Nengyu no Maanas - chapter 5 books and stories free download online pdf in Gujarati

નેગ્યું નો માણસ - 5

(Recap : મને ફરીથી તેવું જ સ્વપ્ન આવ્યુ કે જેમાં એક જ પ્રશ્ન હતો કે હું તૈયાર છું ? આ વાત ને મારા દોસ્ત આર્યન ને કરી તેને અમે A.I. સિસ્ટમ વિશે કહ્યું કે એવા પહેલા A.I.સિસ્ટમ હતા જે પોતાનો માલિક પોતે ચુની શકતો હતો . અને તેને મને અત્યારે આરામ કરવાનું કહ્યું . પણ મારા મનને શાંતી ન મળતા મેં આ બધી વાત મમ્મીને કહી અને મમ્મીના કહેવા પ્રમાણે હું 77 હોટલ વિશાલે પહોંચ્યો અને હવે હું જઈશ દાદાના જુના ઘરે .)

Chapter : 5
હું બેસમેન્ટ ની અંદર ....
મારી મમ્મી સ્વપ્નો ઉપર બહુ માને છે. કારણ કે એ દિવસે તેમને મારા પપ્પાના વીશે નું સ્વપ્ન આવ્યુ હતુ. પપ્પા મમ્મીને મળવા માટે હોસ્પિટલે આવે છે કે ત્યાં રસ્તામાં જ તેમનું મૃત્યુ કુવા માં પાડીને થઈ જાય છે. અને તેના બીજા જ દિવસે પપ્પાનું ખરેખર માં કુવામાં પાડીને મૃત્યુ થયું. અને મમ્મી આ સ્વપ્નો ઉપર ભરોસો કરવા લાગ્યા. તેમની પાસે એવા ઘણા ઉદાહરણો છે જેમાં સ્વપ્નો સાચા બન્યા હોય. મમ્મીએ મારુ પણ આ વિષય ઉપર brainwash કરી દીધું છે તેથી હું પણ આ વાત ઉપર માણું છું. પણ આ દાદાના સ્વપ્નોનો વિષય જુદો જ છે કારણ કે મને દિવસમાં પણ અલગ અનુભવો (feelings) થાય અને એવા વિચારો આવે છે જે પહેલા નહોતા આવતા. અને આ વાતની શરૂઆત થઈ તે પેલી રાત થી.
આજ 04 એપ્રિલ છે. આજ તે પેલો અનુભવ (feelings) વધી ગયો છે. જ્યારે હું 4 વાગ્યે હોટલ વિશાળ થી બારે નિકર્યો ત્યારે મને આર્યન નો ફોન આવ્યો :
" પહોંચી ગયો તારા દાદાના જુના ઘરે ?"
" તને કેમ ખબર કે હું આંયા આવ્યો છું ? " મેં પૂછ્યું
" મને ભાવના આંટીએ કહ્યું ! "
" સારું . "
" તો મને ખબર પડી કે આપણી પરીક્ષા આવતા મહિને હશે ! "
" હા , મને પણ ખબર પડી . "
" તો તૈયાર છો K.S.A. ( kopaya space agency ) માં જાવા માટે ? "
" તૈયાર તો આપણે બંને 4 વર્ષ પહેલાના છીએ. પણ આપણે બને બે વાર ફેલ થયા. "
" હા , અને ઉપરથી સરકારનો નિયમ કે 12 વર્ષ સુધી સ્કૂલ અને કોલેજ પછી 15 માં વર્ષે ફરજિયાત કામ કરવાનું નકાર કોઈ પણ સરકારી નાની નોકરી કરવાની. "
" પણ અત્યારે તો રજા છે તો તેને માણીએ. "
આટલી વાત કર્યા બાદ મેં શ્યામાને ફોન કર્યો. પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં. હું આગર ચાલ્યો. રેલના પતાની બીજી બાજુ કલપ એરિયાએ ગયો. ત્યાં મોટી બજાર ભરાયેલી હતી. તેની બીજી બાજુ જ્યારે હું ગયો તો હું મુંજવણમા પડી ગયો. ત્યારે મેં ત્યાં એક દાદીને આ સરનામું પૂછ્યું અને જ્યારે તેમને મારા સામે જોયું તો તેમને કહ્યું :
" કનું ? "
" ના , હું કનું નથી ! " મેં આશ્ચય થી કહ્યું .
" તું કનું પટેલને ઓળખસ ? "
" હા , તે મારા દાદા હતા. મારુ નામ તો પ્રિન્સ છે. "
" તું એકદમ કનું જેવો જ લાગશ. હું કનુંના મિત્ર અશોક પરમાર ની મોટી બેન છું... તો તું તારા દાદાના ઘરે જાશ ? "
" હા , પણ હું અત્યારે મૂંઝવણ માં છું. મને ક્યાં જવું તે સમજાતું નથી." મેં કહ્યું.
" તો ચાલ , હું તને ત્યાં લઈ જાવ."
અને અમે દાદાના જુના ઘર તરફ ચાલવા લાગ્યા. કે ત્યારે દાદી બોલ્યા :
" અમે પહેલા તારા દાદાના ઘરની સામે જ રહેતાં હતાં. પણ અશોક ના મૃત્યુ બાદ અમે બીજે રહેવા ચાલ્યા ગયા. ત્યાર બાદ હું ક્યારેય કનું ને મળી શકી ન હોતી. હા , પણ હું તારી દાદી મીરા થી મળતી રહતી. તેનું કહેવાનું હતું કે કનું અશોકના મૃત્યુનો કારણ પોતાને માને છે..."
" દાદીએ મને અશોક દાદા વિશે કહ્યું તો હતું , પણ તેમના મૃત્યુ વિશે કહ્યું નહતું ! " મેં આશ્ચય થી પૂછ્યું કે તેઓ મને કહે કે અશોક દાદાનું મૃત્યુ કેવી રીતે થયું.
" આ વાત 03-06-1982 ની છે. કનું અને અશોક બંને એક જ કોલેજ માં ભણાવવા જતા હતા. એ દિવસે કનું ની તબીબી સારી નહોતી. તેથી અશોક એકલો કોલેજે ગયો હતો. અને એક રીક્ષા વારાએ તેની સાઈકલને ઢોકર મારી જેથી તેનું માથું એક થાંભલા સાથે અથડાનું અને એક ભલા માણસ ' સંજય મકવાણા ' તેને દવાખાને દાખલ કર્યો પણ તે બચી શક્યો નહીં. તે વ્યક્તિ અમારા ઘરે આવ્યો અને તેને આ દુઃખદ સમાચાર અમને આપ્યા. "
" અને પછી " મેં કહ્યું .
" પછી અમે બીજે રહેવા ચાલ્યા ગયા. લગભગ 1992 માં થયેલ કોપાયા અને રિપાયા વચ્ચે યુદ્ધ ને કારણે કનું અને તેના બીજા મિત્રો અને તેના કુટુંબો રાગનમજાએ ચાલ્યા ગયા. ચાલ્યા જવાનું કારણ માત્ર border ઉપરની લડાઈ જ ન હતી. પણ આંયા રાહડા એ અંદરો અંદર યુદ્ધ થતા ગયા હતા. કોઈ ધર્મના નામે યુદ્ધ કરે , તો કોઈ પોતાની સાથે ભૂતકાળનો બદલો લેતો હતો. "
" પણ રાગનમજાએ જ કેમ ? "
" કારણ કે ત્યાં યુદ્ધનું પ્રમાણ ઓછું હતું. " દાદીએ કહ્યું.
આ વાતું થતી જ હતી કે દાદાનું જૂનું ઘર આવી ગયું. ત્યારે દાદીએ કહ્યું :
" 2001 માં આવેલ ભૂકંપ ને કારણે આ ઘર ને ઘણું નુકસાન થયું છે. આજુ બાજુ ના ઘર કાં તો ફરીથી બની ગયા કે કાં તો વેચાઈ ગયા. પણ આ ઘર ને કોઈ ખરીદવા મંગતું નથી."
" તેનું કારણ ? " મેં પૂછ્યું.
" કારણ કે જે કોઈ આ ઘરની અંદર ગયું છે , તેનું કહેવાનું છે કે આ ઘર માંથી અલગ અલગ પ્રકારની અવાજો આવે છે. તેથી તેઓને આ ઘરમાં ભૂત હોય તેવું લાગે છે. "
ખરેખર માં ઘર તેવું જ હતું. બે માળનું ઘર , ભૂકંપના કારણે ઘણી બારીઓ અને દરવજાઓ તૂટી ગયા હતાં , અલગ અલગ જગ્યાએ ઉગેલી વનસ્પતિઓ , બગીચા માં પણ કચરો અને જીવજનતુઓ , અને આ બધાને સાફ કરવા વાળુ કોઈ નહીં.
" ચાલ , મારી ઘરે અને પછી તને જ્યાં જવું હોય ત્યાં જાજે." દાદીએ કહ્યું.
" ના , હું પછી આવીશ મારે અત્યારે એક કામ છે ! "
"ઢીક છે તો તારું ખ્યાલ રાખજે." દાદીએ કહ્યું. " આ વાત કહીને દાદી તેમના ઘરે ચાલ્યા ગયા અને હું તે જુના ઘરની અંદર ગયો.
અંદર એટલું અંધારું મારે મારા ફોનની ટોચ નો ઉપયોગ કરવો પડ્યો. ત્યાં દરવાજા તો તૂટેલા હતા તો પણ ત્યાં બધી બાજુ અંધારું. બારે જેટલું નાનું દેખાય તેટલું અંદર થી મોટું હતું. બધી જ જગ્યાએ કરોળિયા ( spider ) ના જાળા હતા. આ બધું તો ઢીક છે પણ મને બેસમેન્ટ ની શોધ હતી કારણ કે મને એક અવાજ સાંભરાણી " આંયા બેસમેન્ટ માં." ત્યાં બારે નાના બગીચામાં ક્યાંય પણ મને બેસમેન્ટની સીડી ન દેખાની એટલે કે મારે હવે અંદર જ તે બેસમેન્ટ ની સીડી ગોતવી પડશે. જ્યારે હું અંદર ગયો ત્યારે મને વધારે અવાજ પણ શભરાની નહીં. હા , જ્યારે હું પહેલી વાર અંદર ગયો તો મને એક પાતળી અવાજ શભરાની , " હવે , તું તૈયાર છો ! આંયા બેસમેન્ટ માં. "
મેં તે ઘર નો ખૂણો ખૂણો જોવાનું નક્કી કર્યું. મારે બેસમેન્ટ ગોતવું હતું તેથી હું ઉપર ન ગયો. તે ઘર બીજા ઘરો જેવું જ હતું. વચ્ચે હોલ , પછી બે રૂમ , તે રૂમોથી દૂર અને હોલની બાજુ માં રસોડું. હું ફરી ફરી ને તેમાંથી એક રૂમમાં ગયી. તે રૂમમાં કુલ 3 દરવાજા હતા. 2 લાકડાના જે તૂટી ગયા હતા પણ 1 દરવાજો લોખન્ડ નો બનેલો હતો અને તે તુટીઓ પણ ન હોતું. મને લાગ્યું કે આ જ હશે બેસમેન્ટ સુધી પહોંચવાનો રસ્તો. તે દરવાજામાં એક તાળું લગાવેલું હતું. મેં તે એક મોટા પથ્થર થી તોડ્યો. બહુ મજબૂત હતું તે તાળું. તે દરવાજા ની બીજી બાજુ એક સીડી હતી. તે સીડી જેમ જેમ અંદર જતી હતી તેમ તેમ અંધારું વધતું જતી હતું. હું તે સીડી થી બેસમેન્ટ સુધી પહોંચ્યો.
ત્યાં મને એક ટેબલ દેખાનું. જ્યાં અલગ અલગ પ્રવાહી ( liquid ) હતા , ઘણી પ્રવાહીની સીસીઓ તૂટેલી હતી , આઈન્સ્ટાઈન ની Theory of relativity બૂક એક બીજા ટેબલ ઉપર હતી , જયારે એક ખૂણામાં ઘણી બધી મશીની પડેલી હતી. તે પેલા ટેબલ ઉપર જ્યાં આઈન્સ્ટાઈન ની બુક હતી તેની એક બાજુ એક કાળા રંગનું બોક્સ હતું , તેની ઉપર F-7 લખેલું હતું. જ્યારે પેલી બૂકની બાજુ એક એક ફાઇલ હતી જેની ઉપર project new time લખેલું હતું. હું આ બધી વસ્તુઓને જોઈને સમજતો હતી કે આંયા શું શું છે કે મારા પગમાં એક બુક અથડાની , જે ટેબલની નીચે પડેલી હતી. મેં તે બૂક ને ટેબલ ઉપર રાખી અને તેના ઉપર નું નામ વાંચ્યું , તેની ઉપર My life is time લખેલું હતું. મને ત્યાં વધુ કઈ ન મળ્યું. તેથી હું તે પેલું બોક્સ , ફાઇલ અને તે પેલી બુક જેની ઉપર My life is time લખેલી હતું , આ 3 વસ્તુ મને મહત્વની લાગતા હું તેને હોટલે લઈ ગયો.
તારીખ : 04 / 04 /2018 , સમય : સાંજના 5:00 PM. મેં પહેલા તે ફાઇલ વાંચવાની કોશિશ કરી. મને લાગ્યું કે મને તેમા શું લખેલું છે તે મને સમજાઈ જશે કારણ કે મેં K.S.A. ની પરીક્ષા દીધી છે , પણ નહીં. તેમાં ઘણા ફોર્મ્યુલા લખેલા હતા , કોઈ એક વસ્તુ બનાવવા માટે. તે ફાઈલમાં લગભગ 50 થી પણ વધુ પેજ હતા. મને તે ફાઈલમાં કઈ પણ સમજાણુ નહીં. તેથી મેં તે પેલા કાળા રંગના બોક્સને લીધો. તે બોક્સ , મેં જોયેલા આજ સુધીના બોક્સ થી એકદમ અલગ હતું. તે બોક્સ એકદમ કાળા રંગનું અને ઉપર સફેદ રંગ થી F-7 લખેલું હતું. તે બોક્સ માં બે સાચા આંકડા લખીને જ તે બોક્સ ખુલી શકે છે. તે બોક્સમાં કુલ 2 નાના બોક્સ હતા. પહેલા બોક્સ માં એક આંકડો પછી એક - ( આડો લિટો ) અને પછી પાછો આંકડો. તે બોક્સ ના સાચા આંકડા મને ખબર ન હતા. તેથી તે બોક્સ પણ મેં બીજી બાજુ રાખી લીધુ અને તે પેલી બુક લીધી જેની ઉપર My life is time લખેલું હતું. મેં તે બુક વાંચવાનું શરૂ કર્યું . જેવી રીતે તે બૂકની ઉપર લખેલું હતું તેમ જ આ મારા દાદાની જીવની હતી. લગભગ 1 કલાકમાં મેં તે બુક વાંચીને પુરી કરી. મેં તેમાં એ એ વાત વાંચી જેના થી હું આશ્ચયમાં પડી ગયો. કારણ કે તેમાં જે વાત લખેલી હતી તે વાતને બીજા લોકો માનતા ન હતા. તેમાં લખેલું હતું કે ...

See My Blog Website :
Ronakparmar136.blogspot.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED