નેગ્યું નો માણસ - 2

                  Chapter  : 2

                  ફોટાઓ . . .
                                                                                   
                 નેગ્યુંમાં મારી ઉમર 14 વર્ષ ની હતી . પણ પૃથ્વી માં મારી ઉમર 27 વર્ષની છે .  પણ હું પૃથ્વી માં આવીયો તેના માત્ર બે જ વર્ષ થયાં છે . હું મારી સ્ટોરી ત્યાંથી શરૂ કરીશ જ્યાંથી ખરેખર થાવિ જોઈએ . એટલે આ મારી સ્ટોરી ભૂતકાળની જગ્યારે  વર્તમાનકાળ માં લખીશ . 
                2 એપ્રિલ 2018 , નેગ્યુંમાં રાતનાં 11:00 વાગ્યા છે. હું અત્યારે 'પટેલ ભવન' માં છું . મારા ઘરમાં મુખ્ય ત્રણ વ્યક્તિ ઓ જ રહે છે . હું , મારી મમ્મી અને પ્રિયા દીદી . પ્રિયા દીદી અમારા ઘરે કામ કરતી હતી અને અમારા જ ઘરે જ રહતી હતી . પણ અમે તેને નોકર ન સમજતા , તે અમારા ઘરની એક મહત્વની સભ્ય જ હતી . 
              નેગ્યું માં કોપાયા ' સૌથી મોટા દેશોમાંનું એક દેશ છે . જેમાં માત્ર 2 જ રાજ્યો છે . (1) રાહડા અને (2)  રગનમજા . અમે ' રગનમજા ' રાજ્ય માં રહેતા હતા . જ્યારે હું પૃથ્વી ઉપર આવીઓ ત્યારે ખબર પડી કે એક દેશ ના ઘણા રાજ્યો પણ હોઈ શકે છે . અમે રગનમજા માં રહેતા હતા . રગનમજા એટકે માની લો કે ગુજરાતનું જામનગર અને રાહડા એટલે રાજકોટ (એટલું સુંદર) . 
              મારા દાદા અને મારો પરિવાર પહેલા રાહડા માં પણ કોપાયા અને તેના પાડોશી  દેશ 'રિપયા' દેશ વચ્ચેના યુદ્ધને કારણે મારો પરિવાર આંયા આવી ગયો . તેના બે દિવસ પછી જ મારા દાદાનું ' હાર્ટ અટેક ' થી મૃત્યુ થઈ ગયું . 
                તે રાત્રે અમારા ઘરમાં માત્ર હું જ જાગતો હતો . હું મારા પાપા ' પ્રિન્સ પટેલ ' ના ફોટાઓ જોતો હતો .  આ ફોટાઓ ' પેપર ' માં જોતો હતો . અમારે ત્યાં બધા ફોટો ઓ આવી રીતે જ આવતા . હા , મારા પાપા નું નામ પણ પ્રિન્સ જ છે .  મારા જન્મ ના એક દિવસ પહેલા  જ તેમની મૃત્યુ એક કાર એક્સિડન્ટ માં થઇ . તેથી તેમની યાદમાં મારા મમ્મીએ  મારુ નામ પણ પ્રિન્સ રાખ્યુ .
                  તે રાત્રીએ હું મારા પાપના ફોટા જોતો હતો કે ત્યારે મને મારા દાદા નો ફોટો દેખાનો . 'કનું પટેલ' મારા દાદા નું નામ . જ્યારે પણ હું મારા દાદાનો ફોટો જોવ છું ત્યારે મારા મન માં એ પેલી વાત યાદ આવે છે જે મને મારી દાદી એ કહી હતી - " તારા દાદા પોતાના દિવસ નો મોટા ફાગનો સમય આપણા ઘરના બેસમેન્ટમાં જ વિતાવતા હતા , જ્યારે અમે રાહડા માં રહેલા હતા . મારા અંદાજન તેઓ કઈક ત્યાં બનાવતા હતા . કરણ કે તારા દાદા મેકેનિક અને રસાયણ શાસ્ત્રી હતા . તેમને જ  'મોંયું ' ધાતુ બનાવ્યુ હતું . તેમને સિવાય કોઈ તે બેસમેન્ટમાં જતું ન હતું . ' અને ત્યાંરે મને એક ડાયરી મળી જેનું નામ હતું ' પ્રિન્સ ( એટલે મારા પાપા ) નું બાળપણ . તો તેના લખેલો એક પ્રસંગ મને ત્યારે યાદ આવીયો કે - " જ્યારે પ્રિન્સ 3 વર્ષનો હતો અને તે ત્યાર સુધીમાં ચાલતા શીખી ગયો હતો . તો એક દિવસે તે પોતાના પપ્પા ની પાછળ પાછળ તે પેલા બેસમેન્ટમાં ગયો . આ વાતની જાણ તેના પપ્પાને ન હતી . પ્રિન્સ એ ત્યાં બધે બાજુ અલગ અલગ પ્રકારના લાઈટ જોયા , ત્યાં પડેલા લિકવિડ ( liquid ) પણ જોયા , ત્યાં તેને ઘણા માસીનો પણ જોયા ... પછી જ્યારે તેના પપ્પાને આ વાતની જાણ થઈ કે તે પ્રિન્સ ને લઈને મારી પાસે આવિયા અને કહ્યું કે ... "  હુંં આ બધી વાતો વિચારી જ રહ્યો હતો કે ત્યારે મને એક પ્રશ્ન મારા મન માં આવીયો કે ' તે બેટ્સમેન્ટ માં શુ હશે ? ' પણ પછી મને એ પણ ખ્યાલ આવીયો કે આ વાત અત્યારે કઈ મહત્વ રાખતી નથી . તેથી હું લગભગ 12 વાગ્યે પોતાના રૂમમાં જઈને સુઈ ગયો . અને ત્યારે જ મને મારા ફોન ની રિંગ સાંભરની હું ઉદ્યો અને ફોન ઉપરનું નામ જોયું ...

રેટ કરો અને રિવ્યુ આપો

S r

S r 2 માસ પહેલા

Sondagar Kavita

Sondagar Kavita 7 માસ પહેલા

પરમાર રોનક

પરમાર રોનક 7 માસ પહેલા

5 જાન્યુઆરી 2021 એ chapter 3 આવશે ... Thank you

Einstein RUTVI SHIROYA

Einstein RUTVI SHIROYA 7 માસ પહેલા