Featured Books
શ્રેણી
શેયર કરો

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 30 - શ્રાપનો અંત એક નવી શરૂઆત

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb

ભાગ :- 30 - શ્રાપનો અંત એક નવી શરૂઆત

મેઘા અને રોહનની દીકરી કેશાવનું નામકરણ થયા પછી રોહને અને મેઘા પછી કેશવને એક સોનાની ચેઇન ગિફ્ટ કરે છે, જે રોહન ઓફિસ તરફથી મેઘાની દીકરીને આપે છે, એવું તે પોતાના પરિવારને પહેલા જ જણાવી ચૂક્યો હતો! મેઘા અને રોહન પછી તેમના પરિવારના આશીર્વાદ લે છે, મેઘાની સાથે સાથે રોહન પણ આશીર્વાદ લેતો હોય છે, જે જોઈને તેના પરિવારને ખૂબ વિચિત્ર લાગે છે એટલે તેની દાદી રોહનને સવાલ કરે છે,

"રોહન મેઘાની સાથે તું આશીર્વાદ કેમ લઈ રહ્યો છે? આ હક તો એના પતિ રોયનો છે."

રોહન પહેલા તો થોડો ડરી જાય છે પણ પછી તે કહે છે,

"દાદી હું રોય માટે આશીર્વાદ લઈ રહ્યો છું, કેમકે મે રોયની ફરજ અદા કરી છે તો રોય માટે હું આશીર્વાદ લઈ રહ્યો છું."

દાદી અને રોહનનો પરિવાર તેના વિચાર જાણીને ખુશ થઈ રહ્યો હતો એટલે રોહનની દાદી બોલે છે,

"રોહન આજે એમને અમારી પરવરિશ ઉપર ગર્વ થઈ રહ્યો છે, અમે જે સંસ્કાર આપ્યા છે એને ખરેખરમાં ઉજાગર કરી રહ્યો છે. રોહન તારા જેવો દીકરો અને પતિ દરેકને મળે! દીકરા તારી દાદી હોવાનો મને ગર્વ છે."

રોહન પોતાની દાદીની વાત સાંભળીને શરમિંદા થઈ જાય છે કેમકે રોહન તેના પરિવારથી જ નહિ પણ એ લોકોની લાગણીઓથી અસત્ય કહી રહ્યો હતો. રોહનના દિલ ઉપર આ અસત્ય બોજ બની ચૂક્યું હતું; એટલે રોહન હવે તેના પરિવારને આંખો મિલાવવાને પણ લાયક રહ્યો ન હતો. થોડા સમય પછી રોહન અને તેનો પરિવાર મેઘા અને તેની દીકરીને ગિફ્ટ આપીને ત્યાંથી ચાલ્યો જાય છે.

સાંજે સાત વાગે ગહેના બાનું અને મેઘા ગુડીયા શેરી માટે નીકળી જાય છે જ્યાં જઈને ગુડીયા બાનું કંઇક એલાન કરવાનું નક્કી કરી ચૂકી હોય છે. ગુડીયા બાનું ત્યાં જઈને એલાન કરવા માટે બધી ગણિકાઓને બોલાવી દે છે. થોડી વારમાં જ બધી ગણિકાઓ ત્યાં આવી જાય છે, અને આવીને ગુડીયા બાનું સામે જોવા લાગી જાય છે. ગુડીયા બાનું કહે છે,

" ગુડીયા બાનુંની આ ગુડીયા શેરીમાં પહેલી વખત બદલાવ આવ્યો છે, આ શેરીમાં કાન્હાના તેજ સમાન કેશવનો જન્મ થઈ ચૂક્યો છે. કેશવ આ શેરીમાં જન્મ લઈને આ શેરીમાં બદલાવ લાવી છે અને મારું પણ એવું માનવું છે કે આ બદલાવ કોઈ આ શેરી માટે સામાન્ય બદલાવ નથી. કેશવનો જન્મ એક મકસદ માટે થયો છે અને એ મકસદ હવે મને ખબર પડી ચૂકી છે."

ગુડીયા બાનુંની વાત સાંભળીને બધી ગણિકાઓ ચોંકી જાય છે. ગુડીયા બાનું શું કેવા માગતી હતી એ કોઈપણ સમજી ન શકતું હતું, રોહન પણ મેઘા પાસે આવીને ઊભો રહે છે. ગુડીયા બાનું આગળ કંઈ બોલે એની પહેલા જ કેશવ ધીમું હાસ્ય કરવા લાગી જાય છે, કેશવનું હાસ્ય સાંભળીને તેના ઇરદાઓમાં તે સફળ થતી હોય એવું લાગવા લાગે છે એટલે ગુડીયા બાનું કેશવ પાસે આવીને તેને ગોદમાં લઈ લે છે. કેશવને ગોદમાં લીધા પછી ગુડીયા બાનું કહે છે,

"હું કેશાવના જનમથી લઈને અત્યાર સુધી આ બદલાવ વિશે વિચારી રહી હતી. અત્યાર સુધી આપડે ગણિકા બનીને આ શ્રાપને આપડી હકીકત બનાવ્યો હતો પણ કેશવના જન્મ પછી મને અહેસાસ થયો કે આ જિંદગી કેવી છે! જેમાં ના કોઈ રંગ છે ના કોઈ ખુશી, ના કોઈ સબંધ ના કોઈથી લગાવ, ના પ્રેમ કે ના કોઈથી સ્નેહ, ના કોઈ માન કે ના કોઈ સન્માન, બસ હતો તો જિસ્મનો વેપાર! રોજ નવા સબંધ, રોજ નવ પુરુષ કે નવી સ્ત્રી, રોજ અપમાન અને રોજ તિરસ્કાર, રોજ પોતાના સપના અને ઉમ્મીદના બલિદાન પણ હવે નહિ! હવે કોઈ જિસ્માનો વેપાર આ ગુડીયા શેરીમાં નહિ થાય, ઇમફેક્ટ આ શેરી ગુડીયા શેરી પણ નહિ રહે, આ શેરોનું નવું નામ છે કેશવ નગર અને હવેથી આ શેરી બદનામ શેરી નહિ પણ મહેનતી શેરી બનશે! હવે ગુડીયા શેરોનું કોઈપણ વર્ચસ્વ રહેશે નહિ, ના કોઈ ગણિકા ના કોઈ ગ્રાહક! ના કોઈ અબળા ના કોઈ ધંધો! બસ હશે તો ફક્ત મહેનતની કમાઈ! હવે તમે લોકો જઈને આ ગણીકાના વેશનો ત્યાગ કરો અને પોતાના માટે એક કદમ ઉઠાવી એક માની અને સન્માની મહિલા બનો, જે ફક્ત પોતાના આત્મરક્ષણ માટે જીવતી હોય. હવે ગણિકા આ સમાજમાં શ્રાપ બનીને નહિ પણ એક નવી શરૂઆત કરીને પોતાનું જીવન નિર્વાહ કરશે."

ગુડીયા બાનુંની વાત દરેક ગણીકાને સમજાઈ ચૂકી હતી, દરેક ગણીકાની અંદર પહેલેથી જ એક આઝાદ સ્વમાની સ્ત્રી છુપાયેલ હતી જે આઝાદ થવા માટે તૈયાર હતી પણ એ ગુડીયા બાનું વિરુદ્ધ જઈને કંઈપણ કરી શકે એમ ન હતી એટલે ગણિકાઓ હજુ સુધી ગુડીયા બાનું સાથે જોડાયેલ હતી. થોડા સમય પછી દરેક ગણિકા બહાર આવી જાય છે અને ગુડીયા બાનું તેમની સામે જોઇને ખુશ થઈ રહી હોય છે, રાચિલી ગુડીયા બાનું પાસે આવીને કહે છે,

"ગુડીયા બાનું તમને ખબર છે આજ સુધી ફક્ત મેં તમને નફરત જ કરી છે, કેમકે હું જ્યારે અહી આવી એની પહેલા મારા દિલમાં પણ મેઘાની જેમ ઉમ્મીદ હતી જેને હું જીવવા માગતી હતી પણ અહીંના દલાલને લીધે મારે મારા સપનાં અને ખુશીઓના અવાર નવાર બલિદાન આપવા પડ્યા છે. ગુડીયા બાનું પણ આજે મેઘાની દીકરી કેશવના જન્મથી આ શેરીમાં બદલાવ આવી રહ્યો તો છે પણ ગુડીયા બાનું આ બધી ક્યાં જશે? આમનું કોઈ નથી આ દુનિયામાં? આ શું કરશે? ક્યાં જશે? ક્યાં રહેશે? શું ખાશો? ને શું પીસે?"

રચિલી બસ આટલું જ બોલી શકી અને પછી નોંધાર થઈને રડવા લાગી જાય છે. ગુડીયા બાનું રચિલી પાસે આવીને તેના માથામાં વાલ રૂપી હાથ ફેરવવા લાગી જાય છે અને કહે છે,

"રચિલી મેં આ શેરીમાં ચાલતો જીસમાનો ધંધો રોક્યો છે, ના મેં આ લોકોને નીસહાર કે નિરાધાર કર્યા છે. આ બધા લોકો કેશવ નગરમાં મારી દીકરીઓ બનીને રહેશે! અહી અમે લોકો નવા કુટીર ઉદ્યોગ શરૂ કરીશું અને આ લોકોને રોજીરોટી આપવા માટેના હંમેશાં પ્રયાસ કરીશું! આ લોકોના માન સન્માન ખાતર આ ગહેના બાનું પોતાનો જીવ આપતા પણ નહિ ખટકાય! હું એક મા બનીને મારી દરેક દીકરીના લગ્ન કરાવીને તેમના અરમાન પૂર્ણ કરીશ! હું યોગ્ય વ્યક્તિ સાથે તેમના લગ્ન કરાવીને એમની જિંદગી આબાદ કરી દઈશ! આ ગુડીયા બાનું અને તેની બદનામ શેરિનો અંત છે. ગણિકા રૂપી શ્રાપનો અંત છે, બસ હવે બાકી છે તો એક નવી શરૂઆત......."

ગહેના બાનુંની વાત સાંભળીને દરેક મહિલાઓ ખુશ થઈ જાય છે પણ આ ખુશી સૌથી વધારે રોહન અને મેઘાના ચહેરા ઉપર ઝળકી રહી હતી કેમકે રોહન અને મેઘાની નિશાની કેશવ આ બદલાવનું મુખ્ય કારણ બની હતી.........

સમાપ્ત.....

ગણિકા રૂપી શ્રાપ તો અહી સમાપ્ત થઈ ચૂક્યો હતો પણ આગળ તમારી મેઘા સાથે શું થયું એ જાણવા માટે વાંચો કર્તવ્ય - એક બલિદાનનો ભાગ :- 6 પછીની કહાની! જ્યાં મેઘા લડે છે પોતાના માન અને સન્માન માટેની લડાઈ!...... હું અંકિત ચૌધરી શિવ આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું, કે આપે માને આ માન સન્માન અને આ અનહદ પ્રેમ આપ્યો જે મારા જીવનમાં ખુબજ મહત્વ રાખે છે.

કોઈપણ કામ કે કોઈપણ સમસ્યા હોય તો બે જીજક થઈને મને કૉલ કે મેસેજ કરી શકો છો 919624265491. અને ઇન્સ્ટેગ્રામમાં ફોલો કરો :- @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb