નેગ્યું નો માણસ - 14 (અંતિમ ચેપ્ટર) પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નેગ્યું નો માણસ - 14 (અંતિમ ચેપ્ટર)

● Chapter - 14
● પૃથ્વી ઉપર આવવું

સ્ટાર્ટ બટન દબાવ્યા બાદ હું વર્તમાનમાં એટલે કે 04-એપ્રિલ-2018 માં આવી ગયો. રાતના 8 વાગ્યાનો સમય છે. આ એ જ સમય છે જ્યારે મેં સમય યાત્રાની શરૂઆત કરી હતી.
હું સોફા ઉપર બેઠો અને એક સાથે સાત-આઠ ગ્લાસ પાણી પી ગયો. ત્યાર બાદ એક ઊંડો શ્વાસ લીધો અને આ આખા સફર વિશે વિચારવા લાગ્યો. આ જે જે ઘટના મારી સાથ થઈ છે તેની જાણ માત્ર મને જ છે. મારી પાસે કઈ પણ સબૂત નથી કે જે આ બધી ઘટનાઓને સાચી કહી શકે. પેલી સમય યાત્રાની ઘડિયાળ P-1 ની જગ્યારે અત્યારે મારા હાથમાં દાદાએ બનાવેલી F-7 ઘડિયાળ હતી. જે મારા સિવાય બીજા કોઈને દેખાતી પણ નથી. એટલે એ સબૂત ન હોઈ શકે. વર્તમાન માંથી ભૂતકાળમાં જવું , ત્યાં અશોકદાદાના મૃત્યુને રોકવું , તેના કારણે એક બીજી જ સમયધારામાં પહોંચી જવું , ત્યાં એક વર્ષ મહેનત કરીને નવી સમય યાત્રાની મશીન બનાવવી , ત્યાર બાદ અશોક દાદાનું મૃત્યુ કરવું અને પછી વર્તમાનમાં આવવું !!
આ બધી વાત મારા સિવાય બીજા કોઈને પણ ખબર નથી. આ બધી ઘટનાને એક બીજી રીતે જોઈએ તો , આ ઘટનાઓ થઈ જ નથી , એમ પણ માની શકાય. કારણ કે જે સમયમાં હું F-7 ની મદદથી ભૂતકાળમાં ગયો હતો તે જ સમયમાં હું P-1 ની મદદથી પાછો વર્તમાનમાં આવ્યો છું. એટલે કે મારા ગયા પછી માનો સમય રોકાઈ ગયો હોય અને જ્યારે હું પાછો વર્તમાનમાં આવ્યો ત્યારે સમય પાછો શરૂ થયો હોય.
હું ખુશ હતો કે હું વર્તમાનમાં આવી ગયો પણ હું દુઃખી પણ હતો. કારણ કે મેં અશોકદાદાનું મૃત્યુ કર્યું. મને તો વિશ્વાસ જ હતો નથી કે મેં કોઈ વ્યક્તિનું મૃત્યુ કર્યું છે
ખબર નથી કે ત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલતા હશે , જ્યારે મેં અશોકદાદાને મરતા જોયા. લગભગ હું ત્યારે રાક્ષસ જ બની ગયો હોઈશ. આ બધી વાતો મને અંદરથી ખતી હતી. મને ઘણી પછતાવો થતો હતો. પણ મને જાણવું હતું કે અચાનક મારી સાથે આવું શા માટે થયું ? શા માટે મારો એટીટ્યુડ એક દમ ખરાબ થઈ ગયો ? આ બાબતને જાણવા માટે મેં દાદાની એ પેલી ફાઇલ ના પેજ ફેરવીયા. તો , તેમાં મને જકન્વ મળ્યું કે સમયનો એક નિયમ છે જેને દાદા ' Time Headache (ટાઈમ હેડેક)' કહેતા હતા.
ટાઈમ હેડેક એટલે કે સમય યાત્રાના સમયે થતી મગજમાં ગંભીર અસર. ટાઈમ હેડેક બે બાબતોના કારણે થાય છે. તેમાં પહેલી બાબત છે કે જેમ જેમ સમય યાત્રા કરવાના સમયનું અંતર વધતું જાય છે તેમ તેમ આ ટાઈમ હેડેક થાય છે. અને બીજી બાબત છે કે જો કોઈ વધુ સમય યાત્રા કરે છે તો તેની અસર મગજ માં થાય છે.
જેમ કે દાદાએ વધારે સમયનું અંતર રાખીને સમય યાત્રા કરી હતી , તેથી તેમના મગજ ઉપર ઘણી અસર પડી હતી. ઉપરથી ભવિષ્ય એટલું ખતરનાક હશે એ વાતનો ડર. આ બે કારણો ને લીધે તેઓ જ્યારે વર્તમાનમાં આવ્યા હતા ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા. જયારે મારી સાથે પણ આવું જ થયું. હા , મેં જ્યારે સમય યાત્રા કરી તો સમય નું અંતર ઓછું હતું પણ વારંવાર સમય યાત્રા કરીને મારા મગજ ઉપર પણ ઘણી અસર પડી. જેના કારણે મને 'અશોક દાદાનું મૃત્યુ કરવું જ જોઈએ' એવા વિચારો આવવા લાગ્યા. કદાચ આગળ પણ મને આવા વિચારો આવી શકે છે અને ત્યારે જો મને આ વાતની જાગૃતિ નહિ હોય તો હું શું કરી લઈશ એ મને પણ ખબર નથી. ખરેખરમાં , સમય યાત્રા નો ઘણી ખરાબ પરિણામ નીકળે છે.
તેથી મારે હવે સુઈ જવું જોઈએ અને આ આખી ઘટનાને એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જવું જોઈએ. નક્કર આ વાત મને અંદરથી ખાતી જશે. તેથી મેં સુવાની કોશિશ કરી. પણ ઊંઘ આવતી જ ન હતી. તેથી હું T.V. જોવા લાગ્યો. T.V. જોતા જોતા ક્યારે ઊંઘ આવી ગઈ એ વાત મને પણ ખબર ન પડી.
સવારે 10 વાગ્યે મારા ફોનની રિંગ વાગી અને હું ઉઠ્યો. જોયુ તો મારા ફોનમાં શ્યામનો ફોન આવ્યો હતો. મેં ફોન ઉપાડ્યો અને વાત શરૂ થઈ. મને જાણવા મળ્યું કે શ્યામનું ઘર હોટલ વિશાળ ની નજીક જ છે અને અત્યારે તે હોટલ વિશાલે આવે છે મને મળવા માટે. અને તે મને આખું રગનમજા જોવડાવશે. મને આ વાતની ખુશી હતી કે હવે હું શ્યામાને મારા દિલની વાત કહી શકીશ. પણ પહેલા ફો તે મને મળવા અહીંયા આવે છે. તેથી મેં જલ્દી જલ્દી રૂમ સરખો કર્યો અને નાયા બાદ સારા કપડાં પણ પહેર્યા. હું ઘણો ઉત્સુક હતો અને એ જ સમયે હું ઘણો નર્વસ પણ હતો. 'શુ તેને કહેવું ? શુ તેને ન કહેવું ? કેવી રીતે મારી દિલની વાત તેને કહેવી ?' આ બધું હું વિચારી જ રહ્યો હતો કે ત્યારે મારા રૂમનો બેલ વાગ્યો. મેં દરવાજાના peephole
માંથી જોયું તો ત્યાં બારે શ્યામા જ હતી. હું દરવાજો ખોલવાનો જ હતો કે મને ' the Grandfather Paradox' ની યાદ આવી. મને થયું કે જો હું અત્યારે એ પેરેડોક્સ ટ્રાઈ કરું અને પછી શું થયું એ શ્યામાને કહું તો શ્યામા ને હું ઘણો ઈમ્પ્રેસ કરી શકીશ.
તેથી હું F-7 ની મદદથી એ સમયમાં ગયો જ્યાં મારા દાદાના લગ્ન મારી દાદી સાથે થતા હતા. હું એ સમયમાં પહોંચ્યો. ખરેખરમાં , હું ત્યારે 'ટાઈમ હેડેક' વિશે એકદમ ભૂલી ગયો હતો. જો ત્યારે મને યાદ હોત તો હું એ કામ ન કરતો જે હું આગળ કરવાનો હતો.
પહેલા તો મેં એક છરી લીધી અને પછી મેં મારા દાદાને શોધ્યા. જ્યારે મને મારા દાદા મળ્યા તો મેં તેમને મારી નાખ્યા. હું એ જાણવા માટે આતુર હતો કે હવે શું આગળ થશે. એટલે મેં વર્તમાનમાં આવવા માટે સ્ટાર્ટ બટન દબાવ્યું પણ હું ત્યાંને ત્યાં જ હતો. મેં પાછું તે બટન દબાવ્યું ત્યારે મારી સામે એક કળા રંગનું બિંદુ આવ્યું જે ધીરે ધીરે મોટું થતું જતું હતું અને જયારે એ મારી લંબાઈ જેટલો થયો તો તેમાંથી એક સફેદ પ્રકાશ નીકળ્યો.
અને એ સફેદ પ્રકાશ બાદ હું પૃથ્વી ઉપર આવી ગયો.


(સમાપ્ત)

__________________________________
પણ આ જ અંત નથી. મારી આગલી આવવા વારી બુક જે પણ એક sci-fi બુક છે. તે બુક આ બુક 'નેગ્યું નો માણસ' થી જોડાયેલી છે. તેથી એ બુક પણ તમે જરૂર વાંચજો. તે બુક જલ્દી જ આવશે. અને હા , તમારા સૌ નો ખુબખુબ આભર.

-સમય નું કામ એ જ સમય કરશે-
-સ્ટોરીનો અંત એ સ્ટોરીની શરૂઆત છે.-


__________________________________

THANK YOU VERY MUCH 👍👍👍

રેટ કરો અને રિવ્યુ આપો

S r

S r 2 વર્ષ પહેલા

vala prince

vala prince 2 વર્ષ પહેલા

મસ્ત

ashit mehta

ashit mehta 2 વર્ષ પહેલા