● CHAPTER : 13
● અશોકદાદાનું મૃત્યુ મેં જ કર્યું છે !
એ સ્વપ્નના મતલબને સમજ્યા બાદ હું જોશમાં આવી ગયો. પણ તબિયત ખરાબ હોવાને કારણે હું જલ્દી કામ કરી શકતો ન હતો. હું કોલેજ થી પણ નીકળી ગયો. 'મારે હવે એક સમય યાત્રાની ઘડિયાળ બનાવવાની છે.' આ જ વિચાર મારા મન માં ફરતો રહેતો હતો.
પણ તમને પ્રશ્ન થતો હશે કે હું કેવી રીતે એ સમય યાત્રાની ઘડિયાળ બનાવી શકીશ ? તો , જ્યારે મને પહેલી વાર F-7 મળી હતી તેની સાથે જ મને એક ફાઇલ પણ મળી હતી. જેમાં દાદાએ વિગતે લખ્યું હતું કે કેવી રીતે તેમને F-7 બનાવી છે. મને એ બધું યાદ છે એટલે હું એક નવી જ સમય યાત્રાની ઘડિયાળ બનાવી શકું છું. હા , એ ઘડિયાળ બનાવવતા ઘણો સમય જશે. પણ હું એ સમય યાત્રાની ઘડિયાળને બનાવીને આ મિશનને પૂરું કરીશ.
આ મિશનમાં મારે અશોક દાદાને મારી નાખવુ પડશે. કારણ કે જો હું અશોક દાદાને મારી નાખું તો મારુ એ વર્તમાન થઈ જશે જે પહેલા હતું. અને ખરેખરમાં એ જ વર્તમાન સારું છે. પણ....હું આવું કરી શકીશ ? કારણ કે મેં તો કોઈને ન મારવાનું , કોલેજ માં વચન લીધું છે. પણ પછી વિચાર આવ્યો કે મારે તો ડોકટર બનવું જ નથી. તો એ વચનનું શું મહત્વ ! પણ તોય મારે એ વચનને તોડવું તો પડશે જ. હું મારી જિંદગીનું આ પહેલું વચન તોડવા જઈ રહ્યો છું. અને આ જરૂરી પણ છે.
જેમ જેમ હું ઠીક થતો ગયો તેમ તેમ હું નવી સમય યાત્રાની ઘડિયાળ બનાવવાની તૈયારીમાં લાગી ગયો. હું આ ઘડિયાળ એ જ બેસમેન્ટમાં બનાવતો હતો જ્યાં પહેલાની સમય ધારા વાળા દાદા એ F-7 બનાવી હતી. હું આ કામ બહુ ધ્યાન દઈને કરતો હતો. દાદાને પણ આ વાતની ખબર પડી ન હતી કે હું બેસમેન્ટ માં કઈક બનાવું છું. હું દાદાને એમ કહેતો કે "હું બેસમેન્ટમાં વાંચવા જાવ છું. કારણ કે ત્યા શાંતિ છે. " અને દાદા કામ કરતા કરતા "હા" પડતા. પણ વચ્ચે વચ્ચે ઘણી મુસીબતો પણ આવતી રહી છે. જેમ કે એ ઘડિયાળ બનાવવા માટે હું કોઈ પણ વસ્તુ દાદા પાસેથી માંગતો તો તેઓ મને ઘણા પ્રશ્નો પૂછતાં. જેમ તેમ કરીને હું દાદા પાસેથી એ વસ્તુઓ મંગાવી શકતો હતો. ઘણી વાર તેઓ બેસમેન્ટ માં આવતા તો મારે એ બધી વસ્તુઓ તૂટે નહિ તેવી રીતે છુપાવીને રાખવી પડતી હતી. આવી ઘણી મુસીબતો બાદ મેં એક નવી સમય યાત્રાની ઘડિયાળ બનાવી લીધી.
તારીખ : 06-જુલાઈ-2019 (એક વર્ષ અને બે મહિના બાદ)
સમય : રાતના 2 વાગ્યે
એક વર્ષ વીતી ગયું છે. નહિ , એક વર્ષ ને બે મહિના. આ વચ્ચે મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. ઘણું એવું જોયું જે મેં કેદી પણ વિચાર્યું ન હતું. પણ ધીરે ધીરે હું કામ કરતો ગયો. દાદા T.V. જોઈને 12 વાગ્યે સુતા. ત્યારે હું બેસમેન્ટ માં જતો અને કામ આગળ વધારતો. અને આખરે એક વર્ષ બાદ એક નવી સમય યાત્રાની ઘડિયાળ તૈયાર હતી. જેનાથી હું મારી ભૂલ બદલી શકું છું. મેં એ સમય યાત્રા ની ઘડિયાળનું નામ P-1 એટલે કે Past-1 રાખ્યું છે. જેવી રીતે મારા દાદાને ભવિષ્ય માં જવું હતું તેથી તેમને તે ઘડિયાળનું નામ F-7 રાખ્યું , જેમાં F એટલે Future અને તે સાતમી સમય યાત્રાની મશીન હતી તેથી 7 ! તેવી જ રીતે મારે ભૂતકાળ માં જવું છે તેથી મેં આ નવી સમય યાત્રાની ઘડિયાળનું નામ P-1 રાખ્યું , જેમાં P એટલે Past અને આ ઘડિયાળ મારી પહેલી ટ્રાઈ માં જ બની ગઈ એટલે 1 !
P-1 F-7 કરતા થોડી અલગ છે. જેમ કે P-1 ત્રિકોણ આકારમાં છે. જેના એક ખૂણે સમયને બદલવાનું બટન , બીજા ખૂણે તારીખને બદલવાનું બટન અને ત્રીજા ખૂણે સ્ટાર્ટ બટન છે. ત્રિકોણ આકાર રાખવાનું કારણ એ કે ત્રિકોણ ના ત્રણ ખૂણા ભૂતકાળ , વર્તમાન અને ભવિષ્યને દર્શાવે છે. P-1 માં કોઈ પટ્ટો ન હતો. નેનોટેક્નોલોજીથી ઓટોમેટિક સામે વાળાના હાથના માપનો પટ્ટો બની જાય. એટલે કે આ ઘડિયાળ નવી જ આધુનિક સમય યાત્રાની ઘડિયાળ કહી શકાય. જેમાં નકામું કઈ પણ નથી.
રાતના બે વાગ્યા છે અને મારા હાથમાં એ સમય યાત્રાની નવી ઘડિયાળ 'P-1' છે. જેનાથી હું હવે સમય યાત્રા કરીને અશોક દાદાને મારવા જઈ રહ્યો છું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને P-1 માં તારીખ નાખી 03-06- 1982 અને સમય નાખ્યો સવારના 8 વાગ્યાનો. હું સ્ટાર્ટ બટન દબાવવાનો જ હતો કે મને વિચાર આવ્યો કે હું એક કાગળ માં મારો સફર લખીને મૂકી દવ. જેથી બીજા લોકોને ખબર પડે કે હું કોણ છું, હું કહ્યા થી આવ્યો છું અને હવે હું કહ્યા જઈ રહ્યો છું. તેથી મેં એક કાગળ માં મારી વાત લખી
" Hello , હું પ્રિન્સ એટલે કે તમારો મહેશ પટેલ છું. હું એક સમય યાત્રી છું. હું ભૂલથી આ સમય ધારામાં આવી ગયો હતો. અને હું એ ભૂલને બદલાવ માટે પાછો સમયમાં પાછળ જાવ છું. હું છેલ્લા એક વર્ષ થી નવી સમય યાત્રા ની મશીન ઉપર કામ કરી રહ્યો હતો. મારાથી કઈ ભૂલ થઈ છે એ હું તમને કહી શકતો નથી. હોઈ શકે છે કે તમને મારી વાત ઉપર વિશ્વાસ ન થતો હોય , પણ હું સાચું કહ્યું છું. મારી પાસે તમને કહેવા માટે ઘણું બધું છે. પણ હું તમને કહી શકું તેમ નથી. હું માત્ર તમને એ જ કહી શકું છું કે 'સમયનું કામ એ જ સમય કરશે' Good bye. ''
એ કાગળ મેં મારા રૂમના દરવાજે ચોંટાડી ને પાછો બેસમેન્ટમાં આવ્યો. ત્યાર બાદ મેં ફરીથી P-1 માં તારીખ અને સમય નાખ્યો. અને પછી મેં સ્ટાર્ટ બટન દબાવ્યું. ત્યારે મારી સામે એક સફેદ પ્રકાશ આવ્યું અને મેં મારી આંખો બંધ કરી નાખી.
તારીખ : 03-06-1982
સમય : 8 વાગ્યા
હું પહોંચી ગયો હતો એ સમયમાં જ્યાં અશોક દાદાનું મૃત્યુ થવાનું હતું અને મેં એ મૃત્યુને રોખ્યું હતું. પણ આ વખતે નહિ. મેં આજુ બાજુ જોયું ત્યાં મને એક રીક્ષા દેખાની જે ચાલુ હતી પણ તેમાં કોઈ બેઢું ન હતું. તેમાં અનાજના બચકા ભરાતા હતા. 'હું તે રીક્ષા લઉં ? કે નહીં ?' એ હું વિચારતો હતો કે મને અશોક દાદા સામેથી આવતા દેખાના. હું તરત એ રીક્ષા માં બેઢો અને એ રિક્ષાથી અશોકદાદાની સાઇકલ અથડાવી. અથડાવાને કારણે એ સાઇકલ નીચે પડી. જ્યારે સાઇકલ પડી તો તેની સાથે અશોકદાદા પણ નીચે પડ્યા. ત્યારે તેમનું માથું એક વીજળીના થાંભલા સાથે અથડાયું. તેથી તેમના માથા માંથી લોહી વહેવા લાગ્યું. રસ્તો ખાલી હતો તેથી કોઈને ખબર ન પડી કે મેં જ અશોક દાદાની સાઈકલને એ રીક્ષા સાથે અથડાવી. મેં એ રીક્ષા સાઈડમાં રાખી. અને હું અશોક દાદાને મરતા જોતો હતો. ત્યારે મને જાગૃતિ આવી. મારી અંદરથી એક અવાજ આવી ' મેં આ શું કર્યું !? '
હું તરત ભાગીને અશોકદાદાની પાસે ગયો અને તેમને હોસ્પિટલ લઈ ગયો. 15 મિનિટ બાદ ડોક્ટરથી જાણ થઈ કે અશોકદાદાના માથા માંથી ઘણું લોહી વહી ગયું હતું. તેથી તેમનું મૃત્યુ થઈ ગયું છે.
આ વાત સાંભરીને હું રોવા માંડ્યો. ત્યારે મને એક વાત સમજમાં આવી કે વાસ્તવમાં હું જ અશોકદાદાને મારનાર છું. એટલે કે અશોકદાદાનું મૃત્યુ મેં એટલે કે સંજય મકવાણાએ કર્યું છે. આ વાત જાણીને મને ઘણું આશ્ચર્ય થયું અને સાથો સાથો દુઃખ પણ થયું.
ત્યાર બાદ 8:30 વાગ્યે હું આ દુઃખદ સમાચાર લઈને અશોકદાદાના ઘરે ગયો. અશોકદાદાના મમ્મીએ આ વાત મારા દાદાથી કહી. આ વાત સાંભરીને દાદા રડી પડ્યા. ત્યારે દાદાએ અશોકદાદાની મમ્મીથી કહ્યું "આ મારી ભૂલ છે ! કાલે ખાધેલી પાણીપુરી ને કારણે હું આજે અશોક ની સાથે કોલેજે જઈ ન શક્યો. અને આજ નવા રસ્તાનું ઉદ્ઘાટન થવાનું હતું જેના વિશે અશોકને ખબર તો હતી પણ તે એ સમયે ભૂલી ગયો હશે."
ત્યારે અશોક દાદાના મમ્મી બોલ્યા : " ના, કનું , ના. વિધિના વિધાન ને કોઈ બદલી શકતું નથી . "
"અગર, કોઈ વિધિને બદલાવી શકે તો ? ! " દાદા એ પૂછ્યું.
"તો એ થઈ શકે છે જે કોઈ ન વિચારી શકે. સમય નું કામ એ જ સમય કરશે !'' અશોકદાદાના મમ્મીએ જવાબ આપ્યો.
ત્યારે મેં મનોમન પોતાને કહ્યું 'હા , સાચું ! સમય નું કામ એ જ સમય કરશે અને કરે જ છે !' ત્યાર બાદ વર્તમાન માં આવવા માટે મેં સ્ટાર્ટ બટન દબાવ્યું.
- સમય નું કામ એ જ સમય કરશે. -
__________________________
• જુઓ ' નેગ્યું નો માણસ ' ના ટોપ 10 તથ્યો અથવા Facts. મારી બ્લોગ વેબસાઈટમાં 👇
(Did you know =)
(1) Didyouknow136.blogspot.com (IN GUJARATI )
અને
(Parmar ronak = )
(2) parmarronak136.blogspot.com (IN ENGLISH )
__________________________
THANK YOU VERY MUCH......