Ascent Descent - 55 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 55

પ્રકરણ - ૫૫

મલ્હાર એક પછી એક પોતાનાં મોબાઈલમાં મોંઘાદાટ દેખાતાં પેન્ડન્ટના ફોટા બતાવતો ગયો. આધ્યા એક પછી એક બધાને જોતી ગઈ. મલ્હારની આખો આધ્યાના હાવભાવને સમજવા મથામણ કરી રહી છે એટલામાં જ એક બે પેન્ડન્ટનો ફોટો આવ્યો કે મલ્હારે ફટાફટ આગળ જવા દીધું ત્યાં જ આધ્યા બોલી, " એક મિનિટ આગળનો ફોટો બતાવ તો?"

મલ્હારે એ ફોટો બતાવ્યો કે તરત જ એક ફોટો જોઈને મોબાઈલની સ્ક્રીન પર આગળી મૂકતા કહ્યું, " મલ્હાર આવું જ પેન્ડન્ટ હતું મારી પાસે.'

" તે બરાબર જોયું? કદાચ એનાં જેવું લાગતું હોય."

 

આધ્યા મક્કમતાથી બોલી, " ના આ જ પેન્ડન્ટ... સેમ... એમાં કોઈ જ બદલાવ નથી. અદ્દલ આવું જ છે. જો હું તને બતાવું." કહીને આધ્યા એક થેલાના ખાનામાંથી એક પેન્ડન્ટ લઈ આવી."

 

મલ્હાર નવાઈ પામતાં બોલ્યો, " તારી પાસે કેવી રીતે? શકીરાએ લીધું હતું તો?"

 

"શકીરા હાઉસ બદલવાનું થયું એનાં આગલાં દિવસે શકીરા આખો દિવસ માટે બહાર ગયેલી. એ પહેલા હું એની પાસે મને ડૉક્ટર પાસે બતાવવા જવા કહેવા ગયેલી. પણ એનો કોઈ ઈરાદો મને ન લાગ્યો એ સમયે અજાણતા જ એ પેન્ડન્ટ એનાં કપડાની સાથે કદાચ ભૂલમાં બહાર આવી ગયેલું હશે એ બેડ પર પડેલું મને દેખાયું. ડૉક્ટરને બતાવવા મને પૈસાની જરૂર હતી આથી મેં એ મારું જ હોવાથી કોઈપણ રીતે એ પાછું લેવાનું નક્કી કર્યુ. હું આટલાં વર્ષો એની સાથે હોવાથી મને એની અમૂક વસ્તુઓ ક્યાં મુકતી એ મને ખબર હોવાથી મેં એ યોગ્ય તક ઝડપીને લઈ લીધું. આજે મેં બહાર કાઢીને મૂક્યું હતું કારણ કે કર્તવ્ય મહેતાએ આવવાનું કહ્યું હતું તો એમને આપવા.'

 

" એમને કેમ આપવાનું છે તારે?"

 

"મારી પાસે બીજું કંઈ તો નથી. મારી હોસ્પિટલનું બિલ, આટલાં દિવસ રહેવાનો ખર્ચો અને ખાસ તો આટલું મોટું સલામતીનું રૂણ હું ક્યારેય નહીં ચૂકવી શકું... પણ મારી પાસે હાલ જે છે એ આપીને મારું શક્ય એટલું દેવું તો ચુકતે કરી દઉં એટલાં માટે જ. "

 

" હમમમ.... બરાબર. તારો જીવ ચાલશે ખરાં?"

 

" હવે શું? જે માણસ પોતાનું ચારિત્ર્યને કલંક લગાવી ચુક્યું હોય એને આ બધાં માટે શું મોહ રાખવાનો?" કહેતાં ફરી આધ્યાને ડુમો બાઝી ગયો.

મલ્હાર : " સોરી...હું તને હર્ટ કરવા નહોતો ઈચ્છતો. હવે એક સવાલ પુછવા માગું છું કે આટલાં વર્ષોમાં હું આવ્યો એ રીતે કોઈ એવો પુરુષ તારી પાસે આવ્યો છે ખરાં કે જેણે આવીને તારી સાથે પોતાની દેહવાસના સંતોષી ન હોય?"

 

" એવું તો કોણ હોય કે કોઈ એમ જ પૈસા બગાડે. તું જ મને મળ્યો..." પછી તરત જ કંઈ વિચાર કરતાં એ બોલી, " હા લગભગ આઠેક મહિના પહેલાં એક પુરુષ આવેલો લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષ આસપાસનો હશે. એ આવેલો ત્યારે મને શકીરાએ ખાસ તૈયાર કરાવેલી. મને તો નથી ખબર કે એ કોણ હતો. કદાચ હું તો રૂટીન મુજબ જ એક કામ પતાવવાનુ હોય એમ જ ગયેલી. એ વ્યક્તિ હું અંદર પ્રવેશી ત્યારે બધાં પુરુષોની જેમ જ તૈયાર હોય એવું લાગ્યું.

 

પણ પછી મને વ્યવસ્થિત રીતે જોતાં એ વ્યક્તિ ઘણીવાર સુધી મારાં ચહેરાને તાકી રહ્યો. એની એ સહેજ બદામી આખો શું જોઈ રહી હતી એ મને સમજાયું નહીં. એનો અંદર પ્રવેશતાં જે જોશ હતો એ ઓછો થઈ ગયો. પણ પછી એ બેડ પર આવીને મારી નજીક આવ્યો. એણે અચાનક મારાં જમણાં પગની ઢીંચણથી ઉપરનાં ભાગ પાસેથી મારું એ ગાઉન સહેજ ઉચું કર્યું. એ શું જોવા ઈચ્છતો હતો સમજાયું નહીં. પણ પછી એણે તરત જ ઢાંકી દીધું."

 

" કંઈ ખાસ એ ભાગ પર હોય એવું હતું ખરાં?"

 

" હા... એ ભાગ પર મને લીલાં રંગનું લાખુ છે. પણ એ વ્યક્તિએ સીધું એ જ કેમ જોયું મને સમજાયું નહીં. હું થોડી ગભરાઈ મેં પૂછ્યું પણ ખરાં કે કોઈ તકલીફ છે તમને? એ લગભગ એક કલાક સુધી એમ જ કંઈ પણ બોલ્યા ચાલ્યાં વિના બેસી જ રહ્યાં આ બાજુ મારાં ધબકારા વધી ગયાં કારણ કે કેટલાક કસ્ટમર કોઈ એમને ન ગમે તો એ અમને કહ્યા વિના સીધી જ શકીરાને જાણ કરી દેતા. અને પછી તો શકીરા અમને એની સજા આપતી."

 

" શું સજા આપતી શકીરા? મારતી કે એવું કંઈ?"

 

"ના એ બીક બતાવે પણ મારે નહીં કારણ કે અમારો ધંધો જ દેહ સાથે સંકળાયેલો હતો જો એમાં કંઈ પણ એવું થાય તો એને જ નુકસાન થાય. એ જમવાનું ન આપે, આખી રાત સુવા ન દે, બહુ વધારે કામ કરાવે, કલાકો સુધી પાણી ન આપે, અમારી તાકાત કરતાં વધારે કસ્ટમર અમને સોંપી દે આવી બધી સજા આપે."

 

આ સાંભળતાં જ જાણે મલ્હારના રૂવાટાં ઉભાં થઈ ગયાં. એ ફક્ત એટલું બોલી શક્યો, " તારાં પર આટલી બધી તકલીફો આવી છે છતાં તું આટલી હિંમત કેવી રીતે રાખી શકે છે? તારી જગ્યાએ હું હોઉં તો તૂટી જાઉં અંદરથી...બોલ, હવે પછી એ વ્યક્તિએ શું કર્યું હતું?"

 

"એ દોઢ કલાક સુધી બેસી રહ્યો. એનો ચહેરો રડમસ બની ગયો હતો. મેં ઘણું પુછવાની કોશિષ કરી પણ એ કંઈ જ બોલ્યો નહીં. મને થયું હતું કે આનું મગજ તો ખરાબ નથી થઈ ગયું કે શું? છેલ્લે નીકળતાં એને અજીબ રીતે મારા માથાં પર જાણે કોઈ આશીર્વાદ આપતું હોય એમ હાથ રાખી દીધો અને ફટાફટ નીકળીને શકીરાને થતાં હતાં એનાથી ઘણાં વધારે પૈસા આપીને નીકળી ગયો. શકીરાને એવું લાગ્યું હતું કે મેં એને ખુશ કરી દીધો હશે એટલે એણે આટલાં બધાં રૂપિયા આપ્યાં એટલે એણે કોઈ પૂછપરછ ન કરી. બસ એ દિવસ પછી ક્યારેય એ વ્યક્તિ મને શકીરાહાઉસમા દેખાયો નથી. આ વાત મેં તને જ કરી છે હજુ સુધી મારા અને એ વ્યક્તિ સિવાય કોઈને ખબર નથી કે અંદર શું બન્યું હતું કે નહોતું બન્યું."

 

મલ્હાર : "હમમમ... બરાબર. હવે તારો શું પ્લાન છે આગળનો?"

 

"મને પણ કંઈ સમજાતું નથી. પણ તું તારા પરિવારમાં કોણ છે તું શું કરે છે એ તો મને જણાવ. ઉત્સવ અને કર્તવ્ય મહેતાને તું કઈ રીતે ઓળખે છે?"

 

મલ્હાર : " મારા પરિવારમાં હું, મારાં માતા પિતા અને એક બહેન છે. હું એક બિઝનેસમેન છું. મારી એક કંપની છે. બાકી નાનો મોટો બિઝનેસ ચાલ્યાં કરે."

 

"હું માનું છું ત્યાં સુધી તમે એમ ડાયરેક્ટલી મારી પાસે પહોંચ્યા હોય એવું નથી લાગતું કદાચ કોઈ મકસદ સાથે ત્યાં આવ્યાં હતાં એવું મને ઊડે ઊડે હવે લાગી રહ્યું છે કારણ કે તમને જોઈને મારાં આટલાં વર્ષોનાં તારણ પરથી નહોતું લાગ્યું કે તમે કદાચ તમે આ રીતે કોઈ પાસે ભૂખ સંતોષવા જતાં હોય. આવનારાં વ્યક્તિઓમાં ઘણાં મારી પાસે આવવા ડિમાન્ડ કરતાં પણ હું ના મલુ તો એ લોકો કોઈની પાસે ચાલ્યાં પણ જતાં કારણ કે આ રીતે બહાર ખુબસુરત છોકરીઓ પાસે જઈને પોતાની દેહ વાસના સંતોષવી એમની આદત કે મજબુરી બની ગઈ હોય છે. અને હવે તો હું સો ટકા ખાતરી સાથે કહી શકું કે તું એ વખતે કદાચ પહેલીવાર જ કોઈ કોઠો કે વેશ્થાગૃહમા આવ્યો હતો. બોલ સાચી વાત છે ને?"

 

મલ્હાર હસીને બોલ્યો, " તું બહું ચાલાક છે હો. તારી વાત સાચી પણ છે કે હું પહેલીવાર કોઠો શું હોય છે એને મારી સગી આંખે જોયું હતું. હવે સાંભળ હું તને એક ફોટો બતાવું પછી તું કહે ઓળખે છે આ વ્યક્તિને?" કહીને મલ્હારે પોતાનાં મોબાઈલમાંથી એક ફોટો કાઢીને આધ્યાને બતાવ્યું એ જોઈને આધ્યા તો જોતી જ રહી. એ ફક્ત એટલું જ બોલી, " આ તો...તું કેવી રીતે ઓળખે? મને સમજાતું નથી કંઈ.... તું મને બધું વિગતવાર વાર વાત કર...." એટલામાં જ કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો.

 

આધ્યા બોલી, " કોણ?"

"ઉત્સવ છું... એક જરૂરી કામ માટે હાલ જ જવું પડશે. શક્ય થશે તો રાત્રે આવી જઈશુ, નહીંતર કાલે તો ચોક્કસ..."

આધ્યા ઉભાં થતાં મલ્હારનો હાથ પકડતાં ધીમેથી બોલી, " તારે અત્યારે જવું જરૂરી છે? આવી રીતે અધૂરી વાત કરીને તું મને મૂકીને જાય છે મારૂં મન પાગલની જેમ ચારેય દિશામાં વિચારો કરી રહ્યું છે કંઈ જ સમજાતું નથી. તું આવીશ ત્યાં સુધીમાં તો મારી હાલત બહું ખરાબ થઈ જશે."

મલ્હારે ધીમેથી આધ્યાના ગાલ પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું," હા જરૂરી છે...નહીતર આમ ન જાત. બધું જ સારું થશે મારો વિશ્વાસ રાખ. કદાચ આ પણ તું કે તારા જેવી અનેક છોકરીઓની જિંદગી બદલનાર કામ હોઈ શકે છે. હું આવીશ ચોક્કસ પાછો આવીશ.... તારે કર્તવ્ય મહેતાને મળવું છે ને? તારો ભાર ઉતારવાનો છે ને? હું ચોક્કસ એની સાથે જ હવે આવીશ. પ્રોમિસ...બાય... ધ્યાન રાખજે..." કહીને મલ્હાર રૂમ ખોલીને ફટાફટ નીકળી ગયો....!

મલ્હાર કયા કામ માટે નીકળી ગયો હશે? મલ્હારે આધ્યાને કોનો ફોટો બતાવ્યો હશે? કોણ હશે એ ફોટામાં? મલ્હાર શા માટે આધ્યા માટે આ બધું કરી રહ્યો હશે? એ સાચે આધ્યાને પ્રેમ કરતો હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૬

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED