પ્રકરણ - ૫૦
ડૉક્ટરને જોતાં ખબર વર્ષાબેનને અને ઉત્સવ એ લોકોને ખબર પડી કે એ તો એમનાં સારાં ઓળખીતા ડૉક્ટર છે. એટલે સારવાર બાબતે વર્ષાબેનની ચિંતા બહું ઓછી થઈ ગઈ. દિલીપભાઈનું નામ આમ પણ બિઝનેસની દુનિયામાં જાણીતું છે. એ જ રીતે એ દિપેનભાઈ પણ એટલું સારી રીતે ઓળખે છે.
ડૉક્ટર તો ત્યાંથી " વી ટ્રાય અવર બેસ્ટ ભાભી" કહીને નીકળી ગયાં પણ વર્ષાબેનને એમનાં સવાલોનાં જવાબ માટેની સહુની ચુપકીદી એમને વધારે અકળાવી રહી છે. એ બોલ્યાં, " ઉત્સવ બોલ બેટા ,કંઈ તો વાત છે. પપ્પા કોઈ મુશ્કેલીમાં છે? કોઈ ધંધામાં ચિતા કે એવું તો નથી ને? એ કોઈ દિવસ આવી રીતે ફોન બંધ કરીને ક્યાંય જતાં નથી. મને કંઈ અજુગતું લાગી રહ્યું છે."
ઉત્સવ : " મમ્મી તને આમ પણ નાની નાની બાબતમાં બહું ચિંતા થાય છે. કંઈ એવું નથી. બસ પપ્પાને એકવાર સારાં થવા દે. બધું સારું થશે. " કહેતાં જાણે ઉત્સવનો શ્વાસ રૂધાઈ ગયો. ત્યાં જ એક સ્ટાફ આવીને બોલ્યો, " ઉત્સવભાઈ કોણ છે? એમને પેશન્ટ બોલાવી રહ્યાં છે."
ઉત્સવની સાથે જ વર્ષાબેન પણ એની પાછળ પાછળ ગયા પણ આઈસીસીયુમાં એક જ વ્યક્તિને પરવાનગી હોવાથી એમને રોક્યા. પણ એમણે શાંતિથી વાતચીત કરતાં એમને પરમિશન આપવામાં આવી કારણ કે સ્ટાફને ખબર પડી હતી કે આ પેશન્ટ ડૉક્ટરના ઓળખીતા છે. વર્ષાબેન ધીમેથી અંદર પ્રવેશ્યા પણ એ એમનાં બેડથી સહેજ દૂર દિલીપભાઈનો ચહેરો દેખાય એમ ઉભાં રહ્યાં. આઈસીયુમાં કોઈ એમને આવી રીતે અંદર જોઈને બીજાં દર્દીઓ પણ બે સગાં માટે માગણી કરે એ યોગ્ય ન લાગ્યું.
એમણે વિચાર્યું કે ઉત્સવ મળી લે એટલે હું મળી લઈશ. પણ ત્યાં એમને જે વાત સાંભળી એ સાભળીને એમનાં પગ તળેથી ધરતી ખસી ગઈ. એમને વિશ્વાસ ન આવ્યો પણ દિલીપભાઈના શબ્દો એમનાં કાનમાં ગૂજી રહ્યાં છે કે, " બેટા પ્લીઝ આ વાતની જાણ તારી મમ્મીને ન કરીશ. મને કંઈ થઈ જશે તો એ હંમેશા મને નફરત કરશે. હું નથી ઈચ્છતો કે મારાં મૃત્યુ પછી એ મને નફરત કરે. એનો પ્રેમ અને વિશ્વાસ મારાં માટે જેટલો છે એ અકબંધ રાખવો છે."
ઉત્સવ ભાવુક બનીને બોલ્યો, " પપ્પા તમને કંઈ નહીં થાય. પણ મમ્મીથી આ વાત કેવી રીતે છુપાવી શકું? અને એ પણ આવી વાત?"
"બેટા મને ખબર છે. હું આટલાં વર્ષોથી એને છેતરી રહ્યો છું અને એ મારાં પર આધળો વિશ્વાસ કરી રહી છે. પણ તને ખબર છે ને એ મને ક્યારેય માફ નહીં કરી શકે. દુનિયા સામે સ્ત્રીઓ માટે લડનારી સ્ત્રી પોતાના પતિની આ હકીકત સાભળીને તૂટી જશે."
" પણ પપ્પા... અંતરાની બાબતમાં તો હું પણ તમને ક્યારેય માફ નહીં કરી શકું... સોરી! "
દિલીપભાઈની આખોમાંથી ચોધાર આસું વહી રહ્યાં છે. એ કંઈ બોલવા જાય એ પહેલાં જ વર્ષાબેનની હિંમત તૂટી ગઈ. એ દિલીપભાઈના બેડ પાસે આવીને ઊભા રહી ગયાં. એમનાં માટે આ એક અણધાર્યો આઘાત ઘણી શકાય. પતિનું લાખો કરોડોનું રૂપિયાનું નુકસાન સ્ત્રી સહન કરી શકે પણ પોતાનાં પતિનાં જીવનમાં બીજી સ્ત્રીનું હોવું એ બહું જ અઘરી સ્થિતિ હોય છે.
આઈસીયુમાં એકથી વધારે સગાને એકસાથે મળવા ન દે આ વાતની દિલીપભાઈ સામાન્ય રીતે બધાની જેમ ખબર હોવાથી અત્યારે બીજું કોઈ અંદર નહીં આવે એ વાતથી એ પોતે નિશ્ચિત બનીને ઉત્સવ સાથે વાતચીત કરી રહ્યાં હતાં પણ દિલીપભાઈ અચાનક વર્ષાબેનને પોતાની સામે આવેલા જોઈને હેબતાઈ ગયાં. એ સ્તબ્ધ બનીને સામે જોઈ રહ્યાં એ જોઈને ઉત્સવે પાછળ જોયું તો ખબર પડી કે એની મમ્મી પાછળ ઉભી છે એ પણ કદાચ હવે શું થશે એ વિચારે ચિતામાં આવી ગયો.
વાઘ જેવાં અડીખમ દેખાતાં વર્ષાબેન જાણે થોડાં જ વાક્યોથી નબળા પડી ગયાં. એમની બધી જ તાકાત છીનવાઈ ગઈ હોય એવું અનુભવાઈ રહ્યું છે. છતાં એ હિંમત કરીને બોલ્યા, " આ શું છે બધું? હું શું સાભળી રહી છું."
આ વાક્ય સાંભળીને બેય સમજી ગયાં કે વર્ષાબેનને વાતની ખબર તો પડી જ ગઈ છે હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. પણ ઉત્સવને શું બોલવું સમજાયું નહીં. પણ વ્યક્તિ એ કંઈ કહે એ પહેલાં દિલીપભાઈએ વર્ષાબેનને એમની પાસે બોલાવ્યાં. ઉત્સવ સમજીને જ ત્યાંથી બહાર નીકળી ગયો.
દિલીપભાઈએ આખમાં અનરાધાર આસું સાથે પહેલાં તો વર્ષાબેનની માફી માગીને કહ્યું, " હું તારો ગુનેગાર છું. તું મને ઈચ્છે એ સજા આપી શકે છે. તે મારા પર આંધળો વિશ્વાસ કર્યો અને હું વર્ષોથી તારો વિશ્વાસઘાત કરતો આવ્યો છું."
વર્ષાબેનને જાણે આઘાત લાગ્યો હોવાથી એ દૂર ખસી ગયાં એમણે પૂછયું, " આ અંતરા કોણ છે?"
" મારી દીકરી..."
" મારી દીકરી મતલબ? સમજાયું નહીં.અને ઉત્સવ કેમ એવું કહી રહ્યો હતો કે તમે અંતરા સાથે જે કર્યું એ બિલકુલ યોગ્ય નથી?"
દિલીપભાઈ વાતની શરૂઆત કરી રહ્યાં છે ત્યાં જ ડૉક્ટરે આવીને કહ્યું, " તમારી સ્વાસ્થ્ય માટે અત્યારે આરામની જરૂર છે. કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હિતાવહ નથી." કહીને એ વર્ષાબેનની સામે જોઈને બોલ્યા, " ભાભી એમને થોડાં સમય પહેલાં જ એક હાર્ટએટેક આવી ગયો છે. સદનસીબે એમનો જીવ બચી ગયો છે પણ કદાચ હવે કંઈ થશે તો..."
દિલીપભાઈ એમને અટકાવતા બોલ્યાં, " સાહેબ, પ્લીઝ આજે મને એની સાથે વાત કરી લેવા દો. પછી ભલે હું આ દુનિયા છોડી દઉં. વાત કર્યાં વિના મરીશ તો કદાચ કુદરત પણ મને માફ નહીં કરે પ્લીઝ...બાકી મરવાનો હોઈશ મરીશ જ. કરેલાં કર્મો અહીં જ ભોગવવા પડે છે."
વર્ષાબેન બોલ્યા, " તમારી વાત સાચી છે પણ મને એવું લાગે છે કે કદાચ એમનાં મનમાંથી કોઈ વાત નીકળી જાય તો કદાચ એમનો હ્રદયનો ભાર હળવો બનશે એવું લાગે છે. કદાચ કોઈ બોજ દબાવીને માણસની વધારે ખરાબ સ્થિતિ પણ બની શકે. બાકી આપ કહો એમ."
"ઠીક છે દસ મિનિટનો સમય આપું છું. પણ ધ્યાન રાખજો એમનાં દિલને કંઈ ઠેસ ન પહોચે નહીંતર કદાચ હું પણ કંઈ નહીં કરી શકું." કહીને એ નીકળી ગયાં.
આજે પહેલીવાર આસું સાથે દિલીપભાઈએ સમગ્ર વાત કરી. વર્ષાબેન કંઈ જ બોલી શક્યાં નહીં. એમની પાસે કંઈ જ શબ્દો નથી કારણ કે આ શબ્દો એ વજ્રાઘાત છે એમની માટે...!કદાચ દુનિયાની કોઈ પણ સ્ત્રી માટે...!એમાં પણ સ્ત્રીનાં શોષણ માટેની લડત માટે આગેવાની કરતી સ્ત્રી માટે....!
દિલીપભાઈએ ખરાં દિલથી એમની માફી માગી. વર્ષાબેનની સ્થિતિ બહું ખરાબ છે. આ કોઈ નાની વસ્તુ નથી. એ શું કરે એમને સમજાયું નહીં એટલે એ કંઈ પણ બોલ્યાં વિના બહાર નીકળી ગયાં...!
***********
લગભગ રાતનો સમય થઈ ગયો. ડૉક્ટર ના કહેવા મુજબ દિલીપભાઈની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. બધાંને હવે જાણ તો થઈ જ ગઈ છે દિલીપભાઈની. પણ વર્ષાબેનની સ્થિતિ બહું વધારે ખરાબ બની રહી છે. એમને જ્યારે ખબર પડી કે અંતરા આજે એમનાં ભાઈનાં ઘરે આવી છે બધાની અપેક્ષા વિરુદ્ધ એમને અંતરાની ચિંતા થવા લાગી. એમણે સામેથી દિલીપભાઈને સારું થતાં અંતરાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
એટલામાં જ અચાનક ડોક્ટર્સની દોડાદોડ શરું થઈ ગઈ. ખબર પડી કે દિલીપભાઈની સ્થિતિ અચાનક બગડી છે. બધાં ચિતામાં આવી ગયાં. એ જ સમયે આવી સ્થિતિમાં અંદરથી કહ્યું કે દિલીપભાઈ અંતરા અને વર્ષાબેન કોણ છે એ બે જણાને મળવા માગે છે. એમની સ્થિતિ પણ વધારે ગંભીર બની રહી છે પ્લીઝ જલ્દી અંદર આવી જાવ.
વર્ષાબેને કર્તવ્યને સામે અંતરાને એનાં ઘરેથી લઈ આવવા માટે કહ્યું. એ ફટાફટ ગાડી લઈને અંતરાને લેવા નીકળ્યો. થોડી જ વારમાં એ અંતરાને લઈને આવી ગયો. અંતરા અંદર જવા માટે ગભરાઈ રહી હોવાથી કર્તવ્ય ખાસ પરમિશન સાથે પરિસ્થિતિને અનુરૂપ અંતરા સાથે અંદર ગયો.
અંતરા પણ દિલીપભાઈની ગંભીર હાલત જોઇને થોડી ગભરાઈ. આખરે એનામાં પણ લોહી તો એના પિતાનું જ છે. બધાનાં આશ્ચર્ય વચ્ચે આટલી ગંભીર હાલત કે તેઓ સરખું બોલી પણ નથી શકતા એમને શ્વાસ ચડી રહ્યો છે. છતાં એમણે વર્ષાબેનને પાસે બોલાવીને કહ્યું," આજથી અંતરા તારી જવાબદારી...! મને ખબર છે તને દુઃખ જરૂર જશે છતાં પણ..." પછી અંતરાની સામે જોઈને કહ્યું,"પ્લીઝ બેટા... હું તારો બાપ કહેવાને લાયક નથી... કોણ જાણે તારાં આ રૂપાળા દેહને પામવાની એક હવસે મને એક પિતા તરીકેની ફરજ ચુકાવી દીધી...પ્લીઝ મને માફ કરી દે! તું ઉત્સવ અને કર્તવ્ય...." એટલું બોલતાં જ અધુરા વાક્ય સાથે જ એમની આખો બંધ થઈ ગઈ...!
ઘણાં પ્રયત્ન કરવા છતાં આખરે ડૉક્ટરોની ટીમ હારી...કુદરતની તાકાત જીતી ગઈ....ને દિલીપભાઈએ પોતાનાં અંતિમ શ્વાસ લઈ લીધાં... એ સાથે જ વાતાવરણમાં એક અજીબ ગમગીની છવાઈ ગઈ.... સવાર પડતાં જ ન્યુઝપેપરમાં એમનાં ફોટા સાથે ઠેરઠેર એમનાં મૃત્યુનાં સમાચાર ફેલાઈ ગયાં...!
વર્ષાબેન અંતરાને અપનાવી શકશે? આધ્યા અને સોનાના જીવનમાં શું થશે હવે? મલ્હાર અને આધ્યા એક થઈ શકશે? કર્તવ્યનું મિશન ખરાં અર્થમાં હવે સફળ બનશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૫૧