ્યો "

" આવીશ જલ્દી "

" ક્યારે ? બે વર્ષ પછી ?"

" ના હવે એ પેલા "

" જોઈએ "

" હા "

ફોન પર મસ્તી તો એવી રીતે કરતા હોય બંને કે બસ સામે જ છે. અને મસ્તી કરે છે. કોઈ પણ વાત ડબલ મીનિંગ માં નીકળવામાં આદિત્ય અને નિયા નો પહેલો નંબર આવે.

આજે શનિવાર હતો. આદિ આવી ને ગયો એ ને પણ મહિનો થઈ ગયો હતો. નિયા જ્યારે જવાનું નક્કી કરે ત્યારે કઈક નું કઈ કામ આવી જાય એટલે એ જઈ ના શકતી.

નિયા એનું કામ પતાવી ને નોવેલ વાંચવા બેસેલી હતી.

નિયા નોવેલ વાંચવામાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી. અને કાલે રવિવાર હતો એટ્લે કે આજે શનિવાર ની રાત. નોવેલ પત્યા વગર નિયા સૂવાની નઈ હતી. વેફર , બિસ્કીટ અને થોડી ચોકલેટ પહેલે થી જ નિયા એ રૂમ માં લાવી ને મૂકી દીધા હતા કેમકે જો નોવેલ વાંચતા વાંચતા ભૂખ લાગે ત્યારે કામ લાગે.

ત્યાં નિયા ના ફોન મા રીંગ વાગી. એ ઉભી થઈ ને ફોન લેવા જાય એ પેલા ફોન કટ થઇ ગયો. નોવેલ માં એટલી ડૂબી હતી નિયા કે કોનો ફોન આવ્યો હતો એ જોવા પણ એને ફોન ના જોયો.

ત્યાં પાછી રીંગ વાગી. "ઓહ માનિક અત્યારે " માનિક નું નામ જોતા નિયા બોલી.

" હા બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી.

" એક મસ્ત વાત છે. બધા ને કહી દીધી પણ તું ઓનલાઇન નઈ હતી એટલે ફોન કરવો પડ્યો " માનિક નો અવાજ આજે એક દમ ખુશ લાગતો હતો.

નિયા ને ગુસ્સા મા બોલતો માનિક આજે કઈક વધારે પડતો જ ખુશ હતો.

" એવી તો કઈ વાત છે ?" નિયા એ પૂછ્યું.

" મારું નક્કી થઈ ગયું . કાલે ફાઇનલ થઈ જશે " એક દમ ખુશ માં માનિક બોલ્યો.

" તને હું જ મળી. રાતે સાડા દસ વાગ્યે હેરાન કરવા માટે. ?" નિયા એ પૂછ્યું.

" યાર સાચું બોલું છું. કૃપાલી નામ છે એનું. કાલે એ લોકો આવવાના છે ઘરે. આમ તો બધું ફાઇનલ છે પણ કાલે થઈ જશે "

" વોટ ?" નિયા બોલી.

" સગાઈ છે થોડા દિવસ પછી. નક્કી થાય એટલે કહીશ. આવજે તું " માનિક બોલ્યો.

" પણ કોણ છે જેને હા પાડી એ. મતલબ કે એ બદ નસીબ " નિયા મસ્તી માં બોલી.

" તને વોટ્સ અપ પર ફોટો મોકલ્યો છે. કાલે ફોટો પડાવસુ તો મોકલીશ જોઈ લેજે "

" ના મારે ફોટો જોઇ ને શું કામ છે... Congratulations 🎉 પહેલો શહીદ તું છે આપડા ક્લાસ નો " નિયા બોલી.

" શહીદ વોટ ?"

" નક્કી થઈ ગયું એમ " નિયા બોલી.

" વિડિયો કૉલ કરીએ આપડે બધા એક વાર " માનિક એ કહ્યું.

" મારી પાસે ટાઈમ નથી " કહી ને નિયા ને ફોન કટ કરતી હતી ત્યાં માનિક બોલ્યો,

" આદિ સાથે જ વાત થાય એમ ને ?"

" મારી લાઈફ છે તારે બોલવાની જરૂર નથી "

" ખાલી પૂછું છું એ પણ ના પુછાય ?"

" ના અને રાતે નવ વાગ્યા પછી મને કૉલ ના કરીશ " નિયા એ કહ્યું.

" કેમ ? આદિત્ય નો ફોન સ્ટાર્ટ હોય છે ?"

" તારે બધી પંચાત " નિયા નો મસ્ત મૂડ હતો પણ માનિક એ બધો બગાડી નાખ્યો.

" ખાલી પૂછું છું. ફ્રેન્ડ ને એ પણ ના કહેવાય "

" તું મારો ફ્રેન્ડ નથી "

" નિયા થોડો પણ નહી ?"

" ના "

" ઓકે હવે આદિ મળી ગયો એટલે એવું જ ને"

" એ ચુ** તું છે કૉલ ના કરીશ મને"

" ઓકે બાય " કહી ને માનિક એ ફોન કટ કરી નાખ્યો.

ફોન મૂકી દીધો પણ નિયા નું ધ્યાન વાંચવામાં નઈ લાગતું હતું. જાનવી દીદી પણ એમની રૂમ માં સુઈ ગયા હતા. નિયા એ વિચાર્યું આદિ ને ફોન કરું પણ ટાઈમ જોયો તો અગિયાર વાગ્યા હતા એટલે નિયા એ વિચાર્યું આદિ સૂઈ ગયો હસે. એટલે એ નોવેલ લઈ ને તો બેઠી પણ હજી ધ્યાન એનું કઈક બીજી જ દુનિયા માં હતું.

અડધો કલાક પછી પણ નિયા એક ના એક પેજ પર હતી. એ કઈક અલગ જ એના વિચારો ની દુનિયા માં ખોવાઈ ગયેલી.

ત્યાં એના ફોન મા એક રીંગ વાગી ને પુરી થઈ ગઈ તો પણ નિયા ને ખબર ના પડી. બીજી વાર રીંગ વાગી. નિયા એ જોયુ તો આદિત્ય નો ફોન હતો.

" હાઈ"

" હાઈ બેબ
શું કરે? " આદિ એ પૂછ્યું.

" વિચારો ની દુનિયા માં ફરતી હતી. પણ તું સૂતો કેમ્ નથી હજી ?" નિયા એ પૂછ્યું.

" નીંદ નઈ આવતી હતી એટલે વિચાર્યું તને જ હેરાન કરી લવ"

"ઓહ્... "

" ઓહ્ નઈ સાચે. તું તો કૉલ કરે નઈ મને. એટલે મારે જ કરવો પડ્યો"

" હમણાં તને યાદ કર્યો હતો પણ અગિયાર વાગી ગયા હતા એટલે કૉલ ના કર્યો " નિયા બોલી.

" કેમ ?"

" એમજ "

" ના ના. કઈક તો હોય તો જ તું અત્યારે યાદ કરે " આદિ એ કહ્યું.

" કઈ નઈ હતું " નિયા માનિક વાળા ફોન ને યાદ કરવા નઈ માંગતી હતી.

" ઓકે. પણ એવું ક્યારેક થઈ શકે છે જ્યારે આપડે કોઈ ને દિલ થી યાદ કરતા હોય અને ત્યારે સામે વાળું પર્સન પણ આપડા ને એટલું જ યાદ કરતું હોય " આદિ એ કહ્યું.

" એવું કઈ ના હોય "

" હોય છે . તું મને યાદ કરતી હતી ને દિલ થી ?"

" ખબર નઈ "

" સારું. તું ક્યારે આવવાની છે એ બોલ "

" નક્કી નઈ "

" તેરા ઈંતજાર હે મુઝે... " આદિ એ કહ્યું.

" મિયાન રાહ જોવે છે કે આદિ ? " નિયા ને ખબર હતી આ આદિ બોલી જ ના શકે એટલે એને પૂછ્યું.

" સાચે કહું તો આ ટાઈમ બંને રાહ જોવે છે. નિયા ને મળવાની " આદિ એ કહ્યું.

" હમમ "

વાત કરતા હતા એ લોકો ત્યારે નિયા બોલી

" ચાલો ને કઈક જઈએ. રજા પણ આવે છે આવતા વીક માં "

" ચાલો મે ક્યાં ના પાડી "

" પેલા ત્રણ ને તો પૂછ "

" મેસેજ કરું કે તું કરે છે ?" આદિ એ પૂછ્યું.

" એક મિનીટ હું મેસેજ કરું "

નિયા એ એમના વોટ્સ એપ ગ્રૂપ માં મેસેજ કર્યો.

" હાઈ
આવતા વીક માં રજા આવે છે ચાલો ને જઈએ કઈક "

એક મિનિટ માં મનન નો જવાબ આવ્યો,

" હા ચાલો "

" આદિ મનન જાગે છે કૉલ કર એને " નિયા એ કહ્યું.

" એક કામ કર તું મનન ને કોલ કર. હું નિશાંત અને તેજસ ને કરું "

" હા ઓકે "

નિયા રાત ના બાર વાગ્યે મનન ને કૉલ કરે છે.

" બોલો " મનન ફોન ઉંચકતા બોલ્યો.

" આવતાં વીક માં રજા છે ત્યારે કઈક જવું છે ?" નિયા બોલી.

હાઈ, હેલ્લો, કેમ છે ? , શું કરે છે ? એ બધું પૂછવાનું એ બંને માથી એક પણ ને નઈ ગમતું હતું.

" હા ચાલો. પણ જઈશું ક્યાં ?"

" એ નક્કી કરીએ. પેલા પેલા બે ને આવવા દે " નિયા એ કહ્યું.

" કેમ તારે રજા છે જોબ પર ?"

" હા"

આ બાજુ આદિ એ પહેલા તેજસ ને ફોન કર્યો.

" બોલ ને ભાઈ " તેજસ બોલ્યો.

" નિયા એ કઈક મેસેજ કર્યો ગ્રુપ મા " આદિ એ કહ્યું.

" શું કર્યો બોલી દે ને તને તો ખબર જ હસે "

" આવતા વીક માં ફરવા જવું છે કઈક "

" કાલે ચાલો આવતા વીક ની ક્યાં રાહ જોવો છો " તેજસ ખુશ થતાં બોલ્યો.

" શાંતિ રાખ. નિશાંત ને ફોન કર અને એડ કર ફોન મા "

આદિ એ તેજસ અને નિશાંત એ એડ કર્યા અને નિયા એ મનન ને.

" હેલ્લો " નિશાંત બોલ્યો.

" હાઈ " તેજસ એ કહ્યું.

" એ તમે હેલ્લો હાઈ પછી કરી લેજો. કામ ની વાત પર આવો. ફરવા જવું છે ?" નિયા બોલી.

" અમારા ત્રણ ની હા છે " આદિ બોલ્યો.

" મારી પણ અને મનન પણ આવશે " નિયા બોલી.

" કેમ મનન આ ટાઈમ બહાર નઈ જવાનું તને ?" તેજસ મસ્તી 😛 માં બોલ્યો.

" તેજસ પછી મળે ને મનન ને ત્યારે પૂછી લેજે. અત્યારે નક્કી કરો ક્યાં જવું છે એ " નિયા બોલી.

" એ હા હો "

" મનાલી જઈએ " નિશાંત એ કહ્યું.

" બે દિવસ જવાનું છે. દસ દિવસ નઈ " મનન બોલ્યો.

" લોનાવાલા" આદિ એ કહ્યું.

" જયપુર ?"

" મુંબઈ ?"

" દમણ ?" મનન બોલ્યો.

એક પછી એક બધા બોલતા હતા નિયા ચુપ હતી.

" દીવ " આદિ અને નિયા એક સાથે બોલ્યા.

" તમારા બંને ના માઈન્ડ માં એક ટાઈમ પર એક સરખો જ વિચાર આવે ?" તેજસ મસ્તી માં બોલ્યો.

" યું નો દોસ્તી મન ની " આદિ બોલ્યો.

" દીવ જઈએ મઝા આવસે " નિશાંત બોલ્યો.

" ઓહ્... "

" તને બોવ મઝા લેવી હોય છે ?" મનન એ નિશાંત ને કહ્યું.

" બસ મનન. " નિયા બોલી.

થોડી વાર એ લોકો એ વાત કરી પછી ફોન મૂક્યો.

બે દિવસ પછી,

નિયા એના પપ્પા સાથે વાત કરતી હતી. નિયા ને આમ તો એના ઘરે થી કોઈ વાત ની ના નઈ હતી પણ નિયા ક્યાં જાય છે અને કોની સાથે જાય છે એ બધું સાચું કહી ને જતી.

નિયા એના પપ્પા ને કહેતી હતી કે આ વીક માં એ દીવ જવાની છે.

પછી એના પપ્પા એ કહ્યું,

" નિયા ત્યાં કોઈ ને હેરાન ના કરીશ. અને કોઈ ની સાથે ઝગડો નઈ કરતી"

" પપ્પા હું ક્યાં કોઈ ની સાથે ઝઘડો કરું છું ?"

" ગુસ્સો તો સારો કરતા આવડે છે ને તને ?"

" પપ્પા હું નઈ કરતી ગુસ્સો "

" સારું. આદિત્ય નો નંબર છે આમ તો મારી પાસે હું એને ફોન કરી ને કહી દઈશ " નિયા ના પપ્પા એ કહ્યું.

" કેમ ?"

" તું ત્યાં કોઈ ની સાથે ઝગડે નહિ એટલે " નિયા ના પપ્પા એ કહ્યું.

" સારું "

બીજે દિવસે નિયા ના પપ્પા એ આદિ ને ફોન કર્યો.

" આદિત્ય, નિયા ના પપ્પા બોલું " પિયુષ ભાઈ એ કહ્યું.

" હા બોલો અંકલ, કેમ છો ?"

" મઝામાં, તમે શુક્રવારે જવાના છો ને દીવ ?"

" હા "

" નિયા નું ધ્યાન રાખજે એ કોઈ ની સાથે ઝગડે નઈ "

આ સાંભળી ને આદિ ને હસી આવતી હતી પણ કન્ટ્રોલ રાખી ને બોલ્યો ,

" હા ચોક્કસ "

ત્યાં નિયા ના મમ્મી ફોન લેતા બોલ્યા,

" કેમ છે બેટા ?"

" મસ્ત "

" અમારા નંગ નું ધ્યાન રાખજે. એ ક્યારે શું કરે એ એને જ ખબર હોય એટલે "

" હા આંટી "

" ચલ મૂકું. એન્જોય યોર ટ્રીપ "

" હા "

એક દિવસ બાકી હતો પણ નિયા એ એનું બેગ પેક કરી ને મૂક્યું હતું.

કાલે રાતે એ લોકો ની અમદાવાદ થી બસ હતી.

આજે ગુરુવાર હતો. નિયા પેકિંગ કરી ને સુવા ની તૈયારી કરતી હતી ત્યાં બોવ બધા મેસેજ ની નોતિફિકેશન આવી.

નિયા ઓનલાઇન થઈ તો એમાં માનિક ની સગાઈ ની કઈક વાત ચાલતી હતી. નિયા એ મેસેજ વાંચ્યા પણ કઈ સમજ ના પડી. કેમકે નિશાંત કઈક અલગ પૂછતો હતો અને મનન કઈક અલગ જવાબ આપતો હતો.

નિયા એ મેસેજ તો જોઈ લીધા પણ કઈ પણ જવાબ આપ્યો નહિ.

થોડી વારમાં આદિ નો ફોન આવ્યો.

" હવે તો મેસેજ સીન જ થાય છે ખાલી જવાબ નઈ આવતા" આદિ એ કહ્યું.

" વાત શું ચાલે છે એ મને ખબર જ નથી "

" ઓકે ઓકે. રવિવારે માનિક ની સગાઈ છે "

" હા તો "

" આપડે ત્યારે દીવ ... "

" એક મિનીટ , તમે દીવ નઈ આવો હવે ?" નિયા ને લાગ્યું માનિક ની સગાઈ ને લીધે હવે ટ્રીપ કેન્સલ થશે.

" એ શાંતિ રાખ. આપડે કાલે જવાનું જ છે. સમજી ગઈ ?"

" હા . ટ્રીપ કેન્સલ કરી ને તો ગયો તું ?"

" બીજું કંઈ ?"

" ના કઈ નઈ "

શુક્રવારે રાતે,

સાડા દસ વાગ્યે મનન, નિશાંત, આદિ અને તેજસ જ્યાં થી બસ માં જવાનું હતું ત્યાં પોહચી ગયા હતા. બસ બાર વાગ્યે ઉપડવાની હતી.

નિયા ને એના ફુઆ અગિયાર વાગ્યે મૂકી ગયા.

એ લોકો ની વાત ચાલતી હતી ત્યાં નિશાંત બોલ્યો,

" નિયા હવે પેલા કરતા કઈ વધારે ખુશ લાગતી છે ?"

" હા કઈક તો વાત છે નિયા બોલ " મનન એ કહ્યું.

" કઈ નથી એવું. " નિયા બોલી.

" કોઈ મળી તો નઈ ગયું ને તને અમદાવાદ માં ?" તેજસ એ પૂછ્યું.

થોડીક ક્ષન માટે આદિ અને નિયા ની નજર એક થઈ ગઈ. નિયા એ નજર બીજી તરફ કરતા બોલી,

" ના એવું કઈ નથી. હવે સ્ટડી નું ટેન્શન નથી એટલે "

" સરસ. ટેન્શન લેવાનું જ નઈ " મનન બોલ્યો.

આમ મસ્તી મઝાક ચાલતી હતી ત્યાં તેજસ એ કહ્યુ,

" માનિક ની સગાઇ છે રવિવારે "

" હા તો " નિયા બોલી.

" તારે જવાનું નથી સગાઈ માં ?" નિશાંત મસ્તી કરતા બોલ્યો.

" મે તો જાવ છું દીવ. જેને જવું હોય એ જાય સગાઈ માં"

" એકલી નઈ જતી અમે પણ આવીએ છીએ " નિશાંત એ કહ્યું.

" જેને સગાઈ માં જવું હોય એ જઈ શકે છે " નિયા બોલી.

" અમારે નઈ જવું " બધા એક સાથે બોલ્યા.

" હવે કોઈ યાદ ના કરતા એને. મગજ હાલી જાય છે " નિયા એ કહ્યું.

" હા સારું "

બસ માં એ લોકો સૂતા જ નથી ખાલી વાતો અને મસ્તી. કેટલાં વર્ષો પછી મળ્યા હોય એટલી વાતો હતી એ લોકો પાસે.

હોય પણ કેમ નહિ ત્રણ મહિના કદાચ એના થી પણ વધારે મહિના પછી એ બધા મળ્યા હતા.

બીજે દિવસે

દીવ
સાંજે ચાર વાગ્યે

એ લોકો બીચ પર હતા. ક્યાર ના એ લોકો ફોટો પાડતા હતા. અત્યાર સુધી ના જેટલા ફોટો હતા એના કરતાં સૌથી વધારે આજ ના ફોટો પાડ્યા હતા. સિંગલ પિક હતા એના કરતાં વધારે ગ્રૂપ પિક હતા. અને એક એક ફોટો પાછળ કઈક ને કઈક યાદ રહી જાય એવી મેમરી પણ છૂપાયેલી હતી.

છ વાગ્યે,

નિશાંત અને તેજસ કઈક લેવા થોડી દૂર ગયા હતા. આદિ , નિયા અને મનન ત્યાં બેસેલા હતા.

આદિ નું ધ્યાન કઈક બીજી દુનિયા માં હતું. નિયા અને મનન કઈક સિરિયસ ટોપિક પર વાત કરતા હતા.

ત્યાં,

આદિ અચાનક ઉંધો ફરી ને બેસી ગયો એટલે નિયા એ પૂછ્યું,

" શું થયું અચાનક ?"

" ના કઈ નઈ "

ત્યાં પાંચ મિનીટ માં નિશાંત અને તેજસ ત્યાં આવી ને બોલ્યા,

" આદિ ની ઘરવાળી ત્યાં રખડે છે" તેજસ બોલ્યો.

" વોટ" મનન અને નિયા ને કઈ જ સમજ ના પાડી એટલે એ બંને આદિ ની સામે જોયું.

આદિ કઈ ના બોલ્યો.

" અરે મિશા છે ત્યાં " નિશાંત બોલ્યો.

" એને અમને બંને જોયા એટલે અમે આમ આવી ગયા " તેજસ એ કહ્યું.

" હવે સમજાયું આદિ તું કેમ આમ બેસેલો છે " મનન બોલ્યો.

" ભાભી હતી ને હવે નથી. તો શું તમે ખોટે કામ નું બોલો છો ?" નિયા બોલી.

" એને પણ અહીંયા જ આવવાનું થયું ?" આદિ બોલ્યો.

" ભલે ને આવી તને કંઈ ફરક પડે છે ?" મનન એ પૂછ્યું.

" ના "

" તો શું છે ? એન્જોય બીચ વાઇબ્સ " મનન બોલ્યો.

" ઓહ્... " નિયા એ કઈક બીજા જ મિનિંગ માં આ વાત ને લીધી.

તેજસ અને નિશાંત આદિ ની મિશા સાથે ની લવ સ્ટોરી યાદ કરાવતા હતા. મનન ફોન મા સનસેટ ના પિક પાડતો હતો. અને નિયા કઈક વિચારો મા ખોવાયેલી હતી.

ત્યાં મિશા ત્યાં થી નિકળી,

નિયા સિવાય ના બધાં આદિ ને હેરાન કરવામાં લાગ્યાં હતાં. મિશા એ પણ આદિ સામે જોયું.

હજી પણ નિયા એની દુનિયા માં જ ખોવાયેલી હતી.

" બસ કરો હવે તમે બધા " આદિ થોડું જોર મા બોલ્યો એટલે નિયા એની દુનિયા માંથી બહાર આવી.

" શું થયું ?"

" મિશા એ આવી ને આદિ ને હગ કર્યું એટલે અમે બધા હેરાન કરીએ છીએ એને " નિશાંત બોલ્યો.

" હા... હા... પોસીબલ જ નથી " નિયા બોલી.

" કેમ ?" મનન એ પૂછ્યું.

" કેમ તને એવું લાગે છે ?" તેજસ એ પણ પૂછ્યું.

" આદિ પેલી ને હાઈ પણ ના કહે. હગ તો દૂર ની વાત છે "

" બોહોત સમજદાર હો ગયે હો આપ તો " આદિ એ કહ્યું.

" આપ સબ કે સાથ રહ કર સમજદાર હો ગયે "

" બસ કર પગલી. રુલાયેંગી ક્યાં ?" મનન એ કહ્યું.

" રડશે તો નિશાંત આજે " નિયા ખુશ થતા બોલી.

" કેમ ?"

" રાતે ખબર પડી જસે " નિયા અને મનન એક બીજા ની સામે હસતા હસતા બોલ્યા.

" તમારા બંને નો કઈ પ્રાનક નથી ને ?" નિશાંત એ પૂછ્યું.

" હોય પણ શકે " નિયા બોલી.

" હવે સમજ પડી. એ બંને કયાર ના કોઈ સિરિયસ ટોપિક પર વાત કરતા હતા એ આ પ્લાન હતો " આદિ એ કહ્યું.

" મનન અને નિયા વાત કરતા હતા એ પણ સીરીયસ ટોપિક પર ?" તેજસ એ કઈક અલગ રીએકશન આપતા કહ્યું.

" હા "

" એવું કઈ નઈ હતું " મનન એ કહ્યું.

" સાચે ને ?" તેજસ એ પૂછ્યું.

" હા પૂછી લે નિયા ને " મનન એ કહ્યું.

" શું કહેતો હતો મનન સાચું બોલ તો નિયા " તેજસ એ પૂછ્યું.

" કઈ ખાસ નહિ. "

" તો બરાબર "

" હવે જઈએ મને ભૂખ લાગી છે " નિયા બોલી.

" તને ભૂખ પણ લાગે છે ?" નિશાંત એ પૂછ્યું.

" હા કેમ ના લાગી શકે ?" નિયા એ પૂછ્યું.

" અરે એમ નઈ. કોઈ દિવસ તું આવું બોલી નથી એટલે "

" એ બધી વાત પછી કરીએ પહેલાં જમવા જઈએ " મનન એ કહ્યું.

રાતે નવ વાગ્યે,

એ લોકો જ્યાં રહ્યા હતા એ હોટેલ ના ગાર્ડન મા બેસેલા હતા.

આદિત્ય એની બાજુ માં નિયા અને નિયા ની બાજુ માં મનન હતો. અને એમની સામે તેજસ અને નિશાંત બેસેલા હતા.

આદિત્ય, તેજસ અને નિશાંત કઈક મસ્તી ની વાત કરતા હતા. અને નિયા અને મનન કઈક બીજી જ વાત કરતા હતા.



શું વાત હસે મનન અને નિયા ની ?

જ્યારે માનિક ને ખબર પડશે આ લોકો સગાઈ માં નઈ આવ્યા અને બધા સાથે દીવ ફરવા ગયા છે ત્યારે શું થશે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED