નેગ્યું નો માણસ - 9 પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

નેગ્યું નો માણસ - 9

  • Chapter : 9
  • સમય ધારા બદલવી !

મારા પપ્પાનું મૃત્યુ કેવી રીતે થયું તે એક mystery છે. આ mystery નું એક માત્ર કારણ છે કે મારા પપ્પાની death બોડી હજુ સુધી મળી નથી. ઘણા લોકો નું કહેવાનું છે કે તેમનું મૃત્યુ એક કાર એક્સિડન્ટ માં થયું છે કે જેમાં કાર સળગી ગઈ. બીજી બાજુ ઘણા લોકોનું એમ પણ કહેવાનું છે કે કૂવામાં પડવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ કૂવામાં પડવાની વાત ને મારા મમ્મી પણ સાચી માને છે. સાચું શું હોય તે કોઈને ખબર નથી. જો કે , ઘણા લોકોનું એમ પણ માનવાનું છે કે મારા પપ્પા એક secret agent હતા. પણ આ વાતને કોઈ માનતું નથી.

હું F-7 પાસે આવ્યો તેનું એક માત્ર કારણ મારા પપ્પા જ છે. હું મારા પપ્પાને તેમના મૃત્યુથી બચાવવા માટે અથવા કહું તો તેમના મૃત્યુને રોકવા માટે અહીંયા સુધી પહોંચ્યો.

જ્યારે મારા દાદાનું મૃત્યુ થયું તો ઘરની બધી  જવાબદારી મારા પપ્પાના ઉપર આવી. ધીરે ધીરે મારા પપ્પા વધુ ને વધુ મજબૂત થતા ગયા અને આ જવાબદારી સાથે તેમણે પોતાનું શિક્ષણ પણ ચાલુ રાખ્યું. શિક્ષણ પૂરું થતા મારા પપ્પાએ પુલિશ ની પરીક્ષા આપી અને આ જ સમય દરમિયાન તેમની મુલાકાત મારા મમ્મીથી થઈ. તેઓ પુલિશની એ પરીક્ષામાં પાસ થયા અને તેઓ એક મોટા હોદા ઉપર પહોંચી ગયા અને તેમના લગ્ન પણ મારા મમ્મીની સાથે થયા અને લગ્નના બે વર્ષ બાદ મારો જન્મ થયો અને મારા પપ્પાનું મૃત્યુ !

મારો સૌથી પહેલો ધ્યેય મારા પપ્પાના મૃત્યુને રોકવાનો હતો. પણ જ્યારે હું મારા દાદા વિશે એટલું જાણ્યો તો મારી ઈચ્છા છે કે હું મારા દાદાને પણ તેમના મૃત્યુથી રોકુ. હું નાનો હતો ત્યારથી હું મારા દાદા વિશે કઈ ને કઈ જાણતો આવ્યો છું. જયારે બીજી બાજુ હું પહેલાથી જ મારા પપ્પાને ચાહું છું. મને બન્ને પ્રત્યે સરખી લાગણી છે. હું બન્ને ને તેમના મૃત્યુ થી બચાવવા માંગુ છું. પણ પ્રશ્ન એ થાય છે કે હું બન્નેના મૃત્યુને કેવી રીતે રોખું ? મને એ તો ખબર છે કે આ કામ કરવું F-7 ની મદદથી અશક્ય નથી. પણ કેવી રીતે ? આ વાતની ગંભીરતા ને સમજો ! હું મારા વર્તમાન ને બદલવા માટે ભૂતકાળને બદલું છું. પણ જો ભૂતકાળમાં મારા થી કંઈપણ મોટી ભૂલ થઈ તો , એ થઈ જશે જે હું કે તમે વિચારી પણ શકતા નથી. આ ગંભીરતાને સમજીને હું વિચારવા લાગ્યો.

Problem એ નહતો કે મને મારા દાદા અને મારા પપ્પાને તેમના મૃત્યુથી રોકવું છે , problem એ છે કે મારા પપ્પાનું અને દાદાનું મૃત્યુ અલગ અલગ સમયે થયું છે. મારે આ બે ઘટનાને બદલવા માટે જે કરવું પડે તેમાં જો મારાથી કંઈપણ ભૂલ થઈ તો હોઇ શકે કે મારો જન્મ રોકાઈ જાય. એટલે કે મારે જે પણ કરવું છે તે ધ્યાનથી કરવાનું છે. મારે જે પણ પગલાં ભરવાના છે તે સમજીને ભરવા પડશે. નહિતર બધું બદલાઈ જશે. હું વિચારવા લાગ્યો. ગંભીરતાથી. કેવી રીતે હું આ કરું ? ક્યાંય ભૂલ તો નહીં થઈ ને ? વગેરે જેવા પ્રશ્નો મારા મનમાં આવવા લાગ્યા. અને અંત માં મને ' The Butterfly Effect ' વિશે યાદ આવ્યું. એટલે કે હું directly મારા પપ્પા અને દાદાના મૃત્યુને બદલી શકતો નથી પણ indirectly તો હું આ કામ સરળ રીતે કરી શકું છું. તો , હવે મારે એક એવી ઘટના ગોતવી પડશે કે જેનાથી આગળ જઈને મારા પપ્પા અને દાદાનું મૃત્યુ ન થાય. હું ફરીથી વિચારવા લાગ્યો. અને ધીરે ધીરે મને બધું સમજાતું ગયું. અને અંતમાં મને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. જવાબ હતો કે મારે અશોક દાદાનું મૃત્યુ રોકવું પડશે !

પણ તમારા મનમાં એ પ્રશ્ન થયો હશે કે ,  વાત તો મારા પપ્પા અને દાદાના મૃત્યુ ને રોકવાની હતી તો તેમાં મારે અશોક દાદાના મૃત્યુને શા માટે રોકવું જોઈએ ? તો , આ વાત સમજવી સરળ છે. સમય એક સીધી ધારા ( અથવા સીધી લાઇન ) ઉપર ચાલે છે. એટલે કે તમે જે કામ કરો છો તેનો પરિણામ કોઈ બીજાને ભોગવવો પડે છે. આ વાતને બીજી રીતે કહું તો , તમારા કર્મો ને કરનાર તમે હસો પણ તેના પરિમાણ ને ભોગવનાર કોઈ બીજો હશે. ટુકમાં આપણે બધા એક બીજાથી જોડાયેલા ( Connected ) છીએ. આ અસરને જ ' The Butterfly Effect ( અસર ) ' કહેવાય છે. આ અસર પ્રમાણે જો,  અશોક દાદાનું મૃત્યુ થયું ન હોત તો , દાદા F-7 બનાવતા જ નહીં. જો દાદા F-7 ન બનાવતા તો તેમને ડરીને રાહડા છોડીને રાગનમજા એ જવું પડતું જ નહીં અને તેમનું મૃત્યુ થતું જ નહીં. જો દાદાનું મૃત્યુ ન થતું તો મારા પપ્પા ઉપર જવાબદારીઓ આવતી જ નહીં અને તેઓ આગળ જઈને પુલિશની પરીક્ષા આપતા જ નહીં. જો તેઓ પરીક્ષા ન આપતા તો મારા જન્મના દિવસે તેઓ મારા મમ્મીની સાથે જ રહેતા અને તેમનું મૃત્યુ પણ ન થતું.

આવી રીતે માત્ર અશોક દાદાના મૃત્યુને બચાવીને હું આખી સમય ધારા ને બદલાવી શકુ છું. આ કામ હું F-7 ની મદદથી કરી શકુ છું. આ એક plan ( યોજના ) કરતા એક mission વધુ લાગતો હતો. એક મિશન જેનાથી હું મારા વર્તમાનને મારી રીતે રચી શકું. એક મિશન જેનાથી હું મારા આજ સુધીના બધા જ સ્વપ્નાં પુરા કરી શકું. આ મિશન એક નવી સમય ધારા રચવાનું હતું , તેથી મેં આ મિશનનું નામ ' Mission New Time '  રાખ્યું.

આ મિશનથી મારા અંદર એક નવો જોશ આવ્યો અને હું ઉભો થયો , આજની તારીખ 04- એપ્રિલ- 2018 છે અને અત્યારે રાતના 8:30 વાગ્યા છે.  હું મારા જીવનની સૌથી પહેલી સમય યાત્રા કરવા જાવ છું. આ વાતની મને ખુશી હતી અને સાથો સાથ એક ડર પણ હતો કે જો હું આ મિશનમાં ફેલ થયો તો શું થશે ? પણ મેં હિંમત રાખી અને F-7 માં તારીખ નથી : 02-06-1982 અને સમય નખ્યો : રાતના 8:30 નો. આ સમય રાખવાનું એક કારણ હતું. આ સમયે મારા દાદા અને દાદી મુવી જોવા જાય છે. આવતી વખતે દાદા પાણીપુરી ખાય છે. આ પાણીપુરી ખાવાથી તેઓ બીજા દિવસે અશોક દાદાની સાથે કોલેજે જતા નથી. જો કઈ પણ કરીને હું મારા દાદા ને પેલી પાણીપુરી ખાતા રોકી લવ તો અશોક દાદાનું મૃત્યુ નહિ થઈ શકે અને Missan new time સરળતા થી પૂરું થઈ જશે. આ બધું વિચારીને મેં સ્ટાર્ટ બટન દબાવ્યું અને આખો બંધ કરી.

 

  • સમયનું કામ એ જ સમય કરશે -