Ascent Descent - 54 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 54

પ્રકરણ - ૫૪

આધ્યાએ મલ્હાર સામે પોતાની જીવનની વાત આગળ વધારતાં કહ્યું, " હું ત્યાં શકીરાહાઉસમા મોટી થવા લાગી. થોડી મોટી થતા એ મારી પાસે બધું કામ કરાવતી. સાથે જ એ મારું શરીર ખુબ સુંદર સરસ રહે એ માટે નાનપણથી એ કહે મુજબ જમવાનું નિયંત્રણ કરાવતી. મારી મરજી મુજબ હું કંઈ ન કરી શકું. શરુઆતમાં તો એનાં ત્યાં ઘણી છોકરીઓ કામ માટે આવે અને જતી રહે નોકરીની જેમ જ. પણ એમાં શકીરા હાઉસની ઘણી માહિતી લીક થતી હોય એવું લાગ્યું. કારણકે આખું શકીરાહાઉસ કોઈ લીગલ પરમિશન વિના જ ચાલતું હતું.

એક દિવસ મને યાદ છે એ મુજબ હું છઠ્ઠા ધોરણમાં હતી. હા, કયા કારણસર ખબર નથી પણ એણે મને બાર ધોરણ સુધી ચોક્કસ ભણાવી હતી. એક દિવસ રાત્રે એક મોટો ટ્રક અડધી રાતે આવેલો. હું એવાં વાતાવરણમાં ઉછેર હોવાને કારણે મને મારી ઉમર કરતાં ઘણી વધારે ખબર પડતી હતી એ કારણે એ રાત્રે ટ્રકનો અવાજ સાભળીને હું ઉભી થઈ ગયેલી. શકીરાએ મને સૂઈ જવા કહેલું. પણ એનાં બહાર જતાં જ મેં ધીમેથી શું બની રહ્યું છે એ જોવાનો પ્રયત્ન કરેલો. તો એ દરમિયાન લગભગ ચાલીસેક જેટલી જુદી જુદી ઉમરની છોકરીઓને અંદર આવતી જોઈ હતી. એમની કોઈ મેડમ એમને કહી રહી હતી થોડાં જ દિવસ અહીં રહેવાનું છે પછી તમને લઈ જઈશું. એમની ઘણીબધી છોકરીઓ રડતી હતી. એ લોકોને અહીં રહેવું નહોતું.

 

એ લોકો એમને મૂકીને જતાં રહ્યાં પછી ફરી ક્યારેય ન આવ્યાં. મેં જે સાભળ્યું હતું એ મુજબ એમણે કોઈ સાથે સોદો કરેલો એ કોઈ બીજા રાજ્યમાં હોસ્ટેલમાં રહેલી છોકરીઓ હતી. એ લોકો કોઈ પ્રવાસમાં ગયેલાં અને ત્યાં એક્સિડન્ટ થયેલો...બધાનાં મૃત્યુ થયેલાં...એ આખો કોઈ બહું મોટો પ્લાન તૈયાર થયેલો હતો અને ખબર નહીં શું થયેલું પણ એ પછી કોઈ પોલીસ તપાસ પણ ન થઈ કે શું પછી એ મુકવા આવેલાં લોકો એ દિવસ પછી કદી દેખાયાં નહીં.

 

યુવાન છોકરીઓને શકીરાએ બળજબરીથી આ એનાં ધંધામાં લગાડી દીધી. બાકીની છોકરીઓને એ થોડી યુવાન થાય ત્યાં સુધી બીજા કામમાં લગાડી દીધી. મારી પાસે તો એણે બારમા ધોરણ સુધી કંઈ આવું કામ નહોતું કરાવ્યું. બધાં મને શકીરાની દીકરી કે એની કોઈ ખાસ સગી હોય એવું જ માનતાં. પણ અચાનક એક દિવસ મારાં જીવનમાં ઝંઝાવાતની શરુંઆત થઈ. હું સ્કુલમાંથી એક દિવસ પાછી ફરી. એ દિવસે એકસ્ટ્રા ક્લાસને કારણે આવતાં થોડું મોડું થઈ ગયેલું. હું ફટાફટ ઉતાવળમાં શકીરા હાઉસ મારી બંધાવેલી રીક્ષા દ્વારા પહોંચી. એ જ સમયે એક વ્યક્તિ ત્યાં આવેલો દેખાયો. હું એને ઓળખતી પણ નહોતી કે મેં આ પહેલાં એને ક્યારેય જોયો નહોતો.

 

હું એ વખતે બારમા ધોરણમાં હોવાથી કોની નજર મારા પર કેવી છે એ તો મને સમજ પડતી હતી. એ મારી તરફ ઘુરીને કોઈ ખરાબ નજરથી જોઈ રહ્યો હતો. શકીરાએ એ સમયે તો મને અંદર મોકલી દીધી. પણ ખબર નથી મારાં ગયાં પછી શું થયું કે હું કપડાં ચેન્જ કરવા ગઈ ત્યાં એ ફટાફટ મારી પાછળ આવી. એણે મને મારાં રુટીન નાઈટના કપડાની જગ્યાએ બીજાં જે તું સમજી શકે છે કે કોઈને પણ ઉત્તેજિત કરે એવી નાઈટી પહેરવા આપી. મેં ના કહી દીધી. પહેલાં એણે બસ એમ જ તું મારી દીકરી છે, તું કેવી લાગે છે એ જેવું છે આમ તેમ કરીને ફોસલાવવાનો પ્રયત્ન કર્યો પણ હું ન માની મને એનાં મનમાં કંઈ વિચિત્ર રંધાઈ રહ્યું છે અને ભણક આવી રહી હતી.

 

છેલ્લે એણે હું ન માનતાં જબરદસ્તીથી બે લાફા મારીને મારું ભણવાનું આજથી જ બંધ કરાવી દેશે એમ કહીને મને તૈયાર કરી. મને મારાં ભણવા માટે બહુ લગાવ હતો હું ભણીને કોઈ બિઝનેસમા આગળ વધવા માગતી હતી એ મારું સપનું હતું. હું આસું સારતી પરાણે તૈયાર થઈ અને મને એ એક રૂમમાં મૂકી આવી. અને મારાં શક પ્રમાણે મારાં અંદર જતાં જ એ પુરુષ અંદર આવ્યો... અને પછી તું સમજી શકે છે.... "કહેતાં જ આધ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

 

મલ્હાર કદાચ આધ્યાની વેદના બહું સારી રીતે સમજી રહ્યો છે. અજાણતા જ કોઈ એવા વિચાર વિના જ આધ્યા મલ્હારના ખોળામાં માથું રાખીને કેટલા સમય સુધી રડતી રહી. થોડીવાર તો મલ્હાર પણ શું કહેવું એ વિમાસણમાં પડી ગયો.

 

મલ્હાર : " ચાલ હવે આ પાણી પી લે. ભૂતકાળને બદલી શકવાનાં નથી પણ ભવિષ્ય આપણા હાથમાં હોય છે. મને ખબર જ છે કે તારી લાઈફ કેવી હશે પણ મારે એ એટલાં માટે બધું જાણવું છે કે એની સાથે હવે તારું ભવિષ્ય બનવાનું છે. કોઈ પણ વણકહી વાતની તારાં ભવિષ્ય પર અસર ન પડવી જોઈએ. બાકી હું તને પછીની વાત કહીશ એ સાંભળીને કદાચ તું પણ ચોકી શકે છે. પણ પહેલાં તું તારી બધી જ વાત શાંતિથી કરી લે."

 

મલ્હારની હૂંફથી આધ્યામા ફરી એક હિમ્મત આવી. એને નવાઈ લાગી મલ્હાર શું કહેવાનો હશે હવે? એણે ફરી પોતાની વાત શરું કરી.

" એ રાત્રે આવું બની ગયાં પછી હું નર્વસ રહેવા લાગી. મને ખબર પડી હતી એ મુજબ એ પુરૂષ મારી સુંદરતામા મોહી ગયો હતો. એણે એ દિવસે મારાં માટે તગડા પૈસા આપ્યાં હતાં. બસ એ જ દિવસથી કદાચ શકીરા મારા માટે પૈસાની ભૂખી થઈ ગઈ. એની મારી પાસે અપેક્ષા વધી ગઈ હતી. અને એ જ દિવસથી એણે મારી પાસે ધંધો શરૂ કરાવી દીધો. શરૂઆતમાં તો એણે મારી જીદ્દને કારણે મારાં મને મહાપરાણે ચાર મહિના પૂરા કરાવીને બારમાની એક્ઝામ આપવા દીધી. એને એવું હશે કે કદાચ હું સારા ટકા સાથે પાસ થઇશ એટલે એ મારી પાસે સતત એનું કામ કરાવવા લાગી જેથી હું ભણી ન શકું. પણ મારી ધગશને કારણે હું રાતે ઉજાગરા કરીને પણ ભણી લેતી. અને એ સમયે અહીં મુબઈમા તો કોલેજ જ ગણાતી પણ હું આખી કોલેજમાં બીજાં નંબરે આવી.

 

મારી ભણવાની બહું ઈચ્છા હતી પણ જો હું એ પછી આગળ ભણું તો કોઈને કદાચ મારી અસલિયતની ખબર પડી જાય કે પછી કદાચ એને એમ હશે કે કોઈ બીજાં સારાં છોકરા સાથે એણી જાણ બહાર લગ્ન કરી લઉં ને એનાથી છૂટી જાવ તો?... ને બસ મારું ભણવાનું છોડાવી દીધું. બસ છેલ્લા પાંચ છ વર્ષથી એ મારી પાસે આજ કામ કરાવતી હતી."

 

"તારા ફ્રેન્ડ્સ તો હશે જ ને? કોઈને તારી અસલિયતની ખબર નહોતી પડી?"

 

" મેં બધાને શકીરાએ શીખવ્યા મુજબ એવું જ કહેલું કે મારાં પેરેન્ટ્સ ફોરેન રહે છે. હું મારાં આન્ટીની સાથે રહું છું. મારી એક સારી ફ્રેન્ડ જેને છેલ્લે ખબર પડતાં મેં એને બધું જ કહેલું. એણે મને કહેલું પણ ખરાં કે એ કોઈ રીતે મને મદદ કરશે પણ એ પછી અમે ક્યારેય મળ્યાં જ નથી. શકીરાને આ વાતની ખબર પડી જતાં હું એને ક્યારેય મળી ન શકી. મેં ત્રણવાર ત્યાથી ભાગવાનો પ્રયાસ કરેલો પણ શકીરાની મારાં પરની બાજ નજરને કારણે હું નિષ્ફળ રહી હતી. "

 

"તને ક્યારેય તારાં પરિવાર માતાપિતા વિશે જાણવાની ઈચ્છા ન થઈ? " મલ્હાર આધ્યાના મનનો તાગ મેળવતાં બોલ્યો.

 

"ઈચ્છા થાય તો પણ શું? શકીરાને પૂછવાનો કોઈ અર્થ નહોતો અને જો એ લોકોને મારી જરૂર હોત તો એ મને આમ છોડત જ નહીં ને? એ નજરકેદમાથી નીકળીને હું કયા સબૂત પર મારા પરિવારને શોધવા જાઉં? હા હું કદાચ કોઈ સારાં પરિવારમાંથી હોઈશ એવું મેં એકવાર શકીરાને કોઈને કહેતાં સાંભળેલું. કારણ કે હું મળી હતી ત્યારે મારા ગળામાં એક સોનાનું એમાં રિયલ ડાયમંડ વાળું એક કાળા દોરામાં લગાડેલું ભારેખમ પેન્ડન્ટ હતું એમાં કોઈ ખાસ કારીગરીથી બનાવેલી ડિઝાઇન હતી. જે સામાન્ય રીતે અમીર પરિવારનાં બાળકોને પહેરાવવા હોય. સાથે જ પગમાં બે સોનાનાં છડા હતાં. "

 

" તો એ પેન્ડન્ટ ક્યાં છે?"

 

આધ્યા એક ખંધુ હાસ્ય કરતાં બોલી, " જ્યાં પૈસાના ભૂખ્યા લોકો હોય ત્યાં આવી વસ્તુઓ મારાં હાથમાં રહે? મારાં પગનાં છડા તો એ વખતે જ કાઢી દીધા હશે. પણ ગળાનું જે લોકેટ હતું એ હું બારમા ધોરણ સુધી પહેરતી હતી. પણ જ્યારથી એણે મારી પાસે કામ કરાવવાનું શરૂ કર્યું એ એણે લઈ લીધું હતું."

" તને યાદ છે કે એ કેવું હતું?"

"આટલું બધું એ લોકેટ માટે એનાલિસિસ કેમ કરે છે મલ્હાર? હવે શું ફાયદો?" આધ્યા નિસાસો નાખતાં બોલી.

"ચાલ હું તને બતાવું એવાં કોઈ ડિઝાઇન વાળું હતું? કદાચ તને યાદ હોય તો?" આધ્યા એ પેન્ડન્ટનો શું રાઝ હશે એ વિચારે એ મલ્હારના ફોનમાં બતાવી રહેલી ડિઝાઈન પર્વ મીટ માંડીને જોઈ રહી...!

શું હશે એ પેન્ડન્ટનો રાઝ? શું મલ્હારને આધ્યાની હકીકત ખબર હશે? આધ્યાનુ ભવિષ્ય કેવી રીતે બદલાશે? મલ્હારનુ બેકગ્રાઉન્ડ શું હશે? મલ્હારનુ આધ્યાને મળવું એ કોઈ અજાણતા બનેલી ઘટના છે કે પછી કોઈ યોજનાનો ભાગ? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૫

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED