આરોહ અવરોહ - 35 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 35

પ્રકરણ - ૩૫

શકીરા મલ્હારને જોતાં જ એની એકદમ નજીક આવી ગઈ. એનાં કપડાં, વાળ ને મેકઅપ બધું જ જાણે કોઈ પુરુષને ઉત્તેજિત કરવા માટે પૂરતું છે. એણે ગાઉનના લો કટમાથી ઉપરનો ભાગ જાણે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એનું રૂપ હજુય સાડત્રીસની ઉમરે પણ એટલું જ મોહક, મારકણુ અને સેક્સી છે. પણ મલ્હાર તો એ નજીક પહોંચતા જાણે કરંટ લાગ્યો હોય એમ દૂર ખસી ગયો. જાણે બીજી તરફ જોવા લાગ્યો.

એ વિચારવા લાગી કે આધ્યા અને સોનાનાં કસ્ટમર બધાં જ એની મનમોહક અદાથી એની જાળમાં આવવા લાગ્યાં છે. ઘણાં સમય પછી આજે ફરી એને આ કામ શરૂ કરવું પડ્યું. કારણ કે લક્ષ્મીદેવી બારણે આવીને પાછાં ફરે એ એને જરાય પરવડે નહીં.એને વિશ્વાસ છે કે આ છોકરો પણ આખરે તો માની જ જશે.

શકીરા ફરીથી ફટાફટ એની નજીક આવીને બોલી, " ચલ આજ તેરી સબ પ્યાસ બુઝા દૂગી મે. કહીને એનો હાથ પકડીને સામે રૂમ તરફ એને લઈ જવા લાગી. એ સાથે જ મલ્હારે એનો હાથ છોડાવીને કહ્યું, " મુજે નહીં આના હે આપ કે સાથ. વો આધ્યા નામકી લડકી કહા હે? મેં ઉસકે સિવા કિસી કે સાથ નહીં જાના ચાહતા."

શકીરા પોતાનાં ગુસ્સાને કાબુમાં રાખતાં બોલી, " વો આજ નહીં હે. ફિર તુ ઉસકે સાથ જાના."

" વો કહા હે? આજ નહીં હે મતલબ? ઉસ દિન ભી શકીરાહાઉસ મેં આયા થા વો નહીં મિલી. વો નહીં હે તો મેં વો આયેગી તબ આઉગા."

"પર ક્યું? તુજે જો ચાહીયે વો મે દૂગી. વો શાયદ અબ મિલેગી કી નહી વો પતા નહીં."

" મતલબ? સમજા નહીં. વો કહા હે? કહી તુમને ઉસે...મેં ઉસકે સાથ કે લિયે યહા તક આયા હું."

શકીરા કોઈ પણ હિસાબે મલ્હારને એમ જ કમાણી કર્યા વિના જવા દેવા નથી ઈચ્છતી એટલે એ બોલી, " અરે મેને કુછ નહીં કીયા. વો યે છોડકર ભાગ ગઈ હે. વો તો ગઈ પર ઉસકે સાથ દૂસરી તીન લડકિયા ભી ભાગી હે. પતા નહીં કહા પે હોગી..? કહેતી બબડાટ કરવા લાગી.

મલ્હારને પાછો ફરતો જોઈને બોલી," પર તું યહા પે રૂક તુજે ઉસસે ભી અચ્છી લડકિયા દેખાતી હું. પર તું યહા આના જરૂર.." કહીને જાણે દુકાનમાં આ ન ગમે તો બીજું ઓપ્શન બતાવતી હોય એમ એણે એક હાક મારી.

મલ્હારને હવે પાકું નક્કી થયું કે આધ્યા અહીં નથી જ બાકી આ સ્ત્રી પોતાની કમાણી તો રોકે નહીં જ. શકીરાની કંઈ પણ વાત સાભળ્યાં વિના ત્યાથી કંઈ પણ બોલ્યા વિના ફટાફટ નીકળી ગયો...!

**********

આખી રાત આધ્યાને સારું રહેતાં બીજાં દિવસે જ સવારે ડૉક્ટર માનવે કહ્યું કે, "મિતાલીને હવે એકદમ સારું છે. એને હવે રજા કરીએ છીએ. ફરીથી પાચ દિવસ પછી બતાવવા આવવાનું છે.દવા હું કહું એ મુજબ ચાલુ રાખજો. " બિલની પ્રોસેસ તો એ લોકોને કંઈ કરવાની ન હોવાથી એ લોકો હવે ગમે ત્યારે જઈ શકે છે કહીને ડૉક્ટર માનવ બધાં પેશન્ટને રાઉન્ડ લઈને પોતાની કેબિનમાં આવ્યાં.

એમને આવીને તરત જ કર્તવ્યને ફોન લગાડ્યો.બે વાર ફોન કોઈએ ઉપાડ્યો નહીં. થોડીવાર પછી એનાં મમ્મીએ ફોન ઉપાડીને કહ્યું એ કોઈ કામથી ફટાફટ બહાર નીકળી ગયો છે ફોન ઘરે ભુલી ગયો છે. આવે એટલે એને હું જણાવીશ. એટલે કંઈ વાત થઈ નહીં.

ડૉક્ટર માનવ કર્તવ્યને જાણતાં હોવાથી એમને પેમેન્ટની કોઈ ચિંતા નહોતી. એમણે આધ્યા લોકોને જવા માટે હા પણ કહી દીધી.

આધ્યા એ લોકોએ બધુ પેકિંગ તો કરી દીધું. પેમેન્ટની ચિંતા નથી. પણ લોકોને હોસ્પિટલમાંથી નીકળવાનું હોય એટલે છુટકારો થાય પણ આ લોકોને જવાનું છે એટલે ચિંતા થઈ. શું જમશુ કે ક્યાં રહેશું એ જ મોટો સવાલ છે. અસ્તિત્વ કેમ ટકાવવુ એ મોટો પડકાર છે વળી કોઈ પણ રીતે ફરીવાર શકીરાની જાળમાં ન ફસાવુ એ પણ વધારે મહત્વનું છે.

બધાં ભારે હૈયે રૂમમાંથી બહાર તો નીકળ્યાં ત્યાં જ એક બિલીગ વિભાગમાંથી વ્યક્તિ આવીને એક જણાને નીચે બોલાવે છે કહેતા સોના એની સાથે ગઈ. થોડીવારમાં જ સોના પાછી ફરી એ સાથે જ એનાં ચહેરા પર ખુશી દેખાઈ.

આધ્યા એનાં ચહેરાનાં હાવભાવ જોઈને બોલી, " શું થયું તું કેમ ખુશ હોય એવું લાગે છે?"

"લાગે છે આટલાં વર્ષો બાદ કુદરતને આપણાં માટે ફુરસદ મળી છે. એ કદાચ બધો પ્રેમ આપણાં પર જ વરસાવી દેશે કે શું?મને તો વિશ્વાસ નથી આવી રહ્યો. ક્યારેક એમ થાય છે કે કોઈ આપણી સાથે રમત તો નથી રમી રહ્યું ને? "

"કુછ સમજ નહીં આ રહા હે તુ ક્યા કહે રહી હે."

"અરે જો હમારે પાસ સે હમને પેસે ભરે થે વો ભી મેનેજમેન્ટ ને વાપિસ કર દિયે મતલબ ચાર દિન કા ખાને કા ઈતજામ હો જાયેગા. અબ રહેને કા કુછ કરના પડેગા."

આ સાંભળીને બધાને થોડી રાહત થઈ. પછી આધ્યા "એક મિનિટ આવું" કહીને ડૉક્ટરની કેબિન પાસે ગઈને એમને મળવા માટે પરમિશન માગી.

આટલાં દિવસમાં એ કદાચ કોઈ કારણે ખાસ પેશન્ટ બની ગઈ છે એવું બધાને ખબર હોવાથી તરત જ એને અંદર જવાની પરવાનગી મળી ગઈ.

ડૉક્ટર માનવ આધ્યાને જોઈને બોલ્યાં, " બોલો મેમ શું થયું? કંઈ યાદ આવ્યું કે શું પુછવાનું?"

"સર મેં કહ્યું હતું ને કે મારે એ વ્યક્તિને મળવું છે રજા પહેલાં કે એ વ્યક્તિ કોણ છે? મારાં માટે આટલું બધું કરીને મારી જિંદગી બચાવી લીધી છે. આવી વ્યક્તિનો આભાર માન્યા વિના જવું એ બહું મોટું પાપ ગણાશે. હું એટલી પણ સ્વાર્થી ના બની શકું."

થોડી મૂંઝવણ પછી એ બોલ્યાં, " મને તમારી વાત બરાબર યાદ હતી એટલે મે એમને ફોન કરેલો વહેલા જ. પણ એ કોઈ કામથી બહાર નીકળ્યા છે અને ફોન ઘરે રહી ગયો છે એમનો. એટલે એમને બોલાવી શકું કે એમની સાથે વાત પણ નહીં કરાવી શકું. સોરી..."

" ઈટ્સ ઓકે. પણ તમે એમનું નામ પણ જણાવી શકશો? "

થોડાક અચકાઈને બોલ્યાં, " એમને મને નામ કહેવાની પણ ના કહી છે પણ તમારાં આગ્રહથી એમનું નામ જણાવી શકું છું. એમનું નામ કર્તવ્ય મહેતા છે."

"આભાર...કંઈ વાંધો નહીં. નસીબ હશે તો એ ફરીશ્તાને મળાશે બાકી મારાં વતી એમનો દિલથી આભાર માનજો." કહીને આધ્યા નીકળી ગઈ એ સાથે જ ચારેય જણા ફાઈનલી રજા લઈને હોસ્પિટલની બહાર આવી ગયાં....!

**********

લગભગ બારેક વાગતાં જ ફટાફટ ગાડી ભગાવતો કર્તવ્ય હોસ્પિટલ પહોંચ્યો. પાર્કિગને બદલે ગાડી સીધી હોસ્પિટલના ગેટ પાસે ઉભી રાખી એકીશ્વાસે લિફ્ટની રાહ જોયાં વિના પગથિયાં ચઢીને સીધો ડૉક્ટર માનવની કેબિનમાં પહોંચી ગયો.

કર્તવ્ય સીધો જ ઉતાવળે બોલ્યો, " કેવું છે મિતાલીને સર? કાલે ઓફિસની એક અરજન્ટ મીટીંગ બોલાવેલી તો અવાયુ નહીં. પછી મોડું થયું તો મને થયું કે તમને ક્યાં હેરાન કરું એટલે ફોન ન કર્યો. એને ઠીક તો છે ને?" એકીશ્વાસે બધું બોલી ગયો.

ડૉક્ટર માનવને પેશન્ટ માટેની ચિંતા કર્તવ્યના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ. કદાચ કાલ કરતાં એની ચિંતા આજે અનેકગણી હોય એવું લાગી રહ્યું છે. એ બોલ્યાં, " એમને સારું છે એકદમ. શાંતિથી બેસ તો ખરા. હવે કોઈ જ ખતરો નથી.પણ આમ ફોન મૂકીને ક્યાં પહોંચી ગયેલાં સાહેબ? મેં સવારે બહું ફોન કરેલા. તારાં મમ્મી સાથે વાત થઈ એટલે ખબર પડી કે તું બહાર છે. "

"એક થોડાં જરૂરી કામ માટે મારાં બીજાં બંગલે જવું પડ્યું હતું. અરજન્ટ કામ હતું. પછી થયું પહેલાં અહીં કામ પતાવીને જ ઘરે જાઉં."

" મારા કરતાં તો તારે વધારે ઈમરજન્સી આવે છે ભાઈ. પેમેન્ટની કોઈ ઉતાવળ નહોતી ,મને તારા પર વિશ્વાસ છે."

"હા એ તો આજે જ થઈ જશે ફક્ત અમાઉન્ટ ડિટેલ સાથે મોકલી દેજો. પણ પેશન્ટ? "

" અરે તું ટેન્શન ના કર. પેશન્ટ અને એનાં રિલેટિવ બધાં જ હમણાં લગભગ અડધો કલાક પહેલાં ડિસ્ચાર્જ થઈને અહીંથી ઘરે જવા નીકળી ગયાં છે."

" શું? ઘરે જવા? ક્યાં ગયા એ લોકો? " એક આચકો લાગ્યો હોય એમ કર્તવ્ય પોતાની જગ્યા પરથી ઉભો થઈ ગયો.

ડૉક્ટર માનવ: " કેમ શું થયું? રજા નહોતી આપવાની એમને? સારું હતું એટલે મેં એમને રજા કરી. પહેલાં તને ફોન પણ કરેલો કારણ કે દર્દીને તને મળવું હતું. તારો આભાર માનવો હતો. અને ડિસ્ચાર્જ થઈને તો ઘરે જ જાય ને?"

" એમનું એડ્રેસ આપી શકશો. બાકીનું પછી કહીશ."

થોડીવારમાં જ લખાયેલું એડ્રેસ લઈને કર્તવ્ય ફટાફટ ત્યાંથી ગાડી લઈને રવાના થઈ ગયો...!

એવું શું થયું હશે? કર્તવ્ય કેમ આટલો ચિતિંત હશે? આધ્યાને લોકો હવે ક્યાં જશે? મલ્હારને આધ્યા મળશે ખરી? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૬