Love forever books and stories free download online pdf in Gujarati

લવ ફોરએવર....

શિવાયને અવાર-નવાર એકનું એક જ સ્વપ્ન આવી રહ્યું હતું, " કીશુ બચાવ...કીશુ બચાવ... " અને તે પરસેવે રેબઝેબ થઈ જતો હતો અને ઝબકીને જાગી જતો હતો.

જાગ્યા પછી તેને શું સ્વપ્ન આવ્યું..? તેમાં શું દેખાતું હતું..? કોણ દેખાતું હતું..? તેને ઓળખવાની તે ખૂબ કોશિશ કરી રહ્યો હતો પણ તેને કંઈજ યાદ આવતું ન હતું. બસ, બધું ધુંધળુ ધુંધળુ દેખાતું હતું. આ વાતની જાણ તેણે અવારનવાર તેની મમ્મીને પણ કરી હતી પરંતુ મમ્મી તેને કહેતી હતી કે તું કોઈ વાતથી ડરી ગયો હોઈશ માટે તને આવું સ્વપ્ન આવે છે. થોડો સમય પસાર થઈ જશે પછી નહિ આવે અને પછી તે આ વાતને ભૂલી જતો હતો.

પણ આજે તેણે જે સ્વપ્નમાં જોયું તે વાત અને તે છોકરીનો ચહેરો તે ભૂલી શકતો ન હતો. તે છોકરી, "કીશુ બચાવ..કીશુ બચાવ.." કરીને જોર જોરથી બૂમો પાડી રહી હતી, એક આખું ટોળું તેની અને પેલી છોકરીને મારી નાખવા માટે પાછળ પડ્યું હતું, તે અને પેલી છોકરી બંને જણાં એક જૂની-પુરાણા કિલ્લામાં સંતાઈ ગયા હતાં પણ તેમને ત્યાંથી પણ શોધી કાઢીને આ ટોળાંએ તેમને મારવા લીધાં હતાં. અને તેની નજર સામે જ પેલી છોકરીને ગોળી મારીને મારી નાખવામાં આવી હતી અને પછી તેને પણ તે જ માણસે ગોળીએ વીંધી નાંખ્યો હતો‌.

શિવાય વિચારી રહ્યો હતો કે, કીશન નામના છોકરા સાથે તેને શું લેવાદેવા હોઈ શકે..? અરે,આવા ભયાનક ડરામણા સ્વપ્ન સાથે પણ તેને શું લેવાદેવા હોઇ શકે..?? એક પછી એક આવા વિચારો તેનું અંતર મન તેને પૂછી રહ્યું હતું. જેનો તેની પાસે કોઈ જવાબ ન હતો.

શિવાય કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો ખૂબજ રૂપાળો અને હેન્ડસમ છોકરો શિવાય કોઈને પણ ગમી જાય તેવો હતો. આજે તેને કૉલેજમાંથી પીકનીક ઉપર જવાનું હતું તેથી તે ખૂબજ ખુશ હતો. રાતનાં બાર વાગ્યે તેમની બસ ઉપડી અને સવારે વહેલા માણેકનગર તેઓ પહોંચી ગયા હતા.

માણેકનગર એક ઐતિહાસિક સ્થળ હતું. ત્યાંનો કિલ્લો ખૂબજ ફેમસ અને જોવાલાયક હતો.

એક પછી એક બધા જ બસમાંથી નીચે ઉતર્યા તેમ શિવાય પણ બસમાંથી નીચે ઉતર્યો. સવારનો ચા-નાસ્તો અને બપોરનું જમવાનું અહીં જ રાખેલું હતું તેથી બધા હાથ પગ મોં ધોઈ ચા નાસ્તો કરવા માટે તૈયાર થઈ ગયા શિવાય અને તેનો મિત્ર ગર્વિત પણ તૈયાર થઈને ચા નાસ્તો કરીને હવે આ કિલ્લાને જોવા માટે કિલ્લાની અંદર પ્રવેશ્યા. આ કિલ્લાનેને જોતાં જ શિવાયના મનમાં પેલાં સ્વપ્ન જે તેને અવારનવાર આવતા હતા તે બહાર આવવા લાગ્યા તે તેનું માથું પકડીને એકબાજુ બેસી ગયો આંખો બંધ કરી તો, જે તેને સ્વપ્ન હતું તે તેની નજર સમક્ષ તેને દેખાવા લાગ્યું, આ દીવાલોમાંથી તેને જે રીતે કોઈ સ્વપ્નમાં બૂમો પાડી રહ્યું હતું તેવીજ બૂમો સંભળાવા લાગી, " કીશુ બચાવ..કીશુ બચાવ.." સ્વપ્નમાં પણ આજ કિલ્લો હતો જ્યાં તેઓ સંતાઈ ગયાં હતાં અને ત્યાં જ પહેલા પેલી છોકરીનું અને પછી પેલા છોકરાને ગોળીએ વીંધી દેવામાં આવ્યો હતો.

શિવાય આ બધી જ વાત પોતાના મિત્ર ગર્વિતને કરી બંને જણાં હકીકત જાણવા માટે કિલ્લાની બહાર બે-ચાર દુકાનો હતી ત્યાં પહોંચ્યા દુકાનમાં જઈને દુકાનદારને તેમણે આ કિલ્લા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તો એક દુકાનદારે તેમને જણાવ્યું કે વર્ષો પહેલાં અહીંયાં એક નાનું ગામડું હતું જે ખૂબજ સુખી અને સમૃદ્ધ ગામ હતું. પહેલેથી જ આ જગ્યાનું નામ માણેકનગર છે આ ગામમાં રહેતાં એક જાગીરદારની દીકરી રાધાને આ ગામમાં રહેતા એક સામાન્ય માણસના દીકરા કીશન સાથે પ્રેમ હતો પરંતુ પહેલાંના સમયમાં આવા પ્રેમ લગ્ન શક્ય ન હતાં તેથી રાધાના પિતાએ લગ્નની સંમતિ ન આપી અને રાધા અને કીશન બંને લગ્ન કરવા માટે ભાગી છૂટયા પરંતુ આ વાતની જાણ રાધાના પિતાને થતાં તેમણે ગુંડા ટોળકી મોકલીને કિશનને મારી નાખવા માટે કહ્યું. કિશન અને રાધા બંને જણા આ કિલ્લામાં છૂપી રીતે સંતાઈ ગયા હતા પરંતુ ગુંડાઓને હાથે બંને ઝડપાઈ ગયા અને ત્યાં ને ત્યાં બન્નેને મારી નાખવામાં આવ્યા.

આ બધી જ વાત સાંભળીને શિવાયના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઇ તે વિચારમાં પડી ગયો કે હું જ આ કિશન તો નથી ને..? મારો આ બીજો જન્મ તો નથી ને..? અને હું કિશન છું તો રાધા ક્યાં છે..? મારે રાધાને શોધવી રહી...

હવે આ આખીય વાત તેના મગજમાં આવી ગઈ હતી. તેણે ઘરે આવીને આ બધીજ વાત પોતાના મમ્મી-પપ્પાને જણાવી પણ મમ્મી-પપ્પાએ તેને આ વાત બહુ ધ્યાન ઉપર ન લેવા સમજાવ્યું તેથી તેણે આ વાતને છોડી દીધી.

પરંતુ તેનો પાછળનો ભવ આ વાત તેને ભૂલવા દેવા માટે તૈયાર ન હોય તેમ એકદિવસ તે પોતાની કૉલેજથી રિટર્ન આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર તે ઉભો હતો તો તેની બરાબર બાજુમાં એક છોકરી એક્ટીવા ઉપર ઉભી હતી. અચાનક બંનેની નજર એક થઈ, આ છોકરીને જોઈને જ‌ શિવાયને પોતાને સ્વપ્નમાં દેખાતી હતી તે છોકરી યાદ આવી ગઈ અને તેને તરત જ સ્ટ્રાઈક થઈ કે, મને જે છોકરી સ્વપ્નમાં દેખાય છે તે આ જ છે મારી રાધા આ જ છે.

શિવાયે આ છોકરીનો પીછો કર્યો અને તે તેના ઘર સુધી પહોંચી ગયો ત્યારબાદ તેણે થોડા દિવસ સુધી દરરોજ આ છોકરીનો પીછો કર્યો, તેનું નામ સાનવી હતું.

ત્યારબાદ સાનવી જે કૉલેજમાં ભણતી હતી તે કૉલેજમાં શિવાયે એક-બે ફ્રેન્ડ બનાવી દીધાં અને ધીમે ધીમે સાનવીને પણ પોતાના આ ગૃપમાં શિવાયે એડ કરી દીધી.

સાનવી અને શિવાય બંને જૂના પ્રેમીઓ હતાં તેથી ફરીથી બંને ખૂબજ નજીક આવી ગયાં અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં. ત્યારબાદ શિવાય સાનવીને માણેકનગર કિલ્લો બતાવવા માટે લઈ ગયો અને આગળના જન્મની બધીજ વાત તેણે સાનવીને જણાવી.

પહેલાં તો સાનવીએ આ વાતને હસવામાં કાઢી નાંખી પણ એ દિવસે રાત્રે તે પોતાના ઘરે શાંતિથી સૂતી હતી અને તેણે સ્વપ્નમાં શું જોયું..? તે ચીસો પાડવા લાગી અને એકાએક તે જાગી ગઈ, તેની ચીસો સાંભળીને તેની મમ્મી પણ દોડતી તેના રૂમમાં આવી ગઈ અને તેને શું થયું તે પૂછવા લાગી.

સાનવીએ પોતાની મમ્મીને માણેકનગરના કિલ્લાની અને રાધા-કીશનની વાત જણાવી. પછી તેમણે સાનવીને ફ્રેશ થઈને કૉલેજ જવા માટે કહ્યું. સાનવીએ ફોન કરીને શિવાયને પોતાને મળવા માટે બોલાવ્યો.


શિવાય આવતાં જ તે શિવાયને ભેટી પડી અને રડી પડી અને કહેવા લાગી કે, "તું જ મારો કીશન છે અને હું જ તારી રાધા છું... આઈ લવ યુ...માય ડીયર.." અને કીશને તેની રાધા ઉપર ચુંબનોનો વરસાદ કરી દીધો...અને આખરે બંને સાચા પ્રેમીઓ બીજા ભવમાં પણ મળી ગયાં.....
Love 💕 is forever 💓.....

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
9/2/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED