Ascent Descent - 44 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 44

પ્રકરણ - ૪૪

" હમમમ... સારું થઈ ગયું છે એટલે બસ...મને શાંતિ થઈ. તમે લોકો અહીં કેવી રીતે? શકીરા હાઉસ તો બદલાઈ ગયું છે ને? " એ યુવાન બોલ્યો.

આધ્યાને જાણે આજે કોઈ પોતીકું મળી ગયું હોય એટલી મનોમન ખુશી વર્તાઈ રહી છે. વર્ષો બાદ એનાં કોઈ દિલોજાન વ્યક્તિને મળતી હોય એમ એનાં ધબકારા જાણે અનેકગણી ઝડપે ચાલી રહ્યાં છે. એ અવઢવમાં પડી ગઈ કે વાતની શરુંઆત કેવી રીતે કરવી? એ બોલી, " મલ્હાર હું હજી પણ માની નથી શકતી કે તમને હું સાચે જ મળી શકી છું."

મલ્હાર બોલ્યો, " પ્લીઝ અહીં શાંતિથી બેસો. જરાય ચિંતા ન કરો"

આધ્યા બેડ પર બેઠી. સહેજ દૂર મલ્હાર પણ શાંતિથી બેઠો.

મલ્હાર : " તમે અહીં કેવી રીતે પહોંચ્યા મને જણાવશો? પછી હું આપને જણાવું."

આધ્યાએ આટલાં દિવસમાં જે પણ બન્યું એ બધી જ વાત કરી દીધી. જાણે મલ્હાર સાથે વાત કરતાં જ એનો ભાર હળવો થઈ ગયો. હવે જાણે એને કંઈ થશે જ નહીં એમ દિલ હળવું કરીને એ બેસી ગઈ. મલ્હાર એનાં માસુમ સુંદર ચહેરાને નિહાળી રહ્યો...!

આધ્યા ઉત્સુકતા સાથે બોલી, " ખરેખર મલ્હાર સાચું કહું તો કદાચ એ કર્તવ્ય મહેતા નામની વ્યક્તિ ન હોત તો ખબર નહીં અમારી જિંદગી શું હોત! હું હજી સુધી જીવિત પણ હોત કે નહીં એ પણ બહું મોટો સવાલ છે. આવું કોણ કરે આ જમાનામાં કોઈ માટે? પોતાનાં પણ આજકાલ સાથ નથી આપતાં તો પરાયા તો શું કરે?"

મલ્હાર : " તો સારું ને? પણ તું એ વ્યક્તિને મળી નહીં?"

બંન્નેને જાણે થોડીવાર પર અહેસાસ થયો કે બંને જણા એકબીજા સાથે વાતચીતમાં તમેથી તું પર આવી ગયાં છે. એટલે આધ્યા અટકીને બોલી, " સોરી મારાથી તમને તું બોલાઈ ગયું પણ કોણ જાણે તમને મળ્યા પછી એક અજીબ પોતીકાપણુ લાગે છે તમારી સાથે."

" હા તો 'તું' કહે ને? જેની સાથે પોતાનાં જેવું લાગે એની સાથે દિલ ખોલીને વાત કરી લેવાની.

"હમમમ...મલ્હાર સાચું કહું તો મેં એ વ્યક્તિને મળવા બહું કોશિષ કરી પણ કોણ જાણે એ મને મળી શક્યાં જ નહીં. ઉત્સવભાઈ દ્વારા જ બધું કામ કરી રહ્યાં છે મને ખબર નથી પડતી કે શું વાંધો હશે એમને અમારાથી કે પછી અમારી સામે કેમ નથી આવી રહ્યાં એ સમજાતું નથી. "

" હશે કોઈ કારણ. કદાચ સમય આવ્યે મળશે તને. તે મને ચીટ્ઠી મોકલાવી તો મારે તને મળવું એ મારી ફરજ હતી. હું છેક નવાં શકીરા હાઉસ સુધી પહોંચેલો ત્યાં ખબર પડી કે તું અને તારી સાથે બીજા ત્રણ જણા પણ ગાયબ છે."

આધ્યા કુતુહલવશ બોલી, " તો શકીરાએ તમને શું કહેલું?"

" માનો ના માનો પણ એની હાલત બહું ખરાબ છે. કદાચ એને મોટો ફટકો પડ્યો છે. પણ એક આઘાતજનક વાત એ છે કે કદાચ એ સારાં કસ્ટમર્સને જવા ન દેવા એ પોતે હવે કામ કરી રહી હોય એવું લાગે છે."

આધ્યા: " શકીરા પોતે? એણે તો આ કામ બહું પહેલા છોડી દીધું છે. હવે ફરીથી?"

" હા... સમય અને લાલચ બધું જ કરાવે છે. અને કદાચ એ સ્ત્રી પૈસા પાછળ તો પાગલ છે, બરાબર ને? "

આધ્યા : " હમમમ... પણ મારાં મનમાં હજીયે એક સવાલ છે કે કોઈ પણ કારણ વિના કોઈ આશા વિના તમે મારી માટે આટલું કરી રહ્યાં છો કોઈ ખાસ કારણ?"

" મેં શું કર્યું? કર્તવ્ય મહેતા જેવું મહાન કામ તો નહીં જ ને?"

આધ્યા : " એવું નહીં... તું સમજ્યો નહીં કે હું શું કહેવા માગું છું "

મલ્હાર મનમાં હસીને બોલ્યો, " હા તો બોલ... પણ હવે શું પણ પ્લાનિંગ છે? અહીં કેટલા દિવસ?"

આધ્યા વિચારીને બોલી, " મને એક મદદ કરીશ? એક કોઈ ઘર રેન્ટ પર મળે તો શોધી આપશો? અમે કોઈ નોકરી કરીશું આમ ક્યાં સુધી કોઈનાં સહારે જીવવું? કોઈ પોતીકું હોય તો ઠીક છે... "

"તને એમ લાગે છે કે તમારાં લોકો પરથી શકીરાના માણસોની નજર હટી ગઈ છે? એ લોકો શાંત બનીને બેઠા હશે. આવી સ્થિતિમાં અહીંથી બહાર જવું ખતરાથી ખાલી નથી."

" ક્યાં સુધી આમ રહીશું?"

"જ્યાં સુધી તમારી કોઈ ઓળખ ન મળે ત્યાં સુધી..."

" મારી ઓળખ તો વર્ષો પહેલા જ મીટાઈ ચૂકી છે... કદાચ જન્મ સાથે...અને એકવાર આવું કામ કર્યા પછી આ કલંક સાથે કદાચ એક સામાન્ય જીવન જીવવું હવે મારા માટે શક્ય જ નથી. મેં જ્યાં સુધી સાભળ્યું છે કે લોકો વેશ્યા તરીકે કામ કરતી આવી સ્ત્રીને ધીક્કારે છે. તરછોડે છે તો કદાચ મારી આ ઓળખ સાથે નવું જીવન શરું કરવું બહું મુશ્કેલ છે"

" પણ તને એ પણ ખબર છે ને કે એમની સાથે આ બધું કરીને પોતાની ભૂખ સંતોષનારા પણ એ શ્રીમંત અને સમાજમાં આગવું નામ ધરાવનાર અમીર પરિવારનાં નબીરા જ હોય છે."

" એ હકીકતને સમાજ સ્વીકારી શકતો નથી ને?"

" તું ચિંતા ન કરી હવે. હું છું ને તારી સાથે? તને તકલીફ પડે એટલે મને યાદ કરજે બસ."

"આજે સાચું કહીને જાણે મારી બધી જ ચિંતા હળવી બની ગઈ છે પણ તું ઉત્સવને કેવી રીતે ઓળખે છે?"

" બસ એ મારો સારો મિત્ર છે એમ સમજ."

"તો તો તું કર્તવ્ય મહેતાને ઓળખતો જ હોઈશ ને?"

" હા કેમ નહીં... શું કરવું છે તારે? મને કહે. "

" એકવાર મળાવી દેને એમની જોડે. મારે એમનો આભાર માનવો છે એટલે મારો બોઝ હળવો થઈ જાય."

" હમમમ..." કહીને હસવા લાગ્યો.

" શું થયું? કેમ આમ હસે છે?"

" મને એમ થાય છે કે કદાચ કર્તવ્યને મળીને તું મને ભૂલી જઈશ તો? એ બહું મોટી વ્યક્તિ છે અને હું એક નાનો બિઝનેસમેન..."

આધ્યા : " એક વાત કહું? હું કોઈને પૈસાથી તોલનાર વ્યક્તિ નથી.  હું તને શું માનું છું એ હું તને કહી શકું એમ નથી અત્યારે... બસ..."

"જે દિલમાં હોય એ કહી દેવાનું... આ છે મલ્હારનો નિયમ..હું છું દિલનો રાજા..."એટલામાં જ બહારથી આડો કરેલો દરવાજો ખટખટાવીને કહ્યું, "ભાઈ એક અરજન્ટ કામ માટે ફોન આવ્યો છે. જવું પડશે..."

મલ્હાર : " હા આવ્યો..." કહીને આધ્યાને ફક્ત એક સ્મિત સાથે " મળીશું જલ્દીથી.. હજુ ઘણી વાત બાકી છે..." કહીને ફટાફટ નીકળી લાગ્યો...આધ્યા જાણે સ્વપ્ન જોતી હોય એમ ફટાફટ જઈ રહેલાં મલ્હારને એકીટશે જોઈ જ રહી...!

***********

મલ્હાર ઝડપથી આધ્યા પાસેથી બહાર આવ્યો પણ કોણ જાણે એનાં સ્વપ્નમાં ખોવાયેલી આધ્યા ત્યાં જ બેડ પર બેસી રહી.એને જાણે વાત માનવામાં જ આવી રહી નથી કે આ રીતે આટલું ઝડપથી એને મલ્હાર મળી જશે. એની ખુશી જાણે હદની બહાર જઈ રહી છે. ઉત્સવની સાથે મલ્હાર પણ ઝડપથી બહાર નીકળી ગયો.

જતાં જતાં ઉત્સવ ફક્ત એટલું બોલ્યો, "હવે દરવાજો ન ખોલતા ધ્યાન રાખતો તમારાં લોકોનું." ને જાણે હવાની માફક બેય જણા ગાડીમાં બેસીને ઓઝલ થઈ ગયાં. એ સાથે જ સોના, નેન્સી અને અકીલા ત્રણેય અંદર ગયાં.

નેન્સી : " દીદી તમે તો ના કહેતાં હતાં ને કે હું કોઈને નહીં મલુ પણ કોઈને જોઈને તો પછી તો અમને ભૂલી જ ગયાં. બહાર નીકળવાનું નામ જ નહોતા લેતા ને કંઈ?"

આધ્યા શરમાઈ ગઈ. એ બોલી, " એવું કંઈ નથી બકા."

સોના : " તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? ફાઈનલી તને મલ્હાર મળી ગયો ને?"

"હમમમ...જાણે એક સરપ્રાઈઝ જ મલી કહું તો ચાલે. મને તો એવું જ હતું કે એ મને હવે ક્યારેય મળશે જ નહીં. પણ એ અહીં કેવી રીતે પહોચ્યો હજુ પણ મને સમજાયું નહીં."

અકીલા : " વો તો ખુદ હી બતાવેલા મુજે એસા લગતા હે. પર દી અબ તો મલ્હાર કી સચ્ચાઇ બતાઓ...આપકે દિલ મેં વો કેસે બસ ગયા હે? બાકી તો કિતને લોગ આ કે ગયે આપને કભી યાદ ભી નહીં કિયા ઓર કિસીકા જિકર તક નહીં કિયા..."

આધ્યા હસીને બોલી, "સારું ચાલો હવે તમે લોકો મારા સારા ફ્રેન્ડ બની ગયાં છે." કહીને એણે મલ્હારની એ રાતની બધી વાતો જણાવી. બધાં સ્તબ્ધ થઈ ગયાં કે કોઈ સામાવાળાને આરામ આપવા માટે આખી રાતનાં પૈસા ચુકવે. વળી એણે આધ્યાને એ રીતે હાથ સુદ્ધાં પણ લગાડ્યો નથી."

સોના : " આ તો બહું જ સારી વસ્તુ છે પણ એક વાત કહું? આપણે આ બધી લાગણીઓમાં ન ફસાવુ જોઈએ...! કદાચ આપણી સામાન્ય જિંદગી શકય જ નથી...! એ સાથે જ બધાં સોનાની સામે જોવા લાગ્યાં...!

સોના કેમ આવું કહી રહી છે? શું ચાલી રહ્યું છે એનાં મનમાં? કર્તવ્ય અંતરાને મદદ કેવી રીતે કરશે? મલ્હારને આધ્યા માટે કેવી લાગણી હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૫

બીજા રસપ્રદ વિકલ્પો