નેગ્યું નો માણસ - 3 પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેગ્યું નો માણસ - 3

( Recap : હું મારા પપ્પા ના ફોટાઓ જોતો હતો કે ત્યારે મને તેમાં મારા દાદાનો પણ ફોટો દેખાનો . પછી મને અનેકો વાતું યાદ આવી અને અનેકો પ્રશ્ન જગ્યા ત્યારે મને યાદ આવ્યુ કે તે બધી વાતુઓ અત્યારે કઈ મહત્વની નથી .તેથી હું મારા રૂમમાં જઈને સુઈ ગયો . કે ત્યારે મારા ફોનમાં કોઈને ફોન આવે છે ... )

Chapter : 3

મારા મિત્રની બર્થડે પાર્ટી 🎂🎂

તે મારા મિત્ર અજય ના મમ્મી ભાવના આંટી નો ફોન હતો . મેં તે ફોન ઉપાડ્યો અને અમારા બન્નેની વાતું શરૂ થઈ . અને લગભગ 15 મિનિટ સુધી તે વાતું ચાલી . તેનું સારાંશ કહું તો - કાલે એટલેકે 03 એપ્રિલે અજયનો જન્મ દિવસ છે . તે રાહડા માં રહે છે . કાલે તેના મમ્મીએ તેની માટે એક સિક્રેટ પાર્ટી રાખી છે . એટલે મને રાહડામાં જવાનું છે . ત્યાં જતા મને 8 કલાક લાગશે . આ વાતું પછી હું સુઈ ગયો . ત્યારે મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યુ .
' હું એક રૂમ હતો . તે રૂમમાં પ્રકાશ ન હતો . પણ ટિક ટિક એવો અવાજ આવતો હતો . થોડી વાર પછી મને એક લાઈટ દેખાની . ત્યાં એક ઘડિયાળ હતી . હું તેની પાસે આગળ વઘતો હતો તે ત્યાં મને બાજુમાં એક ફોટો દેખાનો . એક વ્યક્તિ જેને અત્યારના સ્ટાઈલિશ કપડાં પહેર્યા હતા . તે લગભગ મારી જ લંબાઈ નો હતો અને તેના વાર એકદમ મારા જેવા હતા સાથોસાથ તેના હાથ માં મારા પપ્પા . જે ત્યારે માત્ર એક જ વર્ષે ના હતા . ( જ્યારે દાદા અને મારો પરિવાર રગનમજા એ આવ્યા ત્યારે મારા પપ્પા 11 વર્ષ ના જ હતા .) હું તે ઘડિયાળ અને તે ફોટા પાસે આગર વઘતો હતો . કે ત્યારે મારી સામે મારા દાદા આવ્યા અને તેમને એક પ્રશ્ન મને કહ્યો " મને તને એક વાત કહેવી છે શું તું તે વાત સાંભરવા માટે તૈયાર છો ? "
સવારના 6:00 વાગ્યે એલાર્મ વાગ્યો અને હું ઉદ્યો . પણ મારા મન માં તે સ્વપ્ન વિશે ની જ વાત ચાલતી હતી . ' ત્યારે દાદા શું કહેવા માંગતા હશે ? ' , ' તે ઘડિયાળનું શું મતલબ ? ' ' તે ફોટામાં શું એવું ખાસ છે ? ' કે ત્યારે હું પેલી ફોટાઓની બૂક પાસે ગયો . ત્યાં મને તે ફોટો દેખાનો . હું આશ્ચર્ય માં પડી ગયો . કારણ કે મેં આજ સુધી આ ફોટો ક્યારેય જોયો ન હતો અથવા જોયો હોય તો ક્યારેય ધ્યાન આપીયુ ન હતું .
પછી મને યાદ આવ્યુ કે મારે તો અત્યારે રાહડા માં જવાનું છે , અજયના ઘરે . ત્યાર બાદ હું તૈયાર થયો , નાસ્તો કર્યો અને મમ્મીને ' બાઈ ' કહીને હું ' બુલેટ કાર ' માં બેસી ગયો . ' બુલેટ કાર ' એટલેકે taxi . બુલેટ કાર / texi ની સ્પીડ લગભગ 621 km/h ની સ્પીડ થી ચુંદકના બનેલા રસ્તામાંથી ચાલે છે . જ્યારે પૃથ્વી ની 'બુલેટ ટ્રેનની' વધારામાં વધારે સ્પીડ લગભગ માત્ર 505 km/h ની જ છે .
8 કલાક ના સફર પછી હું અજયના ઘરે બપોરે 4:00 વાગ્યે પહોંચ્યો . રાત્રે પાર્ટી સારું થઈ જે સવારે 4 વાગ્યે પુરી થઈ . અમે બધા મિત્રો ત્યાં ભેગા થયા હતા એટલે વધુ મજા આવી . સવારના 4 વાગ્યે બધા થાકીને સુઈ ગયા . હું પણ અજયના ઘરે સુઈ ગયો . પાર્ટી માં મજા બહુ આવી . ત્યાં મારી મુલાકાત શ્યામ થી થઈ . પૃથ્વી કહેવામાં આવે ' પહેલી નઝર નો પ્રેમ ' . હા , તે જ મને ત્યાં થયો . જેમ પાર્ટી પુરી થઈ તેમ જ તે ચાલી ગઈ . હું તેની સાથે વાત ન કરી શક્યો કારણ કે મને ડર લાગ્યો . જો તે ના પડે તો ? જો તેને હું ન ગમ્યો તો ? પણ મેં અજય પાસેથી તેના મોબાઈલ નંબર લઈ લીધા હતા . પછી હું સુઈ ગયો .હું ખુશ હતો કે મને મારુ પ્રેમ મળી ગયું છે , કે ત્યારે મને ફરીથી એક સ્વપ્ન આવ્યુ કે . . . ( Chapter 4 જલ્દી જ આવશે . )
જો તમને આ બુક ગમતી હોય તો તમે મારી બ્લોગ website પણ જોઈ શકો છો : Didyouknow136.blogspot.com